Sambandho ni aarpaar - 52 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર.... પેજ - ૫૨

The Author
Featured Books
  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

Categories
Share

સંબંધો ની આરપાર.... પેજ - ૫૨

અંજલિ ના માથા નાં દુઃખાવા નું શું કારણ હશે તે કોઈને ખબર નહોતી. અનુરાગ સર નાં કહેવાથી જ અંજુ ખાસ ડોક્ટર ને ત્યાં ચેક અપ કરાવવા જવા તૈયાર થઈ હતી, જેનાં માટે શ્લોકે એપોઈન્ટમેન્ટ લઈને રાખી હતી. પ્રયાગ,અદિતી,સ્વરા તથા અનુરાગ સર પોતે પણ અંજુ ના ચેકઅપ માટે સાથે આવ્યાં હતા.

************** હવે આગળ ************

અંજલિ નાં ચહેરા પર ચિંતા નાં વાદળો છવાઇ ગયા..મનોમન ભગવાનને પ્રાર્થના કરી...હે ભગવાન..હે અંબા માં...તમે કોના ભાગ્યમાં કેટલું આયુષ્ય લખેલું હોય છે તે તો કોઈ નથી જાણી શકતું..અને મારા ભાગ્યમાં પણ તમે શુ લખ્યું છે, તેની પણ આપને જ ખબર...
બસ...જેટલું જીવન આપો તેમાં મારા દિકરા પ્રયાગ ને હું સુખી થતો જોવા ઈચ્છું છું, અને સુખ દુઃખ માં જીવન નૈયા અંહિ સુધી પહોંચી છે, પરંતુ હવે જીવનના આ પડાવ પર હવે મારા જીવ થી વ્હાલા મારા પ્રયાગ ને થોડો સમય મારી ખુરશી સંભાળી ને સફળ થતો જોવો છે.તેના પરિવાર ને વધતો જોવો છે અને સમાજ માટે કશુ કરવું છે.બસ આતો મેં મારી ઝંખના તમને કીધી બાકી મારા જીવન ની રંગોળી માં કેવા રંગ પુરવા એતો તમે જ જાણો...
અંજલિ એ આંખો બંધ કરી દીધી...અને સ્લાઈડ કરતુ કરતુ સ્ટ્રેચર અજલિ ને લઈને સી.ટી.સ્કેનર માં પ્રવેશી ગયું. અંજુ મશીનમાં અંદર સુતા સુતા ભગવાન નું સ્મરણ કરતી હતી.બહાર સાથે આવેલા ઘર નાં દરેક સભ્યો નાં મન માં ચિંતા અને ઉચાટ થતો હતો.બધાય મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ઈશ્વર બધુ જ હેમખેમ રાખજો. ક્યારેય ઢીલાં નહીં પડેલા તથા હંમેશા કોઈપણ પરિસ્થિતિ માં અડગ અને અટલ રહેલા અનુરાગ સર પણ આજે આ પરિસ્થિતિ માં વિવશ દેખાતા હતાં. ડોકટર નું ધ્યાન પણ સતત મોનિટર પર જ હતું. એક એક વસ્તુ ને ડોકટર બારીકાઈથી જોઈ અને તપાસી રહ્યા હતા. ખુબજ ઝીણવટ ભર્યું તપાસ્યા પછી ડોક્ટર એ ડીસીસન પર આવ્યા કે અંજલિ નાં મગજ માં બધુ જ સામાન્ય છે, તેનો સતત થતો માથા નો દુઃખાવો તે કદાચ બીજા કોઈ કારણ થી હોઈ શકે છે. પરંતુ અંજુ ને ન્યુરોલોજીકલ કોઈપણ જાત ની તકલીફ નથી.
અંદર અંજુ તથા બહાર બાકી બધાય હજુ પણ ટેન્શન માં જ હતા.
