"તક ની શોધમા"
અભિષેક એક મધ્યમ પરીવાર માથી આવેલ જુવાન છોકરો હતો. ઘણી બધી મેહનત કર્યા પછી સારી કોલેજ મા 1st કલાસ સાથે ડિગ્રી પ્રાપ્ત કરી અને પોતાના કેરિયર માટે જોબ શોધવા લાગ્યો.
એક રીતે જોવા જાવી તો માર્કેટ માં આમ તો ફ્રેશ લોકો ને કોઈ જોબ ઉપર ના રાખે પણ અભિષેક ને જોબ ની તત્કાલ જરુર હતી આથી તેને નૌકરી મેળવવા માટે બાયોડેટા તયાર કરયો અને ઘણી જગ્યાયે ઈ-મેઈલ અને કુરિયર કર્યા. એક, બે, ત્રણ.. એમ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ આવ્યા પણ ફ્રેશર ની લીધે કોઈ જોબ આપવા રાજી ના થયુ.
તેના એક-બે દોસ્તોએ વાત કરી કે જોબ કન્સલ્ટેન્સી નો કોન્ટેક્ટ કર, તેમા થોડા પૈસા ભરવા પડે અને તે નોકરી અપાવી દે. તેને તેમા પણ પ્રયત્ન કરયો પણ ક્યાય થી પ્રતિસાદ આવ્યો નહીં.
હંમેશા લગભગ આવી જ રીતે રોજ સવારે વહેલા જાગે, નયુજપેપર મા એડવર્ટાઇઝિંગ જોવે અને જોબ એપ્લિકેશન આપ્યા કરે પણ કયાયથી ઇન્ટરવ્યુ માટે બોલાવો આવે નહીં, અને જો કોઈ બોલાવે તો ફ્રેશ છે તેમ કહિને ના પાડી દે.
લગભાગ ૬ મહીના થઈ ગયા અને હવે તે થાક્યો, હવેે શુ કરવુ, મન અશાંત થવા લાગ્યું. "મુશ્કેલ સમય" "Hard time"
એક વાર તેને પાછો જોબ કન્સલ્ટન્સી નો સંપર્ક કરવાનો વિચાર કર્યો, અને તે સાહેબ ને મળયો, કન્સલ્ટન્સી વાળા ને તેની સ્કિલ પસંદ આવી તેણે માત્ર 3000 રુપિયા ની જોબ ઓફર કરી. તો અભિષેક તેણે કહ્યુ સારુ પછી વિચારીને જવાબ આપુ. આમ તો આ સમય મા માત્રર 3000 રુપિયા શુ થાય, નોકરી મા આવવા અને જાવવા રિક્ષા ભાડા મા 1500 રુપિયા મહીને જતા રહે.
પાછા 3-4 દિવસ જતા રહયા અને કોઈ જોબ મળી નહી. એક દિવસ પાછો વિચાર કરયો તે 3000 રુપિયા વાળી જોબ સ્વિકાર કરી લવ. જોબ તો ચાલુ થય જશે. સાવ આમ ઘરે તો ના બેસાય. આમ વીચારીને સવાર મા જોબ લેવા માટે રિક્ષા મા બેસી ગયો, તેજ સવારે એક એડવર્ટાઇઝમેન્ટ મા જોબ માટે ખાલી જગ્યા વાચેલ, પણ તે અનુભવ વાળી જોબ હતી. તેથી થોડો મન માં વિચાર આવ્યા તયા જવુ કે નહીં. પણ રિક્ષા મા તો બેસી ગયેલ, પણ જોબ જાહેરાત ની મુખ્ય મેઈન ઓફિસ રસ્તા મા જ આવતી હતી એટલે તેણે ત્યા રીક્ષા ઊભી રખાવી અને તયા ઉતરી ગયો.
ઇન્ટરવ્યૂ દેવા માટે તે મુખ્ય હેડ ઓફિસ મા પહોંચી ગયો, ત્યા રિસેપ્શન મા ઈન્ટરવ્યુ ફોર્મ ભરયુ અને બાયોડેટા આપ્યો. તેનો બાયોડેટા તયાના ડિરેક્ટરે જોયો અને તેને ઇન્ટરવ્યૂ માટે ઓફિસ મા બોલાવીયો અને ઇન્ટરવ્યૂ મા સવાલો પુછયા અને તેના બરાબર જવાબ આપ્યા. અને તેણે તેને પસંદ કરી લીધો. ડિરેક્ટરે પુછયું કેટલી સેલરી જોયે તો તેણે 7000 રુપિયા માન્ગયા પણ ડિરેક્ટરે 8000 રુપિયા ઓફર કયો. આ સાંભળી ને તેનો આણંદ નો પાર ના રહ્યો. શુ તક હતી કે 3000 રુપિયા ની નોકરી લેવા ગયેલ અને ભગવાને 8000 રુપીયા ની નૌકરી અપાવી. તેણે ત્યાના સાહેબ ને આભાર માન્યો અને કંપનીમા જોડાવવાની પ્રક્રિયા પુરી કરી. માટેજ ભગવાન બધાને કઈક ને કઈક રીતે અને સમય આવે ત્યારે મદદ કરેે છે. જો તેણે આ તક જવા દીધી હોત તો તે ને આ નોકરી મળી ના હોત.. પણ તેને આ તક ને પક્ડી લીધી.. આથી જીવન માં ગમે તેવી મુશકેલી આવે, તો હાર ના માનવી ના જોયે. મેહનતથી જ તક ને પકડી શકાય છે. "Hard work can catch the opportunity"
એક પ્રાચિન કથા મા એક ગ્રીક ભગવાન ની પ્રતિમા નુ વરણન છે જેને "Statue of Opportunity" તરીકે ઓળખવામાં આવે છે. આ મૂર્તિ ના માથા ના આગળ ના ભાગમાં આંખ આડા લાંબા વાળ છે, મતલબ જેનાથિ તેની આંખો ઢંકાયલ છે અને પાછળ ના ભાગમા વાળ નથી, મતલબ લપસણો ભાગ છે. મતલબ આ સ્ટેચ્યુ દુનિયાને એવુ કેવા માંગે છે કે જ્યારે માણસ ને તક મળે છે તો તે તક ને આંખો થી જોય નથી શક્તો કારણ કે તેની આંખો વાળ થી ઢકાયેલ છે અને જો તક આવે તો તે તરતજ જતિ રહે છે કારણકે માથા ના પાછળ ના ભાગમા વાળ નથી, અટલે કે તે તેને પકડી નથી શકતો.
મનોજ નાવડીયા