અન્વયને બધાં જ એ રાજાશાહીની દેખાતી મોટી ખુરશી તરફ ભાગે છે.... જતાં જ નિમેષભાઈ એ મલમલ જેવો ધાબળો ખોલે છે... એમાં એક નાનાં બાળકની જેમ ટુટિયુવાળીને પડેલો છે. અન્વય તો પહેલા એનાં પલ્સને જુએ છે કે જીવિત તો છે કે નહીં...પણ એનાં શ્વાસોશ્વાસ ને ધબકારા બધું એક સામાન્ય વ્યક્તિ જે રીતે જોતો હોય એ મુજબ બરાબર છે...
દીપાબેનને એ જોતાં શાંતિ થઈ. તે બોલ્યા, "અપ્પુ ઉઠ બેટા...અપ્પુ ઉઠ.."
ફરી ઉપરથી એક અવાજ આવ્યો, "અન્વય તું તારાં નિર્ણય પર અફર તો છે ને ?? અને આ તારો ભાઈ એમ નહીં ઉઠે."
" હા મારો નિર્ણય ફાઈનલ છે. પણ પહેલાં મારાં ભાઈને પહેલાં જેવો અમારી સામે બોલતો કરો. પણ જો મારા મમ્મી પપ્પા કે મારા પરિવારના કોઈને પણ કંઈ પણ પ્રકારે હેરાન કરવાની કોશિષ કરી છે તો હું તમને નહીં છોડુ. એ સાથે જ મને તમારી શરત મંજુર છે."
ફરી એક ગર્જના થઈ, " વાહ..તારી આત્મશક્તિ ને વિશ્વાસને દાદ આપવી પડે. હું જેમ તારી વાત પર અફર છે તો હું પણ મારી વાત પરથી ક્યારેય નહીં ફરૂ..જો બાજુમાં છે એક મોટાં કળશમાં પ્રવાહી એ એક ચમચી જેટલું તારા ભાઈનાં મોઢામાં નાખ...ને સામે લખેલો દેખાય એ મંત્ર બોલ...એ જાગી જશે..." ને ભયાનક હાસ્ય સંભળાવા લાગ્યું.
અન્વયે એ પ્રમાણે કર્યું...દસેક મિનિટ થઈ. એ જાગ્યો નહીં... એનાં ધબકારા જાણે ધીમાં પડવાં લાગ્યાં...શરીર ઠંડું પડવાં લાગ્યું. બધાં ગભરાઈ ગયાં.
અન્વય : આ શું થઈ ગયું. એમણે ખોટું કહ્યું હશે. મે આ શું કર્યું ?? મેં જ મારાં ભાઈને આ શું કર્યું ?? આ આત્મા પર કેવી રીતે વિશ્વાસ કરી લીધો..."
તે અત્યારે તો બહું જ ગભરાઈ ગયો. થોડીવાર બધાં ઉભાં રહ્યાં. બધાં તેને જગાડવા પ્રયત્ન કરવાં લાગ્યાં.. પણ કંઈ જ ફેર ન પડ્યો. એટલામાં લીપી ખબર નહીં કંઈક હાથમાં લઈને આવી..એણે ઝડપથી આવીને અપુર્વનાં ચહેરા પર એ પાવડર છાંટી દીધો.
આ જોઈને અન્વયને પહેલીવાર આજે લીપી પર થોડો ગુસ્સો આવી ગયો. તે બોલ્યો, "આ શું કરે છે...એની આંખોમાં જશે તો ?? અમે તેને જગાડવા આટલાં પ્રયત્ન કરીએ છીએ અને તું આ શું કરી રહી છે તને તો કંઈ પડી જ નથી."
હું કંઈ નથી કરતી અનુ... મારાંથી કેમ આવું બધું થઈ જાય છે એમ કહીને એ રડવા લાગી અને બાજુમાં ઊભી રહી ગઈ.
અન્વય શાંતિથી તેની પાસે જઈને બોલ્યો, "સોરી બકા... કંઈ વાંધો નહીં."
એટલામાં તો અન્વય આંખો ચોળતા ચોળતા ઉંઘમાંથી ઉઠ્યો હોય એમ બોલ્યો, "ભાઈ.. મમ્મી પપ્પા તમે બધાં કેમ અહીં ઉભાં છો મારી આજુબાજુ."
એ આજુબાજુ જોવાં લાગ્યો ને બોલ્યો, "આપણે ક્યાં છીએ ?? "
અન્વયને થયું કે આ પાવડરને કારણે જ કદાચ થયું છે જે લીપી દ્વારા કરવામાં આવ્યું છે.
"તું ઠીક તો છે ને અપ્પુ ?? હું તને બધું જણાવીશ...પણ અત્યારે આપણે એક મહત્વનાં કામ માટે જવાનું છે. આપણી પાસે ફક્ત પાંચ દિવસ છે...જો થશે તો આપણે હંમેશા માટે ફરી પહેલાં જેવી સરસ જિંદગી જીવી શકીશું...."
