AFFECTION - 22 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 22

Featured Books
  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

  • आशा की किरण - भाग 3

    अब जो ठीक समझो, करो,’’ बेटे ने कहा, ‘‘सेना के एक कप्तान से म...

Categories
Share

AFFECTION - 22

બહાર નીકળીને એક બાંકડા પર બેઠો..એકદમ ભિખારી ની હાલતે..અને રાત ના બાર વાગી રહ્યા હતા....અને આંખોમાં થાક કે ઊંઘ નહિ પણ પોતે કરેલા વિશ્વાસનો અફસોસ હતો...અને સનમ માટે રાહ હતી કે ક્યારેક તો મળીશું...આંસુ તો ખબર નહિ કેમ પણ મારા નીકળ્યા જ રાખતા હતા...

પહેલા તો ત્રણ ચાર કલાક એમજ બેસેલો રહ્યો...રડતો રહ્યો...પણ હવે આંસુ દેખાતા નહોતા...હવે મનમાં જ રડવાનું ચાલુ થયું...પછી એક તો બીમાર શરીર અને થાક ના લીધે તે રસ્તા ના બાંકડે જ સુઈ ગયો...સવાર ના બાજુમાં ટી સ્ટોલ હતી...તે રાજુભાઈ એ ઉઠાડ્યો...તે ઓળખીતો જ હતો...ઘણી વખત તેને ત્યાં હું ચા પીવા આવતો જ્યારે સવારે જોગિંગ માં નીકળ્યો હોવ...પહેલે તો તેને મારી ભિખારી જેવી હાલત ના લીધે ના ઓળખ્યો..એટલે મને ભગાડવા માટે ઉઠાડ્યો હતો...

me : રાજુ...યાર..શુ કરે છે તું...હું છું..કાર્તિક

પેલે તેને સરખો જોયો...પછી તે પણ વિચારમાં પડી ગયો...

રાજુ : લ્યા....કાર્તિક..તું શું ફેશન કોમ્પિટિશન માં ભાગ લેવાનો છો કે શું...હું તો ઓળખી જ ના શક્યો...

me : અબે તું તારૂ કામ કરને છાનોમાનો...નાસ્તા પાણી ની વ્યવસ્થા કર મારા માટે...અને પૈસા તો તને હાલ નહિ મળે...હું જ હાલ ભિખારી છુ...મારા મમ્મી અહીંયા થઈને નીકળે તો લઈ લેજે..

રાજુ ને દયા આવી ગઈ મારા પર...તે ફટાફટ ચા બનાવીને સાથે મસ્કાબન લઈ આવ્યો મારા માટે...અને પૈસા પણ ના માંગ્યા..પણ તેને મેં મારી વાર્તા કીધી કે કઈ રીતે હું આ હાલત માં આવી ગયો છું...હું જ્યારે મારી આપવીતી કહેતો હતો તો રાજુનો દોસ્ત અને તેની સાથે ટી સ્ટોલ સાંભળનારો અલી ત્યાં જ ઉભો હતો...તે આમ ગરમ ખૂન વાળો હતો..એ પણ મને ઓળખતો જ હતો..તે તરત જ બોલી ઉઠ્યો...

અલી : કાર્તિક યાર...તું બોવ સીધો છો...આવા પાસે તો બંદૂક લઈને જવાય અને કિસ્સો જ પતાવી નખાય...

me : ખૂન કરીને યાર આખી જિંદગી એ વાતનો અફસોસ થયા રાખે પછી...એ પ્રેમ મેળવીને પણ શું કામનો યાર...જેમાં મારે લોકો ને મારી નાખવા પડે...

અલી : દોસ્ત...પ્રેમ કોઈ દિવસ સીધી રીતે મળતો જ નથી...એક થવા માટે જીવ દેવો પડે અને જન્નત માં જઈને પણ મળી શકાય છે...અને એની જગ્યા જીવ લઈને જીવતા રહીને પ્રેમ માણવા માટે હિંમત જોઈએ અને સાચો પ્રેમ હોવો જોઈએ...

રાજુ : તું આને તારા તરીકા ના શીખવાડ...

