Engineering Girl - 16 - last part in Gujarati Love Stories by Hiren Kavad books and stories PDF | એન્જિનિયરિંગ ગર્લ - 16 - છેલ્લો ભાગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એન્જિનિયરિંગ ગર્લ - 16 - છેલ્લો ભાગ

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૬

“ સથવારો ”

રાતે વરસાદ પડ્યો હતો જેના કારણે રીવરફ્રન્ટની સિમેન્ટની દીવાલો અને કોંક્રિટ સિમેન્ટના રસ્તાઓ ભીના હતાં. વહેલી સવાર હતી ચોમાસુ હોવા છતાં ધીમો ધીમો પવન વાતાવરણને વધારે ઠંડુ બનાવી રહ્યો હતો. સાબરમતી વરસાદને કારણે છલોછલ હતી, પરંતુ એ સ્થિર હતી. ઇનકમટેક્સ પાસેના રીવરફ્રન્ટના સુમસામ રસ્તાના કારણે પક્ષીઓનો અવાજ ચોખ્ખો સાંભળી શકાતો હતો. આકાશ ચોખ્ખું થયું હતું, જેના કારણે થોડી થોડી સૂર્યની આભાઓ દેખાઈ રહી હતી, પરંતુ સૂર્ય પૂરેપૂરો ઉગ્યો નહોતો.

લહેરાતા પવન સાથે ઉભેલી અંકિતા ફરી આજે વ્હાઇટ ડ્રેસમાં હતી, એણે ખાસ કોઈ એસેસરીઝ નહોતી પહેરી. ખાદીનો વ્હાઇટ ડ્રેસ, સાદા વ્હાઇટ પટ્ટી વાળા ચપ્પલ, ખુલ્લા વાળ અને કપાળ વચ્ચે કાળી બીંદી. કોઈ જ મેકઅપ વિના એ ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. એ સાબરમતીના કાંઠે ઊભી રહીને લહેરાતા ઠંડા પવનને મહેસૂસ કરી રહી હતી. એ સાબરમતીના શાંત પાણીને એકટીસે જોઈ રહી હતી. એ બને એટલું એનું મગજશૂન્ય કરી રહી હતી. એ વિચારશૂન્ય થવા માંગતી હતી. અંકિતા જાણી જોઈને થોડી વહેલી જ આવી ગઈ હતી. એને વિશ્વાસ હતો કે એનો વિવાન છ વાગ્યા પછી જ આવશે. અંકિતા પણ નહોતી જાણતી કે એ શું બોલશે? થોડી નર્વસનેસ પણ હતી જ. પણ ડર નહોતો.

અંકિતાએ સાબરમતીના શાંત પાણીને જોઈને શાંત થવાનો પ્રયત્ત્ન કર્યો. ૬.૦૫ મિનિટ થઈ ચુકી હતી. પરંતુ અંકિતા શાંત પાણીને જ જોઈ રહી હતી. ત્યારે પાછળથી કોઈનો દાદર ઉતરવાનો અવાજ આવ્યો. અંકિતા પાછળ ફરી.

અંકિતા વિવાનને જોઈને એક ક્ષણ માટે મોહિત થઈ ગઈ. કેટલા મહિનાઓ પછી અંકિતા વિવાનને કોઈ રહી હતી. વિવાને બ્લુ જીન્સ પર વ્હાઇટ કોટન કુર્તુ પહેરેલું હતું. એના લાંબા વાળને એણે પાછળથી બાંધેલા હતાં. એની વધી ગયેલી દાઢી એના ગોરા ચહેરાને વધુ આકર્ષક બનાવી રહી હતી. એની મોહક આંખોમાં જાણે છલો છલ નશો ભર્યો હોય એમ નશાથી ઉભરાઇ રહી હતી. એનું એક એક પગથીયા ઉતરતુ ખડતલ શરીર અંકિતાની નર્વસનેસમાં વધારો કરી રહ્યું હતું. વિવાન પણ આજે વ્હાઇટ કુર્તામાં અદ્ભુત લાગી રહ્યો હતો. જે જોઈને અંકિતા થોડી વિચલિત થઈ ગઈ, પરંતુ એણે ફરી શાંત સાબરમતી પર નજર નાખી. એણે શાંત થવાનો પ્રયત્ત્ન કર્યો. એણે એના વિચારોને કાબુમાં કર્યા.

