એન્જિનિયરિંગ ગર્લ
~ હિરેન કવાડ ~
પ્રકરણ – ૫
ભાગ - ૨
તીરાડ
આ ભાગ પ્રકરણનોં બીજો ભાગ છે, હું ઇચ્છુ કે આ ભાગ વાંચતા પહેલા ફરીએકવાર તમે આ પ્રકરણનો પહેલો ભાગ વાંચશો તો તમને વધારે મજા આવશે. પ્રકરણો લાંબા હોવાને લીધે બે ભાગ કર્યા છે એટલે ક્યારેક એવું થાય કે પ્રકરણ અચાનક પૂરૂ થઈ ગયું. એટલે વિનંતી કે પહેલો ભાગ ફરીથી વાંચીને બીજો વાંચો આભાર.
***
સાયલન્ટ ડ્રાઇવે કોઈ જ શાંતિ આપી નહોતી, બલકે ઉકળાટ વધ્યો હતો અને મારો નિશા તરફનો ગુસ્સો પણ. રૂમે પહોંચીને બધાંએ કપડા ચૅન્જ કર્યા. એક કલાક સુધી રૂમમાં કોઈ જ બોલ્યુ નહીં. નિશા મારી સામે આંખો નહોતી મેળવી રહી. પણ મારો ગુસ્સો કંઈ શાંત નહોતો થયો. આવતી કાલના પેપરની તૈયાર માટે ચારમાંથી કોઈએ વાંચ્યુ નહોતું. બટ એની કોને પરવા હતી. વિવાનનો ‘પહોંચી ગયા ?’ એવો મૅસેજ આવ્યો હતો. હું નિશાની સાથે વાત કરીને એને કૉલ કરવાનું જ વિચારી રહી હતી. ઑલમોસ્ટ સાડા બાર વાગી ચુક્યા હતાં. નિશા કાનમાં ઇયરફોન નાખીને બીજી રૂમમાં કૃપા સાથે એક તરફ શાંતિથી બેઠેલી હતી, સોનુ એનો બેડ વ્યવસ્થિત કરી રહી હતી.
મેં ગૅલેરીમાં જઈને વિવાનને કૉલ કર્યો.
‘પહોંચી ગઈ ?’,
‘હા ડીઅર. ક્યારના. એન્ડ સૉરી આજના માટે.’, હું ખૂબ જ સૉરી ફીલ કરી રહી હતી.
‘ફેન્સી કારણ વિના રડી હતી. અંકુ તે ખૂબ જ સેન્સીટીવ છે. એના પર આવી રીતે આજ સુધી કોઈએ હાથ નથી ઉઠાવ્યો.’, જે રીતે એ મને અંકુ કહીને બોલાવી રહ્યો હતો એ મને બહુ સારું લાગી રહ્યું હતું. થોડી રીલીફ પણ મળી રહી હતી.
‘સો સૉરી વિવાન, મારે તને એક વાત કહેવી છે. હું તારા પર ટ્રસ્ટ કરું છું અને એવું માનું છું કે તું ગુસ્સે નહીં થાય એટલે જ કહું છું.’
‘યા, ડૉન્ટ વરી. ટેલ મી.’
‘આઈ એમ સો સૉરી યાર. હું ફેન્સી વિશે કંઈ નહોતી જાણતી અને મેં એના વિશે કેવું કેવું વિચાર્યુ.’, મારો અવાજ રૂધાંવા લાગ્યો.
‘હેય્ય હેય્ય, સ્વીટ હાર્ટ. ડૉન્ટ વરી. એવરીથિંગ ઇઝ ફાઇન.’,
‘આઈ એમ નોટ સ્વીટ હાર્ટ. આઈ એમ હાર્ડ હાર્ટ વિવાન. તારું અને નિશાનું બ્રૅકઅપ થયા પછી તમારાં બંનેની ફ્રૅન્ડશીપ કરાવવા માટે મેં નિશાને ભૂલથી એક પ્રોમિસ કરી દીધું છે. હું એવું વિચારી પણ કઈ રીતે શકું. ઇટ્સ નોટ માય નેચર.’
