Horror Highway - Last in Gujarati Horror Stories by Ritik barot books and stories PDF | હોરર હાઈવે - અંત

Featured Books
Categories
Share

હોરર હાઈવે - અંત

"તોહ , ખીમજી ભાઈ તમે જ્યારે ત્યાં વોચમેન હતા ત્યારે, આસપાસ કોઈ બસ નો અકસ્માત થયો હતો?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.


"હા , દીકરા! એ એક્સિડન્ટ તોહ મારા માટે દુઃખ ભરી યાદો સાથે લાવ્યો હતો. મેં મારા સારા એવા મિત્ર ને ખોયો હતો". ખીમજીલાલ એ જવાબ આપતા કહ્યું.

"મિત્ર? મતલબ? હું કંઈ સમજ્યો નહીં".

"હા! જેનો અકસ્માત થયો એ મારા પુત્ર સમાન હતો. આ ફાર્મ મા તેની પાર્ટનરશિપ પણ હતી. તેઓ , રોજ મને મળવા આવતા. મારી સાથે વાતો કરતા. હું તેણે મારો પુત્ર માનતો પરંતુ , તે મજાક મા કહેતો કે,હું પુત્ર નહીં તમારો મિત્ર છું. તેનો આખો પરિવાર તેમા મૃત્યુ પામ્યો. આજે પણ એ ઘટના યાદ કરું ત્યારે , આંખો ભરાઈ આવે છે".

" અને એજ દિવસે ત્યાં થી એક ટ્રક પણ પસાર થયો હતો? જેના આગળ ના પાર્ટ્સ ભાંગેલા હતા?"

"હા! એ ટ્રક મારા સામે થી જ પસાર થઈ હતી. રામુ કંઈક ટેન્શન મા પણ હતો. ટ્રક ભાંગી અને ભુક્કો થઈ ગઈ હતી. રામુ ટ્રક તેજી થી ચલાવી રહ્યો હતો."

"રામુ? મતલબ રામુ જ હત્યારો છે? ક્યાં મળશે આ રામુ?"

"દીકરા! હવે તોહ રામુ આ દુનિયામાં રહ્યો નથી.

"શું? હવે તે આ દુનિયામાં રહ્યો નથી?"

"હા, દીકરા! એક્સિડન્ટ તોહ તેણે જ કર્યો હતો.અને તે જ દિવસે રાત્રે તેની ખરાબ રીતે હત્યા થઈ ગઈ હતી. હત્યા કોણે? કઈ રીતે? શા માટે કરી? એ આજે પણ એક રાઝ છે".


આમ, આ ચર્ચા બાદ ઇન્સ્પેક્ટર હર્ષ ના મનમાં કેટલાક સવાલો આવી ગયા. આ સવાલો અંગે તેમણે ઇન્સ્પેક્ટર વિધિ સાથે ચર્ચા કરી.

"આ ડ્રાઈવર એ અકસ્માત કર્યો છે, અને હવે તે આ દુનિયામાં પણ રહ્યો નથી. આ અકસ્માત પાછળ કોઈક ની સાજીશ છે! એવું મને લાગી રહ્યું છે". ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું.


"હા, સર! પરંતુ , અકસ્માત કર્યા ના દિવસે જ ડ્રાઇવર ની હત્યા થઈ ગઈ એવું તો નથી ને કે , એ આત્માઓ એ જ આ બદલો લીધો હોય". ઇન્સ્પેક્ટર વિધિ એ કહ્યું.

"હોઈ શકે! પરંતુ , આ ફાર્મ નો માલિક કોણ છે? એ જાણવું પણ જરૂરી છે".


"અને આ લોકો ગાયબ થવા પાછળ નું કારણ શું છે? એ પણ જાણવું જરૂરી છે".


"કદાચ , આત્માઓ તેમનો બદલો લેવા માટે આ બધું કરી રહી હોય".


"હા , સર! હોઈ શકે પરંતુ , આની પાછળ કોઈ મનુષ્ય પણ હોઈ શકે".

"હવે તોહ, આ ફાર્મ ના મલિક ને શોધવું જરૂરી છે. કારણ કે , તેણે જ સીસીટીવી ફુટેજ સાથે છેડછાડ કરી છે".

આમ, ઇન્સ્પેક્ટર હર્ષ તેમની ટીમ સાથે અજય ના ઘેર જવા માટે નીકળે છે. અજય ના ઘેર પહોંચ્યા બાદ જાણવા મળે છે કે , અજય ઘેર છે જ નહીં. અને આ તરફ ખીમજીલાલ પણ તેમના ઘેર નહોતા.