અપુર્વ : ના થાય તો ભાઈ ??
" એવું ના બોલ... બધું સારૂં જ થશે. આપણી જિંદગી માટે મમ્મી પપ્પા એમની જિંદગી દાવ પર લગાડી રહ્યાં છે તો આપણે એમ થોડાં હિંમત હારી જઈશું.એમનો વિશ્વાસ અને સંસ્કાર એટલાં નબળાં નથી."
થોડીવારમાં અપુર્વને સારૂં લાગતાં અન્વય અપુર્વને બધી જ વાત કરે છે.અને અપુર્વને પણ બધું યાદ આવે છે.
અન્વય : હવે આપણે બને એટલું જલ્દી અહીંથી નીકળવું પડશે. પણ તું અહીં કેવી રીતે પહોંચ્યો ?? કોણ લાવ્યું તને અહીં ??
અપુર્વ : એ બધું ભાઈ હું પછી રસ્તામાં કહીશ. પણ ક્યાં જઈશું ?? કરવાનું શું છે ??
અન્વય : મને આ એક પુસ્તક જેવું આપ્યું છે એમાંથી આપણે બધું વાંચીને શોધવાનું છે...બસ થોડી જ વારમાં આપણે આ જોઈને નીકળીએ.....
*****************
આરાધ્યા તેનાં રૂમમાં બેડ પર પડી રડી રહી છે.... શું કરે એની એને કંઈ જ ખબર પડતી નથી. બે દિવસ થઈ ગયાં છે. હવે કોઈનો પણ ફોન નથી લાગતો... હમણાં તેનાં પપ્પાની તબિયત સારી નથી એટલે એ પણ આખો દિવસ ઘરે હોવાથી એ પણ બહાર જઈ શકે એમ નથી.
પહેલાં તો એ એની મમ્મી સાથે પણ વાત શેર કરતી પણ હવે તો એ પણ એનાં પપ્પાનું ધ્યાન રાખવામાં હોય સાથે જ પપ્પાની હાજરીમાં એ આવી કોઈ વાત પણ ન કરતી.
રૂમનો દરવાજો ખુલ્લો જ છે...એ રડતી હોય છે ત્યાં પાછળથી આવીને કોઈ ખભા પર હાથ મુકે છે તો એ ઝબકીને પાછળ જુએ છે તો એનાં પપ્પા ઉભાં હોય છે...
આરાધ્યા પોતાનાં આંસુ છુપાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે પણ એ નિષ્ફળ જાય છે. એનાં પપ્પા પ્રેમથી કહે છે, "બેટા મને બેસવાનું પણ નહીં કહે ??"
આરાધ્યા : હા બેસોને પપ્પા.
" એક વાત કહું બેટા એક પિતા કદાચ માની ગરજ સારી ન શકે પણ સંતાનોને સમજી શકે અને તેમનાં ભવિષ્યને જોઈ તો શકે જ છે..એટલો તો અમારો પણ હક હોય છે પુરૂષોનો. અમે બહારથી ભલે ગમે તેટલાં કડક કે ગુસ્સાવાળા હોઈએ પણ અંદર તો અમને પણ પરિવાર માટે પ્રેમ અને લાગણી હોય છે ફર્ક એટલો હોય છે કે અમે બતાવી નથી શકતાં."
આરાધ્યા ફક્ત બોલી, "હા પપ્પા."
" આરાધ્યા તું કેમ ખુશ નથી, કહીશ મને બેટા??"
આરાધ્યા : ના પપ્પા એવું કંઈ નથી હું ખુશ જ છું. આ તો તમારી તબિયત વધારે ખરાબ થઈ ગઈ હતી એટલે ચિંતામાં આવી ગઈ હતી થોડી.
" બેટા હું તારો બાપ છું. હવે તો હું સરસ ઘોડા જેવો થઈ ગયો છું. પણ હવે જે હોય તું મને સાચું બધું જણાવ તને મારા સમ છે. "
આરાધ્યા કંઈક બોલવાં જાય છે પણ અચકાય છે. પછી બોલે છે જે વાત માટે તમે રાજી નથી એ વાત કરવાનો કોઈ જ અર્થ નથી.
પપ્પા: મને કહે શું તફલીક છે ?? મને ખબર છે તું પહેલાં પણ એ છોકરાને મળતી હતી પણ આટલી ઉદાસ ક્યારેય નહોતી રહેતી. પણ હમણાંથી ઘરે આવ્યાં પછી તું બહું ઉદાસ રહે છે.અને તું પેલાં દિવસે કહેતી હતી ને એ શું નામ હતું એ છોકરાનું એ મળતો નથી. તો એ આવ્યો કે નહીં ??
" અપુર્વ...ના પપ્પા એ હજું સુધી મળ્યો નથી."
આરાધ્યા નાં પપ્પા બોલ્યાં, " શું વાત કરે છે આજે તો ચારેક દિવસ થવા આવ્યાં...તો એ લોકોએ પોલીસ કમ્પ્લેઈન ન કરી ??"