બધી તપાસ નાં અંતે અંજલિ ને સ્કેનીંગ મશીન માં થી બહાર લાવ્યા ત્યારે અંજુ ની આંખો નાં ખુણામાં ભેજ બાઝી ગયો હતો. અંજુ ને ડોક્ટર ની કેબીનમાં લાવ્યા પછીથી સાથે આવેલા દરેક ઘર નાં સભ્યો ને પણ ડોકટરે તેમની કેબીનમાં બોલાવી લીધાં..અને કહ્યું ..
હલ્લો એવરીવન...ચીયર્સ એન્ડ એન્જોય...ધેર ઈસ નથીંગ સીરીયસ એન્ડ ધેર ઈસ નોટ એની કાઈન્ડ ઓફ ડેમેજ ઓર ડીફીકલ્ટીસ આઈ હેવ ફાઉન્ડ ઈન મીસીસ અંજલિ'સ બ્રેઇન. સો નો નીડ ટુ વરી એબાઉટ ઓલ. ઈટ્સ મે બી સમ અધર નોર્મલ રીઝન ઓફ હેડ એક,સી હેવ ટુ ટેક રેસ્ટ ઓન્લી.
બસ...ડોકટર ની આટલી વાત સાંભળી ને અંજુ નાં આંખ ના ખુણે બાઝેલો ભેજ પ્રવાહી બની ને વહી ગયો. પ્રયાગ તથા અદિતી એ તરતજ તેમની મમ્મી નાં માથા પર હાથ મુકીને બોલ્યા..મમ્મીજી કહીને બન્ને અંજુ ને ભેટી પડ્યા. અનુરાગ સર પણ અંજુ ની આંખો માં પરોવાયેલા એ મોતી ને જોઈને બોલ્યા..અંજુ..ભગવાન આજે પણ આપણી સાથે જ છે...આમ ઢીલા નહીં પડી જવાનું.
અનુરાગ સર ની વાત સાંભળી ને અંજુ ની આંખો માં થી અસૃ ધરા વહી ગઈ.
અદિતી એ તરતજ અંજુ ને પાણી આપ્યું...મમ્મીજી ...જુઓને કશુ તો નથી થયું આપને...તો આપ આમ રડશો નહીં..પ્રયાગ કશું બોલી નાં શક્યો ..બસ એની વહાલી મમ્મી ને ભેટી ને એક નાના બાળક ની જેમ બેસી ગયો....!!!
અંજલિ ને કશું નથી તે જાણી ને બધા નાં ચહેરા પર થી ચિંતા નાં વાદળો હટી ગયા અને બધાજ અંજુ ને લઈને ઘરે પરત આવ્યા.
અંજુ ને મન માં થોડી રાહત થઈ કે હાશ...ચલો કોઈ મેજર ઈસ્યુ નથી....પરંતુ અંજુ ને એ વાત ન્હોતી સમજાતી કે આજે તેને ઘરે થી નીકળી અને યુ.એસ.આવ્યા ને બીજો દિવસ છે પરંતુ એક પણ વખત વિશાલે તેનાં પહોંચ્યા નાં ખબર સુધ્ધા પુછી નથી..શું વાત હશે ? બધું સહી સલામત તો હશે ને ? અંજુ એ સમય જોયો કે હાલ ઈન્ડીયા માં કેટલા વાગ્યા હશે...અને વિશાલ શુ કરતા હશે ? ક્યાં હશે ??
અંજુ એ જોયુ કે હજુ ઈન્ડીયા માં એકાદ કલાક પછી થી સવાર પડશે..એટલે પોતે વિશાલ ને ફોન કરીને વહેલો ઉઠાડે તેના કરતા થોડીકવાર રહી ને વિશાલ ના ફોન કરીશ...
લગભગ બે કલાક પછી થી અંજુ એ વિશાલ ને ફોન જોડ્યો....ત્યારે વિશાલ ઘરે રેડી થઇ ને બ્રેકફાસ્ટ માટે ડાઇનીંગ ટેબલ ની ચેર પર બેઠો હતો...અને ચ્હા પી રહ્યો હતો. વિશાલ નાં મોબાઈલ પર અંજલિ નો ફોન વાગી રહ્યો હતો...
