The Author Purvi Follow Current Read અધૂરપ By Purvi Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books मुक्त - भाग 11 ---------(11वा ससकरण ) ( मुक्त ) " ... क्रांति ज्योति माँ सावित्री बाई फुले सावित्रीबाई फुले जयंती"""जरूरी नहीं कि हर समय जुबान पर भगवान... Devil I Hate You - 23 और फिर वहां सोचने लगती है, ,,,,,वह सोचते हुए ,,,,,अपनी आंखों... श्रापित मनोहरपुर का नाम सुनते ही लोगों के चेहरे पर अजीब सी घबराहट आ... स्वयंवधू - 33 उलझन"कल शाम हुआ क्या था? भविष्य के लिए मुझे विस्तार से बताओ।... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Purvi in Gujarati Fiction Stories Total Episodes : 2 Share અધૂરપ (14) 1.1k 3.2k 4 કાર્તિકભાઈ રોજની માફક બગીચામાં સૌથી પહેલા હતાં. સમયના પાબંદ અને શિસ્તના આગ્રહી, એટલે બીજાની અનિયમિતતાથી હંમેશા અકળાતા. ઘડિયાળ સામે નજર કરતા, "આ 6.30 થઈ ગયાં છે છતાં કોઈ ના આવવાનાં અણસાર? સમયસર આવવામાં ક્યાં કોઈ માને છે?" કાર્તિકભાઈ અકળાઇને જાત સાથે વાત કરતા હતા. વાસુભાઈએ કાર્તિકભાઈને દૂરથી બાંકડા પર બેઠેલા જોઈ જોરથી, "ગૂડમોર્નિંગ, કેમ છો?" કહ્યું. એમના પત્ની, ગીરાબેને એમને ટોક્યા, "આમ શું તમે બૂમો પાડી બોલો છો?" "અરે, સાહેબનો ગુસ્સો ઠંડો કરવાનો અને એમના પ્રકોપથી બચવાનો પ્રયાસ છે આ." વાસુભાઈએ જવાબ આપ્યો. કાર્તિકભાઈ- " પધારો.... સમયસર આવ્યા...તમે! વાસુભાઈ - "હવે તમે તો જાણો છો, સાહેબ સવારે ઊઠવું એટલે અમારા માટે કેટલું આકરું! આ તો અમારા શ્રીમતીજીના આગ્રહને માન આપી અહીં આવીએ છીએ, બાકી આ શિયાળાની ઠંડીમાં રજાઈ છોડવી કોને ગમે? ગીરાબેન- "માન-બાન હવે રહેવા દો તમે....આ ભજીયા ને ચ્હા તમને અહીં ખેંચી લાવે છે... ચાલો..... હવે ઊભા થશો?" વાસુભાઈ- " હા, ...ચાલો.... બકરો સૂલી પર ચઢવા તૈયાર છે. કાર્તિકભાઈ, આજથી તો મારી આવી બનવાની." કાર્તિકભાઈ- "કેમ શું થયું?" વાસુભાઈ - "અરે, આ કોઈક નવું મૉબાઈલ એપ્લિકેશન અમારા શ્રીમતીજી એ ડાઉનલોડ કર્યું છે, જે તમે કેટલું ચાલ્યા એ બતાવે છે. એમને તો જોઈતું હતું ને વૈદે કીધું." ઈશાનભાઈનો પડઘમ અવાજ પાછળ થી આવ્યો, "હલો !! એવરીવન ...