‘વોટ હેપ્પન્ડ અંકુ ટેલ મી.’, એના અવાજે થોડી સોફ્ટનેસ ગુમાવી. મારી ધડકનો વધી રહી હતી.
‘નિશાને એમ લાગતું હતું કે તારા અને ફેન્સી વચ્ચે કંઈક છે, એના કારણે જ તમારું બ્રૅક અપ થયું હતું ને?’
‘હ્મ્મ્મ એક્ઝેક્ટલી. તો?’
‘તો મેં તું અને નિશા બોલતા થઈ જાવ એના માટે નિશાને એમ કહ્યું હતું કે આપણે લોકો ફેન્સી અને વિવાનનો ઝઘડો કરાવીશું. એ જ શરતે નિશા તારી સાથે બોલવા તૈયાર થઈ હતી. સૉરી વિવાન. આઈ એમ સો સૉરી.’, હું રડવાનું રોકી ના શકી.
‘હેય હેય હેય, માય અંકુ. પહેલાં રડમાં. પ્લીઝ.’
‘સૉરી વિવાન.’
‘અંકુ તને ખબર છે? મને તારા પર કોઈ પણ વ્યક્તિ કરતા વધારે વિશ્વાસ છે. ભૂલ સ્વીકારવા માટે ગટ્સ જોઈએ. જે તારામાં છે. આ ગટ્સ જ મને ગમે છે. ડૉન્ટ વરી. હું ખુશ છું કે તે મને આ વાત કહી. અને હું ખુશ છું કે તે આવું કંઈ કરતા પહેલાં આ વાત કહી.’
‘યુ આર માય હાર્ટ વિવાન. મેં મારી અત્યાર સુધીની લાઈફમાં કોઈને લવ નથી કર્યો. કોઈ છોકરા તરફ મને આવી ફિલીંગ્સ પહેલાં નથી થઈ. અને જો આપણે બંને સાથે નહીં રહી શકીએ તો યુ આર માય લાસ્ટ લવ. હું બીજા કોઈ વિશે વિચારી શકું એમ પણ નથી.’, હું હજુ હીબકા ભરી રહી હતી.
‘અંકુ, યુ નો. હું સ્પીડને લવ કરું છું. બટ તને એ નહીં ખબર હોય. અત્યારે મારી હાર્ટબીટ કેટલી સ્પીડમાં છે. યુ આર માય સ્પીડ. યુ આર સ્પીડ ઑફ માય લાઈફ. એટલે જ આઈ લવ યુ મોર ધેન એનીવન. અને તારે હવે રડવાનું બંધ કરવાનું છે કે મારે ત્યાં છ મહિનાની ગગલીને છાની રાખવા આવવી પડશે?’, એણે એના ફની ટોનમાં કહ્યું.
‘વિવાન… થેંક્સ. આઈ એમ ફિલિંગ ગુડ.’, આવી નાની વાત કહીને મારું હૃદય ખૂબ જ હળવુ થઈ ગયું હતું. હું ખુશ હતી કે વિવાન મને સમજી શક્યો હતો. નો ડાઉટ હવે મને વિવાન પર કોઈ જ ડાઉટ નહોતો.
‘નો થેંક્સ. અવર બોડી મે બી ડિફરન્ટ, બટ ઓવર સોલ ઇઝ વન. ચાલ હવે સ્માઈલ કર.’, મેં મારાં ચહેરા પર સ્માઈલ લાવવાની કોશિષ કરી.
‘આવી નાની સ્માઈલ નહીં, મોટી સ્માઈલ.’, એ એવી રીતે બોલી રહ્યો હતો કે જાણે એ મારી સ્માઈલને જોઈ શકતો હોય. અને હું તો માનતી પણ હતી કે એ મને જોઈ જ રહ્યો હશે. એણે એની આંખો બંધ કરી હશે અને સામે મારો ચહેરો હશે.