"ઓહ! તોહ આ બાપ અને દીકરા ની સાજીશ હતી. પોલિશ ને ગુમરાહ કરવું. આ બેય બાપ અને દીકરા ને પકડવું પડશે. આ ઘટના પાછળ ની સાજીશ કરનાર કોણ છે? એ બાબત તો એ બંને બાપ અને દીકરો જ જાણે છે".

બંને બાપ અને દીકરો રાત્રી સમયે હોરર હાઈવે પર થી પસાર થઈ રહ્યાં હતા. બંને તેમની કારમા હતા. કાર અચાનક રસ્તા પર આવી અને ઉભી રહી ગઈ. આ તેમના માટે એક ચેતવણી હતી. તેમની સાથે આગળ કંઈક ખરાબ ઘટવાનું છે. શું તેઓ આ ઘટના માથી બહાર નીકળી શકવાના છે? એ જાણવા માટે થોડી રાહ જોવી જ પડશે.


બાપ અને દીકરો બંને હોરર હાઈવે પર, કોઈ વાહન આવે તેની રાહ જોઈ રહ્યા હતા. અચાનક એ બસ ઢોલ અને નગાળા વગાડતી ત્યાં આવી પહોંચી. આ બસ તેમના સામે આવી અને ઉભી રહી ગઈ.

ખીમજીલાલ અને તેનો પુત્ર આ બસ માં બેઠેલા પેસેન્જર ને જોઈ ને ચોંકી ઉઠ્યા. બસ માં મીર.અગ્નિહોત્રી અને તેમનો પરિવાર હતો. મીર.અગ્નિહોત્રી તેમને અંદર આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. ખીમજીલાલ અને અજય બંને જંગલ તરફ ભાગવા લાગ્યા. આ બસ તેમનો પીછો નથી કરી રહી તેવું વિચારી બંને , જંગલ ના વૃક્ષ પાસે જઈ બેસી ગયા.

અચાનક મીર. અગ્નિહોત્રી ત્યાં આવી અને તેમને બસ માં આવવાનું આમંત્રણ આપવા લાગ્યા. બંને બાપ અને દીકરો ભાગવા માટે આગળ વધ્યા ત્યારે જ આસપાસ , મીર. અગ્નિહોત્રી ના અન્ય પરિવારજનો અચાનક થી તેમની આસપાસ ઘેરો વાળી અને ઉભા રહી ગયા. આ બધી આત્માઓ હતી. આ આત્માઓ ખીમજીલાલ અને તેના પુત્ર ને ટ્રક નો ડ્રાઇવર ક્યાં છે? એવો પ્રશ્ન કરી રહી હતી.

અચાનક થી આ આત્માઓ એ ખીમજીલાલ અને તેના પુત્ર ના શરીર ને કંટ્રોલ મા લીધો. આ આત્માઓ તેમના શરીર ને આમ થી તેમ વૃક્ષો પર પટકવા લાગી. બંને બાપ અને દીકરા ના શરીર ને ખરાબ રીતે ઘાયલ કર્યા બાદ , તેમને રોડ પર ફેંક્યા.

ઇન્સ્પેક્ટર હર્ષ અને તેમની ટીમ વહેલી સવારે જ્યારે આ હાઈવે પર થી પસાર થઈ રહી હતી ત્યારે , તેમણે આ બંને ને રસ્તા પર પડેલા જોયા. પહેલા તો તેમને ખબર નહોતી કે આ વ્યક્તિઓ અજય અને ખીમજીલાલ છે. પાસે જઈ અને તેમને જોયા બાદ આ અંગે તેમને ખબર પડી. ઇન્સ્પેક્ટર હર્ષ અને તેમની ટીમ બંને બાપ અને દીકરા ને સુરક્ષિત રીતે હોસ્પિટલ લઈ ગયા.

હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પણ બંને ભાન મા આવ્યા નહોતા. આ અંગે ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ થોડી ચર્ચા કરી રહ્યા હતા.

"સર! આ બંને ભાગી નીકળ્યા હતા છતાય , આપણને મળી ગયા. એનો મતલબ એવો તો નથી ને કે , એ આત્માઓ આ કેશ મા આપણો સાથ આપી રહી છે? હા હું માનું છું કે , હું થોડું વધારે વિચારી રહી છું. પરંતુ , તમે જ કહો સર! જો , આ બંને ભાગી નીકળ્યા હોત તો, ફાર્મ ના માલિક ને શોધવું અશક્ય થઈ જાત". ઇન્સ્પેક્ટર વિધિ એ કહયું.

