Adhuro Prem. - 26 in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુુુરો પ્રેમ - 26 - ધેર્ય

Featured Books
Categories
Share

અધુુુરો પ્રેમ - 26 - ધેર્ય

ધેર્ય
પલકને વારાફરતી બધાએ સમજાવી જોયું પણ પલક પોતાના નિર્ણય ઉપર કાયમ હતી.એ એકદમ સરળ અને શાંત ચિત્ત રાખી અને વીચારી ચુકી હતી. હવે ગમેતેમ સમજાવે પણ એ નિર્ણય લઈ ચુકી હતી.આવા વ્યક્તિ સાથે જીવન જીવવું અયોગ્ય છે.એકતો વારંવાર પોતાની જાતને ઉતારી પાડવી,અને અવારનવાર મોઢું ચડાવીને ફરવું, કારણ વગરના વહેમ કરવા અને હજીયે બાકી રહેતું હોય એમ નશેડી બનીને પોતાની થનાર પત્ની ઉપર શારીરિક સંબંધ બનાવવાની કોશિષ કરવી,આતે કેવો માણસ છે.આના કરતાં ભલે હું આખી જિંદગી કુંવારી રહેવાનું પસંદ કરીશ પરંતુ આવા અણગમતું કરવા માટે ટેવાયેલા વ્યક્તિ સાથે બોલવા વહેવાર રાખવો પણ મને નહી ફાવે.તો પછી આની સાથે તો મારે આખું જીવન ભોગવવાનું છે.હું કેવી રીતે આ માણસને અને એનાં અવગુણ એનાથી અળગા કરી શકું, ના બાપા ના હું આ વ્યક્તિ સાથે ન રહી શકું તો નહીજ રહી શકું ભલે દુનિયા ઉથલપાથલ થઈ જાય. આમ પલક મનોમન ગુંગળામણ અનુભવી રહી હતી. એટલામાં નેહલભાભી આવી ચડ્યા ને કહ્યું પલક તે જે કોઈપણ નિર્ણય લીધો છે એ વીચારીને જ લીધો હશે પણ તું મારી વાત માને તો તને એક જરૂરી વાત કરું ?
પલકે અવાચક નજરે નેહલભાભી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. અને થોડીવાર પછી હકારાત્મક માથું ધુણાવ્યું. એટલે નેહલભાભીએ પલકની માથે હાથ ફેરવ્યો. કહ્યું પલક તું માને કે ન માને પણ હું તને મારી નાની બહેન માનું છું. અને એક મોટીબેન તરીકે મારી ફરજ છે કે તને સાચો રસ્તો બતાવું. જેથી પલકને જરા ધીરજ આવી એને લાગ્યું કે નેહલભાભી એને જે કાંઈ પણ કહેશે તે કદાચ સાચું જ હોય. એણે કહ્યું હા ભાભી મારા માટે અત્યારે ધર્મસંકટ આવી પડ્યું છે. હવે હું આ ધર્મસંકટમાથી કોઈ રીતે બહાર આવી શકું એ મને કહો.એક બાજુએ મારો ધર્મ એમ કહે છે કે પતી ગમેતેવો વ્યભિચારી હોય પણ પત્નીનો એ ધર્મ છે કે પોતાના પતીને ગમેતેવી પરીસ્થીતી હોય તો પણ છોડવો નહીં. અને મારું દીમાગ એમ કહે છે કે એવાં વ્યક્તિ સાથે ન રહેવું જોઈએ કે તમને વીચારો થકી પણ દુઃખ પહોચાડે. હવે તમેજ કહોને મારે શું કરવું જોઈએ. શું મે જે નિર્ણય લીધો છે એ અયોગ્ય છે ખરો ? મે વીશાલને માફ તો કરીજ દીધો છે પરંતુ મારું "ધેર્ય"હવે ખુટવાં લાગ્યું છે. અને હાં ભાભી હું એકવાર બગડીને પછી કોઈની પણ નથી. પરંતુ હું નથી ઈચ્છતી કે આટલા બધા લોકો વચ્ચે હું વીશાલનો તમાશો બનાવું અને એટલે જ હું અત્યારે ચુપચાપ મારું"ધેર્ય"દબાવીને બેઠી છું. નહીંતર એકજ મીનીટમાં વીશાલને ખબર પડી જાય કે એણે મારી સાથે બળજબરી કરીને કેવડી મોટી ભુલ કરી છે.
