Shikar - 39 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 39

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

શિકાર : પ્રકરણ 39

શીલાએ આઈડી સરકાવ્યું અને એ જોઈ પેલી મહિલા બાળકોને લઈને બહાર આવી બરાબર એ જ સમયે બિલ્ડિંગ ઉપર ધડાકો થયો અને શીલા તેમજ પેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો. એમાં બાળકો પણ...

શીલાના માથા ઉપર મોટો ટુકડો પડ્યો હતો એટલે તેનાથી રાડ પણ નખાઈ નહિ. પેલી મહિલાએ બાળકોને બાથમાં લીધા પણ ઉપરથી ખીલાસરી વાળું એક ગાબડું તેના ઉપર પડ્યું અને બાળકોની કરુણ ચીસ આકાશ ફાડી નાખે ધરતીની છાતી ચિરાઈ જાય એવી વેદનાભરી ચીસ મોટા પથ્થર નીચે ગૂંગળાઈ ગઈ... આટલી કેપેસીટીનો ગ્રેનેડ કલ્પના પણ કરી શકાય તેમ નહોતો.

*

ધડાકો થતા આખીયે બિલ્ડીંગ પાછળના ભાગેથી નમી ગઈ હતી કારણ ગ્રેનેડ છત ઉપર પડીને રગડ્યો હતો અને છેક પાછળના ખૂણે જઈને સ્થિર થયો હતો.

પરિણામે સીડીઓ ઉપર જોરદાર આંચકો આવ્યો અને માર્શલ લથડ્યો હતો. સુલેમાન એ જ સમયે દોડ્યા હતા. માર્શલ કઈ સમજે એ પહેલા જ સુલેમાને એને પાછળથી પકડ્યો. બંને હાથ આગળ લઇ જઈને એની રાઈફલ પકડી.

માર્શલ છૂટવા માટે ધમપછાડા કરતો રહ્યો એટલામાં આ બધા અવાજ સાંભળીને સરફરાઝ ઉપર ધસી આવ્યો. (ધડાકો થયા પહેલા જ સરફરાઝ સુલેમાન પાછળ ગયો હતો પરિણામે ધડાકો થયો ત્યારે બિલ્ડીંગ ધ્રુજી એ સમયે એ સીડીઓ ઉપર પહોંચી ગયો હતો.)

પણ સરફરાઝ જેવો બીજા માળની સીડીઓ ચડી ગયો એક તરફ ધડાકાથી એ ગભરાયો અને બીજી તરફ અહીંથી સુલેમાંનના ઉહ્કારા આવતા હતા એટલે એ અવઢવમાં જ સીડીઓ બહાર ખુલ્લામાં આવી ગયો.

એ જ સમયે સુલેમાનની પકડમાંથી છૂટવા મથતા માર્શલની આગળીઓ ટ્રીગર ઉપર દબાઈ અને સીધી જ ગોળીઓ સરફરાઝ તરફ છૂટી...

છ સાત ગોળીઓ સરફરાઝના અંગે અંગમાંથી નીકળી ગઈ. એ ત્યાં જ ઢગલો થઇ ગયો.

એજન્ટ કે આ ગોળીઓનો અવાજ સાંભળ્યો અને બીજી તરફ બિલ્ડીંગ તૂટતી જોઈ એટલે એ નીચે ડોકિયું કર્યું.

“સુલેમાન થોડી વાર પકડ મજબુત કરો....” ડોકિયું કરતા જ એણે દ્રશ્ય જોયું સુલેમાન ભોય પર પડ્યો હતો એની બાથમાં પેલો અંગ્રેજ (માર્શલ) હતો અને રાઈફલના પેલી તરફ તાકાયેલા નાળચામાંથી ધણધણાટ ગોળીઓ છૂટતી હતી. સરફરાઝને એણે લોહી લુહાણ થઈને પડતો જોયો.

પેલો અંગ્રેજ બીજા હાથે હવે સુલેમાનના મોઢા અને ગરદન ઉપર પારાવર તાકતથી કોણી મારતો હતો પણ સુલેમાન એને ટસનો મસ થવા દેતા ન હતા. એજન્ટ કે સમજી ગયો જો વધારે વાર આમ કોણી માથામાં ચહેરા ઉપર વાગશે તો સુલેમાનની પકડ ઢીલી થઇ જશે એટલે હવે જો અહી ઉભો રહીશ તો સુલેમાનને આ હરામી પુરા કરી નાખશે. અને જો હું એ તરફ ધસી જાઉં અને એ જ સમયે રાઈફલનું નાળચું આ તરફ ફરે તો હું પણ મરીશ.