" નાં પપ્પા બધે તપાસ કરી. પણ આ વાત કંઈ અલગ છે...પણ કદાચ હું કહીશ તો તમે એનાં પર વિશ્વાસ નહીં કરો."
આરાધ્યાનાં પપ્પા બોલ્યાં, "એવું શું છે કે મને વિશ્વાસ ન થાય??"
આરાધ્યાએ લીપીને શરૂં થયેલી તફલીકથી માંડીને અપુર્વનું ગાયબ થવું ને અત્યારે અન્વયને લોકો શોધવાં ગયાં છે ત્યાં સુધીની બધી જ વાત કરી.
આરાધ્યાનાં પપ્પા તો અવાક થઈને ઊભાં જ રહી ગયાં.... થોડીવાર કંઈ બોલ્યાં નહીં.
" મેં કહ્યું હતું ને પપ્પા કે તમે આ વાતમાં વિશ્વાસ નહીં કરો એટલે જ મારાં કહેવાનો કોઈ અર્થ નહોતો."
થોડીવાર પછી તેઓ બોલ્યાં, " આરાધ્યા એ લોકો કઈ જગ્યાએ ગયાં છે એ તને ખબર છે ??"
" મને ચોક્કસ તો નથી ખબર પણ અન્વયભાઈના હાથમાંથી કદાચ એ કાગળ પડી ગયું હતું એ કાગળ છે મારી પાસે. એને મે સાચવીને મારાં ડ્રોઅરમાં મુકી દીધું છે. હું તમને બતાવું."
આરાધ્યા ચાવી લઈને એ ડ્રોઅર ખોલે છે. અને કાગળ કાઢવાં જાય છે તો કોઈ કાગળ જ નથી. તે આખું ડ્રોઅર ફેંદી દે છે પણ કંઈ જ મળતું નથી.
"શું થયું બેટા કાગળ નથી મળતું ?? તે ક્યાંય બીજે ના મુકી દીધું હોય."
" પપ્પા ના મેં મારી જાતે જ મુક્યું છે અને એની ચાવી ફક્ત મારી પાસે જ છે. કદાચ એ આત્મા એવું ન ઈચ્છતી હોય કે આપણે ત્યાં પહોંચીએ."
આરાધ્યાનાં પપ્પા રૂમમાંથી બહાર ગયાં. કોઈની સાથે ફોન પર વાત કરી. ને ફરી પાંચ જ મિનિટમાં પાછાં આવીને બોલ્યાં, આરૂ...ચાલ મારી સાથે. હાલ જ જવાનું છે.....
***************
અન્વય, અપુર્વ અને લીપી એનાં મમ્મીપપ્પાના આશીર્વાદ લઈને ભારે હૈયે હવેલીમાંથી બહાર નીકળે છે....થોડે ચાલીને એ લોકો ગાડીમાં બેસે છે...અન્વય ગાડીમાં બેસીને બુક ખોલે છે...અને ક્યાં જવાનું છે એ માટે જોવે છે..આ પુસ્તકમાં એક જો ને આગળનાં પેજ બહું જુનાં છે પણ પાછળ જઈએ એમ એ પેજ નવાં થતાં જાય છે આવું અજીબ પુસ્તક પહેલીવાર જોવે છે.
અપુર્વ : " ભાઈ આપણે આ એરિયામાંથી બહાર નીકળી જઈએ પછી એ જોઈએ. અહીં ઉભાં રહેવું ખતરાની જરાં પણ બાર નથી."
અન્વય બંધ કરવાં જાય છે ત્યાં છેલ્લું પેજ ખુલ્લું રહી જાય છે ત્યાં મોટાં કાળાં અક્ષરે લખ્યું છે, " Evil of the Earth....Dr.Veer Ahuja..any way kill him...our soul become free"
અપ્પુ આ ડૉ. આહુજા નામ ક્યાંય સાંભળેલું છે એવું કેમ મને લાગે છે ??
અપુર્વ: એવું તો મને પણ લાગે છે ભાઈ ચાલને બહાર જઈએ ત્યાં સુધી વિચારીએ અને એમાં કંઈક તો હશે જ એમનાં સુધી પહોંચવાનો રસ્તો....એમ કહીને અપુર્વ ગાડી બહાર લઈ લે છે . બહાર રોડ પર આવતાં જ અન્વય બોલ્યો, "મને યાદ આવી ગયું એ કોણ છે....." હવે તો એણે મરવું જ પડશે...
કોણ હશે ડૉ.આહુજા ?? અન્વય કઈ રીતે એમને ઓળખતો હશે ?? એવું તો હશે કે ડૉ આહુજાને મારવાથી એ આત્માને મુક્તિ મળી શકે ?? આરાધ્યાના પપ્પા શું તેને મદદ કરશે અપુર્વ માટે ?? એ આરાધ્યાને ક્યાં લઈ ગયાં હશે ??
જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૨૮
બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.