ગૂડ મોર્નિંગ ...." કાર્તિકભાઈ - " શું વાત! આજે તમે આટલા વહેલાં ?" ઈશાનભાઈ, બે હાથ જોડતા - "હા ભાઈ હા.. માફ કરો. સવાર સવારમાં અમારી ખેંચવાની? એટલામાં પાહિની ઈશાનભાઈને મસ્તીમાં પીઢ પર ધબ્બો મારે છે. "હાઈ, ... વાઉ.. યુ લૂક ડેશિંગ એઝ ઑલ્વેઝ" ઈશાનભાઈ - " હાઈ.. બ્યુટીફુલ..હાઉ આર યુ? યુ ટૂ લૂક ગૉર્જીયસ એઝ ઑલ્વેઝ...પણ તુું ક્યા ગાયબ થઈ જાય છે...? અવારનવાર ... કોઈ ને કીધા કર્યા વગર..." પાહિની- "બસ, અલગ દુનિયાની મુલાકાત લઈ આવું છું... આવું ના કરું તો તમને બધાં ને મારી આદત પડી જાય ને ! ખરેખર પણ બહું મીસ કરું છું તમને .... ઈશાનભાઈ - "ડીયર,હું પણ..." પાહિની ઈશાનભાઈના પત્ની, શ્રુતિબહેનના ગળે પોતાના બન્ને હાથ વીંટી, લાડ કરતા કરતા, "કેમ છો આન્ટી?" શ્રુતિબહેન - "હું મજામાં...તું કેમ છે? આવતાની સાથે તારી ને તારા અંકલ ની મસ્તી શરૂ, કેમ?.. તમે બન્ને ક્યારેય ના સુધરો...." પાહિની- આન્ટી, ક્યારેય નહીં ....આ અંકલ થોડાં વર્ષ વહેલાં આવી ગયાં, એટલે તમે ફાવી ગયાં ! બાકી તો ...આ અમારી જોડી... શ્રુતિબહેન - તારી તો.... ઊભી રહે! આ હળવાશ ની પળો જ તો બધાંને અહીં ખેંચી લાવતી હતી, બાકી મૉર્નિંગ વૉક તો એક બહાનું જ હતું . આ નિખાલસતા અને રમૂજભરી વાતોની ઊર્જાથી આખો દિવસ કેવો સરસ પસાર થઈ જાતો! એટલામાં ત્યાં એક ધીર ગંભીર જુવાન આવી બાજુના બાંકડા પર બેસે છે. પાહિનીનું ધ્યાન એની તરફ જાય છે. એ જુવાન જોયું ના જોયું કરે છે... પાહિની પણ ઝાંઝૂ ધ્યાન નથી આપતી. વાસુભાઈ - "આ કૌશિક ભાઈ દેખાયા નહીં હજી? ..ક્યાં અટકી ગયા?" ગીરાબેન - "આજે શનિવાર છે, હનુમાનજીની મુલાકાતે ગયા હશે." એટલામાં કૌશિકભાઇ પ્રસાદ લઈ આવે છે અને પ્રસાદ બધાંને વહેંચે છે... પાહિની- "આ તમારા ભગવાન સાથે મારે આરામથી ગૂફ્તગૂ કરવાની છે." ....................................................................... બધાં ચાલવા જાય છે. પાહિની રોજની જેમ ચોપડી લઈ બાંકડા પર બેસી જાય છે. શ્રુતિબહેન પાહિનીને ટકોર કરતાં, "ક્યારેક ચાલવામાં વાંધો ના આવે." પાહિની બિનધાસ્તપણે, " સોરી આન્ટી, ચાલવાનું તમને બધાં વડીલોને સોંપ્યું. હું તો અહીં તમને બધાં ને મળવા અને ચ્હા-નાસ્તો કરવા આવું છું." તે ચોપડી વાંચવા માંડે છે. છતાં એનું ધ્યાન પેલા બાજુના બાંકડા પર બેઠેલા જુવાન પર રહે છે. પાહિની સામેથી વાતની શરૂઆત કરતા - "હલો.... ગૂડમૉર્નિંગ.... હું પાહિની...