છતાય મોતને જાણે હંફાવી નાખવી હોય એમ એજન્ટ કે’એ દોટ મૂકી. રાઈન્સના પેટમાંથી નાઈફ ખેંચી લઈને સીધો જ કુદીને માર્શલ ઉપર પડ્યો. માર્શલની છાતીમાં બરાબર વચ્ચે 6 ઈંચની છરી ઉતરી ગઈ. એકવાર ફરી રાઈફલ ધણધણી ઉઠી. ઉપર બે માણસોનું વજન આવતા સુલેમાનના ગળામાંથી પણ શ્વાસ સાથે લાળ નીકળી ગઈ. એ વૃદ્ધના એબ્ડોમ્લ્સમાંથી હવે જવાબ આવવા લાગ્યા. બેશુદ્ધ થવાની અણી ઉપર એ જપાજપી દરમિયાન જ પહોંચી ગયા હતા. પણ જો રાઈફલ છૂટે તો મોત નક્કી હતું એટલે એ મરણીયા બનીને વળગી રહ્યા હતા. પણ એજન્ટ કે’એ પેલાનું કામ તમામ કર્યું એટલે સુલેમાનની આંખ બીડાવા લાગી.

*

“ચાચુ............” ભયાનક ચીસ પાડીને મનું ઓરડી પાછળથી અર્ધી તૂટેલી બિલ્ડીંગ તરફ ભાગ્યો.

"મનું સ્ટોપ...." મનુને દોડતો આવતો જોયો એટલે પૃથ્વી સમજી ગયો એ નક્કી પાછળના ભાગે જઈને રુદ્રસિંહને શોધવા જશે તો મનું પણ.... એણે તત્કાળ નિર્ણય કર્યો..... અને મનું સામે ભાગ્યો.

*

પછીતે લપાયેલા નંદુ અને જબ્બરે ગોળીબાર અને બીજો ધડાકો સાંભળ્યો. બિલ્ડીંગ પાછળના ભાગે તૂટી એ પણ સાંભળ્યું. હજુ ય ઘાસમાં ક્યાંય હલન ચલન થતું ન હતું ઉપરથી દુર્ગાને પણ બાકીના જવાનો દેખાતા નથી એટલે જ એણે ગોળીઓ નથી છોડી એવું જબ્બર સમજી ગયો. કારણ એને ખબર ન હતી કે ઉપર દુર્ગાના શરીરમાં ખાસ્સી ગોળીઓ ધરબાઈ ગઈ છે. એનું કારણ એ હતું કે જે સમયે અદિત્યએ દુર્ગાને ચારણી કર્યો એ જ સમયે બીજો ગ્રેનેડ ફાટ્યો હતો એટલે ગોળીઓનો અવાજ અને દુર્ગાની ચીસ એમાં દબાઈ ગઈ હતી. ઉપરાંત વરસાદ હોસ્પિટલના પાછળના પતરા ઉપર ભયાનક અવાજ કરતો હતો.

એટલે નંદુને જબ્બરને કહ્યું, "તું આગળથી સલીમ અને કાલીને લઈ આવ. આફતાબને ત્યાં જ રાખજે. (એ સમયે સલીમ, આફતાબ અને કાલી મરી ચુક્યા હતા પણ નંદુ કે જબ્બર એ જાણતા ન હતા.) આપણે આ લોકોને ખતમ કરીને જ છટકવું છે નહિતર પીછો કરશે. પણ જો આ લોકોને ખતમ કરીને નીકળીએ તો બીજી આર્મી ટિમ આવતા વાર લાગશે. ગો ફાસ્ટ."

નંદુ બિલ્ડીંગના આગળના ભાગ તરફ દોડ્યો. પણ એણે આવીને જોયું તો સલીમ એન્ડ ટીમની ત્રણેય લાશો આગળ પડી હતી. અને એક માણસ ઓરડી પાછળથી ગારામાં લથપથ પિસ્તોલ સાથે બિલ્ડીંગ તરફ કઈક ચીસ પાડીને દોડ્યો છે.