વિશાલે પોતાનો મોબાઇલ ઉપાડ્યો અને..જોયું તો અંજલિ લખાઈ ને આવી રહ્યું હતું...
ફોન ઉપાડી ને વિશાલ બોલ્યો...હા...બોલ ..શુ ખબર છે ? કેમ છેક આજે ફોન કર્યો ?? છેક હવે યાદ આવ્યું કે તારે ઘર પણ છે..
એકબાજુ હમણાં જ ડોક્ટર ની લીધેલી મુલાકાત પછી માંડ માંડ મડેલી માનસીક રાહત...અને તેમાં પાછું ફરી થી વિશાલ નાં મહેણાં...અંજુને વિશાલ નાં ભાથા માં રહેલા શબ્દ રૂપી બાણ એટલા બધા ચુભી રહ્યા હતા કે...હજુ હમણાં જ માથા માં જે વેદના થતી હતી તેના થી પણ ભયંકર વેદના હવે દિલ માં થતી હતી...
એકતો વિશાલે પોતે તો અંજુ ની ખબર લેવા માટે કે ઈવન તે હેમખેમ યુ.એસ. પહોંચી ગઈ છે કે નહીં તે જાણવા માટે પણ એકપણ મેસેજ કે ફોન કર્યો નહોતો અને તેમાં પણ...આ કડવા વહેણ નો મારો....
હે ભગવાન... શુ કહેવાનું આ માણસ ને મારે ? અંજુ ના મન માં એક ચિત્કાર ઊઠી હતી...મન મા ગુસ્સો આવી રહ્યો હતો...પરંંતુ મન ને સ્થિર કરીને અંંજુ એ મૌન ધારણ કરી લીધું. એક સન્નાટો છવાઈ ગયો અંતરમાં...
એક મિનીટ માટે કશો જવાબ નાં આપ્યો અંજુ એ..પછી શાંત અવાજે બોલી...વિશાલ તમે નાહક નાં જ નારાજ થાવ છો, હકીકત એમ છે કે અંહિ લેન્ડ થયા પછી રાત્રે એરપોર્ટ થી સર નાં ઘરે આવતા જ રસ્તા માં મારી કાર ને નાનો એકસીડન્ટ થયો હતો, જોકે ભગવાન ની અસીમ કૃપા હતી કે કોઈને વાગ્યું નથી, હા મને થોડુ માથા માં દુઃખતુ હતું એટલે ચેકઅપ કરાવી લીધુ છે...જેનો રિપોર્ટ ચિંતા જેવો નથી આવ્થો. અને એટલા માટે જ મારા થી આપને ફોન ન્હોતો થઈ શક્યો.
અંજુ ની વાત સાંભળી ને વિશાલ ને પોતાનાં વર્તન પર પસ્તાવો થયો અને શરમ પણ આવી.
ઓહહ..સો સોરી અંજુ...મને ખ્યાલ ન્હોતો..
હમમ...ઈટ્સ ઓ.કે. વિશાલ..પરંતુ તમે કેમ છો ? અંજુ ને ખરેખર પૂછવું હતુ કે મેં કદાચ આપને ફોન ના કર્યો..તો શુ તમે મારી ખબર લેવા ફોન નાં કરી શકો ?? શુ તમારી ફરજ માં નથી આવતું ? કે તમારી પત્ની આટલે દુર એકલા જ ગઈ છે તો તે પહોંચી કે નહીં...અને એને મુસાફરીમાં કોઈ તકલીફ તો નથી પડી ને ? એટલું પૂછવું કે જાણવું જોઈએ... અંજુ સમસમી ગઈ...પણ કશું જ નાં બોલી.
