Preeti Shodh in Gujarati Moral Stories by Narayan Desai books and stories PDF | પ્રીતિ શોધ

Featured Books
Categories
Share

પ્રીતિ શોધ

પાછલી રાત્રિનું ભૂરું ને સ્વચ્છ આકાશ ભયંકરબિહામણું છે. સૂમસામ રસ્તામાં ભાસતા કૂતરા . પવનની લહરખીઓ સૂસવાટાભેર અવાજ માં તમરા નો ત્રમ ત્રમ ભયંકર ભાસ કરાવે છે. પાછલી રાત્રિ નો પહોર માં રાધેશ્યામ ઘરમાં સુતા હતા ને બારણું ખોલ્યું ,ને રાધેશ્યામ ચમકયા જોયું તો લથડિયાં ખાતો ખાતો મનોહર પ્રવેશ્યો કે રાધેશ્યામ પૂછ્યું કે
"આ કંઈ ઘરે આવવાનો સમય છે"
""સૂઈ જાઓ ફિકર કર્યા વગર"
"રાત્રિ મોડા સુધી કયાં હતો કે તને સમયનું ભાન રહ્યું નહીં "
આમ રાધેશ્યામ બોલ્યા કર્યું ને મનોહર બોલ્યા વગર સીધાં પથારી વશ થઈને આડો પડ્યો.
પણ આજે બહુ ઊંડું અધ્યયન કરીને થાકેલો પ્રત્ક્ષદર્શીઓના કંઈ મળ્યું ન હોય એમ રાધેશ્યામ નિરાશ થઇ સૂઈ ગયા.
રાધેશ્યામ રેલવે વિભાગમાં નોકરી કરતા હતાં શરૂઆતની જીવનમાં લગ્ન કર્યા પછી દામ્પત્યજીવનમાં સુખ શાંતિમાં રૂપ ધારણ કર્યું સમય સારો પ્રતિસાદ સાથે પસાર થઈ ગયો હતો.
ગૃહસ્થ જીવનમાં પસાર થતા ને મનોહર જેવા દિકરાએ અવતર્યો ને જાણે ગૃહ જીવનમાં સજાવા કોઈ અલંકૃત ઘરેણું ખુદ કુદરતે આપેલી અણમોલ રત્નો પ્રાપ્ત થયું એમ ઘરની ખુશી રેલમ છેલ વહેવા લાગી.એ વહેણ માં રાધેશ્યામ કુટુંબ ખુશ હતું.!
જેમ મનોહર ની ઉંમર વધતી ગઈ એમ ચોમાસું પૂરા થતાં પાણીના નીર ઘટે એમ રાધેશ્યામ ની ખુશીની લાગણી ના વહેણ ઘટવા માંડ્યા. કારણ કે શરૂઆતી દોરમાં સ્વભાવ માં મીઠાં બોલો ને શાંત ચિંતે રહેતો . બે વાર બોલો તોજ બોલે એવી ધીરજ આવી ગઈ . ભણવામાં ધ્યાન. રાખ્યું તો પણ બોર્ડ પરીક્ષા પાસ થઈ શક્યો નહીં. તો ઘરના લોકો વિચાર્યું કે ભણવા વગર કંઈ ભૂખ્યા નહિ મરાય માટે બીજી વ્યવસાય શરૂ કર્યા. "ઝાઝા હાથ રળિયામણા" જેમાં પરિવારને થોડી આર્થિક મદદ મળતી. પૈસાની પરવા કર્યા વગર એનું ધ્યાન ભટકે નહિ એનું મહત્વ વધારે સારી રીતે સમજી જાણતા હતા. રાધેશ્યામ નોકરી કરતા ને બધું સારું ચાલતા પરિવાર ખુશ હતો.
સમયના કોઈનો માટે ઊભો રહેતો નથી. સમયના વહાણ વીતતો ગયો ને મનોહર ઉંમરના પાણી ઉભરતા ગયા.રાધેશ્યામ સમયને સાથે અનુરૂપ થઈ સમજી વિચારીને એણે મનોહર લગ્ન કમળા સાથે કરાવી દીધા. કમળા ને પરણાવી ઘરે આવી. કમળા સમજુ ને શાંત હતી. મનોહર ને પ્રેમથી કમળાનું ગૃહસ્થ જીવન શરૂ થયું શરૂઆતી દોરમાં બહુ સારી રીતે ચાલવા માંડ્યું. સમય જતાં એક પુત્ર' મિલન 'અવતર્યો ને ઘરમાં ખુશી ની લહેર પ્રસરી ગઇ. ને એમ મિલન પાળતા ને ઉછરતા જીંદગી ઘટવા લાગી. મિલનને લાડ લડાવી મોટો થતાં શાળામાં ભણવા મૂકી દીધો . કમળા ને મનોહર બંને મિલનનો અભ્યાસમાં ખ્યાલ રાખતા.
