Pret Yonini Prit... - 10 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 10

પ્રકરણ-10
પ્રેત યોનીનો પ્રેમ
અજયભાઇ અને વિધુ નિરંજનભાઇનાં મોઢે બોલેલો આંકડો સાંભળીને જ હેબતાઇ ગયાં. અજયભાઇએ કહ્યું "શેઠ આજ સુધી મારે ઘેર આટલી લક્ષ્મી કેવી રીતે રહેશે ? મને માફ કરજો હું નહીં. રાખી શકું. ન કરે નારાયણ અને કંઇ થયું તો મારે ઝેર ખાવાનો વારો આવે મને માફ કરો. વિધુએ પણ એજ સૂર પુરાવ્યો.
નિરંજન ઝવેરીએ કહ્યુ તમારી આબરૂ ખૂબ સારી છે તમે ખૂબજ પ્રમાણિક માણસ છો મને તમારી ઉપર ખૂબજ વિશ્વાસ છે હું બીજે ક્યાંય રાખી શકું એમ નથી. તમારાં પર કોઇનેંય શંકા જશે નહીં. તમારું પોળનું ઘર.. આટલી વસ્તીમાં કોઇ ચોરી નહીં થાય. વળી આખો દિવસ ઘરે જ હોવ છો. ઘરે જ નામા લખો છો. આટલી મદદ જરૂર કરો નહીંતર જો ઇન્કમટેક્ષ વાળાનાં હાથમાં આવી તો સાવ જશે. આનાં કોઇ હિસાબ કિતાબ નથી બધાં ઉપરનાં નાણાં છે. તમે તો જાણો છે કાપડ માર્કેટમાં પરનાં સોદાજ હોય છે બતાવવાનાં સોદા ગણાં ગાંઠ્યા જ હોય છે આટલો સમય રાખી લો પછી હું જ આવીને લઇ જઇશ. હું બીજે કશે જ રાખી શકું એમ નથી. આ લક્ષ્મી તમારે ઘરે જ સલામત રહેશે. લો આ બ્રીફકેસ તમે તમારાં હાથે જ મૂકી દો હું નિશ્ચિંન્ત થઇ જઊં.
અજયભાઇ કહે પણ મારીતો ઊંઘ હરામ થશે મને આખો દિવસ એની જ ચિંતા રહેશ આવું અઘરૂ કામ મને ના સોપો. અને મારું નાનું ઘર અહીં કેટલાય આવે ને જાય બપોરથી સાંજ પડોશીઓ પડ્યા પાધર્યા રહે છે. હું નહીં રાખી શકું આ તો બહુ મોટી રકમ છે.
નિરંજન ઝવેરીએ બેગ ખોલીને બે હજારની નોટોનો બંડલ ગણીને બતાવી પાછી બેગ બંધ કરી અને ક્યું તમારે રાખવી પડશે થોડોક જ સમય અને આ સાચવણી પેટે હું તમને 3 લાખ રૂપિયા પણ આપીશ. આટલું કામ કરો.
પૈસાની વાત કરતાં જ અજયભાઇ થોડાં નરમ પડ્યાં. આટલી રકમ તો કેટલાય નામાં લખું તોય નહીં મળે. અજયભાઇનું મન વાંચી લેતાં નિરંજનભાઇએ કહ્યુ "5 લાખ આપીશ બસ... હવે આને ઠેકાણે મૂકી દો અને કોઇને વાત ના કરશો કોઇ હો હા ના થાય એ જોજો હવે હું લેવાં જ આવીશ નહીં ફોન કરું કે રૂબરૂ આવું.
અજયભાઇ કંઇ આગળ બોલે કે વિચારે એ પહેલાં બેગ પકડાવી દીધી અને ઉભા થયાં હવે લેવા જ આવીશ.
અજયભાઇએ બેગ પકડીને કહ્યું "વેળાસર લઇ જજો હવે આતો મારી છાતી પર રહેશે એમાં કોઇ ભૂલ નહીં હોય એની ખાત્રી આપું છું તમારાં 3 કરોડ એવાંજ હશે જેવા આજે મૂક્યાં.
"મને ખાત્રી છે હું નિશ્ચિંત થઇને જઊં છું અને પછી વિધુને કહ્યું "રીઝલ્ટ આવી જાય પછી મને મળજો હું તારી નોકરીનું પાકું કરી દઇશ. બધી ચિંતા છોડી દે. અજયભાઇનાં દીકરો છું તું એવો જ પ્રામાણિક હોઇશ એની મને ખાત્રી છે મોરનાં ઇંડા ચિતરવા ના પડે. ચાલો હું જાઊં એમ કહીને સીધાં ઘરની બહાર નીકળી ગયાં.