હા...હું તો મઝામાં છું...અંજુ...અને પ્રયાગ ?? શુ કરે છે તે ?? અને તારી વહુ ?? શું નામ હતું તેનું ??
અંજલિ ને વિશાલ સાથે વાત કરવું ગમતું જ નહોતું...આજે..પણ શુ કરે ?
બસ..પ્રયાગ મઝા માં છે...અને વહુ નહીં પણ દિકરી જ છે મારી...અદિતી.. ખુબ ડાહી અને હોંશિયાર છે તે.
ઓ.કે. સરસ...તને ફાવે એટલે બસ...વિશાલ નાં જવાબમાં ઉત્સાહ ઓછો હતો જે અંજલિ ને સ્પસ્ટ સમજાતું હતું.
હમમ...વિશાલ આઈ થીન્ક તમારે ઓફીસ જવાનું હશે ...રાઈટ ? અને મને પણ આરામ કરવો છે.. તો જો આપને વાંધો ના હોય તો આપણે પછીથી વાત કરશુ ? અંજુ ને સાચે જ આરામ કરવો હતો અને આમ પણ વિશાલ નાં જવાબો એટલા સારા નહોતાં મળતા.
ઓ.કે. અંજલિ...ફાઈન...ચલ તો ..જય અંબે...જય શ્રી કૃષ્ણ..વિશાલે રજા પણ આપી દીધી.
જી...જય અંબે..જય શ્રી કૃષ્ણ..કહીને અંજુ એ ફોન પુરો કર્યો.
અંજુ બેડ પર આરામ કરવા તકીયા પર માથું મુકી ને આંખો બંધ કરીને બેઠી..અને તેની આદત મુજબ જ સમય ની સરિતા માં ફરીથી વહેવા લાગી...એનો ભૂતકાળ હંમેશા તેનો પીછો કરતો હતો જાણે...
વિશાલ નાં હરહંમેશ એક ધાર્યા તેને અણગમતા વર્તન થી અંજલિ હંમેશા દુઃખી જ હતી, પરંતુ લગ્ન કર્યા હતા વિશાલ સાથે એટલે ચુપચાપ એ સંબંધ ને નિભાવતી હતી અને જીવતી હતી. અનુરાગ સર ને ત્યાં જ્યારે જોબ કરતી હતી ત્યારે તો તે કુંવારી જ હતી. લગ્ન ની ઉંમર તો થઈ હતી પરંતુ તેના સામાજ માં તેને યોગ્ય અને તેને ગમતો કોઈ સારો છોકરો મળતો જ નહોતો. અંજુ ને પહેલે થી જ ક્યારેય પૈસા ની લાલચ હતી જ નહીં. તેને ફક્ત તેને પોતાને સમજે તથા આજીવન પ્રેમ કરે અને પ્રેમ માંગે તેવા જ વ્યક્તિ ની શોધ હતી. પોતે તો ખુબ ભણેલી હતી અને તેમ છતાં પણ જો તેને સમજી શકે તેવો જીવન સાથી મળતો હોય તો તે આર્થિક સધ્ધરતા ની સાથે સાથે ભણતર ને પણ નજર અંદાજ કરવા તૈયાર જ હતી...પરંતુ તેનાં પરિવાર ની ખુબ મહેનત પછી પણ તેવો છોકરો તેમનાં સમાજમાં નહોતો મળતો..અંજુ ના પપ્પા ની ઘણી મહેનત નાં અંતે આખરે એક દિવસ અંજુ નાં પપ્પા ને કોઈ પરિચિત નો ફોન આવ્યો કે આપણાં જ સમાજમાં એક ધનિક પરિવાર નાં એક ના એક દિકરા માટે તમારી દિકરી નો હાથ માંગવા માટે આપણાં સમાજ ના એક વ્યક્તિ એ પૂછાવ્યું છે...શુ આપને મંજુર છે ?