આ સુખી સંસારી જીવન જોઈને જાણે કોઈએ શાંત સરોવરના નીરમાં કોઈ પથ્થર માર્યો હોય ને તરંગ ઉત્પન્ન થતા જીવનમાં ખલેલ પડી. પ્રેમાળ મનોહર જીવનમાં જીંદગી વળાંક લીધો જેમાં શિસ્તમાં કામ કરતો મનોહર આજે દોસ્તોની મહેફીલ માણવા લાગ્યો. એટલા હદ સુધી આંદનની ખીણમાં જઈ રહ્યો હતો કે હવે તરવા લાગ્યા. પછી દારૂ ના લવાડે ચડ્યો ને ખુબ નશામાં ભાન ભૂલી ગયો ને ઘરનું ભાન ના પરિવારનું ભરણપોષણનું ભાન ,બસ પોતાની ધૂન માં મસ્ત રીતે જીવન માણવા માંડ્યો હતો. રાત્રિમાં ગમે ત્યારે અચાનક ઘરે આવવાનો સમય ભાન રહેતું નહીં. આમ દરેક પરિસ્થિતિ માં સહન કર્યું હતું . કારણ કે ક્યાં માબાપ પોતાની નજરોની સામે દીકરાને તૂટતાં જોઈ રહે રાધેશ્યામ સતત ચિંતામાં રહેતો બીજું તો સહન કરી લે જો દીકરાને દોસ્તો દારૂડિયા મળે તો ગજબ કરે ને બાપને માથે જાણે દુઃખનો પહાડ ઊભો હોય એવું લાગતું.
આ લત છોડાવવા માટે રાધેશ્યામ ના પરિવારે ઘણાં પ્રયત્નો કર્યા ને સમજાવ્યો કે સુખી સંસારી જીવન ને ઉજજડ કરી રહ્યા છીએ પરિવારને સુખી નહી થાય છતાં પણ ગંભીર થયો નહીં પોતાની મહેફીલ મસ્ત રહ્યો.

સમય વીતતા મિલન પોતાની પ્રતિભા નો પરિચય કરાવ્યો માધ્યમિક બોર્ડ પરીક્ષા માં તાલુકામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થતાં બહુ પ્રશંસા મળી હતી. પરિવાર પણ ખુશ થયો હતો પણ ખુશી પાછળ થોડું દુઃખ પણ હતું. હવે ડર લાગતો હતો ક્યાંય મનોહર ના કારણે મિલન ની કારકિર્દી ફટકો પડશે.કારણ કે મનોહરને મહત્વ ન સમજાય ત્યાં સુધી બધું નકામું હતું.
એક દિવસ રાધેશ્યામ બહુ વિચારતાં કિશન પાસે બોલાવીને કહ્યું કે "હું દરેક હદ સુધી પ્રયાસ કર્યો છે પણ બધું વ્યર્થ છે .પણ ધૂત દારૂના નશામાં માણસના હ્રદયમાં એક બાપ જીવતો હોય છે. તારી વ્યથા વ્યક્ત કરે ને ગંભીર બને તો કદાચ તારો નાનકડો પ્રયાસ તારું ને એનું બન્નેનું જીવન તારી શકે છે.અને આ વાત મનોહર ને હૃદયમાં ઉતરી ગઈ.
મનોહર ને પણ મનીષા હતી કે મારો મિલન સારું શિક્ષણ મેળવીને પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવીને એનું ભવિષ્ય સારું હોય ને વર્તમાન યુગમાં પોતાનું નામ કમાવે પણ આ બધુ દારૂનો નશો ચડતા વહી જતું. બાળપણમાં મિલનને પોતાના ખોળા માં બેસાડી વહાલથી ઉછેર્યાં છે. મિલન લાડ લડાવે માટે બાળક જેવું વર્તન કરી ને રમતો સાથે રમી છે. એ વાતોને યાદ કરીને મનોહરને કોઈક વાર એકલતામાં રડી લેતો. નશો કરતા પિતા પુત્ર વચ્ચે સંબધોની ખાઈ વધતી ગઈ જાણે એક ઘરમાં બંને અજાણ્યા રહેતા હોય એમ લાગતું. કમળા પણ ચિંતામાં રહેતી કે મિલનનો અભ્યાસમાં આ ઘરની હાલત શું થશે ચિંતામાં , ચિંતામાં ઘેલી બનીને દિવસો કાઢતી હતી. ચાલે છે તે અભ્યાસ વિશે મિલનને પ્રશ્ન કરતો પણ મિલન હા કે ના માં વાતને વાળી દેતો.
