bevkuf kon?? - 1 in Gujarati Fiction Stories by Jimisha books and stories PDF | બેવકુફ કોણ?? - ૧

The Author
Featured Books
Categories
Share

બેવકુફ કોણ?? - ૧

ગુજરાતની ધડકન કહી શકાય એવું શહેર એટલે અમદાવાદ.દર વરસે હજારો લોકો પોતાનાં સપના લઈને આ શહેરમાં આવે,એમાં કેટલાકનાં સપના પુરા થાય તો કેટલાકનાં અધુરા રહી જાય.પણ!!હા!!એક વાત તો માનવી જ પડે કે એક વાર આ શહેરમાં આવી ને વસેલી વ્યકતીને પછી અન્ય કોઈ શહેર માફક જ ના આવે.😆😆

અન્ય યુવક-યુવતીઓની જેમ જ નિરવા પણ પોતાનાં સપનાઓની સાથે આ શહેરમાં આવે છે નોકરી કરવા માટે. M.Sc With chemistry કર્યા પછી એક દવા બનાવતી કંપનીમાં એની લાયકાત અનુસાર એને જોબ મળી જાય છે,પગાર પણ સારો એવો છે.
નિરવાની વાત કરીએ તો તે ચરોતર બાજુનાં કોઈ નાનકડા ગામડામાંથી આવતી હતી.એનું ફેમીલી મધ્યમ વર્ગનું હતું.રંગ-રૂપ એવાં કે કોઈને પણ પહેલી જ નજરમાં ગમી જાય.દુધ જેવો વાન,હરણી જેવી આંખો,ગુલાબી હોઠ,અને ગાલમાં પડતા ખંજન એની સુંદરતામાં વધારો કરતા હતા,અને એના ચહેરા પર 24*7 રહેતી એની મુસ્કાન કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી હતી.એનો સ્વભાવ આમ તો મળતાવળો,પણ ગભરું.કુટુંબના સંસ્કારોનો રંગ તો એનાં પર ચડેલો જ હતો એટલે પોતાની મર્યાદાનું ભાન એને હતું જ.પણ કહેવાય છે ને કે " આપણે સારા હોય એટલે જરૂરી નથી કે બધા સારા જ હોય."