એ પરિચિત એટલે વિશાલ નાં જ નાનાં જેમની પાસે થી અંજલિ ના પપ્પા જરુરીયાત ના સમયે આર્થિક મદદ મેળવતા હતા. વિશાલ નાં નાનાં તથા વિશાલ ના પુરા પરિવાર નો સ્વભાવ ખુબ કર્કશ હતો, ઘર નાં દરેક સભ્યને તેમનાં સમાજમાં વધારે પૈસાવાળા હોવાનું અભિમાન પણ હતું, વિશાલ ની મમ્મી નો સ્વભાવ તો ઘર માં સૌથી વધારે ખરાબ હતો તેની જાણ પુરા સમાજ ને હતી...આ બધી વાત અંજુ તથા તેનો પરિવાર સુપેરે જાણતો હતો...એટલે અંજુ ની પોતાની આ સંબંધ માં આગળ વધવાની તૈયારી જ નહોતી. જ્યારે અંજુ ના પપ્પા તથા મમ્મી એવુ સમજતા હતા કે તેમની અંજુ નું તો ભાગ્ય જ ઊઘડી ગયું કે આટલા મોટા ઘર માં થી તેમના જેવા સામાન્ય માણસ ની દીકરી નું માંગુ આવ્યું છે...બીજી બાજુ અંજુ નાં પપ્પા ને પોતે તેમની પાસે થી મેળવેલી આર્થિક સહાય નો બોઝ પણ હતો...એટલે શરમ માં પણ તે નાં કહી શકે તેમ નહોતાં. ખુબ લાગણીશીલ સ્વભાવની હતી અંજુ પણ આ સ્થીતી માં શુ કરવું તે વાત તે સમજી ન્હોતી શકતી..પણ એટલું જરૂર સમજતી હતી કે ભલે આ ઘર માં મને આર્થિક રીતે શાંતિ મળશે પણ માનસિક રીતે તો તકલીફ જ પડવાની છે. ખુબ લાડકોડમાં ઉછરેલી અંજુ...ઘર ભલે સામાન્ય હતું પણ તેના પપ્પા અને મમ્મી એ તેમના સંતાનો ને ક્યારેય ઓછું નહોતું આવવા દીધું.
અંજલિ ઓફીસે જતી આવતી તે દરમ્યાન માં તેને આ સંબંધ માટે હા પાડવા ઘરેથી ખુબ દબાણ થવા લાગ્યું હતું. પણ અડગ મન ની અંજુ એ તેમાં હા નાં ભરી...પરંતુ તેના પપ્પા અને મમ્મી તેને રોજે રોજ સમજાવતાં હતા.
એક દિવસે અનુરાગ સર ની હાજરીમાં જ અંજુ નાં પેરેન્ટ્સ અંજુ ને કહ્યાં વિના જ સીધા અનુરાગ સર ને મળવા પહોંચી ગયા...અંજુ તે સમયે તેની કેબીનમાં તેના કામમાં વ્યસ્ત હતી એટલે તેનું ધ્યાન નહોતું ગયું.
અનુરાગ સર પણ તે સમયે કામમાં વ્યસ્ત જ હતા પરંતુ રીસેપ્શન પર થી જાણ થઈ હતી કે અંજલિ ના પેરેન્ટ્સ આવ્યા છે અને આપને મળવા માંગે છે.
અનુરાગ સરે તેમનું બધુ કામ એકતરફ કરીને પહેલા તેમને પોતાની કેબીનમાં બોલાવ્યા...
સાહેબ...આવીએ ?? કહીને અંજુ ના પપ્પા એ અનુરાગ સર ની કેબીન નો દરવાજો ખોલ્યો. ..
અનુરાગ સર પહેલે થી શાંત તથા સૌમ્ય સ્વભાવ ના તથા નિરાભિમાની હતા...અંજુ ના પપ્પા ને જોતા જ જાતે પોતે ઉભા થયા અને દરવાજો ખોલી ને બંન્ને ને પ્રેમ થી આવકાર્યા....અને વીઝીટર ચેર પર બેસાડ્યા.