અલી : વિચારી લે કાર્તિક...એને તને તારી લવર થી અલગ કરી દીધા...અત્યારે તે છોકરી કેટલી તકલીફ માં હશે...ફક્ત તારા લીધે કારણ કે તે જેવા તેવા લોકોનો ભરોસો કર્યો...મદદ જોતી હોય તો બોલ ખાલી...

રાજુ એ એની વાત કાપી નાખી...અને બોલ્યો...
રાજુ : તારે કોઈને ફોન કરવો જોઈએ ....કોઈ તારો દોસ્ત હોય તો બોલ હમણે કોલ કરી દઈએ...

રાજુના વચ્ચે પડવાથી અલીને લાગ્યું કે આ લોકો એની વાત નહિ માને એટલે તે ટી સ્ટોલ સંભાળવા ચાલ્યો ગયો.. મેં યાદ કર્યું...કે કોને કોલ કરું...તો થયું કે એટલા બધાના નંબર જ યાદ નથી...એકેય ફ્રેન્ડ નો નંબર જ નહોતો યાદ અને મારો ફોન તો તૂટીને ફેંકાઈ ગયો હશે ક્યાંક..મેં રાજુનો ફોન હાથમાં લઈને વિચારવાનું શરૂ કર્યું..

ફોનમાં જોયું તો 11 વાગી ગયા હતા આ લોકો ને મારી વાર્તા કહેવામાં જ...એટલે થયું કે મારી કોલેજ તો ખુલી જ ગઈ હશે અત્યારમાં...તો મેં મારી જ કોલેજ નો નંબર વેબ પર શોધ્યો અને ડાયલ કર્યો...એમાંથી અમારા એક મેડમ હતા એમની જોડે વાત કરી..અને અરજન્ટ માં મારા દોસ્ત માંથી કોઈપણ ને આ નંબર પર કોલ કરવા કહ્યું...પહેલે તો તે મારા પર જ ગુસ્સે થવા લાગ્યા કે આટલા દિવસ થી તું ગાયબ છે...મેં માંડ એમને શાંત પડ્યા....એ ઓળખીતા હતા એટલે વાંધો ના આવ્યો...અને લેક્ચર પતે એટલે વાત કરાવી દેશે એવું કહ્યું...

હું પછી બેઠો રાજુ એનો ફોન મારા હાથ માં જ રાખીને મારી સામે જ બેસી ગયો...તે એકદમ દયાભરી નજરે જોઈ રહ્યો હતો...અડધા કલાકમાં જ એક ફોન આવ્યો તો એ હર્ષ નો જ હતો...

હર્ષ : કઇ દુનિયા મા છો તું??તારા ઘરે ફોન કર્યો તો તારા બાપા એ મને ના જ પાડી દીધી કે તું એમનો છોકરો જ નથી...

me : બધું પછી સમજાવું...હાલ મારા પાસે કશું જ નથી...ફોન,કપડાં,પૈસા કશું જ નથી...બસ રસ્તા પર આવી ગયો છું...કોલેજ ને છોડ અને હાલ મને લેવા આવ..

એટલે તે કોક બીજાની બાઇક લઈને મને લેવા આવ્યો...કોલેજ થોડી દૂર હતી અમારા ઘરથી..એટલે જ હું હોસ્ટેલ માં રહેતો હતો...બે કલાક ની રાહ જોયા પછી તે આવ્યો મારા પાસે...અને અમે લોકો ત્યાંથી સીધા મારા હોસ્ટેલ ના રૂમ પર ગયા..સાંજ પડી ગઈ હતી..અને મારા હોસ્ટેલ ના રૂમ માં રાહ જોઈ રહ્યા હતા મારા બીજા બે દોસ્ત...નૈતિક અને ધ્રુવ...

મને જોઈને જ એ લોકો તો પહેલે ડરી જ ગયા કે હર્ષ કોને રૂમ માં ઉપાડી લાવ્યો...પછી હું થાકીને સોફા પર આડો પડ્યો...

નૈતિક : લગ્ન કર્યા પછી લોકો હેન્ડસમ બનીને ફરતા હોય...છોકરી સાથે હનીમૂન માં જાય...તું આ શું કરી આવ્યો...

