Preet ek padchaya ni - 29 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨૯

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨૯

સવારનો સમય છે... ધન્વંતરી રાજા અને રાણી પ્રિયંવદા પોતાનાં કક્ષમાં બેઠા વાતો કરી રહ્યાં છે...

" પ્રિયે એવું નથી લાગતું કે આપણાં બંને સંતાનો બહું ઝડપથી મોટાં થઈ રહ્યાં છે."

રાણી બોલ્યાં, " હા જુઓને સૌમ્યાકુમારીનુ રૂપ તો હવે સમાતું નથી. આપણે એનાં માટે યોગ્ય રાજકુમારી શોધવો જોઈએ..."

"રાજા હું પણ એ જ વિચારૂં છું. પણ એમને લાયક યોગ્ય રાજકુમાર શોધીશું કેવી રીતે ??"

રાણી : "મારાં ધ્યાનમાં એક છે જો તમને મારો પ્રસ્તાવ યોગ્ય લાગે તો."

રાજા : " હા બોલોને"

રાણી કંઈ પણ બોલે એ પહેલાં જ એક ચોકીદારે આવીને અંદર આવવાની સંમતિ માગી...અને તે એક ચીઠ્ઠી લઈ આવ્યો.

ચોકીદારના ગયાં બાદ રાજાએ ચીઠ્ઠી વાંચી તો એમાં રાજા વિરાજસિંહ તેમને મળવા ઈચ્છે છે એવું લખ્યું છે. રાજાને થયું કે આજ સુધી તેમણે ક્યારેય આવી રીતે મળવાની ઈચ્છા નથી બતાવી તો આજે કેમ ??

રાણી : " બહું વિચારો નહીં હવે. કંઈ નહીં મળી લો ને. એમને મળવાનું કહ્યું છે ને યુદ્ધ કરવાનું થોડું કહ્યું છે. વળી આપણે ક્યાં આમ પણ કોઈ સાથે દુશ્મની છે તે વળી ચિંતા કરવી. આપણે તો આપણી પ્રજા સુખી એટલે આપણે સુખી..."

રાજા : " હા રાણીસાહ્યબા...તમારો હુકમ સર આંખો પર..એમ હસીને બોલ્યાં...ને સામે મળવાની સંમતિ આપતો પત્ર મોકલાવ્યો...ને બીજાં દિવસે એમનાં અહીં પધારવા માટે તૈયારી થવા લાગી.

દસેક વાગ્યાનાં સુમારે રાજા વિરાજસિંહ પોતાનાં નાનકડા લશ્કર સાથે આવી પહોંચ્યા. તેમનું સુવર્ણસંધ્યા નગરીમાં અભુતપૂર્વ સ્વાગત જોઈ વિરાજસિંહ પ્રભાવિત થઈ ગયાં. ઉમળકાભેર રાજદરબારમાં આવી પહોંચ્યા. તેમની નજરો તો હજું રાણી પ્રિયંવદાને નીહાળવા આતુર છે... ત્યાં જ થોડીવારમાં રાણીને જોતાં એનાં ચહેરાં પર એક ગુઢ હાસ્ય આવી ગયું.

થોડી વાતચીત કર્યા બાદ રાજાએ તેમની સાથે દોસ્તીનો પ્રસ્તાવ મૂક્યો...દિલદાર આ ધન્વંતરીરાજાએ એ પ્રસ્તાવ હર્ષભેર સ્વીકારી લીધો...સાથે જ રાજા વિરાજસિંહે રાજા ધન્વંતરીને સહપરિવાર એમનાં ત્યાં પધારવા આમંત્રણ આપ્યું. અને પછી થોડી સામાન્ય વાતચીત પછી રાજા વિરાજ સિંહે વિદાય લીધી.....આમ વિરાજસિંહે એક નવો સંબંધ રચવાની શરૂઆત કરી....

****************

આરાધ્યા બહાર ચિંતામાં આમતેમ આંટા મારી રહી છે કે પપ્પા શું કહેશે. તેમને મને કેમ આમ બહાર મોકલી દીધી ?? હવે અપુર્વ મને ફરી ક્યારેય પાછો મળશે ખરો ?? હું એનાં સિવાય કોઈને પણ મારાં જીવનસાથી તરીકે નહીં અપનાવી શકું....

ત્યાં જ તેનાં પપ્પા બહાર આવીને કહે છે, "આરૂ તું મારી સાથે ચાલ. અને મારે તને એક બહું જરૂરી એકબે સવાલો પુછવા છે...