સૌથી પહેલાં પાણી આપ્યું અને પછીથી બંન્ને માટે સરસ કોફી ઓર્ડર કરી.
જી વડીલ...હવે કહો હું આપને શું મદદ કરી શકુ છું ?? એક સરળ વ્યક્તિ આના થી વધારે શું કહી શકે અથવા શુ પુછી શકે ?
સર...અંજુ ના પપ્પા બોલ્યા...
સૌથી પહેલાં તો હું દિલ થી આપની માફી માંગુ છું..કે આપની આટલી વ્યસ્તતા ની વચ્ચે પણ અને આપની એપોઈન્ટમેન્ટ લીધા વિનાં જ અમે આમ આપની ઓફીસમાં આવી ગયા છીએ...
જી નહીં...વડીલ...દરેક વ્યસ્ત માણસ પાસે એટલો સમય તો હોય જ કે તેમના પરિવાર નાં સભ્યો માટે તે સમય કાઢી શકે, અને આપ અંજુ ના પેરેન્ટ્સ છો એટલે કે અંજુ ની જેમ આપ પણ અમારા પરિવાર નાં સભ્ય જ ગણાવ..એટલે ચિંતા ના કરો અને આપની આ ઓચિંતી મુલાકાત નું રહસ્ય જણાવો.
અંજુ ના પપ્પા ને અનુરાગ સર ની વાત સાંભળી અને ખુબ આનંદ થયો અને રાહત ની લાગણી થઈ.
સર...આમ તો મન માં અમુઝણ છે કે આપને આ વાત કરાય કે નહીં. અને કરવી તો કેવી રીતે કરવી ?
વડીલ...આપ જ્યારે છેક અંહી મારી કેબીન સુધી મને મળવા માટે આવ્યા છો તો એક વાત તો નક્કી છે કે આપે મને આપના મન માં જે કાંઈ વાત હશે તે ને કહેવા માટે યોગ્ય ગણ્યો હશે...રહી વાત કેવી રીતે કહેવી તો...તેમાં પણ બહું વિચારવા જેવું નથી...આપ સરળ રીતે મને કહી જ શકો છો...મારા થી શક્ય હશે તેટલી મદદ હું આપને ચોકક્સ કરીશ જ.
જી..સર...આપનો આભાર...ખરેખર વાત એવી છે કે...અમે અંજલિ માટે અમારી જ જ્ઞાતિના એક ધનાઢ્ય પરિવાર નાં એક ના એક દિકરા ની પસંદગી કરી છે, જે છોકરો પોતે પણ ભણેલો છે અને તેને અંજલિ પસંદ પણ છે..
ઓહહહ...વેરી ગુડ...તો પછી આમાં પ્રોબ્લેમ કયો છે ?
સર..વાત એમ છે કે, અંજલિ ને આ સબંધ મંજુર નથી, અને અમારી લાખ કોશિશ પછી પણ અંજલિ આ સંબંધ માટે નાં જ કહેછે, અને અમે જાણીએ છીએ કે અંજલિ આપનું ખુબ રીસપેક્ટ કરે છે,અને આપની વાત ને તથા આપને સમજશે અને માનશે પણ...તો જો આપ...અમારા વતી થી તથા અંજલિ નાં સારા ભવિષ્ય માટે તેને સમજાવો તો...
અનુરાગ સર આખી વાત સમજી ગયા...અને આમતો તેમણે જ્યારે અંજલિ ના પેરેન્ટ્સ તેમને મળવા માટે આવ્યા છે, તે જાણ્યુ ત્યારે જ સમજી ગયા હતા...કે વાત શુ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં પણ પોતે એમની સાથે વાત કરીને સમજવા માંગતાં હતાં.
ચહેરા પર ની એક લકીર પણ ફેરવ્યા વિના જ અને હસતા મોઢે અનુરાગ સર બોલ્યા...
