year 2197 in Gujarati Adventure Stories by Pankaj Bambhaniya books and stories PDF | વર્ષ 2197

Featured Books
Categories
Share

વર્ષ 2197

આલ્ફા 1 કેપ્ટન હરમાયની અને રોન
આલ્ફા 2 જેની
આલ્ફા 3 મેલ ફોય
આલ્ફા 4 હેરી
આલ્ફા 5 નેવિલ

આલ્ફા 5, આલ્ફા 3 અને આલ્ફા 4 આવી ગયા?
નહીં કેપ્ટન આલ્ફા 1, આલ્ફા 4 રડારમાં નથી બહાર છે આલ્ફા 3 મારી આગળ જ છે, ઓવર..

ઠીક છે આલ્ફા ૫ અને આલ્ફા 3 આપણે લોકો થોડીવારમાં પ્લાનેટ ડેથ પર ઉતરવાના છીએ આ એક સિક્રેટ મિશન છે પ્લાનેટ ડેથ યુનિવર્સલ નું સૌથી ભયંકર પાવર પ્લાનેટ છે તો આપણે જલ્દીથી આ મિશન પૂરું કરી અહીંયાથી નીકળી જશું આપણું એક શિપ આલ્ફા 2 ખરાબ થઈ ગયું છે અને આલ્ફા 4 રડાર ની બહાર છે તો આપણે એ બંને શિપને વિશે વધારે વિચાર્યા વિના મિશન કમ્પલેટ કરી જલ્દીથી અહીંયાથી નીકળી જવાનું છે, ઓવર...

હું છું હરમાની આ મિશનની કપ્તાન અને મુખ્ય શિપ કે જે બે લોકો વડે ચાલી શકે છે જેનું નામ છે આલ્ફા 1,

હું અને રોન એ સંભાળી રહ્યા છીએ.. અમારી સાથે ટોટલ બીજા ચાર શિપ હતા જેમાંથી અત્યારે હવે 2 શિપ રહ્યા છે એક ખરાબ થઈ ગયું છે જેની અંદર રોનની બહેન જેની હતી અને એક શિપ રડાર ની બહાર છે એ જેની અંદર હેરી હતો અમારા બધાનો ખાસ ફ્રેન્ડ સૌથી વધુ બુદ્ધિશાળી જીનીયસ અને બહાદુર પરંતુ હવે રડારની બહાર છે..

હા આ વર્ષ 2197 છે હા અમે મનુષ્ય નામની પ્રજાતી કે.જે પૃથ્વી નામનો એક ગ્રહ હતો ત્યાંના મૂળ છીએ, હાલ એ ગ્રહ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યો છે, મેં સાંભળ્યું છે કે ઘણા વર્ષો પહેલા એક સુંદર ગ્રહ હતું પરંતુ માણસોએ એને તબાહ કરી નાખ્યો છે,,,

અમે બધા પ્લાનેટ 10297 થી આવ્યા છીએ અમારા પ્લાનેટ પર અત્યારે કુલ 2020 લોકો રહે છે આ એક રિએક્ટર માંથી પાવર લેતો કૃત્રિમ ઉપગ્રહ છે અત્યારના સમયમાં આવા કૃત્રિમ રિએક્ટર વાળા ઉપગ્રહો એક સામાન્ય વાત છે જેનું પાવર સપ્લાય રિએક્ટર ગ્રહ હોય છે આ બધાનું પાવર સપ્લાય પ્લાનેટ પરથી મળતું હોય છે જે ઉપગ્રહને ચલાવવું હોય તો એના માટે પાવર પ્લાનેટ ડેથ પર જઇ રિચાર્જ કરાવવું પડે છે જો ના કરાવવામાં આવે તો એ ગ્રહ નાશ પામે છે અને એ પાવર સોર્સ વિના એ કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં કોઈપણ જગ્યાએ ખેંચાઈ જાય છે અને નષ્ટ થઈ જાય છે તો એ પ્લાન્ટને જીવંત રાખવા માટે પ્લાનેટ ડેથ પર જઈ રિચાર્જ કરવું અનિવાર્ય છે

આ ઉપગ્રહોને અપ્રુવલ આપવાનું કામ IPM કરે છે કે જે એક ઇન્ડિયાના પ્લાનેટ મેકર નામની સંસ્થાની હેડ ઓફિસ છે જેનું કામ આવા કૃત્રિમ ઉપગ્રહો ને અપ્રુવલ આપવાનું હોય છે

અત્યારે યુનિવર્સલ માં ટોટલ ચાલીસ હજાર આવા કૃત્રિમ ઉપગ્રહો IPM દ્વારા અપ્રુવલ મળીને જીવંત છે અને દસ હજાર જેટલા ઉપગ્રહો રિચાર્જ ન કરવાના કારણે નષ્ટ થઈ ચૂક્યા છે.

