Preet ek padchaya ni - 25 in Gujarati Horror Stories by Dr Riddhi Mehta books and stories PDF | પ્રિત એક પડછાયાની - ૨૫

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રિત એક પડછાયાની - ૨૫

અન્વયને ગાડી ચલાવતાં જાણે આજે થાક લાગી રહ્યો છે...ભલે ગુજરાતથી દુર જવાનું છે મહારાષ્ટ્ર.તો પણ જાણે ગાડી આગળ વધતી જ નથી કે પછી રસ્તો કપાતો જ નથી એવું લાગી રહ્યું છે.બંને જણાં ગાડી ડ્રાઈવ કરે છે વારાફરથી.

વચ્ચે એ લોકો થોડું જમવા માટે રોકાય છે. લીપી તો વચ્ચે મન થાય તો બોલે ને નહીં તો સુઈ જાય....અન્વયને લીપી સાથે આવી રીતે લાંબા રૂટ પર જવાની સૌથી વધારે મજા આવે કારણ એ આખો દિવસ બોલતી રહે...અને સાથે મજાક અને રોમાન્સ પણ. એટલે એ ડ્રાઈવ કરતાં જરાય બોર ન થાય. આજે લીપી ચુપ છે.. દીપાબેન અને નિમેષભાઈ કદાચ ટેન્શનને કારણે ચુપ છે...વળી ઘણી મનમાં રહેલી વાતો લીપીને કારણે અત્યારે બોલી શકતા નથી....

*****************

સવારનાં ચાર વાગ્યા છે. હજું અંધારું છે. નેરલ તો પહોંચી ગયાં છે.... હજું તો "દીદાર હવેલી" પહોંચવાનું છે. એ સમયે તો સુમસામ હોય બધું એટલે એ રેલવે સ્ટેશન પાસે જવાનું વિચારે છે... ત્યાં થોડી ઘણું પબ્લીકની અવરજવર શરૂ થઈ છે... ત્યાં એક સામે નાનકડી હોટલ જેવું દેખાયું...અન્વય બોલ્યો, પપ્પા હું ત્યાં સામે જતો આવું છું.

અન્વય સામે ગયો... અત્યારે તો માલિક તો હોય એવું લાગ્યું નહીં. નોકરી કરતાં બે ચાર વ્યક્તિઓ હશે. પણ રેલવે સ્ટેશન પાસે હોવાથી રાત્રે પણ થોડાં લોકોની અવરજવર ચાલુ રહે છે.

અન્વયનાં દિમાગમાં કંઈ અલગ ચાલી રહ્યું છે. તે એ કાઉન્ટર પર બેસેલા બે વ્યક્તિ સાથે થોડી વાતચીત કરવાની કોશિષ કરે છે અને એક કોફી માટે ઓર્ડર કરે છે... ઓર્ડરની રાહ જોતો તે ટેબલ પાસેથી ઉભો થઈને કાઉન્ટર પાસે આવ્યો ને વાતચીતનો દોર સાંધવા બોલ્યો, "શિયાળો છે એટલે છ વાગ્યા સુધી તો અંધારું જ રહેતું હશે ને અહીં ??"

કાઉન્ટર પર રહેલાં ભાઈ બગાસું ખાતાં બોલ્યાં," શું થાય ભાઈ ?? અમારી તો નોકરી રહી...પાપી પેટનો સવાલ છે. અમારે તો ઘડિયાળનાં કાંટે ચાલવાનું. અંધારું હોય કે અજવાળું, શિયાળો હોય કે ઉનાળો...સમય થાય એટલે આવી જવાનું ને જતાં રહેવાનું..."

અન્વય : તમે તો આટલામાં જ રહેતાં હશો ને ભાઈ ??

ભાઈ બોલ્યાં, નજીક એટલે અહીંથી દસેક કિલોમીટર જેટલું તો થાય જ...

અન્વય : એટલે મુળ તો આટલામાં જ ને. તમને એક વાત પુછી શકું??

એક ભાઈ બોલ્યાં, હા..બોલો ??

અન્વય : આ દીદાર હવેલી ક્યાં આવેલી છે ?? તમે મને જણાવી શકશો ?? મારે ત્યાં પહોંચવાનું છે...

બીજાંભાઈ એકદમ જ હસવા લાગ્યાં...ને બોલ્યાં, ભાઈ તમારૂં મગજ તો ઠેકાણે છે ને ?? "દીદાર હવેલી" ત્યાં કોઈ જતું હશે ?? એ તો ભુતોની હવેલી છે....

અન્વય : "પણ કહો તો ખરાં ત્યાં આવેલી છે ?? મારે ત્યાં કોઈને લેવાં જવાનું છે.... બધાં તેની રાહ જુએ છે."