તમે?? તમને પહેલા જોયા નથી. પહેલીવાર આવ્યા છો?" જુવાન એ પાહિનીની વાતમાં ખાસ રસ ના બતાવ્યો પણ ઔપચારિકતા ખાતર 'હલો' કહ્યું. એ કોઈ ગહન વિચારોમાં ખોવાયેલો જણાયો. પાહિની - "પહેલી વાર જોયા તમને અહીં. તમારું શુભ નામ?" જુવાન- "હા... (જરા અસ્વસ્થ થઇ ને...) હું પલાશ.." પાહિની- "પલાશ... કેસુડો? રાઈટ?" પાહિની- "વાંચન નો શોખ ખરો?" જુવાન- "ખાસ નહીં..." પાહિની- "ચાલવાનો?" જુવાન- "ના: પાહિની- "વિચારવાનો શોખ તો પાક્કો...હેને?" પલાશ અણગમો બતાવે છે... પાહિની કાંઈક બોલવા જાય છે, ત્યાં પલાશ એની વાત કાપતાં ..." તમને બોલવાનો શોખ ભારે લાગે છે.. તમે બધાં સાથે આટલું જ બોલો છો...?" પાહિની- "બિલકુલ...." પલાશ- "બોલી બોલીને મોઢું નથી દુખી જતું....આ..તો ખાલી જાણવા માટે..." પાહિની- "તો તો તમારું મગજ તો અતિશય દુખતું હશે, વિચાર કરી કરીને ! ન કામના વિચાર કરી કરીને પોતાના મગજની મેથી મારવા કરતાં મસ્ત વાતો કરી લોકોની મેથી મારવાનો આનંદ જ કાંઈક અલગ છે. શું માનવું છે તમારું?" પલાશ- "કે મારે હવે જવું જોઈએ...." પાહિની- "ઓ.કે.... મગજની મેથી મરાવવી હોય તો આવતા રહેજો." કૌશિકભાઇ ચાલીને આવી બાંકડે બેસે છે. પલાશને જતાં જુવે છે એટલે પુછે છે, "પાહિની,આ કોની સાથે લાગી ગઈ?" પાહિની- "અરે! અન્કલ ...કોઈ દુ:ખી આત્મા લાગે છે. અધમણનો ભાર દિલને દિમાગ પર લઈ ફરતો લાગે છે." કૌશિકભાઇ- "હશે... ચાલ બધાં ચ્હા માટે તારી રાહ જુવે છે." પાહિની - "હા...હા...ચાલો અન્કલ. ચ્હા, કવિતા, શેર-શાયરી, જોક્સ અને આપણે... આજ તો જીવનની અનમોલ ક્ષણો છે...આપણા માટે." પાહિની અને કૌશિકભાઇ ચ્હા ના ગલ્લે પહોંચે છે. કૌશિકભાઇ - "ગઈકાલે એક લખાણ વાંચવામાં આવ્યું. ખરેખર સાંભળવા જેવું છે. હું એ તમને બધાં ને સંભળાવા લઈ આવ્યો છું." બધાં એક સાથે, " ઈરશાદ..." કૌશિકભાઇ- " શિર્ષક છે- સમજાતું નથી કેમ?" સમજાતું નથી કેમ ? હતાશાના કારણ સહજતાથી કેવાં હાથ આવી જાય છે , ને ખુશીની પળો છે અગણિત છતાં હાથવગી રહી જાય છે! સમજાતું નથી કેમ ? હસવાના બહાનાં નથી જડતાં, ને રડવાના સામે મળી આવે, હાસ્ય ક્યાંક ખોવાઈ જાય છે, ને રૂદન બધે છવાઈ જાય છે, ધાર્યું કેવું કરાવી જાય છે ! સમજાતું નથી કેમ ? સુંદરતા ને શીશ ચઢાવીએ, પણ ફૂલો અહીં ચરણે ચઢાવાય! જીવનની અવગણના કરીએ, ને મૃત્યુ પાસે શ્ર્વાસ ઝંખીએ.. સાચે જ કેટલી સચોટ વાત કહી છે. આપણે દુ:ખી થવાના કારણો ગમે ત્યાંથી શોધી કાઢીએ છીએ અને સુખ સામે હોય છે છતાં