Twistwalo love - 26 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 26

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 26

ટ્વિસ્ટ વાળો લવ.. ( ભાગ 26 )

કુલજીત ને શક તો હતો જ કે કંઈક થયું છે.. મોક્ષીતા આમ અચાનક અહીં આવી ગઈ.. એટલે જરૂર કંઈક તો વાત છે જ...એને ઘણી બધી વાર મોક્ષીતા ને પૂછ્યું પણ મોક્ષીતા એ વાત ટાળી દીધી.. અને એની ફ્રેડ રિયા ના એટલા બધા કોલ આવે છે.. એટલે તો નક્કી જ કંઈક વાત છે... આજે તો મોક્ષીતા ને પૂછવું છે કે શું થયું છે.... એન્ડ બધી જ વાત જાણવી છે.... કુલજીત એવું વિચારતો વિચારતો બાઈક લઈને પોતાના ઘર તરફ જતો હોય છે.. ....

કુલજીત ઘરે પોંચે છે .... તરત જ આવી ને મમ્મી ને શક ના જાય એવી રીતે.. હોલ, એના ઘરનું ગાર્ડન, કિચન બધે જોયા વે છે.. પણ ત્યાં મોક્ષીતા નોતી.. પછી તે તેના રૂમ માં જાય છે... એન્ડ ત્યાં.. તે પોતાની રૂમ ની બાલ્કની માંથી.. થોડે દૂર મોજ થી રમતા બાળકો ને.. શાંતિ થી એન્ડ એકદમ ધ્યાનપૂર્વક જોઈ રહી હતી.. અને તેને જોઈને થોડી થોડી વારે તેના મોઢા પર નાનકળી સ્માઈલ આવી રહી હતી...

કુલજીત તરત જ તેની પાસે જાય છે.. તેની બાજુ માં ભાઈ આવ્યા છે તેની પણ તેને ખબર ના રહી.. પછી..

" કેટલા નિખાલસ છે.. નઈ પેલા બાળકો... !! " કુલજીત

ભાઈ ના બોલવાથી.. બાળકો ને જોતી મોક્ષીતા નું ધ્યાન હવે તેના ભાઈ તરફ જાય છે..

" અરે ભાઈ તમે ક્યારે આવ્યા..?? . કઈ ખબર ના પડી... !! " મોક્ષીતા

" જયારે તું પેલા બાળકોને જોવા માં મશગુલ હતી ને ત્યારે...."- કુલજીત

" ઓકે.. સારુ.. " - મોક્ષીતા

" મેં એમ પૂછ્યું.. તને કે કેટલા નિખાલસ છે ને પેલા બાળકો... !! "કુલજીત

" હા... ભાઈ " - મોક્ષીતા

" જે બધું મનમાં હોય એ કહી દે.. નઈ..? " કુલજીત

" હા.. " - મોક્ષીતા.. ભાઈ ના આ ટોન થી થોડુંક સમજી અને થોડુંક ના સમજી.. પણ એટલો જ જવાબ આપ્યો..

થોડીવાર બંને ભાઈ - બહેન વચ્ચે મૌન વાતાવરણ ને જગ્યા રહી... બંને પેલા બાળકોને જોઈ રહ્યા... . પછી.. કુલજીત જ એ મૌન વાતાવરણ તોડ્યું અને બોલ્યો..

" જો..મોક્ષીતા હું તારો ભાઈ... તો છું જ.. પણ એ પેલા તારો બેસ્ટ ફ્રેન્ડ પણ છું.. તારે જે કઈ કેવું હોય... તે તું મને કહી શકે છે... !" કુલજીત

" હા.. ભાઈ.. " મોક્ષીતા ને હવે ખબર પડી કે.. ભાઈ શેના વિશે વાત કરે છે.. છતાં એ બીજું કઈ ના બોલી...

" જેમ નાનપણ માં તું મને બધુજ શેર કરતી..બરાબર.. તો અત્યારે જે કંઈ ભી હોય તું મને કહી શકે છે... "- કુલજીત

" પણ ભાઈ.. કઈ હોય તો કહું ને.. હું... કંઈ જ નથી... ભાઈ. " - મોક્ષીતા નિખાલસ બનવાની કોશિશ કરે છે.. પણ બની શક્તિ નથી...