આરાધ્યા બોલી , "પણ પપ્પા કંઈ થશે કે નહીં ?? એમણે શું કહ્યું ??"

" બેટા એમણે મને અપુર્વના પરિવાર સાથેનો આપણો સંબંધ પુછ્યો. તો મેં તેમને એ અમારાં વેવાઈ અને તેમનો પરિવાર છે એવું કહ્યું. બરાબર છે ને ??

આરાધ્યા : " પપ્પા શું સાચ્ચે તમે આવું કહ્યું ?? એટલે તમે મારાં અને અપુર્વનાં સંબંધ માટે રાજી છો ??"

" હા બેટા... હું મારી દીકરીને આમ દુઃખી થતાં ન જોઈ શકું. એકબે વાર થયેલા એ કડવાં અનુભવને કારણે હું એવું માની બેઠો હતો કે બધાં અમીર લોકો આવાં જ હોય. પણ તારાં મમ્મીએ પછી મને બધી શાંતિથી વાત કરી...અને એનાં પરિવાર વિશે પણ જણાવ્યું...એ પરથી મેં તમારાં સંબંધને રાજીખુશીથી મંજુરી આપી. બસ હવે તો તું ખુશ છે ને ??"

આરાધ્યા તેનાં પપ્પાને ખુશીથી ભેટી પડી પણ પછી તરત જ એક નિસાસો નાંખતા બોલી," પણ પપ્પા હવે અપુર્વ પાછો આવશે તો ખરાં ને ??"

" બેટા ભગવાન પર વિશ્વાસ રાખ. પણ હવે આપણે જે કામ કરવાનું છે એ માટે તું તૈયાર છે ??

આરાધ્યા :" શેના માટે ?? અપુર્વ માટે હું કંઈ પણ કરવા તૈયાર છું."

" તું અપુર્વના ફોટા સાથે લગ્ન કરવાં તૈયાર છે ??"

આરાધ્યા : " આ શું કહો છો પપ્પા ?? મને કંઈ સમજાયું નહીં.

" બેટા એ લોકો અત્યારે જે જગ્યાએ છે ત્યાં એમને મદદ માટે એમનાં પરિવાર સિવાય કોઈ પણ કોશિષ કરશે તો એમની આત્માની મુક્તિ હંમેશાં માટે અધુરી રહી જશે અને વળી એ લોકો ફરી પાછા આવી શકશે કે નહીં પણ કહેવું મુશ્કેલ બની જશે."

આરાધ્યા : " પણ ફોટા સાથે લગ્ન ??"

" હા પ્રકારે લગ્ન આ તાંત્રિક જ કરી આપશે. જેથી તું અને આપણે એ પરિવાર સાથે સીધો સંબંધ ધરાવતાં વ્યક્તિ બની શકીએ. તો આપણે એમને મદદ કરી શકીએ. પણ..."

" પણ શું પપ્પા ??"

" ન કરે નારાયણ ને કદાચ અપુર્વ તને ન મળે તો આ તારાં પહેલાં લગ્ન જ ગણાશે. આ વાત જો તું છુપાવીને કોઈની પણ સાથે લગ્ન કરે તો એ તારો પતિ સાત દિવસમાં જ મૃત્યુ પામશે. ભલે તું એને લગ્ન પછી કદાચ અપુર્વને મળે પણ નહીં તો પણ.આ શરત માટે મારૂં મન કચવાઈ રહ્યું છે બેટા. પણ તારૂં મંતવ્ય પહેલાં મને કહે."

આરાધ્યા : " પપ્પા હા એમાં શું પુછવાનું. હું તો આ ઘડીએ પણ તૈયાર છું..."

" ના એનાં માટે કાલે સવારે પાંચ વાગ્યે અહીં પહોંચવું પડશે..." કાલથી આપણે પણ એ પરિવારનાં સભ્ય બની એમને મદદ કરવામાં આપણે સહભાગી થઈશું...."

******************

સૌમ્યાકુમારી પોતાનાં કક્ષમાં એ વિશાળ ઝરૂખા પાસે બેસીને કંઈક વિચારી રહી છે અને મનમાં મલકાઈ રહી છે...તેને આજે ખબર નહીં રાજકુમાર સિંચનની બહુ યાદ આવી રહી છે...બસ તેને એમ થાય છે કે મારે એને એકવાર મળવું છે.
પણ તે વિચારી રહી છે કે આ વાત તો હું કેવી રીતે કોઈને કરી શકું. વળી એ ફક્ત સુરપુરીનો રાજકુમાર છે એટલી જ મને ખબર છે પણ ત્યાં ક્યાં કેવું છે શું છે એ કંઈ જ મને નથી ખબર.