એની અવગણના કરીએ છીએ. કાંઈક ન મળ્યાં નો રંજ, અઢળક મળ્યાં ના સંતોષ પર હમેશા હાવી રહ્યો છે. જે છે તે ગૌણ છે ને જે નથી એ અમૂલ્ય! બસ આ છે અધૂરપ ! ------------------------------------------------------------------ પલાશની બગીચામાં હાજરી હવે રોજની હતી. ધીરે ધીરે ગૃપમાં હળીમળી ગયો હતો. પણ પાહિની સાથે ટસલ થતી રહેતી. બન્નેની પ્રકૃતિ ભિન્ન હતી. છતાં સમય મળતા બન્ને વાતો કરવા બેસી જતાં. આમ પણ પાહિની ને કોઈની પણ સાથે ફાવતું. રોજની જેમ બધાં ચાલવા ગયાં અને પલાશ ખૂબ નિરાશ થઈ બેઠો હતો. આવ્યો ત્યારથી ગૂમસૂમ હતો. પાહિની એની પાસે જઈ બેઠી. "દેવદાસ બની કેમ બેઠો છે?". પલાશ તરત બોલી ઉઠ્યો, જો, હું અત્યારે મજાકના મૂડમાં બિલકુલ નથી. દરેક વખત બધું મશ્કરીમાં ના લેવાનું હોય." પાહિની કાંઈ બોલે એ પહેલા જ પલાશે પોતાનો બળાપો ઠાલવ્યો, " તમારે જીવનમાં કોઈ તકલીફ ન હોય માટે હસવું અને મજાક મસ્તી સરળ છે તમારા માટે, પણ બધાં ને એવું ના હોય એનો ખ્યાલ હોવો જરૂરી છે." પાહિનીને પલાશના આવા વર્તનથી થોડો ઝાંટકો લાગ્યો, પણ થોડી સ્વસ્થ થઈ કહ્યું, "સોરી, મારા કોઈ શબ્દો કે વર્તનથી તારું મન દુભાયુ હોય તો. મારી વાત જવા દે, તું તારી વાત કર. કઈ વાતની તકલીફ છે?" પાલશને પાહિની સાથે કોણ જાણે કેમ આત્મીયતા કેળવાતી લાગી. એણે થોડી હળવાશ અનુભવી. "કાંઈ નહીં. બસ, થોડો મૂડ ઢીક નથી. એય, સૉરી, મેં થોડું વધારે જ રીએક્ટ કર્યું. " પાહિની એ સહજતાથી વાત હળવી કરતાં કહ્યું, "આવું તો ચાલ્યા કરે. તે મને ક્યાં જોઈ છે રીએક્ટ કરતા. આપીશ લહાવો ક્યારેક, તૈયાર રહેજે. પ...ણ.. મને લાગે છે તું કોઈને પ્રેમ કરે છે. ફક્ત ધારણા છે...ખોટી પણ હોઈ શકું." પલાશ હસી પડ્યો, પાહિનીની આ નિખાલસતા જોઈને. પલાશની નજર બાંકડા પર બેઠેલા ગૃપ પર પડી. હાસ્ય અને વ્યંગની મહેફીલ જામી હતી. અનાયાસે એનાથી બોલાઈ ગયું, "બધાં આમ ખુશ કેમ નથી રહી શકતાં? હું તમને બધાં ને જોઉં ત્યારે થાય કે લોકો કેટલાં નસીબ વાળા હોય છે. સાચું કહું, થોડી ઈર્ષા પણ જાગે. જેને આપે છે એને ભગવાન લખલૂંટ આપે છે, પૈસો, નામ, સાથ-સંગાથ, સુખ, ઐશ્વર્ય...બધું જ! અહીં તમે બધાં કેટલું આનંદમય જીવન જીવો છો?" એટલામાં બધાં ચ્હા પીવા જવા તૈયાર થયાં એટલે પલાશે વાત વાળી દીધી અને બન્ને ચ્હાના ગલ્લે જવા ઊભાં થયાં. › Next Chapter અધૂરપ - 2 Download Our App