એ જ સમયે નંદુએ રાઇફલ ધણધણાવી દીધી...

*

પૃથ્વીએ મનું ભણી દોટ તો મૂકી પણ મનું અધ વચ્ચે જ આવ્યો ત્યાં એના પડખામાં આવીને ગોળી ઘૂસી. રાઈફળની તીવ્ર ગોળીથી પહેલા લોહોની એક છોળ અને પછી મનું ઉછળીને પડ્યો.

"મનું...." પૃથ્વીથી રાડ નીકળી ગઈ. કારણ મનુના પેટના એક તરફથી લોહીની છોળ ઉડી એ પૃથ્વીએ જોયું.

જમીન ઉપર પડ્યા મનુના પેટમાંથી લોહી વહીને જમીન ઉપર પડતા વરસાદમાં ભળવા લાગ્યું. ગમે તે થાય ભલે ગોળીઓ વીંધી નાખે પણ મનુંને અહીં ખેંચી લાવવો એવી ગણતરીએ પૃથ્વી દોડ્યો. દાંત ભીંસીને દોડ્યો... તેના પગ કીચડમાં લપસતા હતા. આવી કટોકટી એણે જીવનમાં ક્યારેય જોઈ ન હતી. તે રાડો પાડતો મનુ તરફ દોડતો રહ્યો...

*

તૂટતી બિલ્ડીંગ અને લોકોની કારમી ચીસ વચ્ચે મનુએ પાડેલી રાડ અદિત્યએ સાંભળી નહિ પણ બરાબર પોતાની નીચેના ભાગેથી રાઇફલ છૂટી એ અવાજ સાંભળીને બિલ્ડીંગને તાકી રહેલા આદિત્યની તંદ્રા તૂટી. એમણે મેદાનમાં જોયું મનું પડ્યો પડ્યો તરફડતો હતો પૃથ્વી એને ઉઠાવવા દોડી આવ્યો. અને પછી ગોળી છૂટી એ તરફ જોયું તો એક માણસ (નંદુ) પૃથ્વીનું નિશાન લેતો દેખાયો.

બુટમાંથી બીજી ગન ખેંચીને અદિત્યએ બંને હાથે ગોળીઓ નંદુના માથા ઉપર ઠોકી. ભયાનક ચીસ સાથે નંદુના હાથમાંથી રાઇફલ છૂટી. અને એના માથામાંથી લોહીની છોળો અને માસના કુચા ઉડતા જોયા ત્યાં સુધી આદિત્ય ગોળીઓ છોડતા રહ્યા.

*

આગળથી મનુ, પૃથ્વી કે આદિત્ય એકેય આવ્યા નહી ઉપરાંત બીજો ધડાકો થયો છે એટલે કઈક ભયાનક સ્થિતિ છે. હવે જો અહીં પડ્યા રહ્યા તો કદાચ આગળ બધાની મોતનો અફસોસ ક્યારેય ભુલાશે નહિ. એમ વિચારી બક્ષી ઝડપભેર ઉભા થઈને ઉપરના માણસો કે પછીતે લપાયેલા માણસોની ગોળી ન વાગે એ રીતે પુરપાટ ઝડપે રિવોલ્વર તાકીને પછીત તરફ ભાગ્યા. ગમે તેવી પરિસ્થિતિમાં લડવા ટેવાયેલા સુલખન અને ચારેય જવાનો એમની પાછળ અલગ અલગ થઈને તીરની જેમ છૂટ્યા.

બક્ષી ઝડપભેર પછીતે લપકયા. એ જ સમયે એમનું ધ્યાન પછીતે છુપાયેલા ધ્રુજતા લખુંભા અને જોરાવર ઉપર ગયું.

"એ બંનેને સેઈફ કરો." બક્ષીએ એક જવાનને ઈશારો કરીને સમજાવ્યું.

એક જવાન લખુંભા અને જોરાવર તરફ ધસ્યો.

બક્ષીએ પછીતે લપાઈને જોયું એક માણસ ઉભો હતો. એક જ હતો એટલે કોઈ પોઝીશન લેવાની જરૂર ન હતી. ઝડપભેર બહાર નીકળીને બક્ષીએ એની છાતીમાં બે ગોળીઓ ધરબી દીધી.

