Nakami babatoma n pado - 3 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | નકામી બાબતોમાં ન પડો - 3

Featured Books
Categories
Share

નકામી બાબતોમાં ન પડો - 3

આવી પરીસ્થિતિઓથી બચવાના ઉપાયો શું હોઇ શકે ?

- પોતાના કામથી કામ રાખો, દરેક વાતમા સલાહ સુચન દેવાનુ, ટીકા ટીપ્પણીઓ કરવાનુ કે લોકોને નીચા પાળવાનુ બંધ કરો. જો કોઇ વ્યક્તી સાથે સમસ્યા હોય તો મન પડે તેમ આરોપ પ્રતી આરોપ કરવાથી બચો કારણ કે તેનાથી સમસ્યા વધુ ગુંચવાતી હોય છે, તેના કરતા એક બીજાનુ હીત સાચવી સભ્ય ભાષામા વાતચીત કરવામા આવે તો બન્ને વ્યક્તીઓ આવી બાબતોમાથી બહાર આવી શકતા હોય છે.

- પોતાના હેતુને બરોબર સમજો, તેના માટે કેવા કામ કરવા જોઇએ અને કેવા નહી તેની સ્પષ્ટતા કરો, આવી સમજ ધરાવતા વ્યક્તીને દરેક કાર્ય પોતાના હેતુને ફાયદાકારક છે કે નુક્શાન કારક તેનુ મુલ્યાંકન કરવાની સમજ વિકસતી હોય છે જેથી તેઓ આસાનીથી નકામા કાર્યોને ઓળખી તેની ચંગુલમા ફસાતા બચી જતા હોય છે.

- જ્યારે તમારા માટે તમારુ જીવન, કાર્ય, પરીવાર દેશ કે સમાજનુ હીત સર્વોપરી બની જશે, તેના સીવાય તમને બીજુ કશુ દેખાશે નહી અથવાતો તમને કંઇક કરી બતાવવાની, સમાજની સેવા કરવાની તાલાવેલી ઉત્પન થશે કે તમને એમ થઇ ઉઠશે કે આ દુનિયાની કોઈ પણ બાબત મને મારો માર્ગ ભટકાવી શકે નહી અને હું જે લેવા નિકળ્યો છુ તે લઇનેજ રહીશ તો આવી વિચારસરણી દ્વારા ધ્યાનને પોતાના હેતુ પર કેન્દ્રીત કરી શકાતુ હોય છે.

- જ્યારે તમને એમ થશે કે મારી પાસે મારી પોતાની ઉચ્ચ કક્ષાની વિચારસરણી છે એટલે મારે કોઇ સામાન્ય વિચારસરણીની દેખાદેખી કે નકલ કરવાની જરુર નથી ઉપરાંત હજુ પણ હું કંઇક અલગ કરી બતાવવા સક્ષમ છુ એટલે મારે કોઇની નકલ કરવાની જરૂર નથી ત્યારે તમારુ ધ્યાન માત્ર તમારા હેતુ પર કેન્દ્રીત થઇ જશે. પછી તમારે કોઇ સાથે બદલો લેવાની કે દેખાદેખીમા પડી મહત્વ મેળવવા હાંફળા ફાંફળા થવાની જરુર રહેશે નહી.

- બીજો એક ઉપાય એ છે કે તમે તમારા નૈતીક મુલ્યોમા વધારો કરી દો. પોતાનામા નૈતીકતા લાવી દો. નૈતીકતા એટલે જાતેજ કોઇ કામ કરવા કે ન કરવાની સમજ. જ્યારે તમે એવુ મજબુતપણે માનવા લાગશો કે મારે અમુક પ્રકારના કામ નજ કરવા જોઇએ, તે મારા વ્યક્તીત્વ, હેતુ કે સમાજની સુખાકારીને અનુરૂપ આવે તેમ નથી ત્યારે તમે તેવા તમામ કાર્યો કરતા બચી જશો કે જે તમારે નજ કરવા જોઇએ. અહી તમને અંદરથીજ તમારી આત્મા તેમ કરવાની ના પાળશે અને જો તેમ કરશો તો તમને ઘણુ દુ:ખ પણ થશે. તો આવી નૈતીકતા તમને એવી તમામ દુષ્ટ, નકામી, નિરર્થક પ્રવૃતીઓથી બચાવી લેશે કે જે તમારા જીવનને બર્બાદ કરવા સક્ષમ હોય.

- ત્રીજા ઉપાય તરીકે અહી અવળે રસ્તે ચઢવાના જેટલા પણ કારણો આપવામા આવ્યા છે તેનો ઇલાજ કરો. દા.ત. વધુ પડતી લાલચ હોય તો તેના ઉપાય તરીકે લાલચ ઓછી કરી દો અને સંતોષથી જીવન જીવવા લાગો.વગેરે...