"હા , હોઈ શકે કેમ નહીં? પરંતુ આ બંને ભાન મા આવે ત્યારે આપણે તેમના થી વાતચીત કરીએ ને?" ઇન્સ્પેક્ટર હર્ષ એ કહ્યું.

લઘભઘ પાંચ થી છ કલાક બાદ બંને ભાન મા આવ્યા.


"અજય! તને ખબર છે ને કે , તું હવે બચી શકવાનો નથી? સીધે-સીધુ કહી દે કે , આ ફાર્મ નો માલિક કોણ છે? અને એ ટ્રક નો ડ્રાઈવર કોણ હતો?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.


"સાહેબ! હું ખરેખર આ ફાર્મ ના મલિક ને નથી જાણતો. અને હા એ ટ્રક ના ડ્રાઈવર ને પણ અમે નથી જાણતા. આ બધું અમે તમને ગુમરાહ કરવા માટે કહ્યું હતું. આ ફાર્મ ના માલિક એ તેના નોકર ને મોકલી ને આ બધું કરવા માટે અમને કહ્યું હતું. અને એ માટે અમને પૈસા પણ આપ્યા હતા". તેનો નોકર જ આવતો અમારી પાસે આ બધી જાણકારી આપવા. બીજા માલિક ને હું જરૂર ઓળખું છું. પરંતુ , તે હવે દુનિયામાં રહ્યા નથી. તેમનું નામ મીર.અગ્નિહોત્રી હતું".


"અજય! તું પહેલા પણ જૂઠું બોલી ચુક્યો છે. અમે કેમ માની લઈએ કે , તું સાચું જ બોલી રહ્યો છે?"


"સાહેબ! જિંદગી નો સવાલ છે. હવે જૂઠું બોલું તો મરવું પડશે. અને હું મરવા નહીં જીવવા માંગુ છું".


ઇન્સ્પેક્ટર હર્ષ અને ઇન્સ્પેક્ટર વિધિ આ અંગે થોડી ચર્ચા કરી રહ્યા હતા.


"સર! ખરેખર આ સાચું બોલી રહ્યા છે?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.


"હા! તેમની જિંદગી નો સવાલ છે. આ વખતે મને લાગે છે કે , તેઓ સાચું બોલી રહ્યા છે. હવે , આ ફાર્મ ના મલિક ના નોકર ને જ મળવું પડશે. આ નોકર ને જ ખબર હશે, કોણ છે આ ફાર્મ નો માલિક?"


"અજય, એ નોકર રહે છે ક્યાં? એ અંગે તને કોઈ જાણકારી છે?"


"હા , સર! એ નોકર કામધેનુ નગર મા જ રહે છે. અમે ક્યારેય તેના ઘર તરફ ગયા તોહ નથી. પરંતુ , તે કામધેનુ નગર ના મકાન નંબર ત્રણ સો ને બત્રીસ માં રહે છે".



ઇન્સ્પેક્ટર હર્ષ એ અજય પાસે થી એ નોકર નો એડ્રેસ મેળવી લીધો. પરંતુ ત્યાં ગયા તો જોયું કે , ત્યાં કોઈ જ રહેતું નથી. આસપાસ પૂછતાછ કરતા જાણવા મળ્યું કે , આ ડેલી પાછલા દસ-પંદર વર્ષ થી બંધ પડી છે.

ઇન્સ્પેક્ટર હર્ષ ખીમજીલાલ અને તેના પુત્ર ને સાથે કામધેનુ નગર માં લઈ ગયા. બંને ત્યાં પહોંચ્યા ત્યારે , એક કાર ત્યાં થી પસાર થઈ ગઈ. અચાનક અજય બુમાબમ કરવા લાગ્યો.


"આજ છે! આજ વ્યક્તિ છે! એ નોકર હતો!"

ઇન્સ્પેક્ટર હર્ષ એ કાર તરફ જોયું. તેમની ટીમ ના એક મેમ્બર એ કહ્યું " સર! કાર નો પીછો કરીએ? એ નોકર જરૂર જડપાસે".

"ના, રહેવા દે! આ નોકર ને તા હું સારી રીતે ઓળખું છું. ભાગી તો શકવાનો નથી". ઇન્સ્પેક્ટર હર્ષ એ જવાબ આપતા કહ્યું.

કોણ હતો એ વ્યક્તિ? શું તેના પકડાઈ જવા થી આ કેશ સોલ્વ થવાનો છે? આ પ્રશ્નો ના જવાબ જાણવા માટે થોડી રાહ તો જોવી જ પડશે.

અડધી રાત્રી ના સમયે અચાનક ખીમજીલાલ અને અજય એક રૂમ તરફ ખેંચાવા લાગ્યા. બંને બચાવો!બચાવો! ની બુમો પાડવા લાગ્યા. પરંતુ, હોસ્પિટલમા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ તેમની અવાજો સાંભળવામાં અસમર્થ હતો.