પણ હજુ આગળ કોણ હશે શુ હશે? એ પ્રશ્ન હતો. બક્ષી હવે જવાનોની ખુવારી વેઠવા તૈયાર ન હતા. એટલે સુલખનને ઓર્ડર આપ્યો, "તમે અહીં પોઝીશન લઈ લો. હું એકલો આગળ જાઉં છું. કારણ આગળ છેક બિલ્ડીંગના આગળના ભાગ સુધી ઘાસ નથી, જમીન કોરી છે અને પોઝીશન લેવાય એવો કોઈ ખૂણો નથી. હું ગોળીનો શિકાર બનું તો તમારે બધું હેન્ડલ કરવાનું છે. ઇઝ ઇટ ક્લિયર?"

"યસ સર." ઓર્ડર લેવા ટેવાયેલા જવાનોને જાણે સામે મેજર ખુદ હોય એવી અનુભૂતિ થઈ. આ બહાદુરી કઈ કમ ન હતી. પણ સુલખનના ચહેરા ઉપર મેજરનું દુખ ઓસર્યું ન હતું.

*

આદિત્ય ઉતરીને મનું પાસે ગયા. એને ઉઠાવીને આશ્રમના ગેટ તરફ ભાગ્યા ચોકયાતની કોટડીમાં જઈને એને સુવાડ્યો. લોહી નીકળતું હતું ત્યાં રૂમાલ દબાવીને પૃથ્વીને ત્યાં બેસાડ્યો. અને પોતે તૂટેલી બિલ્ડીંગની હાલત જોવા દોડ્યા.

મનું "ચાચુ ચાચુ...... રુદ્ર ચાચુ...." બબડતો રહ્યો. એની બંધ આંખોમાં દ્રશ્ય દેખાવા લાગ્યું.

"મનું તને કેટલી વાર કહ્યું?" ચિડાઈને રુદ્રસિંહ કહેતા હતા, "આ પિસ્તોલ આમ નહિ આમ પકડવાની અને બીજો હાથ આમ રાખવાનો."

"સોરી ચાચુ." નાનકડો મનું જીભ કાઢીને કહેતો હતો, "હવે યાદ રાખીશ..."

"યાદ રાખીશ નહિ રાખવું પડશે. તારે આદિ જેવા બનવું છે ને? તને ખબર છે આદિને શુ નહોતું આવડતું? એક નિશાન બાજી સિવાય મને આદિના દસમા ભાગનું પણ કઈ આવડતું નથી. જો તું મારી જેમ નિશાન નહિ શીખી શકે તો આદિ જેવો પરફેક્ટ ક્યારે બનીશ?"

એક પછી એક દ્રશ્ય તેને દેખાવા લાગ્યા. તેના બાવડામાં, પગમાં અને પેટમાં પારાવાર પીડા થતી હતી. તેની આંખો ઉપર ભાર વર્તાવા લાગ્યો. તેના ભીના શરીરમાંથી પણ પરસેવો છૂટવા લાગ્યો અને મનુના હોઠ ફફડતા બંધ થઈ ગયા... એ બેહોશ થઈ ગયો... એના મનમાં એક જ ધારણા થઈ કે ચોક્કસ રુદ્રસિંહ દટાઈ ગયા હશે. કારણ બિલ્ડીંગ આખીયે પાછળની તરફ નમી ગઈ હતી. અને છત પરથી રુદ્ર્સીહ ગબડ્યા હશે ઉપર કાટમાળ પડ્યો હશે. અને એનું અર્ધ બેહોશ મગજ રુદ્રસિંહ નથી રહ્યા એવું સતત કહી રહ્યું હતું એ સહન ન થતું હોય એમ મગજે કામ કરવાનું બંધ કરી દીધું...

માત્ર છાતી હાંફતી રહી... પૃથ્વીને એના પેટ ઉપર મુકેલા હાથમાં મનુની છાતીમાં થતા ધબકારા સંભળાતા રહ્યા...

“મનુ મનુ.... ઓહ મનુ...” પૃથ્વીની આંખમાંથી પાણી ધસી આવ્યું. મનુ કોઈ કાળે બચે તેમ લાગતું નહોતું.

