Adhuro Prem. - 25 - pastavo in Gujarati Love Stories by Gohil Takhubha ,,Shiv,, books and stories PDF | અધુરો પ્રેમ - 25 - પસ્તાવો

Featured Books
Categories
Share

અધુરો પ્રેમ - 25 - પસ્તાવો

પસ્તાવો
વીશાલને પોતાએ કરેલી ભુલ સમજાણી એ મનોમન સાચાં હ્લદયથી"પસ્તાવો"કરવાં લાગ્યો.પ્રકાશે વીશાલને કહ્યું કે તું તરતજ પલકની પાસે જા અને ખરા દીલથી માફી માંગી લે. મને વીશ્ર્વાસ છે કે પલક તને જરૂર માફ કરી દેશે.વીશાલને પણ મનમાં થયું કે હાં પ્રકાશની વાત સાચી છે. એણે એક પણ પલની વાર લગાડ્યા વગરજ ઉભો થયો અને પલકનાં પાસે આવવા લાગ્યો. દરવાજા પાસે આવી અને એકાદ મીનીટ મુંજવણ સાથે ઉભો રહ્યો.પછી તરતજ દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો. સામે જોયું તો પલક પથારીમાં બેઠી બેઠી ધ્રૃસકે ધ્રૃસકે રડતી હતી. વીશાલને જોતાં જ અવળું ફરી અને જોર જોરથી રડવાં લાગી. વીશાલે એકપણ પલની વાર લગાડ્યા વગરજ પલકનો હાથ પકડી લીધો, અને ખરા દિલથી બે હાથ જોડીને પોતાએ કરેલી ભુલની ક્ષમાં માગી.વીશાલે કહ્યું પલક મને માફ કરી દે,પ્લિઝ હું કાલે રાત્રે નશામાં હતો અને મને એ પણ ભાન નહોતું કે હું શું કરી રહ્યો છું. હું મારા બે હાથ જોડી તને માફી માંગું છું. અને ફરીથી ક્યારેય આવી ભુલ નહીં કરું.
પલકે જોયું કે વીશાલને હવે ખરો "પસ્તાવો"થયો છે. અને એના ચહેરાનો ભાવ પણ દીલગીર સાથે દેખાય છે. એટલે પલકે પણ માફ કરી દીધો. અને પોતાના દ્રારા થયેલી ઉગ્રતા બદલ પણ પલકે માફી માંગી.પલકે કહ્યું વીશાલ હું માત્ર ને માત્ર આપની જ છું. અને મને એ વાતનો ગર્વ પણ છે.પરંતુ જેવી રીતે તમે શરાબી બની અને આમ લફંગાની જેમ મારી સાથે વર્તન કર્યું છે, એ મને બીલકુલ નથી ગમ્યું. અને હા બીજી વાત મને કોઈ વ્યક્તિ દારું પીવે એ પણ પસંદ નથી. હું એવા લોકો સાથે રહી પણ નથી શક્તિ કે જે નશામાં રહેતા હોય. ભલે એ પછી ક્યારેક પણ કેમ ન હોય, હું એવા વ્યક્તિ જોડે ઉભાં રહેવાનું પસંદ પણ નથી કરતી.અને તમારી જેવો એક ઉમદા શીક્ષક થઈ ને જો નશામાં રહે તો એ પોતાની સ્કૂલમાં બાળકોને શું શીખવી શકે.તમારા માં બાપને ખબર પડશે તો એતો ભાંગી જ પડશે.મને જો ખબર હોત કે તમે અહીંયા તમારા અસલી રંગ દેખાડશો તો હું મારી મમ્મીની સોગંદ ખાઈને કહું છું કે હું તમારી સાથે ક્યારેય નહીં આવેત.હું ખૂબ જ મુંજવણ અનુભવી રહી છું. મને એ ખબર નથી પડતી કે મારે હવે શું કરવું. તમારી સાથે હું જાણી જોઈને તો હવે ના જ રહી શકું. કેમકે તમે આજે જે રીતે દારુ ગટગટાવ્યો જેનાથી એ સાબિત થાય છે કે તને દારું પીવાના પાક્કા ખેલાડી છો.ખેર એ તો તમારી જીંદગી છે તમને મન ફાવે એ રીતે જીવી શકો છો. પરંતુ હું કોઈ શરાબી સાથે જીવન ભોગવવી નહીં શકું વીશાલ, મને લાગે છે હવે આપણે આ વાત કરી લેવી જોઈએ.પલકે લાલ આંખો કરી અને ખૂબ જ નીર્મળતાં સાથે વીશાલને કહ્યું. આડકતરી રીતે એમ પણ કહ્યું કે હવે આપણે આપણા રસ્તા અલગ કરી લેવા જોઈએ.