અજયભાઇએ જાળી વાખી દીધી સ્ટોપર મારી દીધી અને અંદર પરસાળમાં આવીને કહ્યું "વિધુ આ બેગ અંદર ઓરડામાં મૂકી દે. જો આપણી બેગો માળીએ પડી છે એમાં વચ્ચે આ બેગ મૂકી બીજી બેગો એની ઉપર અને આગળ મૂકી દે હવે શેઠ આવે ત્યારે જ ઉતારીશું... પૈસા મળવાની લાલચ મને થઇ એટલે આવી જવાબદારી સ્વીકારી છે આમ પાંચ લાખ આપણને કોણ આપવાનું ?
"અને હાં હવે આ બેગ મૂકીને માત્ર નજર રાખવાની બાકી ચિંતા ના કરશો હું અહીં જ કાયમ નામું લખવા બેસું છુ મારું પણ ધ્યાન ચોવીસ કલાક રહેશે જ એટલે ચિંતા નહી.
વિધુની માં એ કહ્યું "હવે પંચાતીયાઓને પરસાળ સુધી આવવા જ નહીં દઊં ઓટલેથી જ વિદાય કરીશ આતો આવી ચિંતાવાળી વાત છે. ઠીક છે પણ આ શેઠ પૈસા કીધાં છે એટલાં આપશે તો ખરાને ?
અજયભાઇએ કહ્યું "કેમ નહીં આપે ? આતો કાળુ નાણું છે કાળા કામનાં છેતરપીંડી કે વિશ્વાસધાત નથી થતાં એકબીજાનું કાયમ કામ પડે છે અને એમનો એકાઉન્ટ અને નામું બધુ મારી પાસે જ છે. હું જાણતો તો બધું જ હોઊં છું પણ ક્યારેય માથુ નથી માર્યુ કંઇ એવો ડર કે શંકા રાખવાની જરૂર નથી તમે નિશ્ચિંત રહો. હું બેઠો છું ને ? વિધુએ કહ્યું "ઠીક છે પાપા તમે કહો છો એમ હું ગોઠવી દઊં છું એમ કહીને બેગ ગોઠવી દીધી.
વિધુ આજે સવારથી તૈયાર થઇને બેઠો હતો. આખો દિવસ ઘડીયાળ જોયાં કરતો હતો આજે રીઝલટ હતું અને વૈદેહી સાથે બહાર પણ જવાનું હતું. એણે પાપા પાસેથી બે હજાર રૂપિયા લીધાં હતાં. અજયભાઇએ કહ્યું પાસ થયો તો તારાં અને નહીંતર બધાં જ પાછા આપવાં પડશે અને બધે બહાર જવાનું બંધ.
"તમે પણ પાપા કેમ અવળી વાણી કાઢો છો. હું તો પાસ થવાનો જ છું અને વૈહિંદુ પણ થશે. માં એ કહ્યું "તું તારી ચિંતા કર અને છોકરીઓ પાછળ રખડવાનું બંધ કર અને પાસ થયા પછી કામે ચઢી જજે તારાં પાપાને રાહત રહેશે.
"મંમી.. વિધુએ કહ્યું" વૈદેહી મારી ખાસ ફ્રેન્ડ છે અને બંન્ને જણાં પાસ થઇશુજ અને માં તને આજથી જ કહી રાખું છું એ મારી ખાસ ફ્રેન્ડને એક દિવસ પરણીને ઘરે લાવવાનો છું. એ પણ ના ભૂલતી.
માં એ કહ્યું "એનો બાપ તો પૈસાવાળો છે અને એની માં ને પણ ઓળખું છું ખૂબ અભિમાની છે જે કંઇ કરે વિચારીને કરજો. છોકરી ડાહી છે મને ગમે છે પણ.. વિધુએ કહ્યું "માં પણ પણ ના કરો. કોઇનું ચાલવાનું નથી એ મારાં સિવાય કોઇ સાથે લગ્ન પણ નહીં જ કરે. એ પણ રીઝલ્ટ આવ્યાં પછી ઘરે વાત કરવાની જ છે. મેં પણ તમને જાણ કરી જ દીધી. ચલ માં હું હવે જઊ....
"બેટા લે આ, ગોળની કોંકરી ખાઇને જા ભગવાન બધુ સારુ કરશે. આમ પણ પેલા શેઠ કહી ગયાં છે કે તારી નોકરીનું નક્કી કરી આપશે. બસ બધાં સારાં વાનાં થયા.