પહેલાં ભાઈ પણ ફરી જોરજોરથી હસવા લાગ્યાં, "ભાઈ ત્યાં ગયેલું કોઈ પાછું આવ્યું છે ખરૂં ??"

અન્વય હવે ચિંતામાં આવી ગયો. સાચે જ એટલી ભયાનક જગ્યા હશે ?? તો અપુર્વ ખરેખર હવે પાછો નહીં મળે ??
થોડીવાર ચુપ રહ્યાં પછી તે મનમાં બોલ્યો, "આ વખતે તો અમે કોઈ ભુલ નથી કરી. લીપી અને અપુર્વ બંનેને સહી સલામત ઘરે આવવા જોઈએ. ભલે એનાં માટે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવો પડે...."

તે બોલ્યો, "તમે મને જે સમજો તે પણ ફક્ત એટલું જણાવી શકશો આશરે એ અહીંથી કેટલું દુર છે ?? અથવા એની નજીક કોઈ સ્થળ હોય તો ??"

બીજાંભાઈ સિરીયસ થતાં બોલ્યાં,"ભાઈ મેં સાંભળ્યું છે એ કહું છું. અહીંથી દસેક કિલોમીટર આગળ જતાં એક જંગલ વિસ્તાર શરૂં થાય છે ત્યાં ગાઢ જંગલની વચ્ચે લગભગ આ હવેલી છે...પણ એનાં કારણે જ એ જંગલ વિસ્તારનો પણ કોઈ જ ઉપયોગ નથી થતો... ત્યાં રોડ પાસેથી પણ કોઈ મોડી રાત્રે ઈવન ગાડી કે કોઈ વ્હીકલ કે બસ લઈને પણ પસાર થતું નથી....જો શક્ય હોય તો ન જ જતાં...બાકી તમારી મરજી..."

કોફી આવી જતાં અન્વય પૈસા આપીને લીપી એ લોકો પાસે પહોંચ્યો. થોડું અજવાળું પણ થવા આવ્યું છે....

અન્વય ત્યાં જઈને થોડું વિચારતાં વિચારતાં બોલ્યો, પપ્પા એકવાત કહું ?? તમને ખરાબ નહીં લાગે ને ??

નિમેષભાઈ : હા બોલને બેટા??

અન્વય: તમે અને મમ્મી ઘરે જતાં રહો.... હું અને લીપી જઈએ દીદાર હવેલી..

દીપાબેન : કેમ બેટા આવું કહે છે ??

અન્વય : મમ્મી એવું કંઈ નથી...પણ મેં અહીં તપાસ કર્યા મુજબ એ બહુ ખતરનાક જગ્યા લાગે છે...અપુર્વની આવી સ્થિતિ કદાચ એ લીપીની મદદ માટે મારી સાથે આવ્યો એટલે જ થઈ છે...હવે એને પાછો લાવવો એ મારી જવાબદારી છે. વળી મેં આરાધ્યાને એનો અપુર્વ પાછો લાવી આપવાનું વચન આપ્યું છે એ માટે લીપીને લઈ જવી જરૂરી છે...પણ હું હવે નથી ઈચ્છતો નથી કે અમારાં કારણે તમે પણ હેરાન થાવ કે હવે આ ઉંમરે નવી મુસીબતમાં મુકાવ.

નિમેષભાઈ થોડાં ગુસ્સે થતાં બોલ્યાં, અનુ તે અમને પારકાં કરી દીધાં ?? તું અને લીપી અમારાં બાળકો નથી.અને અમારાં છોકરાઓ જ અહીંયાં મુસીબતમાં હશે તો શું અમે ઘરે જઈને શાંતિથી રહી શકવાનાં છીએ...તને આવો વિચાર પણ કેમ આવ્યો...

દીપાબેન : તમે શાંત થઈ જાવ. એનો મતલબ એવો નથી.
તેમણે અન્વયને કહ્યું," બેટા હવે આર યા પાર..જે થશે એ બધાનું જ થશે....અમે તો આવશું જ..."

અન્વય પાસે હવે કંઈ બોલવાં જેવું ન રહ્યું...તે ફક્ત બોલ્યો, "સારૂં આપણે વહેલી તકે પહોંચીએ..."કહીને ગાડીમાં બેસી ગયાં.....

*****************

આરાધ્યા જેવાં અનવ્યને લોકો નીકળ્યાં કે આરાધ્યાનાં પગમાં એક કાગળ આવ્યો. તેને નીચે નમીને જોયું ને એમ કે કોઈનું કાગળ પડી ગયું હશે એમ વિચારીને એણે કાગળ ઉપાડ્યું. આ એ જ કાગળ હતો જે અન્વયને લોહીથી લખેલું કાગળનો ટુકડો જ પણ આખો કાગળ છે....

