Twistwalo love - 28 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 28

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 28

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 28 )


"અરે... હજુ આભાસ નો ફોન કેમ નથી આવ્યો.... યાર શું થયું હશે.... આભાસ ત્યાં પહોંચ્યા.... પછી પણ 3 કલાક થઇ ગઈ . છે.. યાર...... ! " રિયા.. કૅન્ટીન માં આંટા મારતી મારતી બોલે છે..


"ઓહો... રિયા.. તું ખોટી ચિંતા કરસ.... કઈ નઈ.. હજુ તો એ ત્યાં પોંચ્યો છે...ફ્રેશ થઇ ને પછી મળી ને કરશે મેસેજ અથવા ફોન... ડોન્ટ વરી યાર... " - રોહિત...


" પણ... યાર.. એક બાજુ મોક્ષિતા સાથે પણ વાત નથી... થઇ... કે.. આભાસ ત્યાં આવ્યો છે... એમ... " -રિયા.. હવે બેશી ને બોલે છે...


" પણ હવે તે ત્યાં ગયો છે ને.. વાત કરી લેશે... અને મનાવીલેસે એને.... ઓકે હવે તું ચિંતા ના કર... એન્ડ થિન્ક પોઝિટિવ યાર... " - રોહિત


" ઓકે... પણ એકવાર આભાસ ને કોલ કરું.... હું... " - રિયા


" ના ના... એ કરશે.. કદાચ અત્યારે તે ત્યાં જ હોય.. તો... એટલે આજ કાલ માં આવશે એનો મેસેજ.... ઓકે.. હવે.. આ ચા પીલે એન્ડ ચીલ કર ! " રોહિત ચા લઈને તેને આપે છે


" ઓકે.... સારુ "- રિયા..


આ બાજુ...રાત્રે દરિયા કિનારે આભાસ ઉભો ઉભો વિચાર કરે છે ..... આજે બહુજ તૂટી ગયો.....શું કરે હવે એ... ક્યાં જાય.... એ..જેને એ પ્રેમ કરે છે.. એજ. સમજવા તો દૂર પણ સાંભળવા જ તૈયાર નથી.... શું કરું હું....


ઓહ..... યાઆઆઆઆ......... કરી ને જોરથી બૂમ પાડે છે... પણ ત્યાં.. એને સાંભળવા વાળું કોઈ જ નોતું.... એ ખુદ અને એ શાંત દરિયા... શિવાય.. કોઈ જ નોતું... કોને કહે એ.... આ બધું...અને જેને કેવાનું છે.. એજ જો ના સાંભળે તો એ વાતનો મતલબ જ શું... શું.. કેટલી વાર પ્રયત્ન કર્યા કેટલી.. વાર કેવાની કોશિશ કરી.. પણ.... હંમેશા.. પોઝિટિવ હોવા છતાં... નેગેટિવ જ થાય છે... હંમેશા નિષ્ફળ જ જવાય.. છે...... કેમ એવું થાય છે.... કેમ નથી કઈ શકતો હું.... કેમ.. અમે એકબીજા ને પ્રેમ કરતા હોવા છતાં અલગ તો રહીયે જ છીએ.. પણ એકબીજાને કહી પણ નથી સકતા... શું કર્યું છે મેં....?? ... કે હું એને કહી પણ નથી શકતો....


આજે એને આંખ માંથી આંશુ નથી પડતા.. પણ.. આજે દિલ રડે છે... ના કે આંખ.... દિલ રડે ત્યારે આંશુ નહિ પણ...લાગણી દુભાય છે... આંશુ આવી જાય ને તો દિલ હળવું પડી જાય પણ... આજે દિલ જ રડવા બેઠું છે.... કેમ.. રહે હવે એ સાન્ત..


દિલ નો દરિયો કહે છે..


ક્યાં જાય છે તું...


થોડી વાર તો થંભી જા..


પછી હસી ને જજે... પણ


પેલા દિલ ની વાત તો સાંભળી જા..


પછી નારાઝ થાજે..


પણ એકવાર તો માની જા..


દિલ નો દરિયો કહે છે..


ક્યાં જાય છે તું...


થોડીવાર તો થંભી જા...


ક્યાં જાય છે મારાં થી ભાગી ને..


બે પળ સાથે બેશી ને


દિલ ની લાગણી કહી જા....