" જો.. મને ખબર છે.. કઈંક તો વાત છે. તું મને કહે તો ખરા... !" કુલજીત..

હવે મોક્ષીતા કઈ જ બોલી ના શકી.. બસ એ બાળકો સામે જોવાનું તેને ચાલુ
રાખ્યું..

" તારે નથી કેવું મને.... તો.. વાંધો નઈ.. પણ.. જો તું આમ ઉદાસ રહે છે... કંઈ બોલતી નથી.. આમ અચાનક આવી... રિયાનો ફૉન મને આવવો... બધું જ.. એમ કહે છે... કે કઈ થયું છે.. પણ જો તું હવે મને કેવા જ નથી માંગતી તો વાંધો નઈ.. પણ જેને તું કહી શક્તિ હોય.. તેને કહી દેજે.. ભલે.. એનો કઈ ઉપાય ના નીકળે પણ.. તારું મન હળવું થશે..... "- કુલજીત.. એટલું બોલની ત્યાંથી જવા જાય છે..ત્યાં મોક્ષીતા તેનો હાથ પકડી લે છે ...

" ભાઈ.. તમે સાંભળસો મને... સમજશો મને... "- એટલું બોલતા મોક્ષીતા ની આંખ માં આંશુ આવી ગયા...

" અરે.. મારી વહાલી ઢીંગલી... રડીશ નઈ.... અરે સાંભળું જ ને મારી ઢીંગલી ની વાત.. તો..... " - કુલજીત.. તેની પાસે બેસી ને તેના આંશુ લુછતા બોલે છે..

" બોલ.. શું થયું... છે... બધું.. પેલે થી કહી દે.. જે હોય એ.. " - કુલજીત

પછી મોક્ષીતા ને જેટલી વાત ની ખબર હતી એટલી બધી જ વાત કરે છે.. પેલે થી...એન્ડ એના ભાઈ સામે..એટલું બોલતા એ કેટલું પણ કંટ્રોલ કરે પણ.. 2-3 આંશુ એની આંખ માં આવી જ જાય છે...

"જો તું આમ રડીસ નઈ... મને એમ હતું કે એ પણ તને....." કુલજીત

" ના ભાઈ ના.. એ મને નહિ..પણ... "- મોક્ષીતા

" કદાચ એવુ પણ થયું હોય કે. તને ગલતફેમી થઇ હોય... "- કુલજીત

" ના ભાઈ... આ બાબતે મને ગલતફેમી નથી.. મેં મારી આંખો થી જોયું.. છે એન્ડ કાનો થી સાંભળ્યું છે... " - મોક્ષીતા

" પણ... તને પાકી ખબર છે.. ને.... " - કુલજીત

" હા ભાઈ હા.. પાકું... " - મોક્ષીતા..

" હવે તમે જ બોલો.. હું શું કરું..ભાઈ... "- મોક્ષીતા

" તારે થોડોક સમય બહાર રેહવું જોઈએ..... " કુલજીત

" એટલે... શું કહો છો.. " - મોક્ષીતા

" એટલે કે.. તારી માટે એક સરસ મજાની એક ખબર છે...આ જો.. તું.. " - કુલજીત તેને એક લિફાફો બતાવે છે..

" આ શું છે....? " મોક્ષીતા

" તું જોતો.. પેલા... " - કુલજીત

" ઓકે ઓકે... " - મોક્ષીતા

મોક્ષીતા જોવે છે.. તો.

" અરે ભાઈ.. આ અમેરિકા ની બેસ્ટ ડિઝાઈન એન્ડ આર્ટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ માં એડમીશમ મળી ગયું.... એનો મને ઈ - મેલ આવ્યો હતો... એન્ડ આની તમને કેવી રીતે ખબર પડી.. "- મોક્ષીતા

"મને પણ ખબર છે કે તને ઈ- મેલ આવ્યો હતો.. એન્ડ તે એમાં તારા ઈ -મેલ નંબર સાથે મારાં નંબર પણ આપ્યા હતા ને.. તો મને. પણ.. આજે જ મેસેજ આવ્યો.. "- કુલજીત.