આરાધ્યા એ કાગળ વાંચ્યો ને એ સમજી તો ગઈ કારણ હજું સુધીની બધી ઘટનાઓ તેને ખબર જ છે... તેનાં હાથ ધ્રુજવા લાગ્યાં...તેને અપુર્વની વધારે ચિંતા થવા લાગી..‌પરાણે મહામહેનતે તે રૂમ તરફ પહોંચી.... રૂમમાં ડોક્ટર તેનાં પપ્પા ને ચેક કરવા આવેલા છે. તેઓએ રજા આપવાની હા કરી દીધી. સાથે ખાસ કહ્યું કે તેમને આવેલો આ એટેક બહુ ગંભીર હતો. પણ સદનસીબે આ વખતે તેમનો જીવ બચી ગયો છે. પણ હવે પછી કોઈ પણ આઘાત લાગે કે વધારે પડતું ટેન્શન ન થઈ જાય એનાથી બહુ જ ધ્યાન રાખવું પડશે... નહીં તો ફરીથી કંઈ પણ થઈ શકે છે.

પછી આરાધ્યા અને તેનાં જીજાજી એ લોકોએ મળીને બધી બીલ ને હોસ્પિટલની ફોર્માલિટીસ પતાવી દીધી....ને તેઓ ઘરે જવા રવાનાં થયાં....


******************

અન્વયને લોકો દસેક કિલોમીટર કાપીને આગળ વધતાં એક રોડ શરૂં થયો...આગળ વાહનો ને લોકોથી ધમધમતાં એ વિસ્તાર ને જાણે નજર લાગી ગઈ હોય એમ હવે આગળ કોઈ દેખાતું નથી...તો પણ બધાં ભગવાનનું નામ લેતા બધાં આગળ વધી રહ્યાં છે. કોઈ એવું વ્યક્તિ પણ દેખાતું નથી કે તેને આગળનો રસ્તો પુછી શકાય... અન્વય મોબાઈલમાં મેપ શરૂ કરે છે તો બસ આ રસ્તાથી અંદર દીદાર હવેલીનું કોઈ લોકેશન જ નથી બતાવતું....

સવારનો સમય છે... છતાં જાણે ભેંકાર વર્તાય છે.આગળ વધતાં જ એક નાનકડો થોડો કાચો પાકો રસ્તો દેખાય છે. ગાડી માંડ માંડ પહોંચશે એવું લાગી રહ્યું છે... બધાં મુંઝવણમાં છે કે અંદર ગાડી લઈને જવાય એવું હશે કે નહીં ?? મુકીને જઈએ પણ વધારે દુર હોય તો ??

આ પ્રશ્નો વચ્ચે ફરી પાછી સુઈ ગયેલી લીપી બંધ આંખે જ બોલી," લઈ જાઓ ગાડી...જશે અંદર...બસ થોડું જ ચાલવું પડશે."

અન્વયને લોકો સમજી ગયાં...આ આત્મા દ્વારા જ આપણને આપવામાં આવેલો સંકેત છે...ને એણે આગળ ગાડી ધપાવી..પણ દીપાબેન થોડાં મુંઝાયા..ને બોલ્યાં, એ આત્મા આપણને ફસાવવા તો નહીં ઈચ્છતી હોય ને ??

અન્વય : હોઈ પણ શકે એક વાત તો છે જ કે એ આપણને ત્યાં એ જગ્યાએ બોલાવવા ઈચ્છે છે. અને અત્યારે બીજો કોઈ ઓપ્શન પણ ક્યાં છે.

નિમેષભાઈ : હા તારી વાત બરોબર છે...

દીપાબેન એકદમ ઉતાવળે બોલ્યાં, જો આ રસ્તામાં અંદર જતાં કોઈ વૃદ્ધ સ્ત્રી હોય એવું લાગી રહ્યું છે.એમને પુછીએ તો??

અન્વયે એ સાંકડી કેડી પર ગાડી લઈ જઈને ગાડી ઉભી રાખી. એ સ્ત્રી ઉંધી ઉભેલી છે પાછળ ફરીને... ચહેરો ન દેખાય એ રીતે..

અન્વય નરમાશભર્યા સ્વરે બોલ્યો, "માસી દીદાર હવેલી જવાનો રસ્તો આ છે ??"

એ સ્ત્રી કંઈ બોલી નહીં, ફક્ત હાથનાં ઈશારાથી કહ્યું, આગળ જાવ...બરાબર છે.

અન્વયે ગાડી આગળ લીધીને જીજ્ઞાસાવત દીપાબેને ગાડીમાંથી જોતાં એ સ્ત્રીનો ચહેરો જોવાં પાછળ જોયું તો ત્યાં કોઈ હતું જ નહીં...

દીપાબેન : પેલી વૃદ્ધ સ્ત્રી ક્યાં ગાયબ થઈ ગઈ.એતો દેખાતી નથી પાછળ...