અચાનક તેઓ એક રૂમમા આવી અને લોક થઈ ગયા. દરવાજો ખુલી નહોતો રહ્યો. અચાનક આસપાસ મીર.અગ્નિહોત્રી અને તેમના પરિવાર ની આત્માઓ આવી પહોંચી. આ વખતે તેઓ કહી રહ્યા હતા કે, આવું શા માટે કર્યું? અમારો શું ગુનો હતો? આવું શા માટે કર્યું? બસ આજ લાઈનો તે વારંવાર દોહરાવી રહ્યા હતા.

અચાનક આત્માઓએ બ્લેડ વળે આ બંને ના શરીર પર વાર કર્યા. તેમના શરીર ના ટુકડા કરી નાખ્યા. આ વાત ની જાણ થતાં જ ઇન્સ્પેક્ટર હર્ષ અને તેમની ટીમ ત્યાં આવી પહોંચી.

"સર! આ લોકો એ કરેલા પાપો ના ફળ તે આજે ભોગવી રહયા છે. ખરેખર તોહ , આ જીવન જીવવા લાયક પણ નહોતા".
ઇન્સ્પેક્ટર વિધિ એ કહ્યું.


"હા , કદાચ આ તેમના કરેલા પાપો ના ફળ હોય. પરંતુ , આપણે આ સાજીશ પાછળ ના મુખ્ય વ્યક્તિ ને પકડવાનું છે". ઇન્સ્પેકટર હર્ષ એ કહ્યું.


આમ, ઇન્સ્પેક્ટર હર્ષ અને તેમની ટીમ કામધેનુ નગર જવા માટે નીકળી ગયા. કામધેનુ નગર પહોંચ્યા બાદ તેઓ , અગ્નિહોત્રી મેનસન પહોંચ્યા. મીર.અગ્નિહોત્રી ના પિતા અને માતા ત્યાં જ હતા.


"આવ દીકરા! બસ ની ઘટના પાછળ કોની સાજીશ છે? એ અંગે કોઈ જાણકારી મળી?" મીર.અગ્નિહોત્રી ના પિતા એ પ્રશ્ન કર્યો.


"હા, એ જ જાણકારી આપવા માટે આવ્યા છીએ! એક પ્રશ્ન નો જવાબ આપો? તમને આવું કરવા થી મળ્યું શું?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.


"આ તું શું બોલી રહ્યો છે? તને મારી પર શક છે? પિતા થઈ ને હું આવું કરી શકું ખરો?"


"હા , આ તમારા નાટક હવે પુલિશ સ્ટેશન મા દેખાડજો ઘણો સમય થઈ ગયો છે, આ ઘટના પાછળ નો ગુનેહગાર હવે હાથે ચઢયો છે. હવે , તમે બચવાના તો છો નહીં. સીધેસીધું કહી દો કે શા માટે કર્યું આ બધું?"


"હા, મેં જ આ સાજીશ કરી હતી. શું કરું? આ મારો દીકરો તેના બાપ પ્રત્યે જરાય લાગણી ધરાવતો નહોતો. તેની માતા ને અમેરિકામાં પોતાની સાથે રાખતો અને મને? મને અહીંયા એકલો જીવવા માટે મજબૂર કર્યો હતો. મારી સંપત્તિ પણ તેના નામ પર કરી નાખી હતી. અને મારા આ વ્યવહાર ના કારણે મને વૃદ્ધઆશ્રમ પણ મોકલવાનો હતો. આ તો મારી પત્ની એ ના પાડી નહીંતર આજે હું વૃદ્ધઆશ્રમમા હોત".


"અને એ ફાર્મ? એ ફાર્મ પર નોકર બની અને તમેજ જતા ને?"


"એ ફાર્મ મારા અને મારા પુત્ર ના નામ પર હતો. આ તો મારી પત્ની ના કેહવા પર એણે આ ફાર્મ મા મને ભાગ આપેલો નહીંતર , એ પણ મારા હાથમાંથી જવાનો જ હતો".



"એવું તે કર્યું શું હતું તમે? જે કારણે તમારો પુત્ર જ તમારા થી નફરત કરતો હતો?"


