અગ્નિપરીક્ષા-૧૪ ઋણાનુબંધ
અનેરી ને ફોન પર રડતી સાંભળ્યા પછી મારા મામા અને મામી ને ખૂબ ચિંતા થવા લાગી હતી. બંને વિચારી રહ્યા હતા કે, "શું થયું હશે અનેરી જોડે. શું આપણે નીરવ કુમાર જોડે વાત કરીએ?"
તેઓ વિચારી જ રહ્યાં હતાં ત્યાં જ ફરી ટેલિફોન ની રીંગ વાગી. એમને થયું કે કદાચ અનેરી એ જ ફરી ફોન કર્યો હશે. એ દોડતાં ત્યાં પહોંચ્યા અને એમણે ક્ષણ ની પણ રાહ જોયા વિના તરત જ ફોન ઉપાડ્યો.
"હેલ્લો, પપ્પા જી. હું નીરવ બોલું છું." સામે છેડેથી નીરવ નો અવાજ સંભળાયો. નીરવ નો અવાજ સાંભળીને તરત જ મારા મામા બોલી ઉઠ્યા, "શું થયું છે અનેરી ને નીરવ કુમાર. થોડી વાર પહેલાં જ અનેરી એ ફોન કર્યો હતો. પણ એ માત્ર રડી જ રહી હતી. એણે કશું કહ્યું નહીં એટલે એમને એની ચિંતા થવા લાગી હતી. ત્યાં જ તમારો ફરી ફોન આવ્યો. "બધું બરાબર તો છે ને? મારા મામાએ પૂછ્યું.
"ના, પપ્પા જી. બધું બરાબર નથી. શું તમે આવતી કાલે અમદાવાદ આવી શકશો? હું ખૂબ અગત્યની વાત કરવા ઈચ્છું છું."
"કાલે જ બેટા, એવું તે શું બની ગયું છે કે તમે આમ અચાનક અમદાવાદ આવવાનું કહી રહ્યાં છો?" મારા મામાએ જમાઈ ને પૂછ્યું.
"ફોન પર બધી વાત થાય તેમ નથી. હું રૂબરૂમાં જ અમુક વાત કરવા ઈચ્છું છું. જો બની શકે તો કાલે જ આવી જાઓ." નીરવે કહ્યું.
"ઠીક છે દીકરા. અમે બંને આવતીકાલે ત્યાં આવીએ છીએ." એટલું કહી મામા એ ફોન મૂકી દીધો અને મામી ને સામાન પેક કરવા કહ્યું. અને સૂરીલી ને કહ્યું કે, અમે બંને આવતી કાલે સવારે અમદાવાદ અનેરી ના ઘરે જઈ રહ્યાં છીએ. આમ તો સૂરીલી એ ફોન પર ની એક તરફની વાત તો સાંભળી જ હતી એટલે એને અંદાજ તો આવી જ ગયો હતો કે, જરૂર અનેરી જોડે કંઈક તો બન્યું જ હશે. નહીં તો આવી રીતે મમ્મી પપ્પા આમ અચાનક અમદાવાદ જાય નહીં. એને પણ હવે અનેરી ની ચિંતા થવા લાગી હતી.
શું બન્યું હશે અનેરી જોડે?
*****
દેવિકા હવે ડૉ. અંતરિક્ષ ના ક્લિનિક માં સેટ થવા લાગી હતી. હવે એ પુરી રીતે ટ્રેઈન થઈ ચૂકી હતી. હવે એ એકદમ ચૂસ્ત વૈદ્ય બની ગઈ હતી. ડૉ. અંતરિક્ષ ને એક દીકરો પણ હતો. જેનું નામ હતું પ્રલય. પ્રલય એના નામ પ્રમાણે જ ગુણો ધરાવતો હતો. એ જ્યાં પણ જાય ત્યાં કયારેય પ્રલય આવ્યા વિના રહેતો જ નહીં. આમ તો એ પોતે પણ ડૉક્ટર જ હતો પણ એને ડૉક્ટરી માં બિલકુલ રસ નહીં. એને તો માત્ર ગિટાર વગાડવું ગમતું. એના પપ્પા બહુ કહે ત્યારે ક્યારેક એ એમના ક્લિનિક આવતો અને બેસતો. આજે પણ એ આવી જ રીતે ક્લિનિક પર આવ્યો હતો.
ક્લિનિકમાં એણે દેવિકા ને જોઈ એટલે એને એના પપ્પાને પૂછ્યું, "પપ્પા, આ છોકરી કોણ છે? આને તો પહેલાં ક્યારેય નથી જોઈ."
"એ ડૉ. દેવિકા છે. ટ્રેઇનિંગ માં આવી છે. હમણાં જ B.A.M.S. પૂરું કર્યું છે." ડૉ. અંતરિક્ષ એ દેવિકા ને પોતાના પુત્રનો પરિચય કરાવતા કહ્યું," આ ડૉ. પ્રલય છે. મારો દીકરો દેવિકા."
"હાય પ્રલય." દેવિકા એ કહ્યું અને એના તરફ હાથ લંબાવ્યો.
"હાય દેવિકા" પ્રલય એ પણ દેવિકા જોડે હાથ મિલાવ્યો.
શું આ બંને ની મુલાકાત સાથે કોઈ ઋણાનુબંધ જોડાયેલા હશે?
*****
બીજા દિવસની સવાર પડી. મારા મામા અને મામી હવે અમદાવાદ જવા માટે ટ્રેઈન માં બેસી ગયા હતાં. એ બધો સમય બંને એ ખૂબ અજંપા માં વિતાવ્યો. સાંજ પડતાં અમદાવાદ આવી ગયું. બંને રીક્ષા કરી અનેરી ના ઘરે પહોંચ્યા.
એમણે ડોરબેલ વગાડી. અનેરી એ દરવાજો ખોલ્યો. સામે પોતાના માતા પિતાને જોઈ ને અનેરી એમને ભેટી ને ધ્રુસકે ધ્રૂસકે રડવા લાગી.
શું થયું હશે અનેરી જોડે? શા માટે અનેરી રડી રહી હતી? શું બન્યું હશે? શું એક ઓર અગ્નિપરીક્ષા આવી રહી હતી એના જીવનમાં?
*****