સૌમ્યકુમારની સિંચનકુમારે જે રીતે એક રાજકુમાર અને ભવિષ્યના રાજા માટે આગતાસ્વાગતા કરી એ જોઈને સૌમ્યકુમાર પ્રભાવિત થઈ ગયાં..પણ એકવાતથી વધારે ખુશ થઈ રહ્યાં છે મનોમન કે સિંચનકુમારનાં બહેન રાજકુમારી નંદિની સૌમ્યકુમારની બહું કાળજી રાખી રહ્યાં છે.
સિંચનકુમાર ખુબ સારી રીતે એમને સાચવે છે...પણ સૌમ્યકુમારે અને સાવજે એક વાત નોંધી કે તેમનાં માતા ચેલણારાણી તેમનાં આગમનથી ખુશ નથી.
સૌમ્યકુમારને લાગ્યું કે કોઈ પણ રીતે આ બે ભાઈ બહેન સાથે મિત્રતા કરીને રાજપરિવારનાં અંદરનાં રહસ્યો જાણવા પડશે.એ પહેલાં સૌમ્યાકુમારીના સિંચનકુમાર સાથે વિવાહનું વિચારી ન શકાય. આટલું બધું સરસ છે...લોકો આટલાં ખુશ છે. પોતાનો આટલો સારો પરિવાર છે પણ જાણે એ પરિવાર સાથે અળગાં રહેતાં હોય એવું કેમ અનુભવાઈ રહ્યું છે.
સૌમ્યકુમારને આ જાણવાં બે દિવસ તો રહેવું જરૂરી જ છે...તેને એ વાત નોંધી કે જ્યારે એ એક પરદેશી પ્રવાસી તરીકે આવ્યો ત્યારે એમને એમનાં આગમનથી બહુ કોઈ ફરક નહોતો પડ્યો તો હવે શું થયું હશે ??
તેઓ એક પછી એક કડીઓ જોડવા લાગ્યાં. પણ એવું કંઈ સ્પષ્ટ ચિત્ર સમજાયું નહીં...તેમણે સામેથી કહી દીધું..."રાજા સિંચન જો આપને આપત્તિ ન હોય તો અમે એક દિવસ વધારે અહીં રોકાઈ શકીએ...વાત એવી બની છે અમારાં બીજા થોડાં સૈનિકો અમુક કારણોસર આગળ અમારા જવાનાં સફર માટે સાથે આવી રહ્યાં છે પણ તેઓ આજે નીકળ્યાં છે પણ અંતર લાંબુ હોવાથી તેઓ કાલે સાંજ સુધી આવશે અહીં...જો આપને કે પરિવારમાંથી કોઈને વાંધો ન હોય તો?? બાકી કંઈ વાંધો નહીં.
સિંચનકુમાર કંઈ બોલે એ પહેલાં જ નંદિનીકુમારી બોલ્યાં, "અરે આગંતુકને વિસામો આપવો એ રાજપરિવારની ફરજ છે...અને તમે તો રાજાકુમારને વળી પાછાં ભવિષ્યનાં રાજા છો.આપ અહીં નિશ્ચિતપણે રોકાઈ શકો છો...ભાઈ મારી વાત સાચી છે ને ??"
સિંચનકુમાર પણ જાણે એમને સૌમ્યકુમારનું આગમન ગમ્યું હોય એમ બોલ્યાં, "હા હવે એમાં પુછવાનું શું હોય..ચાલો તો આપણે નજીકમાં એક નાનકડું સરોવરને સરસ કુદરતી વાતાવરણવાળી જગ્યા છે ત્યાં આપને લઈ જઈએ...અમે તો ઘણીવાર ત્યાં જતાં હોઈએ છીએ. આજે આપને પણ અમારાં આ નાનકડાં રાજ્યની સહેલ કરાવીએ.."