" બીજા લગ્ન , દારૂ પીવું , વ્યસન કરવું આ બધી ઘટનાઓ સિવાય એ ઘટના જે આજે પણ મને યાદ છે. એ સાંજે મારા પુત્ર ની પત્ની ના માતાપિતા ઘેર આવ્યા હતા. હું દારૂ ના નશા માં ઘેર આવ્યો અને , તેની પત્ની ની માતા ને અપશબ્દો કહ્યા હતા. આ ઘટના બાદ તો એ મારા થી વાત જ નહોતો કરતો. મારા થી નોકર થી પણ ખરાબ વર્તન કરતો. અને આ બધામાં મારા સબંધીઓએ તેનો સાથ આપ્યો હતો. બાપ વહાલો નહોતો , મામો વધારે વહાલો હતો. માટે , લગ્ન ના દિવસે મેં ટ્રક ડ્રાઈવર ને આ બધાય ને મારી નાખવા માટે પૈસા આપેલા. ફાર્મ કોઈ બીજા ના નામે કર્યો કારણ કે , મેં સીસીટીવી સાથે છેડછાડ કરી હતી. એજ દિવસે પુલિશ પણ અહીં તપાસ માટે આવેલી અગર જો મેં કેમેરા હટાવી નાખ્યા હોત તો, તેઓ મારા પર શક કરત. માટે મેં આજ સુંધી માં કેમેરા હટાવ્યા નથી. અને સીસીટીવી ફૂટેજ ગાયબ કરત તોહ બધું જ શક મારી પર જાત માટે, મેં થોડી એડિટિંગ કરી અને આ ફૂટેજ મા તમને કંઈ પણ ન મળે એવું કરી નાખ્યું".


"બસ સંપત્તિ માટે, તે તારા પુત્ર અને પરિવાર ને મારી નાખ્યા? ઓહ! અને માટે જ તું લગ્ન માટે તેના આગલા દિવસે જવા માટે નીકળ્યો. હવે, સંપત્તિ તો નહીં મળે ફાંસી જરૂર મળશે".

આમ, મીર.અગ્નિહોત્રી ના પિતા ને સજા મળ્યા બાદ અચાનક ફાંસી ની એક રાત પેહલા બ્લેડ વળે તેમની હત્યા થઈ ગઈ. અને આ તરફ ગાયબ થયેલા કેટલાક વ્યક્તિઓ પણ પરત ફર્યા. તેમા અંશ ના અન્ય ચાર મિત્રો પણ હતા. અંશ જ્યારે આ ચારેય મિત્રો ને મળ્યો ત્યારે તે , તેમને ભેટી પડ્યો.


"સર! આ આત્માઓ ને હવે ઈન્સાફ મળ્યો હશે?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.


"હા! કદાચ એટલે જ તેઓ એ આજ સુંધી આ ગુનેહગારો ને સજા નહીં આપી હોય. કદાચ તેઓ આ ગુનેહગારો ના નામ સામે લાવવા માંગતા હોય. હવે, જ્યારે આ બેગુનાહ લોકો પરત ફર્યા છે ત્યારે , એવું લાગી રહ્યું છે કે , હા! એ આત્માઓ ને ઈન્સાફ મળી ગયો હશે."


"તોહ, સર! હવે , આપણો પણ જવાનો સમય થઈ ગયો છે, નીકળીએ?"


"હા, ચાલો! કેશ તોહ હવે સોલ્વ થઈ ગયો છે."

રુકો!રુકો! એવી બુમાબુમ કરતો ક ને, અંશ ત્યાં પહોંચી આવ્યો.


"અંશ તું અહીંયા?" ઇન્સ્પેક્ટર વિધિ એ પ્રશ્ન કર્યો.


"હા, તમને આ ફૂલ આપવા માટે આવ્યો હતો". અંશે જવાબ આપતા કહ્યું.


"ફૂલ આપવા નું કારણ જાણી શકું , અંશ?" ઇન્સ્પેક્ટર હર્ષ એ પ્રશ્ન કર્યો.


"હા, આ ફૂલો વિધિજી માટે છે. એમણે મારી કેટલીય મદદ કરી હતી. માટે , આ ફૂલ લાવ્યો છું".


"ઓહ! મતલબ મદદ માટે જ લાવ્યો છે ને કે, પછી બીજું જ કંઈ છે? ઓમેય આ પ્લોટ મેં બુક કરેલો છે હો ભાઈ!" ઇન્સ્પેક્ટર હર્ષ એ હલકી મુસ્કાન સાથે જવાબ આપ્યો.

આ વાક્ય બાદ ઇન્સ્પેક્ટર વિધિ અને અંશ ઇન્સ્પેક્ટર હર્ષ સામે આશ્ચર્ય સાથે જોવા લાગ્યા. અને ત્યારે જ ઇન્સ્પેક્ટર હર્ષ કાર માં બેસી ગયા. આમ, આખરે આ કેશ સોલ્વ થયો.

સમાપ્ત...