પલકની વાત સાંભળીને નેહલભાભી એવું કહ્યું જો પલક તે જે કોઈ નિર્ણય લીધો છે એ બીલકુલ યોગ્ય જ લીધો હશે.એમાં હું તારી સાથે જ છું. તને કોઈ ગમેતેમ સમજાવે પણ વીશાલે જે આવડી મોટી ભુલ કરી છે એ એને નજ કરવી જોઈએ. નેહલભાભીની વાત પલકને કાળજામાં રાહત પહોચાડી ગ્ઈ.અત્યાર સુધીમાં પહેલી વખત કોઈ એની તરફ બોલ્યાં હોય એવું લાગ્યું. નેહલભાભીને બથ ભરીને પલક ધ્રૃસકે ધ્રૃસકે રડી પડી. અને રાત્રે જે કાંઈ બનાવ બન્યો હતો એ આખે આખો રડતાં રડતાં કહી સંભળાવ્યો. નેહલે પલકની બધીજ વાત ધ્યાન પુર્વક સાંભળી પછી હળવેથી કહ્યું હવે તું તારી જાતને સંભાળ અને ચાલ આપણે થોડા લટાર મારી લઈને ચાલતાં ચાલતાં વાત કરીશું.થોડીજ આગળ ચાલ્યા અને એક ખુબ જ સુંદર પહાડ હતો એમાંથી અદભૂત સોંદર્ય જળકતું હતું. વહેતાં જરણાં લીલીછમ વનરાઈ ઉંડી ઉંડી ખીણો સવારનો સુર્યોદય આખાય વાતાવરણમાં સુગંધ ફેલાવી રહ્યો હતો. અધુરામાં ઘટતું હોય એમ અવનવા પક્ષીઓના સુમધુર અવાજોએ પલકને ભાવવિભોર કરી નાખી.જાણે એક સ્વછંદ પક્ષી બનીને આકાશની ઉપર ઉડવાં લાગી. એનું દુઃખ જાણે ગાયબ થઈ ગયું. કાલે રાત્રે શું બન્યું હતું એ બધું જ ઘડીભરમાં વીસરાઈ ગયું. એ આ બધું નેહલભાભી ભલીભાંતી જાણતાં હતાં કે પલક પ્રકૃતિની અપાર પ્રેમી છે.કુદરતનો આ લખલૂટ ખજાનો જાણે પલકને આનંદીત કરી મુકે છે. એટલામાં પલકે કહ્યું ભાભી જો સામેથી આવતું સારસ પક્ષીનું એક જોડું સુર્યોદય સમયે કેટલું રુપાળું લાગે છે નહી ? હા પલક નેહલભાભી એ કહ્યું હાં પલક આપણું મનુષ્યના જીવનમાં પણ એવું જ છે જે માણસ સાથે એકવાર નાતો જોડાયો એટલે જોડાયો બસ પછી બે માથી કોઈએકની ગમેતેવી ભુલ હોય તો પણ માફ કરવી જ તો કરવામાં જ પડે અને એજ એક સ્ત્રીનો ધર્મ પણ છે અને ભાગ્ય પણ.પલકે એકદમ નેહલભાભી તરફ ધ્યાન આપ્યું. અને કહ્યું ભાભી તમે કહેવાં શું માગો છો.જેથી નેહલે કહ્યું પલક તને ખબર છે આ સારસ પક્ષી એક જનમમાં એકજ નરપક્ષી સાથે જનમારો ગુજારી નાખે છે. અને જો આ ખુબી એક અબુધ પક્ષીમાં હોય તો પછી આપણે તો ઈશ્ર્વરે બનાવેલી અદભુત રચનાં છીએ.કુદરતને આપણે કેમ ખોટી પાડી શકીએ.અને તો તો આપણે કુદરતનાં ગુનેગાર ગણાય હે ને પલક.હમમ હશે કદાચ પલક થોથવાઈને બોલી.પણ ભાભી કોઈ વ્યક્તિ તમારી ભાવનાની કદર ન કરે તો ? તો પછી આપણી ફરજ છે કે એને એક વાર સાચો રસ્તો શોધી અને એ મારગે આગળ ધપાવવા મહેનત કરવી પડે સીમ્પલ આટલીજ વાત છે આ કુદરતી સૌંદર્ય અને આપણા જીવનમાં પણ આવડી મોટી સંપદા પથરાયેલી છે જો તમને જીવન જીવતાં આવડે તો.પલક થોડામાં ઘણું બધું બરાબર સમજી ગ્ઈ.