"થશે જ માં. એમ કહીને વિધુએ કાંકરી ગોળની મોમાં મૂકી. માં પાપાનાં આશીર્વાદ લઇને ઘરની બહાર નીકળ્યો અને સીધી બાઇક સ્ટાર્ટ કરી.
***********
કોલેજમાં ભીડ જ ભીડ હતી રીઝલ્ટ ડીક્લેર થઇ ગયું હતું બધાં નોટીસ બોર્ડ પર રીઝલ્ટ જોવા માટે ટોળે વળ્યાં હતાં. વિધુ વૈદેહીનો હાથ પકડીને બોર્ડ તરફ આવ્યો ત્યાંજ એનો ફ્રેન્ડ યોગેશ મુકરી વિધુને જોઇને દોડતો આવ્યો" યાર તું તો ફર્સ્ટકલાસમાં પાસ થયો છે ભાઇ પાર્ટી તો આપવી જ પડશે. વિધુએ બોર્ડમાં જોયું એનો અને વૈદેહીનો નંબર શોધવા માંડ્યો. ફર્સ્ટકલાસનાં લીસ્ટમાં વિધુનું નામ હતું અને વૈદેહી સેકન્ડકલાસમાં પાસ થઇ ગઇ હતી. બંન્ને જણાં હર્ષથી ઉછળી પડ્યાં. વિધુએ વૈદેહીને ઉંચકી જ લીધી. આપણે પાસ થઇ ગયાં. માય લવ બધાં એ લોકોને જોતાં જ રહ્યાં. વિધુએ વૈદેહીને વળગીને ગાલ પર કીસ કરી લીધી અને હાથ પકડીને બહાર લઇ આવ્યો. યોગલો મુકરી પણ પાછળ દોડી આવ્યો. એમ મારાં હીરો પાર્ટી તો આપણી જ પડશે. એવી સંચાઇ નહીં કરવાની.
વિધુએ કહ્યું "એય પાર્ટી નક્કી જ... હમણાં નહી હમણાં તો મારે ખાસ કામે જવાનુ છે ફોન કરું ત્યારે આવી જજે પાર્ટી તને આપી બસ. અને વૈદેહીને ખેંચીને બહાર લઇ જઇ ને બાઇક ચાલુ કરીને કહ્યું" હાંશ વૈહીદુ આપણે એક પડાવ પસાર કરી નાંખ્યો. બોલ ક્યાં જઇશું ?
વૈદેહીએ ખુશ થતાં કહ્યું "તારે જ્યાં લઇ જવી હોય ત્યાં લઇજા હું તો પાછળ બેસી ગઇ. આપણાં સ્વપનનું એકવચન પુરુ થયું આજે માં ને વાત કરી દઇશ. વિધુએ કહ્યું "મેં તો વાત કરી જ દીધી છે.
વૈદેહી એ કહ્યું "શું કહે છે ? સાચે જ ? માં એ શું કહ્યું ? વિધુએ કહ્યું "માં ને તો તું ખૂબ ગમે છે. પણ માં ને એક વ્હેમ છે કે તારાં ઘરનાં ના જ પાડશે. અમે લોકો તારાં જેટલાં તવંગર નથી તારી માં અને પાપા રાજીથી હા પાડશે ?
વૈદેહીએ કહ્યું "એ તું મારાં પર છોડી દે હું એમની એકની એક છું હું કહીશ એમ જ કરશે. કોઇનું કઈ ચાલશે નહીં હું તારી જ છું તારી જ રહેવાની છું ચિંતા કર્યા વિના ચાલ.
વિધુએ બાઇક ચલાવીને એ ખૂલ્લા રસ્તાં પર લઇ આવ્યો વૈદેહી વિધુને વળગીને પાછળ બેસી ગઇ અને વિધુ એક બનતી સ્કીમ પાસે લઇ આવ્યો.
વૈદેહી કહે "અહીં ક્યાં લઇ આવ્યો ? આતો કોઇ બનતી સોસાયટી છે અહીં શું કરીશું વિધુએ કહ્યુ "બનતી સોસાયટીનાં બંગલામાં જઇએ અહીંના જેવું એકાંત નહીં મળે શાંતિથી બેસી વાતો કરીશું જરૂર પડે પગીને પૈસા આપી દઇશ. ડોન્ટ વરી.
બંન્ને જણાં એક બંગલામાં ધૂસ્યાં અને અંદરનાં રૂમ તરફ ગયાં અને કોઇએ બૂમ પાડી.. એય કોણ છો ?
વધુ આવતા અંકે -- પ્રકરણ-11