azad-e-hind in Gujarati Biography by MaNoJ sAnToKi MaNaS books and stories PDF | આઝાદ-એ-હિંદ

Featured Books
Categories
Share

આઝાદ-એ-હિંદ

પંદર વરસના બાળકની બોલી આઝાદ હતી ,
જે રમ્યા આઝાદી માટે એ હોળી આઝાદ હતી .
આલફેન્ટ પાર્કમા જે ખેલાયુ હતું યુદ્ધ “મનોજ “ ,
આઝાદની પિસ્તોલની એ ગોળી આઝાદ હતી .

“આઝાદ” શબ્દ જ બોલતા શૌર્યતા પ્રદાન થઈ જાય એવી મહાન વિભુતિ એટલે પંડીત ચંદ્રશેખર આઝાદ . નાનપણની પરાક્રમથી આવો યુવાની સુધી . ઉંમરની સાથે દેશદાઝમા જે વધારો થયો અને યોગ્ય સમયે તેની શૈર્યતાનો ઉપયોગ દેશની સાર્વભૌમત્વ માટે કર્યો .

“હુ આઝાદ છુ , આઝાદ રહ્યો , આઝાદ રહેવાનો અને આઝાદ મરવાનો “ કેટલી તાકાત છે શેખરબાબુના આ વાક્યમાં ! આઝાદીના ખપ્પરમાં પોતાનું બલિદાન આપી જતુ રહેવું અને એકપણ સ્વાર્થ વગર અર્પણ થઈ જવુ . ક્યારેય તેમના પરિવાર સામે પણ નથી જોયું . એક ઘટના મને યાદ આવી . જ્યારે કાંકોરી લૂંટ કરવામાં આવી ત્યારે આઝાદના ગામના એક માણસે આઝાદને કહ્યું કે “તમારી પાસે લૂંટના પૈસા આવ્યા છે . તમે થોડા પૈસા તમારા પરિવારને આપો એટલે તમારા માતા પિતાનું ગુજરાન ચાલે .” ત્યારે આઝાદ ફક્ત બે જ વાક્ય બોલ્યા હતા જે વિશ્વના ક્રાંતિકારીઓના ઈતિહાસમા ક્યાંય જોવા નહી મળે . “માતા પિતા મારા એકના નથી . બીજા ક્રાંતિકારીઓના પણ છે . અને તમારાથી મારા માતા પિતા ની દેખભાળ ન થતી હોય તો મને કહેજો , હુ આવીશ અને તેમની છાતીમાં બે ગોળી મારી જતો રહીશ.”

શુ ખુમારી હતી ? શુ વ્યક્તિત્વ ? શુ જવાની હતી . લવરમુચ્છો યુવાન પુરી ગોરી સલ્તનતને પડકાર ફેંકતો ફરતો . એકપણ ગોરામાં તાકાત નહોતી કે આઝાદને પકડી શકે . ફક્ત ચોવીસ વરસની ઉંમરમાં આઝાદ માતા ભારતીના ખોળામાં ચિરનિન્દ્રામા પોઢી ગયા . કુરબાનીના પન્નામાં એક પન્નું વધુ જોડાય ગયું . સુરજ પણ પોતાના રક્તના કિરણો ધરતી પર નાખવા લાગ્યો . સેંકડો ગોરા અધિકારી સામે માતા ભારતીનો લાલ એકલો લડ્યો , અને હમેશાં આઝાદ રહ્યો . જ્યારે મે આઝાદની શહાદત પર નેટ પર વાંચવાનું ચાલુ કર્યું ત્યારે મારા પગ ધ્રુજી ગયા . આઝાદનુ મોત સ્વાભાવિક નહોતુ પણ એક ષડયંત્રનો ભોગ હતું .

લખનવમા ગોખલે માર્ગ પર આવેલી સીઆઈડી ઓફિસમા હજુ પણ આઝાદના મોતની ફાઈલો પડી છે . જ્યારે પંચનામું થયું અને પુછપરછ થઈ . જે લોકોએ યોજના ઘડી એ લોકોના બયાન પણ એ ફાઈલમાં રેકોડ છે . ત્યારના ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી ગોવિદવલ્લભ પંતને નેહરુ એ આદેશ આપેલો કે આઝાદ મર્દર ફાઈલને સળગાવી નાખવામા આવે . પણ પંતે સમજદારી વાપરી અને તે ફાઈલો સળગાવી નહી . નેહરુ ને એક સંદેશ મોકલી આપ્યો .” પંડિતજી એ ફાઈલો રાખ કરી નાંખી છે”

હવે એ ફાઈલમાં શુ લખ્યું છે એની પર નજર કરવામાં આવે તો એ ફાઈલમાં અંગ્રેજ ઓફિસરનુ એક બયાન રેકોડ કરવામાં આવ્યું છે જેના આદેશ પર આઝાદને ઘેરી તેમની હત્યા કરવામાં આવી હતી . એ અંગ્રેજ “નોટ બાવર” કહે છે કે “ હુ જમતો હતો ત્યારે એક સંદેશાવાહક હાંફતો હાંફતો આવ્યો અને કહ્યું કે “તમારો દુશ્મન અલફેન્ટ પાર્કમા બેઠો છે “ . અંગ્રેજ પુરી વાત સમજી ના શક્યા એટલે તે આનંદ ભાવન ગયા જ્યા નેહરુ હતા . અને અંગ્રેજ અધિકારીને કહ્યું કે “આઝાદ મારી પાસે પૈસા માંગવા આવ્યો હતો એટલે મે તેને કહ્યું કે તુ પાર્કમા બેસ હુ થોડીવારમા તને બોલાવું છુ . તમારી પાસે એક મોટો અવસર છે આઝાદને પકડવાનો “. અને અંગ્રેજો આઝાદને પાર્કમા ઘેરી ગોળીઓ મારે છે . અંતે એક ગોળી પોતાના લમણામા મારી માતા ભારતીનો લાલ હમેશાં આઝાદ થઈ જાય છે .

આઝાદી પછી પણ આપણે અનેક શહીદ જવાનોનું અપમાન કરતા આવ્યા છીએ . આઝાદીને ચંદ લોકોની જાગીર બનાવી દીધી છે . જ્યારે માયાવતી પહેલીવાર મુખ્યુમંત્રી બની ત્યારે ઈટાવા શહેરમાં ચંદ્રશેખર આઝાદ નામની કોલેજ હતી . મુખ્યમંત્રી બનતાની સાથે જ એ કોલેજ માથી આઝાદનુ નામ હટાવી જેતે નામ લખી નાખવામા આવ્યું . જ્યારે પત્રકારે તેમને પુછયુ “મેડમ તમે આ શુ કર્યું શહીદ આઝાદનુ નામ હટાવી નાંખ્યું “ ત્યારે માયાવતી ગુસ્સામાં બોલી હતી “કોણ આઝાદ ઓલો આંતકવાદી “

આપણે આ મુલ્ય જ આઝાદીના પાયાના પત્થરનુ નથી કર્યું . ક્યારેય કોઈને યાદ જ નથી કર્યા . પક્ષવાદમા એ પણ ભુલી ગયા કે એ લોકો શહીદ ભારત માટે થયા હતા નહી કે ઈન્ડિયા માટે . ખૈર, જે હોય તે સત્ સત્ નમન આઝાદના પરમ આત્માને .

મનોજ સંતોકી માનસ