અન્વય : અહીં આવું બધું ઘણું આવશે....બસ આપણે હવેલી સુધી પહોંચવાનું એ જ આપણું લક્ષ્ય...

*****************

લીપી બંધ આંખોથી જ બોલી, અન્વય ગાડી અહીં જ મુકી દે...હવે ક્યાંય નહીં જાય. ચાલવું જ પડશે.

બધાંએ જોયું તો ખરેખર હવે ક્યાંય ગાડી આગળ જાય એવું નથી લાગતું. એણે ગાડી ઉભી રાખી દીધી.ને લીપીને જગાડી.

લીપી આંખો ચોળતા બોલી, "આ ક્યાં આવ્યાં છીએ આપણે ??"

હવે આ વાતથી નવાઈ અન્વયને કે બીજાં કોઈને ન લાગી. એટલે અન્વય પ્રેમથી લીપીને બોલ્યો, મેં તને કહ્યું હતું ને એ સરપ્રાઈઝ માટે આપણે જઈએ છીએ.

દીપાબેન અને નિમેષભાઈ ધીમે ધીમે એ દેખાતાં નાની સાંકડી કાંટા ઝાંખરાંળી પગદંડી જેવાં રસ્તે ચાલવા લાગ્યાં.

અન્વયે પ્રેમથી લીપીનો હાથ પકડ્યો મનમાં બોલ્યો, પ્લીઝ બકા મને માફ કરજે. મને પણ નથી ખબર કે હું આ શું કરી રહ્યો છું. તારાં જીવને જોખમમાં મુકી રહ્યો છું કે તને આ બધામાંથી મુક્ત કરવા માટે કરી રહ્યો છું...પણ હવે અહીંથી મને અપુર્વ અને લીપી બંને પહેલાં જેવાં સામાન્ય જોઈએ... કોઈ પણ ભોગે...ભલેને મારો જીવ ગમે તેટલો જોખમમાં મૂકાય...."

મનમાં ભરેલાં એ ગભરાહટ, એક અપ્રગટ રૂદન અને પ્રેમ સાથે તે લીપીને ભેટી પડ્યો ને લીપીનાં કપાળ અને ગાલ પર એક સમ્માનભરી કિસ કરીને લીપીનો હાથ પકડીને બોલ્યો, ચાલ...બકુ મારો હાથ પકડ...આ હાથ હવે ક્યારેય નહીં છુટે...કહીને ચારેય જણાં ધીમે-ધીમે આગળ વધે છે....

થોડીવારમાં જ દુરથી એ મોટી હવેલી દેખાઈ...એ હવેલી એટલી મોટી દેખાય છે કે કદાચ એક નજરે એ કેટલી મોટી હશે એ અંદાજો પણ લગાવી શકાય એમ નથી....

છતાંય થોડાં છોલાયેલા હાથ પગ સાથે બધાં પહોંચ્યા. નજીક પહોંચતાં જ હવેલીની આસપાસ મોટી મોટી મશાલો લગાવેલી છે અને ઠેર ઠેર હાડપિંજર ને ખોપરીઓ લટકાવેલી દેખાય છે....ફરી આસપાસ જોયું તો બહાર થોડાં જાળાં બાઝેલા ને વળી તેની આસપાસ મોટાં વડલાના ઝાડ દેખાયાં.

નિમેષભાઈ : આ ઝાડ પર તો જો...એક સ્ત્રી ઉંધી લટકેલી છે...એક તો ખાલી ચહેરો જ છે...

દીપાબેન : અરે અહીંયાં જુઓ... આનું તો ધડ જ નથી...આ એક સફેદ કલરની સાડીમાં, છુટ્ટાવાળમાં એક છોકરી લટકેલી છે...મને તો બહુ બીક લાગે છે...

એકદમ જ અન્વયે એક બીજાં ઝાડ સામે જોયું ને તે ઉભો રહી ગયો... તેનાં પગ થંભી ગયાં..તે ધ્રુજતાં સ્વરે બોલ્યો, અહીં... ત્યાં...સામે...અપ્પુ....!! ઝાડ પર લટકેલો.....

શું જોયું હશે અન્વયે ?? ખરેખર અપુર્વ હવે આ દુનિયામાં નથી ?? જો અપુર્વ નહીં હોય તો હવે લીપીનું શું થશે ?? તે ફરી સારી થઈ શકશે ક્યારેય ?? એ લોકો હવે બિહામણી દુનિયામાંથી ક્યારેય પાછાં ફરી શકશે ખરાં ??

જબરદસ્ત સસ્પેન્સ, રોમાંચ સાથે મળીને બહુ જલ્દીથી, પ્રિત એક પડછાયાની -૨૬ સાથે.