Safar anantpremno - 1 in Gujarati Love Stories by Dev Patel books and stories PDF | સફર અનંતપ્રેમનો - 1

Featured Books
Categories
Share

સફર અનંતપ્રેમનો - 1

આ પ્રથમ વાર્તા સાથે વાર્તાલેખનની શરૂઆત કરુ છું. હુ પ્રોફેશનલ લેખક તો નથી પણ લખાણની શરૂઆત કરી છે. જોડણી ભૂલ બદલ માફી આપવા નમ્ર વિનંતી.


સવાર પડતાની સાથે આપણી રોબોટીક જીંદગી શરૂ થઈ જાય. જેમ સમય ભગાવતો હોય એમ આપણે દોડયા કરીએ. જીવનની રોજબરોજની એ ભાગદોડમાં મન હંમેશા કોઈનો સાથ જંખ્યા કરે છે. બસ એવુ લાગ્યા કરે કે એ હોય તો દિવસની શરૂઆત કંઈક અલગ જ હોત!

બસ, આટલો વિચાર મનને વ્યથીત કરી દેવા પર્યાપ્ત હોય. પણ કહેવાય છે ને કે કુદરત કયારે શુ કરામત કરે તેની કોઈને ખબર નથી હોતી.

તો આ પ્રણયગાથાની શરૂઆત થાય છે રાજ અને માન્યતાની એક લગ્ન પ્રસંગની મુલાકાતથી જેમાં બંનેમાંથી એકપણ ને ખબર નથી કે આ જ મુલાકાત તેને અનંત પ્રેમના સાથી બનાવવાની હતી.

લગ્ન તો રાજના મોટાભાઈના હતા પણ વરરાજા કરતા રાજનો લુક વધારે આકર્ષક લાગતો હતો. રેડ શર્ટ અને બ્લેક થ્રીપીસ શૂટ, બ્લેક લેધર શૂઝ, હાથમાં ટાઈટન કેઝયુઅલ લુક વોચ, અને જમણા હાથમાં સોનાનું બ્રેસલેટ તેના લુકને પરફેકટ બનાવતુ હતુ. મધ્યમ કદ, રૂપ સોહામણું, ચહેરા પર હંમેશ છલકતું હાસ્ય એની સુંદરતાને કંઈક અલગ દર્શાવતું હતું.

તો સામે પણ દુલ્હનની બહેનપણી બનેલી માન્યતા કંઈ અપ્સરાથી ઓછી નહોતી લાગતી. એ પણ મધ્યમ કરતા થોડુ નીચુ કદ, રૂપાળો વાન, ખૂલ્લા લોંગ સ્ટ્રેટ હેર. એમાં આજે રજવાડી દેશી ભરતગૂંથણ કરેલ બ્લેક ચણીયાચોળી, કાન અને ગળામાં મેચીંગ ઘરેણું, ચહેરા પર એકદમ હળવો મેકઅપ તેને રૂપસુંદરી બનાવતુ હતું. અને આટલું ઓછું હતુ કે તેના હાસ્ય પર ગાલ પર પડતું ખંજન તેના વ્યક્તિત્વને મોહિત બનાવતું હતું.

બંનેની પ્રથમ નજરની મુલાકાત જયારે વરવધુ માળા પહેરાવે છે ત્યારે ક્ષણભર માટે થાય છે.પણ ક્ષણીક આંખનો મેળાવડો કંઈક ઈશારો તો કરી ગયો પણ ખબર ના રહી આજુબાજુની ભીડના કારણે.

અને ફરી મુલાકાત લગ્નમંડપ પાસે વરવધુ સાતફેરા લેતા હતા ત્યારે ફૂલની લેવડ દેવડ વખતે થઈ. બંને એ હાસ્ય આપ્યું અને ફરી લગ્નની મજા માણવામાં વ્યસ્ત થઈ ગયા. લગ્ન બાદ જમવામાં બંનેને સામસામે બેસવાનો વારો આવ્યો. એકમેકને હાસ્ય આપી જમવાનું શરૂ કરી દીધું.

રાજ અને માન્યતા આમ તો બંને મેચ્યોર હતે અને બંનેમાં સારી એવી સમજણ પણ હતી. બંનેના સ્વભાવ નટખટ અને જલ્દીથી હળીમળી જાય એવો હતો. આથી જમતા જમતા બંને પક્ષે રમૂજ થઈ અને હાસ્ય સાથે જમવાનું પુરુ કર્યુ. એમાં જમતી વખતે બંને ચોરીછૂપે એકમેક ને નીહાળવાનું અને જાણવાનું જ કામ કર્યુ. અને એમને લાગ્યું કે મીત્રતા કરવામાં કશું ખોટું નથી. જાણે બંનેને પોતાના મનમાં બનાવેલી એક આદર્શ પાત્રની શોધ જણાતી હતી અને એકમેકને વધારે જાણવાની ઈચ્છા જાગૃત થઈ રહી હતી.

અને વિદાયવેળા ના સમયે રાજ મળવાની તક શોધતો હતો. તેને લાગ્યું કે જો આ તક જતી રહી તો કદાચ કયારેય મેળ નહી પડે. કેમકે તેણે જાણ્યું કે માન્યતા ખૂબ સરળ અને સાદાઇથી જીવન જીવે છે. આ એન્ડ્રોઈડ ફોનના યુગમાં પણ તેના પાસે સેમસંગનો સાદો ફોન હતો. તેથી સોશીયલ મીડીયામાં તેને ગોતવું અઘરું હતું. એ તકની રાહ જોતો હતો પણ માન્યતા એ રીતે બધાથી ઘેરાયેલી હતી કે તેના સુધી પહોચી શકવાનો કોઇ રસ્તો નહોતો.

સામે માન્યતાને પણ એવું લાગતું હતું કે, જો આ તક ગુમાવી તો કદાચ ફરી કયારેય નહી મળી શકે તેથી તે પણ શોધમાં હતી. પણ તે કંઈ કરી શકે તેમ નહોતી.

તે બંને બહાના બનાવી રહયા હતા છૂટકારો મેળવી મિલનની તક મેળવવા.

શું રાજ માન્યતાને મળી શકશે? શું તેમનો પ્રેમ આગળ વધશે? શું થશે તેમના પ્રેમ ના આ આગળના સફરમાં વધુ જોઈશુ આવતા પાર્ટમાં...