ધ્રુવ : એને કોક નવા કપડાં આપો...નાહવા મોકલો આને..

મારા બધા કપડાં,પૈસા,લેપટોપ બધું અહીંયા જ પડ્યું હતું કારણ કે હું જ્યારે સનમ પાછળ ગયો ત્યારે ગયો પછી કોઈ દિવસ કોલેજ પણ ના ગયો અને હોસ્ટેલ માં પણ ના આવ્યો ...

પેલા બધા સવાલ કરતા રહ્યા હું અંદર જઈને...મારા કપડાં બદલાવી...નાહીને..પાછો હતો એવો હેન્ડસમ થઈને બહાર નીકળ્યો...અને ચૂપચાપ પાછો સોફા પર આડો પડી ગયો..

પેલા લોકો લાખ સવાલ પૂછતાં રહ્યા મેં ફક્ત એટલો જ જવાબ આપ્યો કે..
me : સનમ મારી ના થઇ શકી...અને ત્યાં જ રોકાઈ ગઈ...હવે બીજી વાતો કરવાનો ફાયદો જ નથી..

મારા મોઢા પર ઉદાસીનતા જોઈને એ લોકો ને પણ સમજાઈ ગયું કે હાલ હવે કાઈ પૂછી શકાય એવું છે જ નહીં...એટલે એ લોકો પણ શાંત થઈ ગયા પણ એમના મન માં પણ ઘણું ચાલતું હતું કે શું થયું હતું....

હું આ લોકો ને કહી શકતો હતો પણ પછી આ લોકો પણ સોનગઢ જવા આતુર બની જાત...અને ત્યાં તો માણસ ના ખૂન બોવ આરામથી કરી નાખે છે...પોલીસ નથી એટલે..મને થયું કે આ લોકો ને આ વાતથી દૂર જ રાખું...

મને થતું કે સનમથી દૂર રહીને હું કમ સે કમ જાનકી અને હવેલીમાં રહેતા ઘણા લોકો ના જીવ તો બચાવી શકુ છુ...સનમ દૂર રહે છે તો જીવે છે..નહિતર જો હું હમણે જાવ તો પેલો સૂર્યો પહેલેથી જ પાગલ છે...તે ખબર નહિ શુ કરી નાખે.....

મેં એ વાત ને હવે ભૂલવાનો પ્રયત્ન કર્યો...કે જવા દઈએ..પણ દરેક વાત સનમ ની યાદ અપાવવા લાગી...જેવી આંખો બંધ કરું તે જ સામે આવી જતી...રૂબરૂ તેને જોઈ શકું એવા નસીબ નહોતા લગભગ મારા. તો હવે બંધ આંખે મળવાનું ચાલુ કર્યું...હું કોલેજ તો જતો જ નહતો...બસ હોસ્ટેલ માં જ પડ્યો રહેતો...

એક અઠવાડિયું ગયું મને હોસ્ટેલ આવ્યાને...
મારુ જીવન બહુ જ યાંત્રિક બની ગયુ હતું...કોલેજ માંથી તો મને પહેલેથી એક વર્ષ માટે ઘરે રજા આપી દીધી હતી...કારણ કે મેં exam નહોતી આપી...હવે વર્ષ પછી પાછું ભણવાનું...હજુ આ સજા કેન્સલ થઈ શકે એમ હતી...મારે કોલેજ પ્રિન્સિપાલ ને વાત કરીને થોડુ સમાધાન કરવાનું હતું...પણ હું નહોતો જતો...મારો જૂનો ફોન નંબર ચાલુ કરાવી દીધો હતો.

મારા દોસ્તો મને રોજ શાંત જોતા.હું કોઈ જોડે એટલી વાત નહોતો કરતો.બસ બેઠો રહેતો એમનેમ...તે લોકો મને ઘણું પૂછતાં હું કઈ બોલતો નહિ...એક વાર નૈતિક અને હર્ષ બહાર કંઈક કામ માટે ગયા હતા અને મારા ફોનમાં એક અજાણ્યા નંબર થી ફોન આવ્યો...અને બોલ્યો,"ઓળખાણ પડે છે કે નહીં રોમિયો મારી...હવે તો યાદ જ હઇશ તને...."