તે વિચારવા લાગી ફરી કોઈ આવી સ્પર્ધા હોય તો એ મને મળે ને ?? અચાનક તેને કંઈ યાદ આવ્યું ને તેને તેની એક સખી જે એની સેવિકા કહી શકાય પણ એ એને એની નાની બેન અને એક સખી જેવું જ રાખતી અને બધી જ વાત કરે છે એને એનાં રૂમમાં બોલાવી.

તેણે સંધ્યાને પુછ્યું, " આપણે આ વખતે જે સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયાં હતાં એ ફરી ક્યારે યોજાશે ?? "

" રાજકુમારી એ તો દર બે વર્ષે યોજાય છે."

રાજકુમારી : " બીજી કોઈ આવી હરિફાઈ કે મહોત્સવ નથી હોતું જ્યાં બધાં રાજકુમાર અને રાજકુમારીઓ વચ્ચે આવી કોઈ ટક્કર થતી હોય??"

સંધ્યા કંઈ સમજી હોય એમ મનમાં હસતી બોલી, "આમતો આવી કોઈ બીજી હરિફાઈ કે મેળાવડાની મને જાણ નથી. પણ તમારી ઈચ્છા હોય તો આપણાં નગરમાં આપણે આવું કંઈ રાખીને બધાં રાજકુમારોને અહીં બોલાવી શકીએ."

રાજકુમારી : એવું પણ કહેવાય કઈ રીતે પિતાજીને ??

" એક કામ કરીએ આપણે આની સાથે તમારો સ્વયંવર રાખી દઈએ તો ??

" ના જરાય નહીં... એવું જોખમ જરાય નથી લેવું મારે."

સંધ્યા :" એમાં શું ?? તમારે કોઈ રાજકુમારને તો પસંદ કરવો જ પડશે ને ?? વળી મેં એવી વાત સાંભળી છે કે રાજારાણી હવે તમારાં માટે યોગ્ય રાજકુમાર શોધવાની વિચારણા કરી રહ્યાં છે ‌"

રાજકુમારીથી અનાયાસે બોલાઈ ગયું," હા એતો બરાબર પણ એ ના આવે તો ??"

હવે સંધ્યા આટલાં સમયથી રોકેલુ પોતાનું હસવાનું રોકી ન શકી...ને હસતાં હસતાં બોલી, "તમારે પેલાં રાજકુમારને બોલાવવા છે ને એમ બોલો ને ?? હવે તમે કંઈ છુપાવો નહીં મને બધી ખબર છે...."

સૌમ્યાકુમારી મનમાં મલકાઈ ગયાં અને એમની નજરો ઝુકી ગઈ એણે જ બતાવી દીધું કે એમનાં મનમાં પણ એ જ ચાલી રહ્યું છે...

સંધ્યા : કંઈક વિચારીએ આપણે રાજકુમારી...પણ હું તો તમારી સાથે વાતોમાં એ કહેવાનું જ ભુલી ગઈ કે રાણીસાહ્યબા તમને બહાર બોલાવી રહ્યાં છે. કદાચ ક્યાંક બહાર જવાનું છે.

સૌમ્યાકુમારી : " અત્યારે ક્યાં જવાનું છે વળી. ચાલો હું પણ આવું જ છું."

રાજકુમારી તેમનાં માતાને મળવાં પહોંચે એ પહેલાં જ વચ્ચે જ રાણી તેમને મળ્યાં અને કહ્યું, " કુમારી કાલે સવારે આપણે સહપરિવાર રાજા વિરાજસિંહના ત્યાં જવાનું છે."

રાજકુમારી : " જવું જરૂરી છે ?? તમને તો ખબર છે ને મને તો બીજાં કોઈનાં નગરમાં જવાનું અજુગતું લાગે છે. તમે બધાં જઈ આવો ને ??"