અંકિતા અને વિવાન એકબીજાની સામસામે હતાં. અમુક ઘટનાઓએ કેટલું અંતર પેદા કરી દીધું હતું કે એકબીજા સામે બોલવા કોઈ શબ્દો બહાર નહોતા આવી રહ્યા. બંનેએ એકબીજાની આંખોમાં જોયું. પરંતુ લાગી રહ્યું હતું કે અત્યારે શબ્દોની જરૂર છે.

‘કેમ…છે?’, એવું બંને એકસાથે બોલ્યા. બંનેથી હળવુ હસાઈ ગયું. પરંતુ એકક્ષણમાં ફરી એ હસી ચાલી ગઈ, હળવુ સ્મિત આવી ગયું. અંકિતા થોડી શરમાઈ ગઈ. જાણે એની પહેલી મુલાકાત હોય.

અંકિતા વિવાનની આંખોમાં જોતા જોતા ડૂબી રહી હતી. પરંતુ એના વિવાનને જોતા જોતા એની આંખો સહેજ સહેજ ભીની પણ થઈ રહી હતી. બંનેએ એકબીજાને મેળવવા શું શું નહોતું કર્યુ. અંકિતા બસ વિવાનની આંખોમાં ડૂબતી રહી, ડૂબતી રહી. ડૂબતી રહી. વિવાન માટે પણ અંકિતાની આંખો નશાથી કમ નહોતી. એ અંકિતાની ભીની થઈ રહેલી આંખો જોઈને થોડીક ભીનાશ પોતાની આંખોમાં ઉછીની લઈ રહ્યો હતો. વિવાનના હાથ અંકિતાના ગાલ પર પહોંચ્યા. એણે ગાલ પર સરકી રહેલા આંસુને લૂંછ્યા. વિવાને ધીરેથી અંકિતાની કાળી બીંદીથી સહેજ ઉપર હળવેથી ચુંબન કર્યુ. ફરી વિવાને અંકિતાની ઊંડી અને નશીલી આંખોમાં જોયું.

વિવાન ઝડપથી સરક્યો અને એણે અંકિતાનો ચહેરો પોતાના હાથોમાં લઈ લીધો. કોઈ જ ક્ષણનો વિચાર કર્યા વિના વિવાને એના હોઠ અંકિતાના હોઠને આપી દીધા. ક્યારેક શબ્દો ને બદલે શરીરની જરૂર હોય છે. બંને એકબીજામાં ડૂબીને આંખો બંધ કરીને હોઠોની આપ લે કરવા લાગ્યા. જે કામ શબ્દો ન કરી શક્યા. જે કામ આંખોએ પણ અધૂરું છોડ્યું, એ કામ હોઠો પૂરું કરી રહ્યા હતાં. બંને વાઇલ્ડ ચુંબનમાં ડૂબી ગયા હતાં. વિવાન પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો. એણે અંકિતાના હોઠને છોડ્યાં પરંતુ એના હોઠ એની ગરદનની ડાબી બાજુ ચાલ્યા ગયા. અંકિતા જે ફીલ કરી રહી હતી, એ પરમ આનંદ હતો. ફરી વિવાનના હોઠ અંકિતાના હોઠ પર આવીને ચાલવા લાગ્યા. કેટલીય મિનિટો પછી બંનેના હોઠ છૂટ્ટાં પડ્યા. બંનેની આંખો મળી. આ વખતે કોઈની આંખમાં કોઈ જ પ્રશ્નો નહોતા. બંનેએ જાણે બધું જ કહી દીધું હોય એવો ખાલીપો હતો.