*

બક્ષી હોસ્પિટલ અને મુખ્ય બિલ્ડીંગ વચ્ચેની ગળીમાં જોખમ લઈને છેક બિલ્ડીંગની આ તરફ આવ્યા પણ કોઈ દેખાયું નહિ. એજન્ટ બધા લોકોને બહાર કાઢતા દેખાયા. એટલે બક્ષી એ જવાનોને ઇશારત કરી બોલાવ્યા. “કમોન.... મુવ ફાસ્ટ....”

એ સાથે જ જવાન દોડી આવ્યા. પાછળથી લખુંભા અને જોરાવરને લઈને પેલો જવાન પણ આવી ગયો.

"તમે બિલ્ડીંગમાં અને પેલી ઓરડીઓ તેમજ ઝૂંપડીઓ તપાસો હું મદદ કરું છું."

સુલખન અને ચારેય જવાન એક્શન લેવા દોડી ગયા. લખુંભા જોરાવર અને બક્ષી એજન્ટની મદદે દોડ્યા.

*

"ટિમ આલ્ફા હીયર..." અમદાવાદ મિલિટરી કેમ્પમાં ફોન જોડીને સુલખને કહ્યું.

"કેપટન ઈન્દ્ર હીયર."

"હું 3240, સુલખન ફ્રોમ શીખ બટાલિયન, મેજર સુખવિંદર રહ્યા નથી... અહીં આશ્રમમાં ઇમરજન્સી છે. બે હેલિકોપટર જોઈશે. બે ગ્રેનેડ ફાટયા છે." જવાને કેપટન ઇન્દ્રને પરિસ્થિતિ સમજાવી અને લોકેશન આપ્યું.

"વી આર કમિંગ ઓવર." કહીને કેપટન ઇન્દ્રએ કનેક્શન કાપ્યું અને આગળ હેડને ફોન જોડ્યો.

*

બે જવાન અંદરથી અજય મહારાજ, ડોક્ટર મનોહર, અને લીલાધરને રાઈફલની અણીએ લઈ આવ્યા અને બાંધીને મેદાનમાં બેસાડ્યા. એક જવાન સીડીઓ ઉપરથી બેહોશ ચંદ્રાને ઉપાડી લાવ્યો. બીજો જવાન આદિત્યએ સીડીઓ ઉપર જેને માર્યો હતો એની લાશ લઇ આવ્યો. હરીશ અને રુસ્તમની લાશો બીજા જવાન લઇ આવ્યા. આ તરફથી બીજા જવાનો રાઈન્સ અને માર્શલની લાશ લઇ આવ્યા. કોઈએ દુર્ગાની લાશ પણ લાવી.

યાત્રાળુઓની બિલ્ડીંગમાંથી જીવતા બધા જ માણસોને આશ્રમની બહાર લઈ જવાયા. પણ ક્યાંય શીલા અને રુદ્રસિંહ મળ્યા નહિ.

બેહોશ સુલેમાનને એજન્ટ કે બહાર લઇ આવ્યો. સરફરાઝની બોડી કોઈ લઇ આવ્યુ.

એજન્ટ અને બક્ષીએ જોખમ લઈને પાછળના ભાગે ગયા. ત્યાં બક્ષી બોલી ઉઠ્યા, "માય ગોડ..."

લોહીલુહાણ વર્ણન ન કરી શકાય એવી હાલતમાં રુદ્રસિંહ પડ્યા હતા. એમના જમણા પગના ઢીંચણ ઉપર એક મોટો છતનો ટુકડો ત્રાંસો પડ્યો હતો. બીજો એક પથ્થર ચહેરા ઉપર. સફેદ જભ્ભો અને લેઘો લોહીમાં લથબથ હતો.

આદિત્યના પગ ત્યાં જ ધ્રુજવા લાગ્યા. શ્વાસ બંધ થઇ ગયો હોય તેમ ત્યાં જ ફસડાઈ પડ્યા.

“રુદ્ર........”

એ ચીસ ભયાનક હતી. એનો પડઘો આખીયે તૂટેલી બિલ્ડીંગમાં પડઘાયો. આદિત્યની એ રાડમાં જે વેદના હતી, જે પીડા હતી, જે લાચારી હતી તે બક્ષીના છાતીના પાટિયા ફાડી નાખે તેવી હતી.