વડીલ...જુઓ અંજલિ મારૂં રિસપેક્ટ કરે છે તથા મારી વાત માને છે તે વાત આપની બીલકુલ સાચી જ છે,પરંતુ એક વાત આપને ખાસ સમજવી પડશે કે ફક્ત મારું માન રાખે છે એટલે અંજુ મારી વાત માને છે તે વાત સત્ય નથી..પરંતુ મારી વાત સાચી હશે અને તે અંજુ ના હીત માં હશે તો જ અંજુ માનશે...કારણકે અંજલિ પોતે ખુબ હોશીયાર અને પરિપક્વ છે . તે પોતે જાણે છે કે શુ સાચુ છે અને શુ ખોટું છે...અને હવે વાત જો ફક્ત મારા કહેવાથી અંજુ માની જશે તેમ આપને લાગતું હોય....તો હું આપના કહેવાથી ચોકક્સ એક વખત અંજુ ને વાત કરીશ અને તેને સમજીશ અને સમજાવીશ પણ ખરો, પછી જે પરિણામ આવે તે ઈશ્વર ની ઈચ્છા.
જી સર...અમે પણ એજ ઈચ્છીએ છીએ...અંજુ ના પપ્પા બોલ્યા.
હમમ...પણ વડીલ આ વાત હું આપના ભરોસે જ અંજુ ને પુછીશ, કારણકે હું તે છોકરા ને અથવા તેના પરિવાર ને ઓળખતો નથી, ફક્ત આપનાં વિશ્વાસે જ હું અંજુ ને વાત કરીશ..એટલે ભવિષ્ય માં એવું ના બને કે મારા કહેવાથી અંજલિ આ સંબંધ માટે હા કહે અને કદાચ જો અંજલિ સાચી ઠરશે અને તેને તે ઘર પરિવાર અથવા તે છોકરા ને લીધે દુઃખ કે તકલીફ વેઠવી પડશે તો તેનાં મન પર મારા તથા આપનાં બધાય માટે હંમેશા માન નહીં રહે અને કદાચ ભવિષ્ય માં આપણી વાત ને તે નાં માને તેમ પણ બને...માટે આપ બધુ જ વિચારી ને મને કહો.
સર...આપની વાત તો સાચી જ છે, પરંતુ કદાચ એવું કશું જ નહી બને...બસ આપ અમારી અંજલિ ને સમજાવો કે આ સંબંધ માટે હા જ કહે.અંજલિ ના પપ્પા જાણે હુકમ આપ્યો હોય તેવું જ લાગ્યું તે સમયે અનુરાગ સર ને...
વડીલ..ઠીક છે...આપની હાજરીમાં જ અંજુ ને અંહિ બોલાવું કે પછી હું આપના ગયા પછી અંજુ સાથે વાત કરીને આપને જણાવું ?? મારું મંતવ્ય એવું છે કે આપની હાજરી માં જો હું વાત કરીશ તો કદાચ શક્ય છે કે અંજુ ને જે રજુઆત કરવી હોય તે નાં પણ કરી શકે...તો આપ નક્કી કરો..
અંજલિ ના પપ્પા તથા મમ્મી એ એકમેકની સામે જોઈને જવાબ આપ્યો...સર અમારી હાજરીમાં જ આપ અંજલિ ને અંહિ બોલાવો તો સારૂ રહેશે...
ગુડ...ચલો...આપ કૉફી પુરી કરો...હું જરા અંજુ ને બોલાવું છુ...અનુરાગ સરે પોતાનાં ટેબલ પર રહેલા ઇન્ટરકોમ પર થી અંજલિ ને ફોન લગાવ્યો...ત્યારે અંજુ કોઈ કામ કરી રહી હતી..
ટેબલ પર ના ફોન ની રીંગ સાંભળી ના તરતજ અંજલિ એ ફોન ઉપાડ્યો...યસ સર...
