આ તરફ હોટેલ પર પરત ફરી એજાજ કાસીમ સાથે થયેલી વાતચીત હુસેન અલીને જણાવ્યું એ ઉપરાંત એ પણ જણાવ્યું કે આ બંને ને રાત્રે મોડેથી આપણે તેના ગોદામ પહોંચાડીશું. એ માટે આપણે પહેલા બે મોટી બેગ ની વ્યવસ્થા કરવી પડશે. જેથી અહીંથી બહાર નીકળવામાં આપણને સરળતા રહે. એજાજે મહમદ ને એ બેગ લઇ આવવા જણાવ્યું સાથે જમવાનું પણ લઈ આવવાનું કહ્યું જેથી હોટેલ પર જમી શકાય. મહમદ બેગ તેમજ જમવાનું લેવા માટે બહાર નીકળ્યો. બરોબર તેના થોડા સમય પહેલા જ પાર્થ અને બધા મિત્રો જમવા માટે નીકળ્યા હતા. મહંમદ ઝડપથી બજારમાં ગયો ત્યાંથી તેને બૅગ ની ખરીદી કરી તેમ જ જમવાનું લીધું હોટેલ પર પરત ફર્યો. પરત ફર્યા બાદ બધાએ જમ્યું જમ્યા બાદ થોડીવાર માટે બધા આરામ કર્યો. એલાર્મ વાગતા જ બધા ઉઠ્યા.નાસીરે રાજ તેમજ અંકિતને ફરીથી બેહોશીનું ઇન્જેક્શન આપ્યું અને બંનેને બેગમાં નાખ્યા. બેગ મોટી હોવાથી તેમાં કંઈ તકલીફ પડી નહીં. એ વ્યવસ્થિત પેક થઈ ગયા બાદ મહમદ એજાજ ખાન તથા નાસીર બેગ લઈને બહાર આવ્યા આ સમય દરમ્યાન અવાજ થવા થી પાર્થે કી હોલમાંથી એ બધાને જોયા ત્યારબાદ તેણે ઉઠાવ્યો તૈયાર થવા કહ્યું બંને તૈયાર થઈ નીચે પહોચ્યા ત્યારે એજાજ નાસિર સાથે હોટલના ગેટ પાસે ઉભા હતા.કેયુર એ રિસેપ્શન કાઉન્ટર પર જઇ એક બાઇક માગ્યું ત્યારે રિસેપ્સનિસ્ટ પૂછ્યું કે “સર આ સમયે બાઇક જોઈએ છે?”
“મારે અત્યારે એક મિત્રને ત્યાં જવાનું છે. તેનો ફોન આવ્યો હતો એટલે અર્જન્ટ છે.” પાર્થ
રિસેપ્શનિસ્ટ ને થોડુંક શંકાસ્પદ લાગ્યુ પરંતુ તેને પાર્થને બાઈકની ચાવી આપી. પાર્થ પાર્કિંગમાંથી બાઈક લઈ આવ્યો. તેણે કેયુર ને થોડે દૂર ઉભા રહેવા માટે જણાવ્યું હતું. જ્યાં સુધીમાં પાર્થે બાઈક લીધું ત્યાં સુધીમાં એજાજ મહમદ અને નાસિર ત્યાંથી નીકળી ગયા હતા.પાર્થે કેયૂરને મોબાઇલમાં લોકેશન જોઈ રસ્તો બતાવવા માટે કહ્યું. એ બંને પેલી કારની પાછળ જઈ રહ્યા હતા. રસ્તો થોડે આગળ સુધી વ્યવસ્થિત હતો પરંતુ ત્યાં આગળ થી જંગલ શરૂ થતું હોવાથી તે રસ્તો ખાડા ખબડા વાળો શરૂ થયો. જેથી કારની ઝડપ માં ઘટાડો થયો.પાર્થે પણ બાઈક ની ઝડપ ઘટાડી સાથે સાથે હેડ લાઈટ પણ ઓફ કરી જેથી તેઓને શંકા ન જાય કે કોઈ તેનો પીછો કરે છે લાઇટ બંધ હોવાને કારણે પાર્થ ને બાઈક ચલાવવામાં ખૂબ જ તકલીફ પડતી હતી. તેને થોડો ડર પણ લાગતો હતો કેમકે એકતો તો આ જંગલ હતું અંધારી રાત હતી અને બાઈકની લાઈટો પણ બંધ હતી. જેથી ન કરે નારાયણ અને કોઈ જંગલી જનાવર રસ્તા વચ્ચે આવી જાય તો જોખમ ઊભું થઈ જાય. પરંતુ ભગવાન પણ તેઓની સાથે હોય એમ મુશ્કેલી વગર તે પીછો કરી શક્યાં એજાજ,મહમદ તેમજ નસીર કાસીમ ના ગોદામ થી થોડા દૂર હતા ત્યાં તેઓએ ગાડી ઉભી રાખી કારણ કે આગળ પગપાળા ચાલીને જવાનું હતું. પાર્થ અને કેયુર પણ થોડી વાર પછી ત્યાં આવી પહોંચ્યા તેણે કાર ને જોઈ. ત્યાંથી થોડે દુર બાઈક ઉભી રાખી. પાર્થે ગ્રુપમાં એ જગ્યા નું એડ્રેસ તેમજ લોકેશન પણ મોકલી આપ્યું જેથી તે બંનેને કંઈ તકલીફ પડે તો આગળની તપાસ કરવા માટે આ સહેલું રહે . ત્યાંથી બંને એજાજ ની પાછળ ચાલવા લાગ્યા. અંધારૂ હોવાથી એજાજ ટોર્ચ ના સહારે આગળ ચાલતો હતો જેથી તેને શોધવામાં ખાસ મુશ્કેલી ન પડી ચાલવા માટેનો રસ્તો પણ ઉબડખાબડ હતો. જેથી ચાલવામાં પણ થોડી મુશ્કેલી પડતી હતી. થોડી વાર ચાલ્યા બાદ કસીમ નું ગોડાઉન દેખાયું. પણ તેને કશું ખબર પડતી ન હતી કે અહીંયા આ શું છે. એજાજ,નસીર તેમજ મહમદ પેલી બંને બેગો લઈ અને કાસીમ ના ગોદામ મા દાખલ થયા. પાર્થ અને કેયૂર તો દૂર એક ઝાડ પાછળ સંતાઇ ને આ બધું જોઈ રહ્યા હતા. તેમણે આજુબાજુ નજર કરી પણ તેને અંધારૂ હોવાથી બહુ દેખાઈ રહ્યું ન હતું. આ તરફ કાસીમ ના માણસો એજાજ ને ભોંયરામાં એક રૂમ નો દરવાજો ખોલી આપ્યો. જેમાં એજાજે નાસીરને કહ્યું કે ”પેલા બંને ને આમાં બેસાડી વ્યવસ્થિત બાંધી આપે”
મહમદે રાજ તેમજ અંકિત ને બાંધી તેમના મોઢા પર પટ્ટી લગાવી આપી. ત્યારબાદ તે લોકો ત્યાંથી પરત હોટેલ પર આવવા માટે નીકળ્યા. તે લોકોને આવતા જોઈ પાર્થ તેમજ કેયુર એક ઝાડ પાછળ સંતાઇ ગયા. એ લોકો થોડે દૂર ગયા પછી પાર્થ તેમજ કેયુર બહાર નીકળ્યા.કેયુરે પાર્થ ને પૂછ્યું “હવે આપણે શું કરીશું?”