Twistwalo love - 30 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 30

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 30

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 30 )

સાંજના સમયે આભાસ દરિયા કિનારે બેઠો હતો... થોડીક લોકો ની અવર જવર હતી. ડાબી બાજુ 3 છોકરા પકડામ-પટી રમતા હતી એની ચહલ પહલ હતી.. જમણી બાજુ 2 ફેરિયા આંટા મારતા હતા આ બધું હતું છતાં એ માત્ર દરિયા ખુબ ઊંચા ઉછાળતા મોજા ને હજારો સવાલ એને કહી રહ્યો હતો.. પણ એનો જવાબ એ પણ નોતી આપી શકતો એ દરિયો ખુદ જ આટલી ગહેરાઈ સમાવીં ને બેઠો હતો...આજુ બાજુ માં કોઈ છે કે નઈ એનો વિચાર કર્યા વગર .. એ હલકો શ્વાશ છોડી ને હલકું એને ગીત ગાવા નું મન થયું એટલે એ આંખું બંધ કરી ને એ ગુનગુનાવા લાગ્યો....

"તારી આંખ નો અફીણી....
તારી બોલ નો બંધાણી...
તારા રૂપ ની પૂનમ નો પાગલ એકલો...
તારી આંખ નો અફીણી..... !! "

આ ગીત ગાતો હતો અને એ ગાયા પછી એ આંખો ખોલી ને જોવે છે તો 7-8 લોકો અને એ 3 બાળકો પણ એને ઘેરી ને બેઠા હતા અને એનું સોન્ગ સાંભળતા હતા.. અને એ ભીડ માં રોહિત પણ હતો... ગીત પૂરું થતા લોકો એ તાળી પાડી અને ફરી એક વાર સાંભળવાની રાહ માં એની સામું જોઈ રહ્યા... અને એ સમજી ગયો.. એટલે એ ફરી થી ગાવા લાગ્યો..

" હું મને શોધ્યા કરું પણ...
હું તને પામ્યા કરું તું લઇને
આવે લાગણી નો મેળો રે.
સાથ તું લાંબી મઝલ નો
સાર તું મારી ગઝલ નો
તું અધૂરી વાર્તા નો છેડો રે...
વાલમ આવો ને આવો ને...... "

ફરી થી તાળીયો ના ગળગળાટ થી આખું બીચ ઝુમી ગયું.. એનું ગાવું બધાને એટલું પસંદ આવશે એની એને કઈ જ જાણ ના હતી.. પણ હવે એ ત્યાંથી પોતાની હોસ્ટેલે આવી ગયો...

આ બીજું મોક્ષિતા ને આજે ઇન્સ્ટિટ્યૂટ માં રજા હતી.. તો એ એના રૂમની સાફ સફાઈ કરતી હોય છે તો એના હાથ માં ચિન્ટુ ની ડાયરી આવી જાય છે જેની ચાવી ચિન્ટુ પાસે છે... એને થાય છે કે હવે હું ચિન્ટુ ને પણ નહિ મળી શકું... કોણ છે આ ચિન્ટુ યાર.... ત્યાં વિલિયમ્સ આવી જાય છે... અને એ ડાયરી હાથ માં લે છે... એના વિશે પૂછવા લાગે છે... પણ મોક્ષિતા કઈ કેતી નથી.... એ બીજી વાત માં વિલિયમ્સ ને લગાવી દે છે.. !!
......
કોલેજ માં રોક કોન્ટેસ્ટ ચાલુ કરવાનો હોય છે એટલે એમાં રિયા અને રોહિત આભાસ નું નામ નોમિનેશન માં લખાય આવે છે..પછી આવી ને કહે છે

" ઓય મિસ્ટર રોકસ્ટાર... ! " રિયા

" તારું નામ પણ લખાવી દીધું છે હો... " - રોહિત રિયા ની અધૂરી વાત પુરી કરે છે

" સેમા... શું... યાર? " - આભાસ

" અરે.. કોલેજ માં રોકસ્ટાર કોન્ટેસ્ટ ચાલુ થવાનું છે.. એમાં " - રિયા

" અરે.. પણ કેમ..? " આભાસ

" લે.. ગરબા રમવા.... અરે યાર રોક કોન્ટેસ સેના માટે હોય.... યાર !!" - રોહિત કટાક્ષ માં

" અરે રેવા દેને મસ્તી ના કર... રોહિત... " - રિયા

" અરે પણ કેમ..? . નામ લખાવ્યું.. મારે નથી ગાવું !... " - આભાસ

" આમારે માટે ગાજે ઓકે... ગાવાનું તો છે જ યાર કાલ ની બીચ વાળી વાત મને કહી રોહિતે.. એટલે મેં નામ લખાવવાનું કહ્યું... અને એમાં ખોટું શું છે? .... અરે તારી પાસે ટેલેન્ટ છે તો બહાર લાવ ને... !! " રિયા