નંદિનીકુમારી : " અમારાં આ સેવક આપને મહેમાનકક્ષમાં લઈ જશે..પછી આપ ત્યાં થોડો આરામને કરીને તૈયાર થઈ જાઓ. અને પછી ભોજન ગ્રહણ કરી લો. એટલે પછી આપ ભાઈ સાથે બહાર ત્યાં જઈ આવો."
સૌમ્યકુમારના મનમાં થયું કે પુછી લે નંદિનીકુમારીને કે આપ સાથે નહીં આવો?? પણ અત્યારે આવું કંઈ પણ પુછવું અયોગ્ય લાગ્યું એટલે કંઈ પણ બોલ્યાં વિના એક છુપી નજરે રાજકુમારી સામે જોયું ને બંનેની આંખો એકબાજુ સામે અથડાઈ ને નજરો મળી ગઈ...
વધું કંઈ થાય એ પહેલાં જ રાજકુમારી અંદર જતાં રહ્યાં અને સૌમ્યકુમાર મહેમાનગૃહમાં તેમનાં સાથીદારો સાથે પહોંચ્યાં.
બપોરે ભોજન ગ્રહણ કર્યા બાદ સૌમ્યકુમાર રાજદરબારમાં પહોંચ્યાં, ત્યાં અનાયાસે એમને નંદિનીકુમારી અને તેમનાં માતા ચેલણારાણી સાથેનો સંવાદ સંભળાયો.
ચેલણારાણી : " એ બીજાં નગરનાં રાજકુમાર સાથે સહેલ પર તમારે શું કામ જવું છે ?? રાજા સિંચન એમને લઈ જાય છે ને.
નંદિનીકુમારી : " પણ માતા તમે હંમેશાં કેમ મને દરેક વાતમાં મારી સાથે આવું વર્તી રહ્યાં છો...અને ભાઈ તો સાથે છે જ ને .તો પછી શું વાંધો છે...
" શું ભાઈ ભાઈ માંડ્યું છે એ ગમે તેમ પણ તારો સગોભાઈ થોડો છે..."
" માતા તમે આવું બોલતાં પહેલાં એકવાર વિચાર્યું પણ નહીં...ખબર છે એ તમને સગી મા કરતાં પણ વધારે રાખે છે..તેમણે મને કદી સોતેલી બહેન જેવું રાખ્યું નથી...તેઓ મારૂં કેટલું ધ્યાન રાખે છે. તો પછી તમને શું વાંધો છે ??"
ચેલણારાણી : " એ બધું તમને અત્યારે નહીં સમજાય. મારે તો તમને પણ રાજકુમારની સત્તામાં એટલો જ ભાગ અપાવવો છે...એટલે જ હું પેલી મારાં એ દુરના ભાઈની દીકરી રાજકુમારી મીરાં સાથે તેનાં વિવાહ કરાવવાં ઈચ્છું છું...પણ એ ખબર નહીં પેલી એ રાજકુમારીમાં શું મોહી ગયાં છે."
નંદિનીકુમારી :" કોઈને કોઈ ગમે એમાં એમનો શું વાંક ?? હવે મને ખરેખર માતા તમારાં માટે શું કહેવું એ મને સમજાતું નથી... આટલાં પ્રેમાળ પિતા, ને ભાઈ હોવાં છતાં તમારે ખુશ જ નથી રહેવું તો શું કરવાનું ??" એમ કહીને નંદિનીકુમારી ત્યાંથી જતાં આંખમાં આંસું સાથે કક્ષમાંથી બહાર નીકળી ગયાં...."
સૌમ્યકુમારને હવે સમજાયું કે તેમનાં માતા કેમ સિંચનકુમાર સાથે આવી રીતે વર્તી રહ્યાં છે...
બસ હવે એક જ સવાલ ઘુમી રહ્યો છે કે કોણ હશે એ જેને રાજકુમાર પસંદ કરે છે....