અંકિતાએ વિવાનને જકડી લીધો. અંકિતાની આંખોમાં આંસુ આવી ગયા. વિવાન અંકિતાના માથા પર હાથ ફેરવવા લાગ્યો. વિવાનની આંખો પણ ભીની થઈ ગઈ. વિવાને પોતાની જકડ વધારે મજબુત બનાવી દીધી. હજુ સુધી કોઈ જ શબ્દ નહોતો બોલાયો. ખરેખર કોઈને પણ પ્રેમ કરવા માટે એક પણ શબ્દની જરૂર નથી હોતી. બંનેમાંથી કોઈ એકબીજાની બાહોપાશમાંથી છૂટું પડવા નહોતું માંગતું. એટલે બંને બસ એકબીજાને જકડીને ઊભા રહ્યા, બંને એક સૂકુન મહેસૂસ કરી રહ્યા હતાં.

વિવાને અંકિતાની આંખોમાં જોયું, એણે અંકિતાના ગાલ પર આવેલા આંસુ લૂંછ્યા. ફરી એણે હળવેથી અંકિતાના હોઠ પર ભીની આંખે ચુંબન કર્યુ. બંને રીવરફ્રન્ટની પાળી પર શાંત સાબરમતી સામે બેઠા. બંનેએ એકબીજાની આંગળીઓ એકબીજાના હાથમાં પરોવી.

‘લવ યુ વિવુ.’, અંકિતા રડતાં રડતાં જ બોલી.

‘આઈ નો માય બેબી.. આઈ નો.’, વિવાન પણ ગળગળો થઈ ગયો.

‘સૉરી.’, વિવાન બોલવા જતો હતો ત્યાં જ અંકિતાએ વિવાનના હોઠ પર હાથ મુકી દીધો. વિવુ પણ રડી પડ્યો.

‘હેય હેય.’, અંકિતાએ વિવાનનો ચહેરો પોતાની છાતી પર ભીંસી લીધો.

‘લેટ્સ સ્ટાર્ટ વિથ લવ. નોટ વિથ ગિલ્ટ.’, અંકિતા બોલી. વિવાને ભીની આંખે અંકિતાની આંખોમાં જોયું. વિવાને ફરી અંકિતાને બથમાં ભરી લીધી. અંકિતા વિવાનની પીઠમાં હાથ ફેરવતી રહી.

‘હેય બેબી, સ્માઈલ.’, અંકિતા વિવાનનો ચહેરો હાથમાં લઈને સ્માઈલ કરતા કહ્યું. પરંતુ વિવાન ડૂસકાં ભરતો રહ્યો. અંકિતાની આંખો પણ ભીની જ હતી.

‘વિવુ તારે સૉરી કહેવાની જરૂર નથી’, અંકિતા બોલી.

‘અંકુ ન તો તારે આઈ લવ યુ. આઈ ડૉન્ટ વોન્ટ ટુ ગીવ એની ફોર્મલ નેમ ટુ આવર રિલેશન.’, વિવાન અંકિતાની આંખોમાં આંખો નાખીને બોલ્યો. અંકિતાએ માત્ર પાંપણ પટપટાવીને સંમતી દર્શાવી.

‘તને યાદ છે અંકુ, હું તારા પપ્પાને મનાવવા માટે ગયો હતો?’, વિવાન બોલ્યો. અંકિતાએ હકારમાં ડોકુ હલાવ્યું.

‘તે પૂછ્યું હતું ને કે મેં એવું તે શું કહ્યું કે પથ્થર જેવા પપ્પા પીગળી ગયા. તારા પપ્પાના પગે સુધ્ધા હું પડ્યો હતો પરંતુ એ નહોતા માન્યા. મેં પપ્પા પાસે બે મિનિટનું એકાંત માંગ્યું. હું અને પપ્પા એકરુંમમાં ગયા. મેં પપ્પાની આંખમાં જોઈને માત્ર ત્રણ જ વાક્યો કહ્યા.