‘હવે બરાબર?’, મેં મોટી સ્માઈલ ચહેરા પર લાવીને પૂછ્યું.
‘યા માય અંકુ.’, એણે એના સ્વીટ અવાજમાં કહ્યું.
‘આઈ લવ ઇટ જ્યારે તું મને અંકુ કહીને બોલાવે છે.’, મેં મારી ફિલીંગ્સ કહી.
‘મારું પેટનેમ ભી છે.’, એ હસતા હસતા બોલ્યો.
‘યા આઈ નો. વિવુ ડાર્લિંગ.’, મેં કહ્યું અને હું હસી પડી. એ પણ હસ્યો. અંદરથી કોઈ કાચની વસ્તુ ફુટી હોય એવો અવાજ આવ્યો.
‘વિવુ હું નિશાને સમજાવીશ. હવે હું તારાથી કંઈ છૂપાવવા નથી માંગતી.’
‘અને હું પણ અંકુ. એન્ડ ડૉન્ટ વરી. એવરીથિંગ વિલ બી ફાઇન.’, એ ખૂબ જ સોફ્ટલી બોલ્યો.
‘યા આઈ નો, બિકોઝ તું મારી સાથે છે. ચલ હવે હું અંદર જાઉં ? માય વિવુ બેબી?’,
‘બેબી? ધીઝ બેબી ઇઝ વેરી નોટી.’,
‘આઈ લાઈક નોટી બેબીઝ.’
‘ધેન ગીમ્મી કિસ…’,
‘હ્મ્મ્મ્મ્મ.. એમ ના મળે. ’
‘કેમ? બિકોઝ આઈ વોન્ટ રીઅલ..’
‘આઈ ઓલ્સો બટ. ટેમ્પરરી માય અંકુ.’
‘મુઆઆઆઆઆઆઆઆઆ….’, મેં મારાં મોબાઈલના માઇકને ચૂમીને વિવાનને એક લાંબી કિસ આપી.
‘મુઆઆઆઆઆ.’, એણે પણ સામેથી કિસ આપી. ખરેખર તમે પ્રેમમાં હો ત્યારે પાગલ જ હો. શું મોબાઈલને કિસ કરવાથી. સામે વાળાને કિસ મળી જતી હશે..? હા મળી જાય પણ એને પહોંચાડવા માટે પ્રેમ જોઈએ. ત્યાં મોબાઈલનું નેટવર્ક કામ ના કરે. અમે બાય કહીને કૉલ કટ કર્યો. વિવાન સાથે વાત કરીને મને ઘણી રાહત થઈ હતી.
હું અંદર ગઈ. મેં કૃપા અને સોનુના રૂમમાં નજર કરી. એ લોકો સૂઈ ગયાં હતાં. મેં કિચનમાં જોયું. નિશા સાવરણી લઈને ફૂટેલા ગ્લાસના કાચને એક તરફ કરી રહી હતી, એના પગમાં કાચ વાગ્યો હતો, ફર્શ પર લોહી હતું છતાં એ કોઈ પરવા કર્યા વિના કાચને હટાવી રહી હતી. હું તરત જ નિશા પાસે ગઈ.
‘ઓય્ય. ચલ ઊભી થા. પગમાંથી લોહી નીકળે છે ખબર નથી પડતી?’,
‘મને બધી જ ખબર પડે છે. સમજી ?’, એની આંખો લાલ હતી. જાણે ગુસ્સો એની ટોચ પર હોય. એનો આવો ગુસ્સા ભરેલો અવાજ મેં ક્યારેય સાંભળ્યો નહોતો. મેં નિશાને ઊભી કરવા એના ખભા પર હાથ મુક્યો.
‘ડૉન્ટ ટચ મી…’, એણે ચીસ પાડી.
‘નિશા શું થયું છે તને?’, મેં ફરી એના ખભા પર હાથ મુક્યો.
‘ગો અવે, એન્ડ લીવ મી અલોન. યુ’, આ વખતે એનો અવાજ વધારે પ્રચંડ હતો. એણે એના શબ્દોને કંટ્રોલમાં કર્યા. સોનુ અને કૃપા જાગી ગયા અને દોડતા દોડતા કિચનમાં આવ્યાં.