એની વાત પર થી જ ખબર પડી ગઈ કે આ સૂર્યો જ છે...
me : જ્યારે મારી સામે આવીશ ત્યારે તને કોઈ નહીં બચાવે...

સૂર્યો : તને એક ખુશખબર દેવા ફોન કર્યો હતો કે સનમ અને હું હવે આવતા મહિને પરણવા જઈ રહ્યા છીએ....એ પણ વિરજીભાઈના આશીર્વાદ સાથે...તો તમને આવવા માટે કંકોત્રી મોકલાવવી હતી..પણ હજુ બનાવવા નથી આપી..પણ હા સ્થળ તો સોનગઢ જ હશે...

me : સનમ કોઈ દિવસ લગ્ન ના કરે...

સૂર્યો : એને ખાધા પીધા વગર રૂમ માં પુરાવી દીધી છે...લગ્ન શુ ના કરે..ભૂખ લાગશે તો ક્યાં જશે..વિરજી ને મારા બાપા એ ધમકી જ દઈ દીધી કે તારી છોકરી ને જીવતી સળગાવી દેશું જો અમારા ઘર ની વહું ના બની તો...કોઈને બાકી નથી મુક્યાં અમે...અને ગામવાળા માંથી જેટલા વિરજીભાઈનો સાથ દીધો એમાંથી બે ને મારી નાખ્યા એટલે બીજા બધા ચૂપ થઈ ગયા...

me : સનમ ને શુ કામ આટલું હેરાન કરે છે??સનમ ને કાઈ થવું ના જોઈએ...તું બોલ હું એ કરીશ તારા માટે...તું જાનકીને રાખીને ખુશ રહે...શુ કામ અમારા જીવન માં મુશ્કેલીઓ ઉભી કરે છે..

સૂર્યો :દિલમાં શાંતિ મળી તને તડપતો જોઈને...હું પણ આવી રીતે તડપતો હતો સનમ ને પામવા....પણ હવે નહિ...ગામ આખું મારા બાપ ના પગ નીચે આવી ગયું છે...હવે તને સનમ માટે તડપતો જોઈને મજા આવે છે...હાલ તો હું સોનગઢની બહાર આવ્યો છુ એટલે તને ફોન કર્યો...ઘરે જાવ તો ખબર પડે કે સનમ ખાધા પીધા વગર શુ કરી રહી છે..સોનગઢ મહિના પછી જઈશ..ત્યાં સુધી બાપુ બધું સાંભળશે મારા..આવું પછી હજુ તો સનમ સાથે લગ્ન કરવાના છે...પછી...છોકરા કરવાના...

me : સનમ ને હાથ પણ લગાડ્યો તો ત્યાં આવીને તારું ડોકું કાપી નાખીશ તલવારથી...
હું ઘણું જોર થી બોલ્યો...

પણ સામે છેડેથી ફોન કપાઈ ગયો...હું છતાં પણ રાડો પાડતો રહ્યો...અને પછી હોસ્ટેલ બહાર નીકળી ગયો....મારા આવી રીતે વાત કરતા ધ્રુવ જોઈ રહ્યો હતો...અને મને નીકળતો જોઈને મને બોલાવવા પ્રયત્ન કરવા લાગ્યો...

હું ગુસ્સા માં જ બહાર નીકળીને ચાલવા લાગ્યો...એમ જ..
હવે એટલો ગુસ્સો આવતો હતો કે મારા લીધે સનમ હાલ ખાધા પીધા વગર બેઠી હશે...મારી રાહ માં..બધા પાછળ હું જ છું....આંખ માંથી આંસુ પડવા લાગ્યા...શુ જોઈને હું સનમ ને ત્યાં એકલી મૂકી આવ્યો તે જ વિચાર કરવા લાગ્યો...એક પળ થયું કે પોતાને જ મારી નાખું...જે રીતે જાનકી વાત કરતી હતી...ચાલતા ચાલતા દરિયા કિનારો ક્યારે આવી ગયો ખબર જ ના પડી...અને અચાનક જ ભૂતકાળ તાજો થઈ ગયો...કેવી રીતે સનમ મારા માટે અજાણી હતી છતાંપણ રડતી હતી...આને તે દરિયા કિનારે જઈને દરિયા ને જોઈને રડતો રહ્યો...