પપ્પા અંકિતા મારાં વિના નહીં જીવી શકે, એટલે એ મારી સાથે મેરેજ કરી શકે બટ, એને ખબર છે કે તમે એના વગર નહીં જીવી શકો એટલે એ મારી સાથે તમારી મરજી વિરૂદ્ધ લગ્ન નહીં કરે. પણ એ દરેક ક્ષણે બળ્યા કરશે.

પપ્પા શું તમે અંકુને પાનેતરમાં જોવા નથી માંગતા? તમે એને ઘરેથી વળાવીને રડવા નથી માંગતા? પપ્પા જ્યાં સુધી તમે આંસુઓથી હળવા નહીં થાવ ત્યાં સુધી તમારાં પરથી આ જન્મનું ઋણ નહીં ઊતરે. તમે એને તમારાં જીવનમાં બાંધી રાખી છે. એને મુક્ત કરી દો. એટલે તમે પણ છૂટી જશો.

અંકલ મારાં માટે ‘આઈ લવ યુ અંકિતા.’ ખૂબ નાનું છે. હું એને કેટલો પ્રેમ કરું છું. એ આ શબ્દો નથી કહી શકતા. પરંતુ અંકુની સાથે હું તમને અને મમ્મીને પણ લવ કરું છું. આઈ લવ યુ ઑલ. અંકુ ઇઝ માય લાઈફ. બસ આટલું કહીને હું રડવા લાગ્યો હતો. મારાંમાં આનાથી વધારે કંઈ જ કહેવાની તાકાત નહોતી.

મને નથી લાગતું કે મેં એવા કોઈ ચોટદાર શબ્દો કહ્યા હતાં. પરંતુ આ સાંભળ્યા પછી પપ્પાની આંખોમાં આંસુ આવી ગયા. એમના ખૂણામાં પ્રેમ હતો જ, પરંતુ ઇગોએ જ આ ધોધને બાંધી રાખ્યો હતો. એ તું જ તોડી શકે એમ હતી. અંકુ તું ના હોત તો હું ના કરી શક્યો હોત. પછી તે મને કહ્યું કે મારો ફોન કટ થયો ત્યારે તું ખૂબ રડી હતી.

હું કોઈ ચમત્કારમાં નથી માનતો, બટ આ કોઈન્સિડન્ટ નહોતો. જ્યારે તું રડી હતી ત્યારે જ તારા પપ્પા પણ રડ્યા. એક બાપ કોઈ દિવસ એની દીકરીના આંસુ ના જોઈ શકે. તું કિલોમીટરો દૂર હતી, છતાં પપ્પાના અંતરમનને ગંધ આવી ગઈ. એ તારા આંસુઓ ના જોઈ શક્યા. મારાંમાં તારા પપ્પાને મનાવવાની તાકાત નથી. એ તું જ હતી જેણે દૂર દૂરથી કામ કર્યુ હતું. એ તું જ હતી અંકુ. તારા આંસુએ અને તારા પ્રેમે આ કામ કર્યુ હતું.’, વિવાનની આંખો બોલતા બોલતા ભીંજાઇ ગઈ. અંકિતાએ વિવાનનું માથું પોતાના ગળા પાસે ભીંસી દીધું. અંકિતાએ વિવાનની ચમકતી આંખોમાં જોયું. એ પોતાનો ચહેરો ધીમેથી વિવાનના ચહેરા પાસે લઈ ગઈ. અને વિવાનના હોઠ પર હળવેથી પપ્પી કરી.

‘આઈ એમ યુ.’, અંકિતાએ હળવી સ્માઈલ કરીને કહ્યું. વિવાને પણ સ્માઈલ કરી.

‘ચાલ આંખો બંધ કર.’, વિવાને અંકિતાના ગાલ પર હાથ મુકીને કહ્યું. અંકિતાએ હળવેથી આંખો બંધ કરી. વિવાને વ્હાઇટ કુર્તાના ઉપરના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક નાની ડાયમંડ રીંગ કાઢી. એણે અંકિતાનો હાથ પોતાના હાથમાં લીધો. એ ગોઠણીયે બેસી ગયો. વિવાને અંકિતાને આંખ ખોલવા કહ્યું.

‘વુડ યુ લાઈક ટુ બી સ્પીડ ઑફ માય લાઈફ ફોરેવર?’, વિવાન સ્માઈલ કરતા કરતા બોલ્યો.

‘આઈ એમ યોર સ્પીડ…!’, અંકિતા પણ હસીને બોલી.

વિવાને હળવેથી સુંદર ડાયમંડ રીંગ અંકિતાના ડાબા હાથની વચ્ચેની આંગળીમાં પહેરાવી દીધી. બંને એકબીજાને ભેટી પડ્યા.

બંનેએ ફરી એકબીજાને ચુંબન કર્યુ. બંને એકબીજાની આંખોમાં સ્માઈલ સાથે જોતા રહ્યા. બંનેની ખુશીઓનો આજે કોઈ જ પાર નહોતો. અંકિતાને બધું જ મળી ગયું હતું અને વિવાનને અંકિતા. બંને કેટલીય ઘડીઓ સુધી કંઈ જ બોલ્યા વિના એકબીજાની આંખોમાં જોતા રહ્યા. ફરી બંનેએ કસીને હગ કર્યુ અને ફરી વિવાન એના હોઠ અંકિતાના હોઠ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે જ. બંનેના મોબાઈલમાં મૅસેજની ટોન વાગી. બંનેના મોબાઈલમાં એક સાથે ટોન વાગી એટલે બંનેના પેટમાં ફાળ પડી. આ મૅસેજની ટોન દર વખતે કંઈક ખરાબ લઈને જ આવતી હતી.

સાત વાગી ચૂક્યા હતાં. સૂર્યના સોનેરી કિરણો સાબરમતીમાં પર પથરાઈને સોનાનો ઘાટ સર્જી રહ્યા હતાં. બંનેને આશ્ચર્ય સાથે ડર પણ લાગ્યો કે ફરી બંનેના મોબાઈલમાં મૅસેજની ટોન, એ પણ એક સાથે? બંને એ પોતાનો મોબાઈલ કાઢ્યો અને બંનેએ મૅસેજ વાંચ્યો.

વિવાન અને અંકિતાના મોબાઈલમાં નિશાનો મૅસેજ હતો.

‘આઈ લવ યુ, માય ડાર્લિંગ. આઈ લવ યુ. લવ યુ.

The End

એન્જિનિયરિંગ ગર્લ પૂસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, પૂસ્તક તમે એમેઝોન પરથી મેળવી શકો છો.

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.

હિરેન કવાડ વિશે

હિરેન કવાડ ઍન્જિનિયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફિલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઈ જ નથી. હાલ એ ફૂલ ટાઈમ આર્ટ્સ એન્ડ લિટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા અને એક્ટિંગ ખૂબ જ ગમે છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રૅન્ડ છે. એ સિવાય એ મ્યૂઝિક પણ જાણે છે. ક્લાસીકલ મ્યૂઝિકના એ જબરા શોખીન છે.

એમણે એમનું ઍન્જિનિયરિંગ અમદાવાદની એક પ્રતિષ્ઠિત કૉલેજમાંથી કર્યુ અને ઍન્જિનિયરિંગ પૂરું કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લિટરેચર અને આર્ટ્સમાં આપવાનું નક્કી કર્યુ. હાલ એ નોવેલ, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

તમે એમને નીચે આપેલ સોશિયલ મીડિયા પર કૉન્ટેક્ટ કરી શકો છો.

Facebook : www.facebook.com/Ihirenkavad

Google Plus : www.google.com/+hirenkavad

Twitter : www.twitter.com/hirenkavad