થોડીવાર શાંત થઈ અને નેહલ ને કહ્યું કે તો મારે વીશાલને
માફ કરી દેવો જોઈએ એમજ ને ? નેહલભાભી એ કહ્યું જો પલક એ તારેજ નક્કી કરવાનું છે એ હું તને ના કહે શકું પણ હા જો તું મને પુછતી હોય અને તારી જગ્યાએ હું હોય તો એકવાર જરુર એને મોકો આપી શકું. કારણકે આવા સંજોગોમાં ગુસ્સામાં કોઈ યોગ્ય નિર્ણય ન કરી શકાય. એટલે તો તને થોડો વખત વીચારી જોવાનું દરેક વ્યક્તિ એ કહ્યું હતું. પરંતુ હું હજીયે તને કહું છું કે થોડો સમય હજી રાહ જો આમ અચાનક બધાને છોડીને ભાગી જવાનું કોઈ કારણ નથી.અને આટલા દુર તને અમે એકલા જવા પણ ન જ દ્ઈએ.અને અમે તારી મમ્મીને શું જવાબ આપી શકીએ.એ અમને પુછે કે આમ કોઈની દીકરીને એકલા તરછોડી મુકી તમારા બધાનાં ભરોસે મે મારી દીકરીને મોકલાવા તૈયાર થયાં હતાં, અને તમે અમારી સાથે આવું કર્યું તો અમે એમને શું જવાબ આપી શકીશું. એટલે હજી પણ તું તારી જાતને થોડી રોકી અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. સમય બધીજ પીડાનો ઈલાજ બતાવે છે. અને સમય જતાં ઉંડા ઘાવ પણ ભરાઈ જાય છે. તો પછી આ તો આપણાંથી સ્વોલ થાય એવી વાત છે. જેને હવા દેવી ન જોઈએ. અને સમજી વીચારી અને સુધબુધથી એનો રસ્તો શોધી કાઢવો જ યોગ્ય રીતે જણાય છે.
એટલામાં પલકને શોધતાં શોધતાં વીશાલ દોડતાં દોડતાં પલક અને નેહલભાભી ઉભાં હતાં ત્યાં આવી ચડ્યો. વીશાલની છાતી દોડવાથી લુહારની ધમણ માફક ઉપર નીચે આવી રહી છે. એણે બોલવાની કોશિશ કરી પણ એ બોલી ન શક્યો. પલકે પોતાના હાથમાં રહેલાં થેલામાંથી પાણીની બોતલ વીશાલને આપી અને કહ્યું થોડીવાર બેસીને નીરાંતે શ્ર્વાસ ને હેઠો બેસવા દ્યો અને પછી કહો શું થયું આમ કેમ હાફળાં ફાફળાં થઈ ને આવ્યાં છો.વીશાલ થોડીવાર પછી શાંત થયો ને કહ્યું પલક મને પેલા લોકો કહેતાં હતાં કે તું થેલા ભરીને જતી રહી છે.એટલે મારું કાળજું ફાટી પડ્યું મને થયું કે સાચું જ જતી રહી હશે તો હું શું જવાબ આપીશ તારી મમ્મી અને મારા ઘરનાં સભ્યોને, વીશાલને બેબાકળા જોઈ પલકે કહ્યું હું અહીંયા તમારી સામે જ છું હું ક્યાય નથી ગ્ઈ એટલે તમે આમ અધીર ન બનો અને થોડા શાંત થઈ અને આરામથી અહીંયા બેસો.નેહલભાભી વચ્ચે બોલી ઉઠ્યાં પલક તમે બન્ને અહી બેસો હું જરા તમારા ભાઈને લઈ અને પછી આવું છું એમ કહીને નેહલ ચાલી ગઈ.......... ક્રમશઃ



(હવે પલક શું નિર્ણય લેશે વીશાલ શું કરશે શું નેહલભાભી ની વાત પલકને ગળે ઉતરશે કે પછી પલક કઠોર થઈ પોતાની વાત ઉપર કાયમ રહેશે......જોઈશું ભાગ:-ભાગ:-27 વ્યાકુળતા)