" હા એમ જ.. હવે મારું માન ને.. તો તું.. ત્યાં જતી રે... એન્ડ તને થોડોક સમય પણ મળશે... એન્ડ તું આ બધું ભૂલવા માં.. પણ સરળતા રેસે.. ઓકે... " કુલજીત

" પણ.. ભાઈ.. આતો 2 દિવસ પછી.. ચાલુ થાય છે... "- મોક્ષીતા

" હા તો... એમાં શું.. તું કાલ અમેરિકા જવા માટે નીકળજે.. " કુલજીત

" કાલે જ..? " મોક્ષીતા

" હા તો ક્યારે... હું પણ આવીશ તારી સાથે ત્યાં.." - કુલજીત

" ના ના ભાઈ.. હું કરી લઇસ મેનેજમેન્ટ બધું... તમે ચિંતા ના કરો.. " મોક્ષીતા

" ઓકે.. સારુ તો કાલ ની ટિકિટ હમણાં જ બુક કરાવી લવ... ઓકે.. " - કુલજીત

" હા.. ઓકે ભાઈ.. "- મોક્ષીતા

" તું શૂઈ જા હવે... કાલ રાત ની ટિકિટ કરાવીસ.. બુક ઓકે.. " - કુલજીત

" ઓકે.. ભાઈ.. ગુડ નાઈટ.. "- મોક્ષીતા

" ગુડ નાઈટ " - કુલજીત

કુલજીત ત્યાંથી જતો રહે છે...... મોક્ષીતા શૂઈ જાય છે..

અને આ બાજુ. રિયા રાહ જોવે છે કે ક્યારે મોક્ષીતા સાથે વાત.. થાય.. પણ કુલજીત ને યાદ ના રહયું.. એને કેવાનું... અને પછી રિયા એના રૂમ માં..આંટા મારતી મારતી વિચારે છે.. કે આભાસ જવાનુ વિચારે છે... અને હે ભગવાન શું થશે... હવે... ત્યાં જ રોહિત નો કોલ આવે છે...

" હાય.. શું કરસ... "- રોહિત

" હાય.. બોલ.. કેમ અત્યારે કોલ કર્યો... શું થયું છે.. હવે.. " - રિયા

" એ કેવા માટે કોલ કર્યો કે.. આભાસ કાલ સવારે જશે.. અત્યારે તો મેં એને રોકી લીધો છે પણ એ સવારે તો જશે.. જ... "- રોહિત

" ઓહ.. હાસ ! સારુ થયું ચાલો.... ઓકે.. પણ.. ક્યારે... સાવરે "- રિયા

" સાવરે.. લગભગ.. 9-10 વાગ્યે..તારી મોક્ષીતા સાથે વાત થઇ... કઈ.. "- રોહિત

" ઓહ ઓકે.. ના.. નથી થઇ.. એટલે જ.. ને પણ.. કઈ વાંધો નઈ.. હું સાવરે પછી એને કોલ કરી ને કહી દઈશ... ઓમેય આભાસ તો 10-9 વાગ્યે નીકળશે ને.. ત્યાં શુધી તો કહી દઈશ... " - રિયા

" ઓકે.. સારુ ચાલ બાય.. હવે શૂઈ જજે.. ઓકે..ગુડ નાઈટ "- રોહિત

" ઓકે બાય ગુડ નાઈટ "- રિયા..

..ફોન કટ થાય છે.. અને રિયા પણ હવે થોડીક ચિંતા માંથી બહાર આવે છે કે આભાસ અત્યારે નથી જતો... એ પછી જશે... ત્યાં શુધી તો એ મોક્ષીતા ને ખબર કરી દેશે.... કે આભાસ આવે છે એમ.....પછી રિયા પણ શૂઈ જાય છે...

.........