દિલ નો દરિયો કહે ક્યાં જાય છે તું...


થોડીવાર તો થંભી જા...


પછી મળે કે ના મળે સમય..


મળવા નો.. એટલે જ કહું છું.. કે..


બે પળ સાથે માણી જા..


દિલ નો દરિયો કહે છે..


ક્યાં જાય છે તું.....


થોડી વાર તો થંભી જા........ !!


દિલ રડે છે.. પછી જાણે એ પોએમ દ્વારા જ પોતાની લાગણી બહાર લાવતો હોય.. એમાં ત્યાં જ બેસી રહે.. છે.... ત્યાં દરિયા કિનારે એકલો........


.....


બીજે દિવસે મોક્ષિતા નો ફોન આવે છે..


" હેલો ભાઈ... "- મોક્ષિતા


" હા બોલને ઢીંગલી..... " - કુલજીત


" અરે ભાઈ તમે તો કેતા હતા ને.. કે.. 6 મહિના નો કોર્સ છે.. પણ આ તો 3 વર્ષ નો છે કોર્સ..." - મોક્ષિતા


" હા... એતો... મને ખબર હતી... કે 3 વર્ષ નો છે.. પણ મેં તને ના કીધું... કેમ કે.. જો હું તને કેત તો તું ના જ પાડત... એટલે.. અને એક્ષામ તારી આવે છે.. એનું કેત... પણ.. જો.. તારું એડમિશન મેં ત્યાંની કોલેજ માં પણ કરાવ્યું છે... એટલે તું હવે ત્યાં જ તારી બાકી સ્ટડી પુરી કર... ઓકે.. "- કુલજીત..


" ઓકે ભાઈ સારુ... " - મોક્ષિતા એટલું જ બોલી... અને ફોન કટ કર્યો.. કારણકે તેને ખબર હતી કે.. ભાઈ તેની ખુશી માટે જ કરે છે બધું.... એ આભાસ ને ભૂલી જાય અને.. આ બઘી પરિસ્થિતિ થી બહાર આવે એટલે.... પણ હવે... મને અહી પણ એ ભુલાવવાનો તો નથી જ.... ના ના.. એવુ નથી વિચારવું.. એ હવે મારો નથી.... હું એને ભૂલવાની પુરી કોશિશ કરીશ.... હા... એમ વિચારી ને.. તે પોતાના કામે વળગી જાય છે.....


...


અહીં રિયા એન્ડ રોહિત બંને વાટ જોવે છે.. પણ હજુ આભાસ નો ફોન કે પછી મેસેજ આવ્યો નથી.... એન્ડ... મોક્ષિતા નો પણ.....કારણકે રિયા ને ખબર હતી.. કે... જો આભાસ ને તે ત્યાં જોશે કે મળશે એટલે એ તરત જ મને ફોન કે મેસેજ કરશે.... પણ..નથી આવ્યો.. મેસેજ.. શાયદ બંને ની વાત પણ ના થઇ હોય... આજે જ મળવા જવાનો હોય... આભાસ.... એમ બંને પોતાના મુજબ ની અટકણો બાંધતા હતા.. અને પોતાને પણ બધું સારુ થઇ જશે એવી સાંત્વના આપતા હતા...


..આભાસ સવાર પડે ત્યારે ઘરે આવે છે... એનું મન તો નોતું.. પણ.. મમી ના ફોન આવતા હતા એટલે એને જવું પડ્યું...... જોકે એને રાત્રે તો મેસેજ કરી દીધો હતો કે એ એના ફ્રેડ ના ઘરે હશે... પણ. સાવરે શું કેત એટલે એ આવી ગયો.. ફ્રેશ થઇ ને પોતાના રૂમ માં જ બેઠો રહ્યો.... અને ફરી પાછા... એજ વિચારો એ.. એના મગજ અને દિલ ને ઘેરી લીધા.......


....


આબાજુ.. રિયા અને રોહિત બંને કેટલા ફોન કર્યા પણ.. એક પણ નો એ જવાબ ના આપી શક્યો...અને બસ મોક્ષિતા ના આવવાની રાહ જોતો રહ્યો કારણકે એને તો એ પણ નથી ખબર કે મોક્ષિતા ક્યાં ગઈ છે... એને મોક્ષિતા અમેરિકા જશે એની તો એને કલ્પના પણ નોતી કરી....એ બસ રાહ જોતો.. ક્યારે આવે.. ક્યારે આવે... પણ.. પછી એને ખબર પડી.. કે.. એતો અમેરિકા જતી રહી છે.. હવે તો એને એ પણ ના સમજાણું કે એને શું કરવું... આટલી દૂર જતી રહી હવે એ.. એ પણ... 3 વર્ષ માટે.... !!


એને ખબર પડી.. પછી બીજે દિવસે તે સવાર માં કોલેજ ના સમયે જ કોલેજ જઈને બેઠો છે.. .. અને હજુ રિયા.. એન્ડ રોહિત બન્ને માંથી કોઈ આવ્યું નથી... એને ખબર હતી કે એ બંને આવશે... એટલે એજ પૂછસે કે મોક્ષિતા ક્યાં.... શું થયું...... અને મારે જવાબ આપવા તૈયાર રહેવું પડશે... થોડી વાર થાય છે ત્યારે...


રિયા કોલેજ આવે છે... રિયા ને તો ખ્યાલ પણ નોતો કે.. આભાસ અચાનક.. આવી રીતે.. અહીં... આમ. આવશે... એતો કેન્ટીન માં જાય છે.. ત્યાં આભાસ ત્યાં બેઠો છે.. તે આભાસ ને જોઈને દંગ જ રહી જાય છે.... એ તરત જ રોહિત ને કોલ કરે છે રોહિત.. કોલ રિસીવ કરે છે..


" હેલો... "- રોહિત..


" હેલો.. ક્યાં છે.. તું..? " રિયા


" ઘરે કે મ.? " રોહિત


" કઈ નઈ.. તું 10 મિનિટ માં કોલેજ આવ... હું કોલેજે જ છું.. તું આવ... " - રિયા


" હા.. ઓકે.. પણ શું થયું...? એતો કે.. " - રોહિત..


" અરે એ તું અહીં આવ એટલે ખબર પડી જશે.... તું આવ ને... " - રિયા..


" ઓકે ઓકે.. આવું.. " - રોહિત..


ફોન કટ થાય છે અને રિયા આભાસ પાસે જાય છે...


" હાય... ઓય.. યાર.. વૉટ એ પ્રેસેન્ટ સરપ્રાઈઝ.... અહીં.. આવ્યો કીધું પણ નઈ.... "- રિયા..


" હાય.. હમ્...સરપ્રાઈઝ તો મળશે હમણાં.. તમને.. જેમ મને મળ્યું.... " - આભાસ.. ..


" હા.. તો લાવ્યો મોક્ષિતા ને.. ક્યાં છે... એ..? .. ક્યાં સંતાડી છે.. હવે છોડ ને મસ્તી ના કર.. ચાલ ક્યે ક્યાં છે એ... " - રિયા..


" કહું છું.. કહું છું.. રોહિત ક્યાં..? "- આભાસ


" એ આ રહ્યો.. હું... " - રોહિત..


" જો એ એ પણ આવી ગયો... ખરો છે હો તું... 10 મિનિટ નું કીધું અને સાચે જ 10 મિનિટ માં આઈ ગયો... " - રિયા..


" અરે હા.. હું તારો ફોન આવ્યો એટલે હું રસ્તા માં જ હતો... " - રોહિત..


" હમ્મ... ઓકે.. " - રિયા..


" શું... મિસ્ટર... તમારી મિસ ક્યાં? ... માનવી લીધી ને એને...અને.. ત્યાં ગયો પછી એક વાર પણ મેસેજ ના કર્યો.. મિસ મળી એટલે ફ્રેડ ને ના ભુલાય હો... " -રોહિત.


"મારી મિસ નથી... અને હું કોઈ ને નથી ભુલ્યો.. યાર.. " - આભાસ..


" અરે કેમ શું થયું.. અને..... એમ કેમ મોઢું ઉતરેલું છે...? " રોહિત..


" જો સાંભળો.. બને.. એક.. વાત છે....મોક્ષિતા ને હું મળ્યો જ.. નથી.. "- આભાસ.


" લે... કેમ.. શું થયું.. ત્યાં... " - રિયા...


" તો મળ્યો નથી તો ખાલી ફરવા ગયો હતો... મળ્યો નથી... વાળો.. "- રોહિત


" રોહિત... યાર મસ્તી નઈ...તું બોલ આભાસ પેલે થી.. શું થયું...? . " - રિયા..