આદિત્યની આંખોમાંથી ચોધાર આંસુ સરવા લાગ્યા. પોતાનો જીગરજાન દોસ્ત, તેનો સુદામો, તેનો કૃષ્ણ, તેનો કર્ણ જે કહો તે તેની સામે મરેલો પડ્યો હતો. તેનો જીવ ઉડી ગયો હતો.

“રુદ્ર તું શું કામ જીદે ચડીને આવ્યો.....” મોઢામાંથી લાળો સાથે નીકળેલા શબ્દો બક્ષીને સમજાયા નહિ. બક્ષીની આંખો પણ ભીની થઇ આવી.

આદિત્ય માટે આ આઘાત ભયાનક હતો. ઘણા એજન્ટને આમ ખોયા હતા આદિત્યએ અને એ બધાનું દુખ એના હ્રદયમાં હમેશા સળગતું રહેતું પણ આમ રુદ્ર..... આ રીતે......

આદિત્ય પરિસ્થિતિ ભૂલીને જોનારનું હ્રદય ફાટી જાય એવી ચીસો નાખતા રહ્યા...

*

ઘરધરાટીનો અવાજ આવતા પૃથ્વીએ બહાર આવીને નેવજુ કરી ઊંચે જોયું એક હેલિકોપટર ચકરાવો લઈને આશ્રમના મેદાનમાં લેન્ડિંગ કરવા ઈશારો કરતું હતું. બીજું એક હેલિકોપટર પણ એનાથી થોડેક દૂર લેન્ડ થઈ રહ્યું હતું. તેને હાશ થઈ અને અંદર પાછો ધસ્યો.

*

બંને હેલિકોપટરમાંથી જવાનો ઉતર્યા. તૂટેલી બિલ્ડીંગમાં ઘુસ્યા અને મરેલાઓની લાશો, ઘાયલોને ઉઠાવી લાવ્યા. પહેલા ઘાયલોને એક હેલિકોપટરમાં ગોઠવ્યા અને પછી મૃતકોને લઈને એક હેલિકોપટર ઉપડ્યું. ઘાયલોવાળા હેલિકોપટરમાં મનું અને મૃતકોવાળા હેલીકોપ્ટરમાં રુદ્ર્સીહ અને શીલાને પણ લઈ જવાયા.

જવાનોએ આશ્રમનો ઘેરો ઘાલ્યો. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ અને બીજી ગાડીઓ પણ આવી. થોડાક જવાનોએ કાટમાળ નીચે દબાયેલી લાશો કાઢી. મેજર અને એના પાંચ જવાનોના ટુકડા એકઠા કરીને તિરંગામાં લપેટી લીધા.

*

કાટમાળ નીચે એક પણ ઘાયલ કે લાશ રહી નથી એ ચોક્કસ ખાતરી થયા પછી એમ્બ્યુલન્સ ઉપડી.

*

ઝુંપડી ઓરડી કે બિલ્ડીંગમાં કોઈ આતંકવાદીઓ હતા નહિ પણ નીચે છૂપું ભોંયરૂ અને સુરંગ છે એ માહિતી એક જવાન લઈ આવ્યો.

"વોટ? સુરંગ?" બક્ષી બોલ્યા.

"બક્ષી છ સાત જવાનોને પાછળ મુકો. ચોક્કસ ત્યાંથી એ લોકો નાઠા હશે."

બક્ષીએ કેપટન ઇન્દ્રને સમજાવ્યું. કેપટન ઇન્દ્ર આ બધું જોઈને રોષે ભરાયો હતો. એણે ચાર જવાનોને ગાડી લઈને તૈયાર કર્યા. અને પોતે ચાર જવાનોને લઈને સુરંગમાં ઘુસ્યા. સુરંગ જ્યાં પુરી થાય ત્યાં લોકેશન જોઈને ગાડીમાં તૈયાર જવાનોને મેસેજ કરીને બોલાવી લેવાની યોજના ઘડાઈ. સુલખન આ મોકો ચુક્યો નહિ એ પણ કેપ્ટન ઇન્દ્ર સાથે ગયો.