જ્યારે બીજી બાજુ સનમ તેના પોતાના જ રૂમ માં નજરકેદ હતી...સુર્યા ના બાપે જ કહ્યું હતું એવું કરવા...ગામ માં હવે બધા સુર્યા ના બાપના લીધે સૂર્યાથી પણ ડરી રહ્યાં હતા હતા...વિરજીભાઈ હવે એકલા પડી ગયા હતા...ભલે ગમે એટલા બહાદુર હતા..પણ એમની દીકરી,જાનકી અને ગામવાળા ના જીવને ખતરા માં જોઈને તે પણ કઈ નહોતા કરતા...હજુ જાનકી નું શુ થયું એ તો ખબર જ નહોતી કોઈને...

મને દરિયા કિનારે બેસી રડતા રડતા રાત પડી ચુકી હતી...એટલે હવે બીજા લોકો મારી ચિંતા કરતા હશે એટલે ઘર તરફ જવા નીકળ્યો વિચારતા વિચારતા કે સૂર્યા ને મારો ફોન નંબર કોને આપ્યો..એટલે મેં તરત જ મારા મમ્મી ને ફોન કર્યો ઘર છોડીને ગયા પછી પહેલી વાર...મારો ફોન આવતા જ મારા મમ્મી તરત જ ધાબા પર ચાલ્યા ગયા...

મમ્મી : ક્યાં છે તું હાલ દીકરા???કેટલા ફોન કર્યા તને...કોઈ જવાબ જ નહીં...

મેં એમને સમજાવ્યા...કે હું ઠીક જ છુ...
me : કોઈએ તમારા પાસે મારો ફોન નંબર માંગ્યો હતો કે શું??

મમ્મી : હા...સૂરજ નામના તારા દોસ્તના લગ્ન છે તો બોલ્યો કે નંબર ખોવાઈ ગયા છે તો આપણા ઘરે જ આવ્યો હતો કાના ને લઈને...પણ એ કાના ને કેવી રીતે ઓળખતો હતો..એ મને નથી ખબર...

me :હા ભલે..પછી વાત કરું...

મમ્મી : હજુ પણ સનમ ને યાદ કરીને રડે છે ને તુ??એ પણ તને તારા કરતા પણ બહુ વધારે પ્રેમ કરે છે..

me : તમને બધી ખબર જ છે તો પછી શુ કામ આવી વાત કરીને ચાલુ ફોને રડાવો છો મને...
એમના આમ કહેવાથી માંડ શાંત થયેલું મન ઉદાસ થઈ ગયું..

એટલે મેં ફોન કાપી નાખ્યો અને ચાલવા લાગ્યો..અને રાત ના બારેક વાગ્યે હોસ્ટેલ ના રૂમે આવ્યો..પેલા બધા મારી જ રાહ જોતા હતા...

લગભગ ધ્રુવ એ બધું કહી દીધું હશે...પણ હું એમના સામે જોયા વગર જ નીચે જઈને બેસી ગયો...

નૈતિક : કાર્તિક દારૂ ના બાટલા લઈ આવીએ અમે...જો તને ગમ લાગ્યો હોય તો...

હર્ષ : દારૂ કઈ પીવાતા હશે યાર હુક્કો લઈ આવીએ...નવું કરીએ કંઈક..