- ફોનમા આપણે જેટલી વધારે એપ્લીકેશનો ચાલુ રાખીએ તેટલીજ ફોનની સ્પીડ ઘટી જતી હોય છે અને તે વધારે બેટરી કંજ્યુમ કરતો હોય છે. તેના કરતા જો નકામી તમામ એપ્લીકેશનો બંધ કરી દેવામા આવે અને કોઇ એકજ અથવાતો જરૂર પુરતી એપ ચાલુ રાખવામા આવે તો ખુબજ સ્મુધતાથી કામ કરી શકાતુ હોય છે અને વધુમા બેટરીનો પણ બવચાવ કરી શકાતો હોય છે. આમ પોતાના કાર્યમા વગર અડચણે સ્મુધતાથી કામ કરવા માટે નકામી બાબતો, ઘટનાઓ કે વિવાદોથી દુર રહેવુ જોઇએ કે તેના પર પુર્ણવિરામ મુકી દેવુ જોઇએ. આ રીતે વધુ કાર્ય કુશળતા અને શક્તીથી કાર્યને અંજામ આપી શકાતો હોય છે.

- ઇર્ષા, અહંકાર, અપમાનભાવ, નાનપ એ મોટા વજનદાર પથરા છે. આવા પથ્થરો એક પછી એક પોતાના માથે મુકતા જશો તો તમેજ તેના બોજ તળે દબાઇ જશો. પછી પહેલા જેટલી સ્ફુર્તી, હળવાશ કે તાકાત લગાવીને આગળ વધી શકશો નહી. આમ સફળ થવા માટે એ જરુરી છે કે તમે જેટલો જરુરી હોય અથવાતો ક્ષમતા મુજબનોજ વજન ઉપાડી આગળ વધવાનો પ્રયત્ન કરો. જો તમે નકામી બાબતો, નકારાત્મક વિચારો અને લાગણીઓનો બોજ વધારતા જશો તો એ આખરે તમનેજ પડતા કરવા માટે નીમીત્ત બનશે. માટે બને તેટલી નકામી બાબતોથી દુર રહો, તેનાથી તમારા પર બોજો ઓછો પડશે, તમારુ ધ્યાન જરુરી મુદ્દાઓ પર રહેશે અને તેને સરળતાથી હેંડલ પણ કરી શકાશે.

- શાંતીથી પોતાનુ કામ કરો, ગામ આખાની પંચાયત નકરો.
- નકામા બીન જરુરી કજીયા ન કરો.

- શું મહત્વનુ છે અને શું મહત્વનુ નથી અથવાતો શું વધારે મહત્વનુ છે તે સતત ઓળખતા રહો.

- જયાં સુધી મોટી કે ગંભીર બાબત ન હોય ત્યાં સુધી કોઇનોય વિરોધ, દલીલબાજી કે ઝઘડાઓ ન કરો.

- દિવસ દરમિયાન આપણે ઘણા બધા લોકો સાથે મળવાનુ થતુ હોય છે, અનેક પ્રકારની ચેનલો, માહિતીઓ અને સંદેશાઓના સંપર્કમા આવતા હોઇએ છીએ તો એ બધુજ યાદ રાખવાને બદલે તેમાથી આપણા માટે જે ઉપયોગી બાબત હોય તેનેજ યાદ રાખવાનો પ્રયત્ન કરો અને નકામી, ઉશ્કેરાટભરી બાબતોને ભુલી જાઓ. બધીજ બાબતો યાદ રાખવાથી, આપણા મન પર બોજ વધી જતો હોય છે, આપણે કન્ફ્યુઝ, વિકેન્દ્રીત અને ગુંચવાઇ જતા હોઇએ છીએ, પછી આપણે શું કરવુ અને શું ન કરવુ તેની સમજ કેળવી શકતા હોતા નથી. તેના કરતા જો માત્ર જરુરી બાબતોનેજ મહત્વ આપવાનુ વલણ ધરાવતા હોઇએ તો તરતજ નિર્ણય લઈ શકાતો હોય છે કે આપણે શું કરવુ જોઈએ અને શું નજ કરવુ જોઈએ. સચોટ નિર્ણય લેવા માટે આવી વિચારસરણી ખુબજ ઉપયોગી સાબીત થતી હોય છે.
- પ્રાથમિક બાબતોને પ્રાથમિકતા આપો, તેને પહેલા પુરુ કરવાનો પ્રયતન કરો અને ત્યાર બાદજ બીજી કોઇ પ્રવૃતી કરો. એટલેકે અભ્યાસના સમયે અભ્યાસ, રમતના સમયે રમત, જમવાના સમયે જમવુ અને મનોરંજનના સમયે મનોરંજન કરવુ જોઈએ. આ રીતે કામ કરવાથી સમય સંજોગો મુજબ કામ કરી શકાતુ હોય છે.

- છેલ્લે તો હું એટલુજ કહીશ કે પોતાનુ–પોતાના સમાજનુ અને પોતાના દેશનુ હીત સર્વોપરી છે, તેની તુલનાએ અન્ય પ્રવૃતીઓ ક્યારેય મહત્વની ન હોવી જોઇએ ઉપરાંત એવી કોઇ તાકાત પણ ન હોવી જોઇએ કે જે આપણને ભાવુક કે મુર્ખ બનાવી પથભ્રષ્ટ કરી શકે. જો તમે એવુ ઇચ્છતા હોવ તો તમારે નકામી બાબતો કે પ્રવૃતીઓથી ૧૦૦ માઇલ દુરજ રહેવુ જોઇએ ધેટ્સ ઇટ ......