આદિત્યને હજુ કળ વળી ન હતી. રુદ્ર્સીહની ભયાનક મોતનું દ્રશ્ય અને લાશ આદિત્યની આંખના પરદામાંથી શી વાતેય ખસે તેમ ન હતી. ઘાયલોને ખસેડાયા. શહીદોને લઈ જવાયા. બચેલા જીવતા લોકોને પણ ગાડીઓ ભરી ભરીને અમદાવાદ મીલીટરી કેમ્પમાં લઇ જવાયા (કારણ એ બધાનું સ્ટેટમેન્ટ લેવું પડે).

આદિત્ય અજય, મનોહર અને લીલાધર પાસે ગયા.

"બોલ આતંકવાદી ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા?" કહીને અજયને લાત મારી. એ પડ્યો એટલ એના ચહેરા ઉપર બુટ મૂકી ચહેરો કચડયો. પણ પેલો કઈ બોલ્યો નહિ.

"ઓકે લેટ મી ડુ માય વર્ક..." કહીને અદિત્યએ ડોકટરને ઉભો કર્યો અને બુટમાંથી ખંજર કાઢીને એના પેટમાં ચાર પાંચ વાર ખંજર હુલાવી દીધું.

ભયાનક ચીસ આકાશમાં ઉછળી. અને જાણે એ સાથે જ વાદળો ગભરાઈ ગયા હોય એમ વરસાદ ધીમો પડ્યો. ડોકટર ત્રણ ચાર સેકન્ડમાં જ મરી ગયો. ઢગલો થઈને પડેલા ડોકટરને અજય જોતો રહ્યો. તેનું એકેય પેટનું અવયવ સાજુ રહ્યું હોય તેમ લાગ્યું નહી. આદિત્યએ બેરહેમીથી ડોકટરના પેટમાં ખંજર ઉપર ખંજર હુલાવ્યા હતા.

"બોલ ક્યાં છે એ લોકો?"

"એ હું નથી જાણતો." ધ્રૂજતો ધ્રૂજતો અજય બોલ્યો. આવો ભયાનક ચહેરો અજયે તેના જીવનકાળમાં જોયો ન હતો. અરે બક્ષીએ કે કોઈ એજન્ટએ આદિત્યનું આ ત્રીજું રૂપ ક્યારેય જોયું ન હતું. ડોક્ટરને આ રીતે સાવ દયાહીન બનીને છ સાત વખત ખંજર હુલાવી દેતા આદિત્યને જોઇને બધા સ્તબ્ધ બની ગયા. ચોક્કસ રુદ્રસિહની લાશ જોઇને આદિત્ય પાગલ થઇ ગયા છે એવું બધાએ ધારી લીધું.

"તને ખબર નથી પણ મેં આવા હજાર વધ કર્યા છે. હું ગુનેગારને સજા એક જ કરું છું માત્ર મોત."

અજયે એની આંખમાં જોયું એને આગ દેખાઈ. પોતાનું મોત દેખાયું. પણ એ કઈ બોલે એ પહેલા તો આદિત્યએ લીલાધરના માથામાં ત્રણ ચાર ગોળીઓ ઠોકી દીધી.

"સાલા ગીધ છે આ. આતંકવાદી મરે કે જવાન મરે એ લોકોને તો જેલમાં જીવતા રહેવાનું હોય ને? ઇટ્સ નોટ ફેર... હમમ ઇટ્સ નોટ ફેર..." મનુંની ભયાનક હાલત અને રુદ્ર્સીહની લાશ, પાંચ જવાનો અને મેજરની શહીદી, શીલાની કચડાયેલી બોડી, સરફરાઝનો ગોળીઓથી છન્ની થયેલો દેહ જોઈને આદિત્ય પાગલ થઈ ગયા. મરેલા મનોહર અને લીલાધરના પેટમાં છાતીમાં ચહેરા ઉપર ક્રૂર બનીને દસ બાર ગોળીઓ ઠોકી દીધી.

"કેટલા માણસો મર્યા છે તમને ખબર છે?" ફરી દાંત કચકચાવીને અજયને લાત ઠોકી અને ગન તાકી પણ બક્ષીએ રોક્યા.

"આ છેલ્લો છે આદિત્ય કન્ટ્રોલ યોર સેલ્ફ. માહિતી લેવાની છે પ્લીઝ આદિ.”