આજે કમળા ને મિલન ઘરે હતા કે અચાનક મનોહર ઘરમાં પ્રવેશ્યો ને મિલનને જોઈ પાસે બેઠો ને પૂછવા લાગ્યો
"મિલન હું ઘણા દિવસથી જોવું છું કે કેમ ઉદાસ ચહેરે હોય છે"
"જેના ઘરમાં શાંતિ ને સ્થાન ન હોય તે ભલા ક્યો પરિવાર ખુશ હોય"
"મિલન હું જાણું છું મારી કુટેવ ખરાબ છે જે તારા ભવિષ્યનું ચિત્ર ધૂંધળું દેખાય છે છતાં પણ બંધાણના અમે પણ ગુલામ બની ગયા છીએ."
" એ બંધાણ શું કામની જે પોતાનાં બાળકોને શિક્ષણ ના આપી શકે ,પત્નિને આશ્વાસન ન આપી શકે ,પરિવારને શાંતિથી જીવવા ન દે"
આ સાંભળીને હૃદય દ્રવી ઊઠ્યું ને બોલ્યો" મિલન વિશ્વાસ રાખ ,હું તને ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભણાવીશ"
" ને આમ ચાલશે તો પરિવાર તૂટી જશે ને હું ભણી નહીં શકું! તમારાં પરિવારને તમે જ બચાવી લો પિતાજી?"
મનોહર ના ખોળામાં માથું મૂકીને મિલન મોટી પોક મૂકીને રડવા લાગ્યો.આ જોઈ મનોહર પોતાની જાતને સાચવી ન શક્યો એ પણ રડવા લાગ્યો. બાપને બેટો રડતાં જોઈ કમળાને બંને બહુ રૂડાં લાગતાં હતાં એ પણ રડવા લાગી.!આજે ઘરમાં કરુણ દ્રશ્ય સર્જ્યું હતું. મોડાં સુધી રડવાના ઉંબરા ચાલું રહ્યાં ને થોડી વારમાં સૌ સ્વસ્થ થઈ ગયાને સૌ કોઈ પોતપોતાના કાર્યમાં પરોવાય ગયા ને પછી ઘરમાં નીરવ શાંતિ પ્રસરી ગઇ. મનોહર રાત્રે સૂતો પણ આજે ઉંઘ નથી આવતી ને સતત મનમાં વિચાર કર્યા કરે છે. રાધેશ્યામ, કમળા ને બીજા પરિવારના લોકોએ બહુ સમજાવ્યો હતો પણ નિષ્ફળ રહ્યા હતા. દીકરાની એક લાગણી આખા શરીરમાં રોમ રોમમાં વ્યાપી ને કઠિન હ્રદયને પીગળાવી ગઈ હતી.આજે પહેલી વાર ગંભીર બની ને આખી રાત વિચાર કર્યા હતો.
બીજે દિવસે સવારે મનોહર સમયસર નોકરી ગયો . રાત્રે મોડા બારણું ખોલ્યું ને મનોહર ઘરમાં પ્રવેશ્યો પણ આજે નશાની હાલતમાં હતો. રાધેશ્યામ આ જોઈ થોડું આશ્ચર્ય થયું પણ મિલનને કહેલી વાતો નો ભેદ જાણી ગયાં ને આજે સીધો મનોહરને ગળે વળગાડી દિધો કે જાણે પોતાનાથી દુર થતા વર્ષો બાદ કોઈ બેટો ઘરે પાછો આવ્યો હોય ને બોલ્યા કે "ડોકટરની દવા ને પિતાની શિખામણ ને પત્નીની ચિંતા જે કામ ન કરી શકી એક પુત્રના શબ્દો કામ કરી ગયા"આજે પણ દારૂ પીવાની પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ રહ્યો કારણ કે પિતાપુત્રના લાગણીનાં બંધનનો એવો નશો ચડ્યો કે એની આગળ દારૂનો નશો ફિક્કો લાગતો હતો. મનોહર જીવનમાં ક્યારેય બીજીવાર દારૂને અડક્યો પણ નહીં.