નિરવા કંપનીમાં જે સુપરવાઈઝરનાં હાથ નીચે કામ કરતી હતી,એ સુપરવાઈઝર Mr. Thakur એક નંબરનો લંપટ,લબાડ અને કામી માનસ હતો.અરે માનસ શેનો??માનવનાં રૂપમાં એક ભુખ્યો વરું હતો,જે એનાં હાથ નીચે કામ કરતી છોકરીઓની મજબુરીનો ફાયદો ઉઠાવીને એમનો શિકાર કરતો.એમને મજબુર કરતો પોતાની શારિરીક ભૂખ સંતોસવા માટે.આ જ કારણથી કોઈ પણ સંસ્કારી છોકરી એક મહીનાથી વધુ સમય એનાં હાથ નીચે કામ નહોતી કરતી.અને કોઈનાં પણ એટલી હિંમત નહોતી કે કંપનીનાં હેડને શિકાયત કરી શકે,કારણકે એનો સાળો સરકારમાં ઊંચા પદ પર હતો.
જયારથી નિરવા એ કંપની જોઈન કરી,ત્યારથી Mr. Thakur ની નજર એની પર હતી જ,પરંતુ એને કોઈ તક નહોતી મળતી નિરવાને પોતાનાં વશમાં કરવાની.નિરવાને પોતાની નજીક લાવવાની.એટલે હવે એ વધુ ઉતાવળો બન્યો હતો નિરવાની જવાનીને માનવા માટે,નિરવાનાં હોઠોનો સ્વાદ ચાખવા માટે.
આમ ને આમ એક મહિનો વિતી જાય છે.Mr. Thakur રોજ નિરવાને જોવે તો છે,પણ કંઈ કરી નથી શકતો.પણ!!એક દિવસ એને તક મળી જ જાય છે નિરવાને પોતાની બનાવવા માટે.
બને છે એવું કે Mr. Thakur ને કંપનીની એક દવાનાં project નાં કામથી Mumbai જવાનું થાય છે અને કંપનીનાં હેડ Mr. Thakur ની સાથે નિરવાનું પણ નામ જાહેર કરે છે આ Project માટે.આ સમાચાર સાંભળીને નિરવા તો ઘણી ખુશ હોય છે અને સાથે-સાથે એનાં બોસનાં ઈરાદાઓથી અંજાન!!
બે દિવસ પછી નિરવા પોતાનાં બોસ સાથે Mumbai જાય છે.પહેલી વાર મુંબઈ જતી હોવાથી એને વ્હાઇટ કુર્તી અને બ્લેક ડેનીમ પહેર્યું હોય છે,એક હાથમાં વૉચ અને બીજા હાથમાં એક ચેઈન.આજે ખરેખર એક પરી જેવી લાગી રહી છે નિરવા.એનો બોસ એનું આવુ રૂપ જોઈને એનો દિવાનો જ બની જાય છે અને એટલે જ એનો બોસ હાથે કરીને એવી હોટલમાં ચેક-ઈન કરે છે જયા એ લોકો પાસે એક જ રૂમ ખાલી હોય,અને રાત પણ ઘણી થઈ ગઈ હોય છે અને આસ-પાસમાં બીજી કોઈ હોટેલ હોતી નથી એટલે ના છુટકે નિરવા એનાં બોસ સાથે એક જ રૂમમાં રોકાવા માટે માની જાય છે.
ફાઈવસ્ટાર હોટેલનો એ રૂમ એક આલીશાન રુમ હોય છે.રાત ઘણી થઈ હોવાથી એ લોકો સુઈ જાય છે.નિરવા બેડ પર અને Mr. Thakur સોફા પર.
બિજે દિવસે મિટિંગમાં જવાનું હોવાથી નિરવા જલદી ઉઠે છે અને જોવે છે કે એનાં સર તો હજું સુતાં છે એટલે એ જલદીથી સ્નાન કરીને તૈયાર થઈ જાય છે.ત્યા જ એનાં સર પણ ઉઠી જાય છે અને એની નજર નિરવા પર પડે છે તો એને લાગે છે કે જાણે કોઈ અપ્સરા એમની સામે ઉભી છે.ઑફ વ્હાઈટ કલરનું સ્લીવલેશ વનપીશ,પિંક કલરની લિપસ્ટીક,આછી એવી આઇલાઈનર સાથે આછો મેક-અપ,એકદમ સિમ્પલ ઈયરિંગ્સ.હાથમાં વૉચ અને પગમાં હિલ્સ.સર તો એનું આ રૂપ જોઈને મૂર્તિ જ બની જાય છે.અચાનક મનમાં જ કંઈ નકકી કરીને એ ઊભા થાય છે અને નહાવા માટે ચાલ્યા જાય છે.11:00 વાગ્યાની મિટીંગ હોવાથી 10:45એ જ બંને ત્યા પહોચી જાય છે.
આખો દિવસ મિટીંગમાં જ જતો રહે છે અને એમાં જ સાંજનાં 5 વાગી જાય છે.Mr.Thakur નિરવા સામે એક વાત રજુ કરે છે ચોપાટી દર્શનની અને નિરવા માની પણ જાય છે.અને બંને ઉપડી જાય છે ચોપાટી પર.અહીં Mr. Thakur નિરવા સાથે એક મિત્ર જેવો વ્યવહાર કરે છે એટલે નિરવા પણ એકદમ નિખાલસ બની જાય છે.બંને એક-બીજા સાથે ઘણો સમય વિતાવે છે.કયારેક નિરવાનો હાથ અજાણતા જ એનાં સરને સ્પર્શી જાય છે તો એક-બે વાર નિરવા નિર્દોષભાવે ભેટી પણ પડે છે,તો આ તરફ મિ.ઠાકુર પણ એક-બે વાર નિરવાનો હાથ અને ગાલ ચૂમી લે છે અને આ સાથે જ શરૂ થાય છે એક એવી રમત જે કોઇ એકનું જીવન કાયમ માટે બદલી નાખે છે.

(( વધુ આવતાં અંકે ))