અંતે સિંચનકુમારે તેમનાં માતાને હા પાડવાં મજબુર કરી દીધાં અને તેઓ નંદિનીકુમારીને એમની સાથે લઈ ગયાં...બે ભાઈ બહેનને ખુશ થઈને ત્યાંથી નીકળતાં જોઈને ચેલણારાણી મનમાં બબડ્યાં, " ખબર નહીં આ કુમારમાં શું જાદું છે કોઈને કોઈ રીતે મને હા પડાવી દે છે અને હું ના નથી પાડી શકતી..."
ત્રણેય સરોવર પાસે પહોંચ્યાં. તેમનાં થોડાં સૈનિકોને છે તેઓ દુર વિસામો કરી ત્યાં જ રહે છે...એ લોકો આગળ વધે છે.. ખરેખર ત્યાંનું વાતાવરણ જોઈને સૌમ્યકુમાર ખુશ થઈ ગયાં.
સૌમ્યકુમાર વાતો વાતોમાં પુછવા લાગ્યાં, " રાજા સિંચન આપ તો રાજા પણ બની ગયાં છો... તો રાણી ક્યારે શોધવાની છે ?? અમને પણ અમારાં આ મિત્રનાં વિવાહમાં બોલાવશો ને ??"
" અરે હજું તો વાર છે... આપનું સગપણ કે એવું નક્કી થયું છે કે નહીં ??"
નંદિનીકુમારી કદાચ બેચેની સાથે જવાબ સાંભળવા આતુર બની છે...એ સૌમ્યકુમારનાં જવાબની રાહ જોવાં લાગી.
" અરે નાં હું તો હજું તમારાથી કદાચ એકાદ વર્ષ નાનો છું...આપ કરો પછી હું કરીશ.. હજું પિતાશ્રી પહેલાં મારાં રાજાપદે રાજ્યાભિષેક કરાવશે પછી જ વિવાહનું નક્કી કરશે. હજું તો મારી બહેનાનાં વિવાહ થશે પહેલાં..."
" આપે મારી પાસેથી તો ઉતર મેળવી લીધો પણ આપનો ઉતર આપ્યો નહીં હો રાજા સિંચન."
સિંચનકુમાર કંઈ બોલે એ પહેલાં નંદિનીકુમારી ખુશ થતાં બોલ્યાં, " એ તો કંઈ નહીં કે પણ એમને કોઈ રાજકુમારી ગમે છે...એક હરિફાઈ મહોત્સવમાં કોઈ રાજકુમારીમાં એમનું મન મોહી ગયું છે પણ..."
સૌમ્યકુમારને હવે બરાબર લોઢું બરાબર ગરમ થયું હોય એમ લાગતાં ઘાટ ઘડવાનો સમય આવી ગયો છે એમ પારખીને બોલ્યાં, "પણ શું?? રાજકુમારનાં વિવાહ રાજકુમારી સાથે થાય એમાં શી નવાઈ ?? કેમ રાજકુમારી તૈયાર નથી ??"
સિંચનકુમારને આવી રીતે કોઈ અજાણ્યા નગરનાં રાજકુમાર સામે પોતાની વ્યક્તિગત વાત જણાવતાં અજુગતું લાગી રહ્યું છે...વળી એક મુલાકાતમાં થોડો ભરોસો મુકતાં પણ મન અચકાય છે...પણ નંદિનીકુમારી તો કોઈ પોતાનાં વ્યક્તિ સાથે વાત કરતાં હોય એમ દિલ ખોલીને વાત કરી રહ્યાં છે.
નંદિનીકુમારી : " રાજકુમાર એકવાત કહું ?? અમને તો એ રાજકુમારી કોણ છે એ પણ ખબર નથી પણ આ તો રાજમાતા ચેલણારાણીને એમનાં દુરની એક ભાઈ એ રાજાની રાજકુમારી સાથે વિવાહ કરાવવાં છે...તેઓ તેમની જીદ લઈને બેઠાં છે એટલે ભાઈ આગળ કોઈ વાત વધારતાં નથી."
સૌમ્યકુમારે વાતને પકડતાં જ કહ્યું, " રાણીનાં ભાઈની દીકરી સાથે એમનાં વિવાહ કેવી રીતે શક્ય છે ?? એ તો તમારી પિતરાઈ બહેન ન થાય??