કૃત્રિમ ઉપગ્રહ ના નિયમો IPM ના બંધારણમાં હોય છે જ્યારે ચોક્કસ પણે પાડવા પડે છે જો એના પાડવામાં આવે તો પ્લાનેટ થી એનું પાવર ઓફ સોર્સ બંધ કરી દેવામાં આવે છે.. અને એ પલાનેટ નાશ પામે છે..

અમે લોકો હવે પ્લાનેટ ડેથ પર લેન્ડ કરવાના હતા પ્લાનેટ પર લેન્ડ કરતા પહેલા ડેથલીયન પાસે પાસ એન્ટ્રી કરાવી પડે છે ડેથલિયન પ્રજાતિ પોતાના પ્લાનેટ ને વફાદાર હોય છે અહીંયા જો જરા પણ ચૂક થાય તો ડેથેલિયન ડેથલ આપતા પહેલા વિચાર કરતા નથી એટલા માટે જ યુનિવર્સલ સૌથી ભયંકર પાવર સોર્સ પ્લાનેટ છે,

પ્લાનેટ ડેથ રિએક્ટરની અંદર માં કુલ 2000 ઉપગ્રહ આવે છે અમે લોકો આ ગ્રહ પર રિચાર્જ કરવાના બહાને એક સિક્રેટ મિશન પર આવ્યા છે.

અમારા ત્રણ શિપને એક પછી એક એન્ટ્રી મળી રહી હતી છેલ્લું શિપ આલ્ફા 5 નેવિલ ને ડેથલિયન એ રોક્યો હું સમજી ગઈ કંઈક ગરબડ છે અને હું જલદીથી ત્યાં ગઈ કારણ નેવીલ ને ડેથલ મળે એ પહેલા મેં ડેઠેલિયન સાથે એમની દેથલી ભાષા (પ્લાનેટ ડેથ ની માતૃભાષા, હું વાંચવા લખવાની શોખીન છું માટે અને યુનિવર્સલ ની કુલ 4700 બધી જ ભાષાઓ આવડે છે) માં વાત કરી પરંતુ દેઠેલિયન માનવા તૈયાર થતો નથી અને નેવિલ સજા મળશે એવું કહે છે..
એ લોકોના રડારમાં નેવિલ પાસે કંઈક બતાવે છે માટે રોક્યો છે મેં એને પૂછી રહી હતી ત્યાં ડેથલિયન એ પોતાની ડેથલોટ ગન ચાલુ કરી હું નેવિલ અને એ દેથેલિયનની વચ્ચે આવી છતાં પણ તેણે પોતાની દેથલોટ નીચે ના કરી હું સમજી ગઈ હવે મોત નિશ્ચિત છે દેઠેલિયન માનવાના નથી..

ત્યાં અચાનક જોરદાર ધડાકો થયો અને બધુ ધુમાડા માં પરિવર્તિત થઈ ગયું...

બધી બાજુ ધુમાડો હતો થોડીવાર માટે કંઈ જ દેખાતું નહોતું અને થોડો ધુમાડો ઓછો થતા જોયું તો ઘણા બધા દેઠેલીયન આવી ગયા હતા અને રેડ એલર્ટ વાગી ચૂક્યો હતો હવે અમે બધા અહીંયાના ગુનેગાર હતા... એ દેઠેલિયન મરી ચૂક્યો હતો...

હવે કોઇપણ ક્યારે પણ મરી શકે છે હું ગુસ્સા થઈ ગઈ ના કહ્યું હતું છતાં પણ કોણે આ કર્યું? આ ખૂબ મોટી ભૂલ હતી હવે આનુ પરિણામ ખૂબ ભયંકર હશે આટલા ભયંકર પ્લાનેટ પર ઘૂસી ને એ જ ગ્રહ ના વાસી ને મારી નાખો એટલે સમજવો જાણે કે પોતાના જ પગ પર કુહાડીનો પ્રહાર...
"આ એવું હતું જેમ પાણી માં જઈ ને મગર સાથે લડવું.."