પલકની વાત સાંભળી વીશાલનાં મોતીયા મરી ગયા. એ પલકને આજીજી કરવા લાગ્યો. એણે કહ્યું પલક હું તને બે હાથ જોડી માફી માંગું છું, શું એક વખત મારી ભુલને માફ નહીં કરી શકે.પલક મારો બધાં જ મીત્ર વર્તુળોમાં ફજેતી થશે.અમારા કુટુંબમાં તો આભ તૂટી પડશે.શું તું આટલી કઠોર હ્લુદીયાની છોકરી છે,જે એક ભુલને માફ ન કરી શકે. પલકે કહ્યું જો વીશાલ તમે માત્ર શરાબ પીધો હોત તો હું તમને માફ કરી દેત,પરંતુ તમે મારો ભરોસો તોડ્યો છે.તમે મારી ઈઝ્ઝત લેવાની કોશિશ કરી છે વીશાલ કોઈ છોકરી તમારા જેવાં નફ્ફટને માફ ન કરી શકે. પણ મે તમને એ બાબતે પણ જતાં કર્યા છે. કારણકે હું નથી ઈચ્છતી કે કાલે કોઈ તમારા પ્રોફેશનલ પર કોઈ અસર પડે. અને તમારા કુટુંબમાં પણ કોઈને ખબર પડે. હું મારી જાતને સમજાવી દ્ઈશ પણ આપણે હવે કોઈ સંજોગોમાં સાથે નહીજ રહી શકીએ. અને આપણે આ સબંધ ને અહીંથી જ પુરો કરવો જોઈએ કારણકે આપણે એકબીજા માટે બન્યા નથી લાગતા. સારું થયું છે કે હું અહીંયા તમારી સાથે આવી નહીંતર જો આ બધું મને લગ્ન પછી ખબર પડી હોત તો મારું જીવન તો બર્બાદ થઈ જાતને ? વીશાલ
વીશાલ પલકની વાતનો જવાબ પણ આપી ન શક્યો એ દોડતાં દોડતાં પોતાના દરેક મીત્રોને પાસે ગયો અને સજળ આંખોએ બધાં ને વાત કરી કે યાર પલકે તો મારા સાથે સબંધ ટુકાવવની વાત કરી છે. તમે બધા આવી અને જરાક સમજાવો યાર,મને નથી લાગતું કે એ હવે આ સબંધ આગળ વધારે કારણકે એની આંખોમાં મને બીલકુલ સ્પષ્ટતા નજર સામે આવી ગઈ છે. કોઈ તો પલકને સમજાવો યાર મે જે કર્યું એ બીલકુલ ગલત છે,પણ એનો મને અપાર"પસ્તાવો થયો છે. એ હું પલકને સમજાવી પણ જોયું છે. પરંતુ એણે મને માફ તો કરી દીધો પણ હવે એ વેવિશાળ તોડવાની વાત કરે છે.એનાં એક સમજદાર મીત્ર આનંદે કહ્યું યાર આતો બહું સીરીયસ વાત થઈ ગઈ. પલક ખૂબ જ સમજણી છોકરી છે એણે અગર કોઈ પાક્કો નીર્ણય કરી લીધો છે તો એનાં નીર્ણય ને કોઈ નહી બદલી શકે. આનંદની વાત વીશાલને હ્લદયમાં શુળની માફક લાગી. એણે આનંદનો હાથ પકડી કહ્યું યાર એવું ન બોલ હું તો અહીંયા પલકને મજા કરાવવા લાવ્યો હતો. મને શું ખબર કે મારી જીંદગી દાવ ઉપર આવી જશે.