‘શું થયું?’, સોનુ બોલી.
‘નિશાના પગમાંથી લોહી નીકળે છે, મેં એને કહ્યું ઊભી થા. તો મારાં પર બુમો પાડે છે. ખબર નહીં શું થઈ ગયું છે.’, મેં કહ્યું. સોનુ અને કૃપા નિશા પાસે ગયા. બંનેએ નિશાને ઊભી કરી. ‘ચલ હળદર લગાવી દઈએ.’, કૃપા બોલી.
‘પહેલાં આને કહે મારી સામેથી ચાલી જાય.’, નિશાએ મારી સામે આંગળી ચીંધતા કહ્યું.
‘શું થયું એ ખબર નથી.’, એ મારી સામે ખુન્નસ નજરોથી જોઈને બબડી. મને અંદાજો આવી ગયો હતો, એણે મારી ફોન પરની વાતો સાંભળી હશે. પણ મેં ક્યાં કઈ ખોટું કર્યુ હતું.
‘નિશા જે બોલવુ હોય તે ચોખ્ખુ બોલ. મને ખોટું નહીં લાગે.’
‘તારી સાથે બોલુ? આજ પછી તારું મોઢુ જોવે એ પણ બીજી. ’, એનો ગુસ્સો એના ચહેરા પર જલકતો હતો, એનો ગોરો ચહેરો લાલ થઈ ગયો હતો.
‘કોઈ કહેશે શું થયું છે?’, કૃપા વચ્ચે બોલી.
‘આને જ પુછ. બહુ ફ્રૅન્ડ ફ્રૅન્ડ કરતી હતી. મારી બેસ્ટ ફ્રૅન્ડ. મારી મોટી બહેન.’, ફરી નિશા ગુસ્સામાં બબડી. કૃપા અને સોનુએ મારી સામે જોયું.
મેં એ લોકોને વિવાન સાથે ફેન્સી વિશે જે વાત થઈ હતી એ કહી.
‘અને તારે ફેન્સીને લાફો મારવાની ત્યાં શું જરૂર હતી? તારી ચોલી વરસાદમાં એમ પણ પલળેલી હતી.’,
‘હજુ તું ફેન્સીનો પક્ષ લે.’
‘નિશા સમજવાની કોશિષ કર. હું કોઈનો પક્ષ નથી લેતી. આઈ લવ વિવાન. એન્ડ વિવાન લવ્સ મી. અને વિવાનથી હું કંઈ છૂપાવવા નથી માંગતી એટલે જ મેં એને કહ્યું. ’,
‘તો વિવાન પાસે જ ચાલી જા ને.’, હવે નિશાનું બોલવાનું વધી રહ્યું હતું, હવે નિશા નહીં એનો ગુસ્સો બોલી રહ્યો હતો.
‘નિશા, સમજીને બોલ.’, હું મોટેથી બોલી.
‘તુ શું પ્રોમિસ પૂરાં કરવાની, સાલી બોયફ્રૅન્ડ ચોર.’, એક ક્ષણ માટે હું બધું જ ભૂલી ગઈ. જ્યારે મને ખબર પડી ત્યારે નિશાના ગાલ પરથી મારો હાથ નીચે ઉતરી ગયો હતો. મારી આંખો ભીની થઈ ગઈ હતી. ચારે બાજુ તમાચાના અવાજના કારણે સન્નાટો છવાઇ ગયો હતો.
‘આજે તે સાબીત કરી દીધું કે તું મારી બેસ્ટ ફ્રૅન્ડ હતી.’, નિશા રડતાં રડતાં બોલી.
‘અને તે પણ નિશા, પહેલાં કહ્યું હોત કે તને વિવાન પ્રત્યે હજુ ફિલીંગ્સ છે તો હું આગળ વધી જ ના હોત.’, હું પણ રડતાં રડતાં બોલી.