હું એ લોકો તરફ જોયા વગર સુઈ ગયો....અને એ લોકો ને ખબર જ હતી કે આનું દિમાગ કામ નથી કરતું આજકાલ...
.
.
તે લોકો તો સુઈ ગયા પછી હું ઉભો થઈને બાલ્કની માં ગયો...અને વિચારવા લાગ્યો કે હવે શું કરવું...તો મેં પોતાને કમજોર જોયો...કે હું હાલ કશું જ કરી શકું એમ નથી...મને પોતાના પર જ ગુસ્સો આવ્યો..બાલ્કનીમાંથી પડતું મુકવાનું વિચાર્યું...પણ સનમ મારા લીધે ફસાઈ ગઇ છે...મારુ મરી જવું એ કોઈ વાત નું સમાધાન નથી..હું બેબસ લાચાર બની ગયો...મને સનમ ના જ વિચાર આવ્યા ત્યાં કે મારા વગર એ નહિ જીવી શકે..પણ હું જ મજબુર હતો કે જો હું જઈશ..તો બધા મરી જશે..મારો પરિવાર મરી જશે..કાઈ ઉપાય જ નથી મારા પાસે...એટલે હું મારી જગ્યા એ આવ્યો સોફા પર સુઈ ગયો...કારણ કે ખુલ્લી આંખે ચિંતા કરવા કરતાં બંધ આંખે સનમ ને સપના માં જોવી ઘણી સારી છે...

જ્યારે આટલી મોડી રાતે સનમ ભૂખ્યા તરસ્યા રૂમમાં બંધ હતી....તો સેજલ તેના માટે સંતાઈ ને જમવાનું લઈ આવી..અને સનમ ને આપ્યું...

સનમ : લઈ જા...મારે નથી ખાવું...ઘરમાં જ રહીને કેદ કરી રાખી છે...પપ્પા ને બોલને કે કંઈક કરે આનું...

સેજલ : તમને ખબર તો છે કે હવે આમને મારી નાખો તો જ ઉપાય થાય...એના સિવાય બીજો ઉપાય જ નથી...નહિતર આપણે મરી જવું પડે..પણ આમનું ખૂન કોણ કરે?હત્યારા ની હત્યા કોઈના કરે સનમબેન...તમે જમી લો...શરીરમાં તાકત તો હોવી જોઈને...

સનમ : કાર્તિક આવશે...મને લઈ જાશે...

સેજલ : સનમબેન તે ના આવે....અહીંયા તેનું કામ નથી..તમે તમારા નસીબ નો સ્વીકાર કેમ નથી કરતા...

ગુસ્સા માં આવીને સનમે જમવાની ડિશનો ઘા કર્યો..અને નોકરો જાગીને રૂમમાં આવ્યા...અને સેજલને પકડીને બહાર લઈ જવા લાગ્યા...કારણ કે તે સંતાઈને સનમને જમવાનું દેવા આવી હતી...

સનમ : એ આવશે...એને આવું જ પડશે.....મેં પ્રેમ કર્યો છે એને....તે ભાગી ના શકે મને મૂકીને...હું આજે પણ તેના નામનુ મંગળસૂત્ર ગળામાં રાખું છું...

એમ કહીને બોલતા બોલતા જ તે રડવા જેવી થઈ ગઈ....અને પેલા સુર્યા ના માણસોએ બારણું બંધ દઈ દીધું અને સેજલ પણ દુઃખી થઈને ત્યાંથી જતી રહી...પણ સનમ બંધ દરવાજા પાછળ તેનું ગળું ફાડી ને બોલતી રહી..કે મને જવા દો..કાર્તિક પાસે...

વિરજીભાઈ એમની છોકરી ની ચીસો સાંભળતા સાંભળતા પોતાના મર્દ હોવાને જ શંકા કરી રહ્યા હતા કે....આજે મારા જેવો બાપ કોણ હશે કે જે પોતાની છોકરી ને જ કોઈ બીજા ના લીધે તકલીફ આપી રહ્યો છે...તેમના મન માં પણ આત્મહત્યા જ ફરતી હતી...કારણ કે એ પણ મારી જેમ જ બેબસ હતા...એમને પોતાના જ રૂમ માં પંખા પર દોરડું લટકાવ્યું ફાંસો ખાવા...અને ઉપર ચડીને સનમ વિશે વિચારવા લાગ્યા...પણ પછી સનમનું શુ થશે એ વિચારીને તે પણ રડી ઉઠ્યા....અને પાછા ઉતરી ને દોરડું કાઢી નાખ્યું..
.
.
.
.


💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik