khajanani khoj - 9 in Gujarati Adventure Stories by શોખથી ભર્યું આકાશ books and stories PDF | ખજાનાની ખોજ - 9

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ખજાનાની ખોજ - 9

ખજાનાની ખોજ ભાગ 9




આગળ ના ભાગ થી ક્રમશઃ...


ભાવના એ ફરી ડોન અબ્બાસને કોલ કરી ને બધી માહિતી આપી. ડોન અબ્બાસ બોલ્યો ભાવના હું જોઈ લવ છું મધુ એ પણ મને કીધું કે ભરતને તેણે કિડનેપ નથી કર્યો છતાં મેં મધુને ધમકી તો આપી છે પણ આપણે પેલા ભરતને કિડનેપર પાસે થી ભરતને છોડાવવો પડશે એટલે હું તને હાલ રૂપિયા મોકલું છું સાંજે મારો માણસ રૂપિયા આપી જશે તું એ રૂપિયા કિડનેપરને આપી ને ભરતને છોડાવી લેજે એ દરમ્યાન મારા માણસો એ પણ જાણી લેશે કે ભરતને કોને કિડનેપ કર્યો. તું હાલ બીજું કંઈ ના કર કિડનેપર ના કોલ ની રાહ જો એ લોકો શુ કહે છે એ જો અને મને બધી માહિતી આપતી રહેજે.
આ બાજુ આકાશ પ્લાનમાં થોડા ફેરફાર કરી ને નવો પ્લાન બનાવ્યો. ભરતને ઓછામાં ઓછા ત્રણ દિવસ તો તેને સોંપવો નહિ ખાલી બોલાવીને ફેરવ્યા કરવાના બધાને આ વાત તેણે વનું ને કોલ પર સમજાવી દીધી. હવે આકાશ અને ધમો બન્ને આગળ ખજાનાની પાછળ જવા માટે વિચારવા લાગ્યા. તે પ્લાન માં પણ થોડા ફેરફાર કરવાનું લાગ્યું એટલે તેને શક્તિને બોલાવી ને આદિવાસી લોકો વિશે માહિતી મેળવી અને કહ્યું કે અહીંથી મુખ્ય આદિવાસીનો વિસ્તાર શરૂ થાય છે એટલે આપણે પહેલા કરતા વધારે સાવધાન રહેવું પડશે નકર આ આદિવાસી લોકો ક્યારે આપણો કોળિયો બનાવી લે ખબર નહિ પડે.
શક્તિ થોડો નર્વસ થઈ ગયો મોત ને એકવાર નહિ પણ ત્રણ ત્રણ વાર હાથ તાળી આપીને નીકળી ગયા હતા પણ આગળ હવે કેટલી વાર સુધી મોત સાથે રમત ચાલશે એ ખબર નહોતી. આમ પણ હવે જંગલ વધારે ને વધારે ગીચ થતું જતું હતું અને દિવસે પણ સૂર્ય નો પ્રકાશ નીચે સુધી આવતો નહોતો એવામાં એક પહાડની અંદર ગુફામાંથી આગળ જવાનું અને ત્યારબાદ જંગલની પેલી બાજુ દરિયા જેવડું સરોવર માંથી રસ્તો કરીને ખજાના સુધી પહોંચવાનું હતું અને આ છેલ્લું પડાવ હતો જે ખજાનાનો સૌથી ખતરનાક ભાગ બાકી રહ્યો હતો.
આ બન્ને બાજુ થી ખતરો ઓછો હોય એમ મધુ પણ પીછો કરતો હતો તે વાત કેમ ભૂલવી અને ડોન તો મધુથી પણ ખતરનાક હતો જે ખજાનો મળ્યા બાદ પણ પીછો છોડશે નહિ તે વાત શક્તિને વધારે નર્વસ બનાવતી હતી.
મધુ પણ હવે બે બાજુથી ઘેરાયો હતો ખજાનાની પાછળ જવું તો ડોન નારાજ થશે અને ડોન નું કામ કરૂં તો ખજાનો જશે. મધુને એકદમ અચાનક વિચાર આવ્યો કે જો હું ડોન ને મારી તરફ કરી લવ અને ખજાનામાં તેને ભાગ આપીશ એવો વાયદો કરું તો તે હાલ પૂરતો મને છોડી દેશે અને મારા બન્ને કામ થઈ જશે. પણ એકવાત એ પણ હતી કે જો ડોન ને ખજાના વિશે કહીશ તો એ ખજાનાનો ભાગ વધારે લઈ લેશે અને મારી આટલી બધી મહેનત નું ફળ મને નહિ બરાબર મળશે. આખી રાત મધુ આ વિચાર મા ખોવાયેલ રહ્યો છેલ્લે નક્કી કર્યું કે ડોન ને ખજાના વિશે કહી દવ ભલે ખજાનો ઓછો ભાગમાં આવશે પણ જીવ તો હાથમાં રહેશે. સવારે પહેલુ કામ ડોન ને કોલ કરવાનું કરીશ એમ વિચારતા વિચારતા મધુ ઊંઘી ગયો.
આ બાજુ આકાશે કહ્યું કે આપડે રાતના અંધારામાં જેટલું બને એટલું અંતર કાપી નાખવું છે જેથી આ આદિવાસી લોકોનો ખતરો એટલો ઓછો થાય. આકાશ, ધમો, શક્તિ, સતીષ અને તેના બીજા પાંચ સાથી જંગલમાં આગળ ચાલવા લાગ્યા.
જેવી સવારની પહેલી કિરણ નીકળી એ સાથે મધુ તૈયાર થઈ ને ડોન અબ્બાસને કોલ કર્યો.
મધુ : "ભાઈ મારે તમને થોડી માહિતી આપવી છે પણ ક્યાંથી શરૂ કરું એ સમજતું નથી."
ડોન :"એ મધુ જે હોય તે સીધુ સીધું કહી દે આમ વાત ગોળ ગોળ ફેરવ નહિ."
મધુ:"ભાઈ હું હાલ એક ખજાનાની પાછળ પડ્યો છું."
ડોન :"એય મધુ સાંભળ મારી વાત એ ખજાનાને તો તું ભૂલી જ જજે કેમ કે એ ખજાનો ખાલી મારો જ છે અને બીજી એક વાત કે તું એ ખજાના પાછળ ક્યારથી છે. અને તે ભરતને સુકામ કિડનેપ કર્યો એ બધું હવે મને સમજાય ગયું છે તો હવે ધ્યાન રાખીને સાંભળી લેજે કે બપોર પહેલા ભરત તેના ઘરે પાછો આવી જવો જોઈએ નકર તું સાંજ નહિ જોવા પામે."
મધુ :"ભાઈ પહેલા મારી વાત તો સાંભળો. ખજાનાની પાછળ હું કેટલા સમયથી પડ્યો છું અને એટલે જ મેં રામ ને તેની સજા પુરી થાય એના 6 મહિના પહેલા છોડાવવા માટે સરકારને અરજી કરી હતી. બીજી એકવાત એ પણ છે કે ભરત ને હું સુકામ કિડનેપ કરું મારા માણસ તો તેના પર નજર રાખતા હતા કે એ શું ચાલ રમે છે જેથી હું ખજાના સુધી પહોંચી જાવ અને છેલ્લે એ બધાને પતાવી ને ખજાનો મેળવી શકું. જો ભરત ને હું કિડનેપ કરું તો મને માહિતી ક્યાંથી મળે અને ભરતના સાથી ભરત વગર ખજાના સુધી પહોંચે નહિ તો કેમ હું ભરતને કિડનેપ કરું. હું કઈ એટલો પણ મૂર્ખ નથી કે આવા સમયે ભરતને કિડનેપ કરું. ભાઈ મારી વાત નો વિશ્વાસ કરો મેં ભરતને કિડનેપ નથી કર્યો."
ડોન:"ચાલ હું તારી વાત પર વિશ્વાસ કરું કે તે ભરતને કિડનેપ નથી કર્યો તો સવાલ એ પણ છે કે ભરતને કિડનેપ કોને કર્યો અને જેણે કર્યો હોય તે તારું નામ સુકામ લે છે?"
"ભાઈ એ બધી મને હાલ નથી ખબર પણ મને આ બધા મા કોઈક રીતે ફસાવ્યો છે અને જેણે પણ આ કામ કર્યું હશે એને હું છોડીશ નહિ."
"તું જે કરે તે એ મારે નથી જોવાનું મને ભરત આજ સાંજ સુધીમાં તેના ઘરે જોઈએ. અને બીજી એકવાત યાદ રાખી લેજે ખજાનાની પાછળથી હટી જજે નકર તું આ દુનિયામાંથી હટી જઈશ."
ફોન મુક્યા પછી મધુ ફરી વખત મુંજણો કે ડોનનું હવે શું કરવું અને હવે તો જો ડોન ની વિરુદ્ધમાં જઈશ તો એ મને ખતમ કરી દેશે તો ખજાનો પણ જશે અને જીવ પણ જશે એ નફામાં. કેટલો સમય મધુ રૂમમાં રહીને વિચાર કરતો રહ્યો પણ કઈ સુજ્યું નહિ એટલે છેલ્લે તેણે તેના માણસને બોલાવી ને ખાવાનું મગાવ્યું ખાવાનું ખાતા ખાતા જ એક વિચાર આવ્યો કે જો હું ડોન નો વિરોધ કરું તો એ મને ખતમ કરી શકે તો કેમ ડોન વિરુદ્ધ સરકારને માહિતી આપી ને એને જ ફસાવી દવ જેથી એક તીરે બે શિકાર થઈ જાય. ડોન નામનો માણસ પણ દૂર ને ખજાનો પણ મળી જાય. વિચારતા વિચારતા જ મધુ ખુશીથી જુમ્મી ઉઠ્યો. થોડીવાર માં તૈયાર થઈ મધુ પોલીસ સ્ટેશને જવા નીકળ્યો.
આ બાજુ બપોર થવા આવી છતાં કિડનેપરના ફોન ની રાહ જોતી ભાવના કંટાળી ગઈ હતી અને કઈ કામ પણ નહોતું. ગઈકાલે રાત્રે ડોન નો એક માણસ ભાવના ને રૂપિયા આપી ગયો હતો જે અત્યારે ભાવના ને ડર હતો કે જો આ રૂપિયા ની જાણ બીજા કોઈને થઈ જશે તો હું શું કરીશ. લગભગ એક વાગ્યાની આસપાસ વનું એ ભાવના ને ફોન કર્યો અને પૂછ્યું કે રૂપિયા તૈયાર છે?
ભાવના:" રૂપિયાની ચિંતા તમે ના કરો રૂપિયા તૈયાર છે તમે મને ખાલી એ કહો કે હું રૂપિયા લઈને ક્યાં આવું તમે ભરત ને કઈ ના કરતા હું પોલીસ ને જાણ નહિ કરું."
વનું :" સારું હું તને હમણાં થોડીવારમાં ફોન કરી ને કહું કે રૂપિયા લઈ ને તારે ક્યાં આવવાનું છે."
ફોન કટ કરીને વનું એ બધી વાત ભરતને કરી અને કહ્યું હવે શુ કરવાનું છે. તે તો ડોન પાસે થી રૂપિયા લઈને આવી ગઈ છે જો હવે તને પાછો તેને જ સોંપવો હોય તો આકાશે સુકામ તને કિડનેપ કરવાનું કીધું? મને તો કઈ ખબર જ નથી પડતી.
ભરત :"વનું તું એટલું બધું ના વિચાર તું ખાલી તેને શહેરની પેલી સાઈડ બાળ ગણેશ ના મંદિરની પાછળ બોલાવી લે અને કહેજે કે કોઈને પણ સાથે લઈ ને ના આવે."
વનુએ થોડીવાર રહીને ફરી ભાવના ને ભરતે કહ્યું તે મંદિરની પાછળના ભાગે 5 વાગે આવવાનું કહી ને ફોન કટ કરી દીધો.





ક્રમશઃ...




શુ વનું ભરતને ભાવના ને સોંપી દેશે?
ભરત ફરી ભાવના ની પાસે જતો રહેશે તો ડોન ભરત પાસે થી બધું જાણી લેશે?
મધુ હવે આગળ શું પ્લાન બનવશે?
મધુ ડોન ને પકડાવવામાં સફળ થશે?
ડોન પોલીસ ના હાથમાં આવી જશે તો પછી મધુ ભરત અને આકાશ નો શુ હાલ કરશે?
આકાશ નો પ્લાન શુ હશે?
આકાશ શુ ફરી વાર ભરતને મધુ અને ભાવનાની વચ્ચે જવા દેશે?
છેલ્લે ખજાનો કોના હાથમાં આવશે?
આ બધા સવાલ ના જવાબ માટે આગળના ભાગ ની રાહ જુવો.


ઓમ સાઈ રામ.
હર હર મહાદેવ.
જય શ્રી કૃષ્ણ.🙏🙏🙏