પછી આભાસ બધી જ વાત કરે છે...


" ઓહ.. માય ગોડ.. અમેરિકા. જતી રહી...! " રોહિત


" ક્યારે આવશે... પાછી..? " રોહિત


" ખબર નથી મને... એટલી જ ખબર છે કે એ અમેરિકા ગઈ છે.. ક્યારે આવશે.. શું કરવા ગઈ છે.. એ ની મને નથી ખબર... " - આભાસ..


" ઓહ.. પણ.. તું ઉદાસ ના થઇસ.. યાર !! " રોહિત..


" હમ.. ઉદાસ... ઉદાસ તો.. શું..?? " આભાસ..


" એને મને એક વાર પણ ના કીધું કે.. એ અમેરિકા.. એ એમ કેમ.. કરી શકે.... યાર.. " રિયા..


" અરે.. હવે તું પણ.. ઉદાસ થઇ જઈશ.. તો.. હું તમને બેય ને કેમ સાંભળીશ.. " રોહિત


" હું ઉદાસ એટલે છું કારણકે એને બહુજ હર્ટ થઇ છે.. તો જ એ મને ના કહે.. નહિ તો એ નાની નાની વાત પણ મને કરે યાર.... " - રિયા..


" તો આભાસ પણ હર્ટ છે ને... !! એને કેટલું બધું વિચાર્યું એના માટે.. પણ એ સમજવા જ તૈયાર નથી.. " રોહિત..


" ના યાર.. વાંક મારો જ છે.... મોક્ષિતા નો નઈ... " - આભાસ..


" પણ.. એને..કીધું પણ નઈ... " - રિયા..


થોડીવાર એ ત્રણેય વચ્ચે મૌન ને જગ્યા મલી... પણ.. થોડીવાર પછી એ ત્રણેય વચ્ચે નું મૌન રોહિતે તોડ્યું..


" તો શું વિચારો છો.. તમે.. બેય... શું કરશો હવે..? " રોહિત


"મેં તો કઈ નથી વિચાર્યું " - રિયા.


" પણ મેં વિચાર્યું તો છે જ હવે.. કંઈક.. તો..... ! " આભાસ..


" શું.... " - રિયા અને રોહિત બને સાથે બોલ્યા..


" હવે એ જ વિચાર્યું છે.. કે.. હવે હું અમેરિકા.. "- આભાસ...


" તો તું હવે અમેરિકા જઈશ. એમ... " - રોહિત એની વાત ત્યાં જ અટકાવતા બોલે છે...


" સાચે.. તું... અમેરિકા.. " - રિયા તરત જ બોકી જાય છે..


" મારી પુરી વાત તો સાંભળો..... હું એમ કહું છું કે.. હું અમેરિકા નથી જવાનો... એમ.. હું અમેરિકા નઈ જાવ.. એમ.. " - આભાસ...


" તો.... ! " રોહિત


" તો... શું... તો કઈ નઈ... હવે જેમ ચાલે છે તેમ ચાલવા દેવું છે.. નવું કરવા જાય છું ને તી વાત વધુ બગડે છે.... " આભાસ..


" તો પછી... મોક્ષિતા ને કહીશ નઈ.. " - રિયા


" કહીશ ને.. જરૂર.. કહીશ... પણ ક્યાં એ સાંભળે છે મારી વાત... મારી થી ભાગે જ છે... " - આભાસ..


" તું જ કે હવે હું શું કરું.. એમાં... પણ.. હવે હું એક જ વસ્તુ કરીશ... "- આભાસ


" શું... એ "- રોહિત


" ઇન્તઝાર.. બસ.. હવે એ આવશે ત્યારે હું એને કહીસ....... હવે બોવ થયું યાર... આ ભાગવાનું... " - આભાસ..


" તો જો એ નહિ આવે તો...? " રોહિત


" એ નહિ આવે તો બસ.. એમજ એને જ પ્રેમ કરીશ... મારો પ્રેમ એના માટે હંમેશા રેસે.. એના શિવાય મારી લાઈફ માં કોઈ નહિ આવે... બસ... " આભાસ..


એટલું કહી ને તે ત્યાંથી નીકળી જાય છે.........


.........