અને આદિત્યએ બંને ગન ઉંચી કરીને હવામાં ધડાધડ પાગલની માફક હતી એટલી ગોળીઓ ખાલી કરી દીધી. ત્યાં હાજર બધા જ આ ખૂંખાર માણસને જોઈ રહ્યા. કોફીથી બળેલા ચહેરા ઉપર વેદના અને ગુસ્સાના ભાવ આદિત્યના ચહેરા ઉપર ભયાનક લાગતા હતા.

*

સૌથી પહેલા સમીર હોશમાં આવ્યો. કારણ એના ઉપર જુમ્મર પડ્યું હતું. સદભાગ્યે કાચ આંખ કે ગરદનમાં વાગ્યા ન હતા પણ તે બેહોશ થઇ ગયો હતો.

દીપને કોઈ ઈજા થઇ ન હતી પણ શીલાની લાશ જોઇને જ એ બેહોશ થઇ ગયો હતો. એ પણ હોશમાં આવ્યો. પણ હોશમાં આવતા જ એ રાડો પાડવા લાગ્યો. ડોકટરે એને ફરી ઇન્જેક્શન આપીને સુવાડી દીધો કારણ એ ચીસો પાડતો બંધ થતો ન હતો. શીલા ગુજરી એટલે એ પાગલ થઈ ગયો હતો.

સુલેમાન ને કઈ જ થયું ન હતું. માત્ર પારાવર તાકાત વાપરીને એ બેશુદ્ધ થયા હતા. સાંજે જ એ હોશમાં આવ્યા હતા.

યાત્રાળુઓમાં બાર માણસો ગુજરી ગયા હતા. 26 જેટલા હજુ ય બેહોશ હતા. કોઈના હાથ તો કોઈના પગ ભાગ્યા હતા. અમુકને ખીલાસરી વાગી હતી એ હોસ્પીટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન પણ ગુજરી ગયા હતા.

*

મનું પંદર દિવસ કોમામાં રહ્યો હતો. એ પછી એ દસ દસ મિનિટે જાગતો હતો ફરી બેહોશ થઈ જતો હતો. છેક મુંબઈ દિલ્હીથી ડોક્ટરો આવ્યા હતા.

આખરે વિસમે દિવસે એને હોશ આવ્યો. હોશમાં આવત જ એણે રુદ્રસિંહની બુમો પાડી. અને એને પણ દીપ જેમ જ ઇન્જેક્શન આપીને સુવાડી દેવો પડ્યો. કારણ એનાથી રુદ્ર્સીહના સમાચાર સહન થાય તેમ ન હતા. ડોક્ટરને એ યોગ્ય લાગ્યું ન હતું.

*

સૌથી દુઃખદ વાત એ બની હતી કે પૃથ્વી, આદિત્ય અને અમુક એજન્ટ સિવાય રુદ્રસિહની અંતિમ યાત્રામાં કોઈ જઈ શક્યા ન હતા. મનુ રુદ્રસિહની અંતિમ ક્રિયા કે અગ્નિસંસ્કારમાં જોડાઈ શક્યો ન હતો કારણ તે વીસ દિવસ સુધી બેસુદ્ધ રહ્યો હતો.

સિદ્ધાર્થ સાવ ભાંગી પડ્યો હતો. ગમે તેમ તે રુદ્રસિહનું લોહી હતો એટલે આઘાત પચાવી તો શક્યો હતો પણ લક્ષ્મી તેને લઈને ગામડે ચાલ્યા ગયા. આદિત્યને તેમણે છેલ્લે કહ્યું હતું, “મારે એક જ દીકરો છે આદિભાઈ.” અને તે આદિત્ય સામે ખુબ કરુણ રડી હતી.

“મનુ પણ મારે દીકરા જેવો છે તમે હવે એને આ નોકરી છોડાવી દેજો...” તે આદિત્યના પગમાં પડી હતી. અને આદિત્યનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. મનુ હોસ્પીટલમાં જે હાલમાં હતો તે જોઇને લક્ષ્મી અને સિદ્ધાર્થે તો એમ જ ગાંઠ વાળી હતી કે એ હવે નથી બચવાનો.

આખરે આદિત્યએ સિદ્ધાર્થને સમજાવ્યો હતો એટલે તે ગામડે જવા તૈયાર થયો હતો.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky