Sukh no Password - 34 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 34

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સુખનો પાસવર્ડ - 34

એક યુવાને આર્થિક મજબૂરીને કારણે ડ્રાઈવરની નોકરી સ્વીકારી લીધી પણ પોતાની પરિસ્થિતિ બદલવા માટે કોશિશ ચાલુ રાખી અને અકલ્પ્ય સફળતા મેળવી!

વિપરીત સ્થિતિ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવવાની કોશિશ કરનારા માણસને ક્યારેક તો સફળતા મળે જ છે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

સાત દાયકા અગાઉની વાત છે. આર્થિક તકલીફ અનુભવી રહેલા એક મુસ્લિમ કુટુંબના યુવાન પુત્રએ કાર ચલાવવાનું શીખી લીધું અને ડ્રાઈવર તરીકે નોકરી શોધવા માંડી. કોઈએ તેની ભલામણ હિન્દી ફિલ્મોના નિર્માતા જ્ઞાન મુકરજીને કરી. જ્ઞાન મુકરજીએ તે યુવાનને નોકરીએ રાખી લીધો.

જ્ઞાન મુકરજીના ડ્રાઈવર તરીકે તે યુવાનને દરરોજ મુંબઈમાં ફિલ્મ સ્ટુડિયોમાં જવાની તક મળવા લાગી. ડ્રાઈવર તરીકે તે યુવાનને ૭૫ રૂપિયાનો માસિક પગાર મળતો હતો. તે ફિલ્મ સ્ટુડિયોઝમાં બીજા બધા કલાકારોને જોતો હતો ત્યારે તેને તેમની ઈર્ષા થતી હતી. એમાંય ઘણા પ્રતિભા વિનાના કાલાકારોને અભિનય કરતા જોઈને તેને બહુ તકલીફ થતી હતી.

આ રીતે એક વાર મધુબાલાની ‘નાદાન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન તે યુવાન દૂર ઊભા ઊભા જોઈ રહ્યો હતો. મધુબાલા સામે એક એકસ્ટ્રા કલાકારે (જેમને હવે આજના સમયમાં જુનિયર આર્ટિસ્ટના રૂપકડા નામથી ઓળખવામાં આવે છે) એક ડાયલોગ બોલવાનો હતો. પણ એ જુનિયર આર્ટિસ્ટ લોચા મારી રહ્યો હતો. એક પછી એક રીટેક થઈ રહ્યા હતા. એકાદ ડઝન રીટેક પછી એ ફિલ્મના દિગ્દર્શક હીરા સિંહની અને અભિનેત્રી મધુબાલાની ધીરજ ખૂટી ગઈ.

દિગ્દર્શક હીરા સિંહ એ જુનિયર આર્ટિસ્ટને ખખડાવી રહ્યા હતા ત્યારે પેલો ડ્રાઈવર યુવાન તેમની પાસે પહોંચી ગયો. તેણે તેમને કહ્યું, ‘સાહેબ, હું આ સીન કરી આપું?’

હીરા સિંહે તે યુવાનની સામે જોયું અને બીજી જ સેકન્ડે કહ્યું, ‘આવી જા. કૅમેરા સામે.’

હીરા સિંહના સહાયકોએ તે યુવાનને ડાયલોગ સમજાવવા માંડ્યો. યુવાને કહ્યું કે એની જરૂર નથી. તે યુવાન આત્મવશ્વાસપૂર્વક કૅમેરા સામે ગયો અને તેણે મધુબાલા સામે ડાયલોગબાજી શરૂ કરી. કોઈ પણ રીટેક વિના સીન ફાઈનલ થઈ ગયો. અને એ દિવસથી ડ્રાઈવરને બદલે તે જુનિયર આર્ટિસ્ટ બની ગયો. એ પછી આગળ જતા તે અત્યંત સફળ અભિનેતા બન્યો.

એ યુવાન એટલે વિખ્યાત કોમેડિયન મહેમૂદ.

વિપરીત સ્થિતિ સ્વીકારી લેવાને બદલે એમાંથી બહાર આવવાની કોશિશ કરનારા માણસને ક્યારેક તો સફળતા મળે જ છે. એનો પુરાવો એટલે મહેમૂદ.

***