આનંદે કહ્યું સારુ ચાલ અમે બધાં એને સમજાવવાની કોશિશ કરીએ.દરેક ઉતાવળે પગે પલકનાં રુમમાં આવ્યાં અને જોયું તો પલક પોતાનો સામાન પેક કરતી હતી. એકદમ નેહાભાભીએ પલક પાસે જ્ઈ અને એનાં થેલાને આંચકી લીધો અને કહ્યું કે પલક તું ગાંડી થઈ ગઈ છે કે શું આ તારો ફીયાન્સૈ છે.અને તારી સાથે એણે થોડી અપેક્ષા રાખે તો એણે શું ભુલ કરી નાખી છે જેને તું આવડી મોટી સજા આપવા તૈયાર થઈ ગઈ છે. તને શરમ નથી આવતી લોકો શું વીચાર કરશે કે વીશાલે એવું તો શું કરી નાખ્યું હશે કે તું એકજ દીવસમાં પાછી આવી ગઈ અને એ પણ એકલી તારા જેવી છોકરી મે હજી સુધી ક્યાય નથી જૈઈ પલક,તારો બકવાસ બધો બંધ કરી લે અને વીશાલને એકવાર માફ કરી દે એમાં જ બધાંની ભલાઈ છે.હાં હાં પલક એકવાર માફ કરી દે પ્લિઝ બધાએ એકજ અવાજે કહ્યું.
પલકે સામે ઉભેલા બધાજ કપલની સામે જોયું અને એક મીઠું પરંતુ જેરીલું હાસ્ય રેલાવ્યું.થોડીવાર પછી કહ્યું જો ભય હું દારુડીયાઓની સાથે રહેવાનું તો દુર પણ એની નજીકથી પણ પસાર થવાનું પસંદ નથી કરતી અને આ વીશાલે કાલે રાત્રે મારી ઈઝ્ઝત લુટવાની કોશિશ કરી છે. અને તમે કહો છો કે એને તું માફ કરી દે.ના ભય ના હું એટલી બધી મહાન નથી,અને તમને ખબર છે કાલની રાત મારાં માટે કેટલી લાંબી અને કપરી બની ગ્ઈ હતી.ત્યારે તમે બધાં ક્યાં ગયાં હતાં. અને અત્યારે તમારો મીત્ર તમને મને સમજાવવા માટે બોલાવી લાવ્યો ત્યારે તમે દોડતાં આવી ગયાં. શરમતો તમને થવી જોઈએ જે ખરેખર વીશાલને સમજાવવું જોઈએ એ તમે મને સમજાવવા માટે આવી ગયાં. મેં મારો ફેસલો કરી લીધો છે હું મારા મમ્મીને અને મારા કુટુંબના સભ્યોને સમજાવી લ્ઈશ.હું કોઈપણ સંજોગોમાં કોઈ શરાબી સાથે ન રહી શકું એટલે નહીં જ રહી શકું. અને એ બાબતમાં મને કોઈ સમજાવવાની કોશિશ પણ કરતાં નહીં નહીંતર કોઈનાં અપમાન જેવું થઈ જાય એ હું નથી ઈચ્છતી.
ક્રમશઃ
( શું પલકે જે નીર્ણય લીધો છે એનાથી એ પાછી વળી શકશે કે પલક પોતાના લીધેલા ફેસલા ઉપર કાયમ રહેશે.......જોઈશું ભાગ:-26 ધેર્ય)