હવે આ લોકો સાથે લડવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો અમે બધા લડવાના મોડમાં આવી ગયા હથિયાર ઓટોમેટેડ હતા જે એક્ટિવેટ થઈ ગયા. અને જોયું તો ઉપર હેરી અને જેની પોતાના શીપ સાથે ઉભા હતા હું ખુશ હતી જેની અને હેરી આવી ગયા પરંતુ એ ખુશી કરતાં વધુ દુઃખ અહીંયાના red alert ના કારણે હતું હવે અમે બધા લડવા માટે તૈયાર હતા..

એ જ ગ્રહ પર લડતા સમયે અમારી સાથે થોડા પરગ્રહવાસીઓ પણ જોડાયા કે.જે આ ઉપગ્રહ પર ગુલામ તરીકે જીવતા હતા કે જેમને કોઈ કારણોસર એન્ટ્રી સમયે બંદી કરીને અહીંયા ગુલામ તરીકે રાખવામાં આવેલા એ લોકો પાસે સાફ-સફાઈ અને વગેરે કામ કરવામાં આવ તા લડાઈ 17 મિનિટ સુધી ચાલી અને જ્યારે એ ગનો નો અવાજ અને બધુ થંભી ગયું ધુમાડા ના ગોતાઓ સાંત થયા...ત્યારનું દ્રશ્ય કૈક આવું હતું...

47 દેઠેલિયન ના મોત થયા અને અમારી સાથે જોડાયેલા પરગ્રહવાસીઓ માંથી 3 ના મોત થયા...
ત્યારબાદ આ લડાઈ બંધ થઈ અને થોડી વારે ipm team ત્યાં આવી પહોંચી અને બધુ જ એમણે સંભાળી લીધું
આ 47 દેઠેલિયન જ્યારે ચેક કરવામાં આવ્યા ત્યારે એમની અંદર એક રેડચીપ મળી આવી કે.જે બીજા દેથેલિયન અંદર હોતી નથી મતલબ આ કોઈ બીજા દ્વારા ઓપરેટ થતા હતા માટે પ્લાનેટ ડેથ પર આવા જુલ્મો થઈ રહ્યા હતા અને રિચાર્જ બમણા વસૂલવામાં આવી રહ્યા હતા અને આ હાઈ રેટ માં લો પાવર ને આ બધુ કરી રહ્યું હતું, તો એ કોણ હશે કે જે દેઠેલિયન ને પોતાના ઈશારા પર નચાવી રહ્યા હતા એ કોણ???? હજુ એ એક પ્રશ્ન છે...

અમારા લોકોનું મિશન હતું કે
આટલી જલદી ખતમ થતા રિચાર્જ પ્લાન અને આટલો બધો ભાવ વધારો શા માટે થઈ રહ્યો છે અને પાવર સોર્સ યુનિટ ગણત્રીમાં કટૌતી શા માટે હતી એ જાણવાનું હતું, તો આમ અમારુ આ મિશન અમારી ટીમના કોઈપણ સભ્યોના હાની વિના પૂર્ણ કર્યું,,

અમારા પ્લાનેટ ને આઇપીએમ દ્વારા આજીવન free પાવર ઓફ સોર્સ આપવામાં આવ્યું અને એક નવી સંસ્થા UPR ની રચના કરવામાં આવી જેમાં અમારા 6 નો સમાવેશ કરવામાં આવ્યો હું અને હેરી એના કપ્તાન રોન વાયસ અને બાકી બધા એજન્ટ તરીકે નિમણુક થયા...
અમારી સાથે 4 બીજા પરગ્રહવાસીઓ કે.જે ખૂબ દૂરથી આવેલા અહીંયા ગુલામ તરીકે હતા અમે એમને પણ અમારી ટીમમાં સમાવેશ કર્યો..આ 4 અલગ અલગ દિશા થી આવેલા એટલા માટે લીધા કારણ પોત પોતાની દિશા ના ગ્રહોની સંપૂર્ણ માહિતી એમની પાસે હશે એવું એમની લડાઈ સમયની બુદ્ધિચાતુર્ય થી લાગ્યું..

આ સંસ્થાનું નામ "યુનિવર્સલ પ્લાનેટ રિસર્ચર" હતું જે એક સિક્રેટ સંસ્થા બનાવવામાં આવી જેનું કામ સિક્રેટ રીતે યુનિવર્સલ ના હરેક પ્લાનેટ પર નજર રાખવી હતું...
અમે લોકો અમારા પ્લાનેટ પર આવી ગયા........

પંકજ બાંભણિયા