આટલું બધું કહેવાઈ ગયા પછી હવે કંઈ છુપું રહે એમ નથી એમ લાગતાં સિંચનકુમાર બોલ્યાં, " હું અને નંદિનીકુમારી સગાં ભાઈબહેન નથી...ચેલણા મા એ મારાં અપર માતા છે...આથી એ શક્ય છે."
" પણ તેઓ કેમ ખુશ નથી તમારી મનગમતી રાજકુમારી સાથે તમારાં વિવાહ કરાવવાં માટે ??"
સિંચનકુમાર :" એ તો મને નથી ખબર..પણ એમણે એકપણ વાર પ્રયાસ પણ નથી કર્યો એ જાણવાનો કે મને કોણ ગમે છે... છતાંય તે મારી માતા છે. મારી સગીમાતાનો તો મને ચહેરો પણ યાદ નથી...મને બે જ વર્ષનો મુકીને એ સ્વર્ગે સીધાવી ગઈ હતી."
સૌમ્યકુમાર : " પણ આપ જણાવશો કે એ ખુશનસીબ રાજકુમારી છે કોણ?? "
" હા ભાઈ હવે મને તો જણાવો... કદાચ હું આપને કંઈ મદદરૂપ બની શકું."
સિંચનકુમાર : " ધવલપુરીની રાજકુમારી " પણ કોઈ રીતે આ વાત કોઈને ખબર ન પડે.
સૌમ્યકુમાર ખુશ થઈને ઊભાં થઈ ગયાં..." હવે તો તમારાં એ રાજકુમારી સાથે જ લગ્ન થશે."
નંદિનીકુમારી : " તમે આટલાં વિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો ?? તમે એમને ઓળખો છો ??"
સિંચનકુમાર : "પણ એ મને પસંદ કરે છે કે નહીં એ પણ મને નથી તો આપ શું કરશો ?? આપ તો સુવર્ણસંધ્યા નગરીના રાજકુમાર છો ને ??"
સૌમ્યકુમાર : " એ હું આપને પછીથી જણાવીશ પણ એ પહેલાં આપનાં માતાને મનાવવાના છે...એ કામમાં તમે મને સાથ આપશો ને ?? " નંદિનીકુમારી તરફ ઈશારો કરતા બોલ્યાં.
નંદિનીકુમારીને જાણે ભાવતું હતું ને વૈદે કહ્યું, એમ સૌમ્યકુમારના સાનિધ્યમાં વધારે રહેવા મળશે એ જાણીને મનોમન ખુશ થવા લાગ્યાં...
સૌમ્યકુમાર : " એક યુક્તિ છે મારી પાસે...પણ હું થોડી કસોટી બાદ આપ બંનેને જણાવીશ...બસ બે દિવસમાં. પણ એ પહેલાં મારૂં સુવર્ણસંધ્યા નગરી જવું જરૂરી છે...પછી હું આપને બધું જ જણાવીશ...આપ મારી પર ભરોસો કરશો ?? તો હું મારૂં કામ આગળ ધપાવુ...."
જાણે કોઈ ના પાડવાનો સવાલ જ ન હોય એમ બંનેને કુમારનાં પ્રસ્તાવ પર મંજુરીની મહોર મારી દીધી.....
એવું શું હશે કે પોતાની બહેન માટે બધું બરાબર ચકાસણી કરવા આવેલા સૌમ્યકુમાર સિંચનકુમારની પસંદગી સાથે મળાવવા તત્પર બન્યાં છે ?? શું સૌમ્યકુમાર આ કરીને પોતાનો નંદિનીકુમારી સાથે વિવાહ ઈચ્છે છે ?? સિંચનકુમારને તેમની મનગમતી રાજકુમારી મળશે ખરાં ?? સૌમ્યાકુમારીના સપનાઓનું શું થશે ??
રહસ્યો... રોમાંચ...ને માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૩૩
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.