અંજુ...તારૂં એક અગત્યનું કામ છે...શુ તુ થોડીકવાર માટે મારી કેબીનમાં આવી શકે છે ??
અંજલિ ના પેરેન્ટ્સ ને પણ અનુરાગ સર ની આ પોતાનાં જ કર્મચારી ને બોલાવવા ની ભાષા થી ખુભ પ્રભાવીત થયા.
જી સર...ચોકક્સ...બસ આવી..કહીને અંજુ એ ફોન મુક્યો અને પોતાની કેબીનમાં થી નીકળી ને અનુરાગ સર ની કેબીનમાં જવા નીકળી...પરંતુ રસ્તામાં જ તેનાં કલીગે અંજુ ને જણાવ્યું કે સર ને મળવા માટે તારા પેરેન્ટ્સ આવ્યા છે તથા હાલ તે પણ અનુરાગ સર ની કેબીનમાં જ બેઠા છે.અંજલિ ના ચહેરા પર આ વાત જાણી ને તેના પેરેન્ટ્સ માટે થોડીક નારાજગી પણ હતી અને તેમ છતાં પણ અંજુ હસતા ચહેરે અનુરાગ સર ની કેબીનમાં ગઈ..
બહાર દરવાજે નોક કરીને અંજુ ઉભી રહી હતી...મે આઈ કમ ઈન સર ??
અંદર થી તરત જ અનુરાગ સર નો અવાજ સંભળાયો...યસ પ્લીઝ કમ ઈન અંજુ...
અંજલિ દરવાજો ખોલી ને અંદર ગઈ ત્યારે વીઝીટર ચેર પર સામે...તેનાં પપ્પા તથા મમ્મી બંન્ને બેઠા હતા...તે અંજલિ ને જોઈને ઉભા થઈ ગયા...
યસ...અંજુ આવ..અને પ્લીઝ આપ બધા બેસો..અનુરાગ સર ની ચતુર નજર માં એક વાત આવી ગઈ હતી કે અંજલિ તેનાં પેરેન્ટ્સ આજે અંહિ આવ્યા છે તેનાંથી બહુ ખુશ નથી થઈ, અને તેમ છતાં પણ તેનો ચહેરા પર સ્મિત રાખ્યું છે.
અંજલિ તથા તેનાં પેરેન્ટ્સ ત્રણેય જણા અનુરાગ સર ની વિશાળ કેબીનમાં ગોઠવેલી વીઝીટર ચેર પર ગોઠવાયાં....!!
અંજલિ એ તેનાં પપ્પા અને મમ્મી ની સાથે વાત કર્યા વિના સીધા જ અનુરાગ સર ને પૂછ્યું...યસ પ્લીઝ સર....આપે મને બોલાવી હતી...
યસ...અંજુ..જસ્ટ હેવ સમ કોફી....
સર....ઈટ્સ ઓલ ઓ.કે. મેં ઓલ રેડી આપની તથા મારી કૉફી ઓર્ડર કરી દીધી છે,મને ખ્યાલ નહોતો કે મમ્મી અને પપ્પા પણ અંહિ આપની કેબીનમાં છે...નહીંતર....અટકી ગઈ અંજુ આગળ બોલતાં બોલતાં.
નાના...બેટા..તમે કૉફી લો...અમે ઓલરેડી હમણાં જ લીધી છે.અંજુ ના પપ્પા બોલ્યા..
ઓ.કે.પપ્પા...કહી અંજુ એ આગળ કશુ ના કહ્યું..
અનુરાગ સરે થોડાક ગંભીર કહી શકાય તેવા સ્વરે અંજુ ને કહ્યું...
અંજુ....તારા પેરેન્ટ્સ મારી પાસે એક રીકવેસ્ટ લઈને આવ્યાં છે...જો તું ઇચ્છે અને તમને બધાને અનુકુળ હોય તો જ હું આ વાત માં ઈનવોલ્વ થઉં....!!

*****( ક્રમશ:)*******