‘સાલી તે તો અઢી દિવસના રિલેશન માટે અઢી વર્ષની ફ્રૅન્ડશીપ છોડી દીધી. ગેટ લોસ્ટ. ગેટ લોસ્ટ ફ્રોમ માય લાઈફ. ડૉન્ટ શો યોર ફેસ. એવર.’, એ રડતાં રડતાં ઢળી પડી.
‘નિશા પ્લીઝ, ડૉન્ટ ડુ ધીઝ. નિશા.’, હું રડતાં રડતાં બોલી રહી હતી.
‘જસ્ટ ગેટ લોસ્ટ, ગેટ લોસ્ટ. ગેટ આઉટ ફ્રોમ માય લાઈફ.’, એ રડતાં રડતાં બબડી રહી હતી. કૃપા નિશાને છાની રાખવા લાગી. સોનુએ આવીને મારાં ખભા પર હાથ મુક્યો અને ન રડવા કહ્યું. હું જવાબમાં કંઈ ના બોલી, કારણ કે હું નહોતી ઇચ્છતી કે મારી લવલી સીસ્ટર મારાંથી દૂર જાય.
મેં પણ સોનુને રડતાં રડતાં કહ્યું કે હું નિશાને કંઈ ઓછો લવ નથી કરતી. એને હું મારી મોટી બહેન માનું છું. પણ એ આવું કઈ રીતે બોલી શકે અને હું કઈ રીતે સહન કરી લવ. ખબર નહીં. એ દિવસે નિશા સાચી હતી કે હું. પણ ગુનેગાર બંને હતાં. અમે બંને એકબીજાના ગુનેગાર હતાં. બસ ગુનો સ્વીકારવા તૈયાર નહોતા.
એ દિવસે નિશા કૃપા સાથે બીજી રૂમમાં ઉંઘી અને સોનુ મારી સાથે નિશાના બેડ પર. હું એકલી એકલી મોડી રાત સુધી જાગતી રહી અને રડતી રહી. મને ઊંઘ પણ કઈ રીતે આવી શકે એમ હતી? કેટકેટલા વિચારોનો હથોડો મારાં મગજ સાથે ઝીંકાઇ રહ્યો હતો. મારું માથુ સખત ફાટી રહ્યું હતું. એ દિવસે છેલ્લે જ્યારે મેં ઘડીયાળ સામે નજર કરી ત્યારે સાડા ચાર વાગ્યા હતાં. હું બસ તડપતી રહી. મારી ફ્રૅન્ડશીપના બ્રૅકઅપના લીધે તડપતી રહી. નિશાનો ચહેરો યાદ કરીને તડપતી રહી. હું તડપતી રહી એક વિચારને વારંવાર ઘૂંટી ઘૂંટીને. શું મે ખરેખર નિશા પાસેથી કંઈ છીનવ્યું હતું? શું નિશા અને વિવાનના બ્રૅકઅપનું કારણ હું હતી? મને મારાં અને વિવાનની પહેલી મુલાકાત ફરી યાદ આવવા લાગી હતી. એ જ દિવસે તો વિવાને નિશા સાથે બ્રૅક-અપ કર્યુ હતું. એ મૅસેજ કર્યો હશે ત્યારે પણ હું વિવાન સાથે જ હતી. શું નિશાના બ્રૅક અપનું કારણ હું હતી? એ સવાલ મને અંદરો અંદર ખાઇ રહ્યો હતો. પણ એક તરફ મને વિવાન પર ભરોસો હતો. વિવાન મારી બધી પ્રોબ્લેમ્સ દૂર કરી દેશે. વિવાને જ મને મારી નવી લાઈફ આપી છે, એ જ મને ખુશીઓ આપશે. બસ એક જ આશા સાથે હું વહેલી સવારે ઉંઘી હતી. વિવાન બધું જ બરાબર કરી દેશે. હું ઘણી વાર સુધી બે વાક્યો બબડતી રહી હતી. આઈ લવ યુ નિશા. આઈ લવ યુ વિવાન.
***
જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.