રાણી : " મારાં વ્હાલા રાજકુમારી હવે તમે મોટાં થઈ ગયાં છો એટલે હવે બીજી જગ્યાએ પણ રહેવાની આદત તો પાડવી જ પડશે ને‌?? આ તો ફક્ત તમારે અમારી સાથે જ આવવાનું છે. હવે એમનાં આટલાં પ્રેમભર્યા આમંત્રણનો અસ્વીકાર કરીએ એ પણ આપણાં રાજપરિવારને શોભે નહીં. હવે તો તમે ના નહીં પાડો ને ?? "

સૌમ્યાકુમારી માથું ધુણાવીને તેમનાં કક્ષમાં ચાલ્યાં ગયાં...ને ફરી એકવાર રાજકુમાર સિંચનને યાદ કરતાં સપનાંની મીઠી નિંદરમાં પોઢી ગયાં.


***************

સવારે આખી રાજસવારી પુરાં પરિવાર સાથે વિરાજસિંહના નગર શિવાલિકનગર પહોંચ્યા... બહું સારી રીતે રાજા અને પરિવારની આગતાસ્વાગતા કરી... બધાંને અંદર લઈ ગયાં...અંદર રાજદરબારમાં પહોંચતા જ જોયું તો રાજકુમાર કૌશલ રાજગાદી પર બિરાજમાન છે.

વિરાજસિંહ કૌશલકુમારની ઓળખ કરાવે છે અને કહે છે કે હવે તેમનો બધું જ રાજ્ય અને કારોબાર તેમનાં પુત્ર સંભાળે છે અને વળી તેઓ એક જ છે એટલે બધું તેમનું જ છે...તે અત્યારે પોતાનાં પુત્રનાં વખાણ સાંભળવા જ અહીં બધાંને બોલાવ્યાં હોય એવું લાગી રહ્યું છે. તેઓ કોઈ પણ રીતે કૌશલકુમાર માટે આ લોકો વાહવાહ કરે અને એમના વિશે કંઈ વિચારે એવું ઈચ્છી રહ્યાં છે.

રાજકુમારીને તો કૌશલકુમારને જોતાં જ યાદ આવી ગયું કે એ એમની સાથે એ હરિફાઈ વખતે હતાં. પણ એ તેમને એકીટશે એમ જોઈ રહેતાં હતાં એ એમને જરાય નહોતું ગમતું. અત્યારે એમને જોઈને રાજકુમારી મનમાં ગુસ્સે થઈ ગયાં... આજે પણ એ ત્રાંસી નજરે થોડી થોડી વારે એમને જોઈ રહ્યો છે એ એમને જરા પસંદ ન પડ્યું. પણ રાજમર્યાદા ખાતર તે ચુપ રહે છે....

ભોજન અને વાતચીત વગેરેનું કામ પતતા બધાં બેઠાં...ને એક કલાકાર આવ્યો અને એને સામે કોઈને ખબર ન પડે એમ રાજારાણી અને રાજકુમાર અને રાજકુમારીને આબેહુબ એક કપડાના એક અદ્ભુત કાપડ પર ચીતરી દીધાં...ને થોડી જ વારમાં જાણે આબેહુબ બેઠાં હોય એવું એ સુંદર ચિત્ર બનાવીને રાજા વિરાજસિંહ પાસે લઈ આવ્યો... રાજાને એમણે ફુલ નહીં તો ફુલની પાંખડી કહીને તેમને ભેટ તરીકે અર્પણ કરી.... બધાં એ ચિત્રણને જોઈને ખુબ ખુશ થઈ ગયાં ને એ સાથે બધાં વિદાય થયાં...


*******************

થોડાં દિવસો બાદ એકદિવસ એક કાગળ આવ્યો. એ સમયે રાજારાણી અને સૌમ્યકુમાર નગરમાંથી બહાર ગયેલાં હોય છે....બસ પાછાં ફરવાની તૈયારી હોય છે ત્યાં રાજકુમારી આ કાગળ આવતાં પોતાનાં હાથમાં લઈને વાંચવાં લે છે...એ પત્રના લખાણને જોઈને જ તેઓ મુર્છિત થઈને ઢળી પડે છે.....

શું હશે એ લખાણમાં કે રાજકુમારીની આવી હાલત થઈ ?? સૌમ્યાકુમારીને રાજકુમાર સિંચન મળશે ખરાં ?? એ બન્ને વચ્ચે કંઈ પ્રેમગાથા શરૂં થશે ખરાં ?? કે એમની કહાની એમ જ અધુરી રહી જશે ?? અારાધ્યા ખરેખર આટલાં મોટાં જોખમ સાથે લગ્ન કરશે ખરી ??

જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૩૦

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે......

.