" હા તો પછી.... બરાબર કહે છે.. રિયા " - રોહિત

" ના જવાદે રોહિત હવે..એ આપડી વાત નહિ માને... ભલે ને આપણને એમ થાય કે આપડો ફ્રેન્ડ આગળ આવે... પણ.. હવે જવાદે.. ચાલ નામ રીમુવ કરી દઈએ.. " રિયા

" હા ચાલ... આપડે કેટલી ખુશી હતી.. પણ હવે શું..? "- રોહિત

" અરે ના ના... તમારાં માટે તો જાન પણ હાજર છે .... યારો આમ ઉદાસ ના થાવ.. હું કરીશ પાર્ટિસિપેટ. ઓકે... તમે ખુશ રહો... ઓકે... " - આભાસ

" ઓહ કે.. થૅન્ક યુ.... યાર " -રિયા

" હવે જોશે આખું કોલેજ મિસ્ટર આભાસ નો રોક કોન્ટેસ્ટ !! " રોહિત

"યસ.. " રિયા..

એ કોન્ટેસ્ટ પછી આભાસ કોલેજ માં બહુજ ફેમસ થઇ ગયો... અને એ પછી એને ઘણા કોન્ટેસ્ટ માં ભાગ લીધો... મન ના હોવા છતાં એ કરતો.. ફ્રેન્ડ્સ માટે.. અને એ કોન્ટેસ્ટ માં મોક્ષિતા ને જ ગોત તો... પણ હવે એ ફેમસ થઇ ગયો હતો પુરી કોલેજ માં... અને મિક્ષિતા ની આવવાની રાહ જોતો રહેતો...
.....
અને આ બાજુ મોંક્ષીતા આર્ટ ઇન્સ્ટિટ્યૂટ માં ફેમસ થતી ગઈ હતી... એ પોતાના કામ માં મન લગાવી રાખતી અને એ પણ આભાસ ને ભૂલી શકી હતી નઈ..
........

આમ ને આમ રાહ જોવામાં ત્રણ વર્ષ વીતી ગયા. અને આ ત્રણ વર્ષ આભાસ, મોક્ષિતા બને માટે ત્રણસોં વર્ષ જેવા લાગ્યા અને એમાંય આભાસ ને કારણકે મોક્ષિતા તો એને ભૂલવાની કોશિશ કરતી હતી અને આભાસ... આભાસ તો એના આવવાની રાહ જોતો હતો એટલે એને તો બહુજ થયું.. દરરોજ આજે આવશે એવુ નવી ઉમીદ લઈને ઉઠતો અને આજે એ ના આવી એ એવી ઉપેક્ષા થી શુતો... નીંદર પણ ક્યાં સરખી આવતી એને... બસ એને તો રાહ હતી ક્યારે આવે એ.. ક્યારે કહું... એને... અને આ બાજુ મોક્ષિતા પણ એને ભૂલવામાં અશમર્થ રહીં... એ એને ભૂલી જ ના શકી... હા એને એક વાત હતી કે એ હવે પોતાના કામ કાજમાં વધુ ને વધુ વ્યસ્ત રહેવા લાગી અને એને યાદ ના કરવાની કોશિશ કરતી... પણ એને એનો હંમેશા આભાસ થતો... !

આ ત્રણ વર્ષ માં ઘણું બદલાઈ ગયું હતું. આભાસ અને મોક્ષિતા ના એકબીજા ના પ્રેમ શિવાય... હવે આભાસ ની કોલેજ પુરી થઇ ગઈ હતી... અને એ એક બહું મોટો રોકસ્ટાર બની ગયો હતો.. અને મોક્ષિતાની ઇન્સ્ટિટ્યૂટ ના ત્રણ વર્ષ પુરા થઇ ગયા હતા... પણ એ ઇન્ડિયા પાછી આવી નહિ... એ ત્યાં જ સેટલ થઇ ગઈ ત્યાંની ફેમસ ડિઝાઇનર બની ગઈ હતી.. અને એ ત્યાં જ રહેતી... સાંજના સમયે બાજુ માં રહેતા બાળકો સાથે રમતી અને રાત્રે બાલ્કની માં ઉભી ઉભી આભાસ ને યાદ કરતી.. એ યાદો જ હવે મોક્ષિતા ની લાઈફ બની ગઈ હતી.... અને આભાસ માટે એનો ઇંતઝાર...

......