Bhutkaal in Gujarati Short Stories by Komal Mehta books and stories PDF | ભૂતકાળ

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

ભૂતકાળ

ભૂતકાળ ?

ભૂતકાળ એટલે શું ? આપણે શિખેલા શાળામાં કે જે સમય વિતી ગયો છે, એને કહેવાય છે ભૂતકાળ. આપણાં જીવનમાં વિતી ગયેલાં સમય ની યાદો થોડીક જાંખી પડી જાય છે, પણ એના શબ્દો અને ભાવો અચૂક મનમાં ઘર કરી જતાં હોય છે. વિતી ગયેલો સુંદર સમય તો હંમેશા આપણને ખુશી પ્રદાન કરે છે. પરંતુ વિતી ગયેલો ખરાબ સમય હંમેશા આપણને દુઃખી કરે છે રડાવે છે. ગણી બધી વસ્તું માં આપણે આગળ વધી જઈએ છે, તે છતાં ક્યારેક ભૂતકાળ હાવી થઈ જાય છે આપણા પર અે આપણને સમજાતું નથી.

આપણાં જીવનનો સૌથી મોટો નિર્ણય એટલે કે લગન.વાત છે અહીંયા બીજા લગન ની કે, જ્યારે કોઈપણ વ્યક્તિ નાં જીવનમાં બીજા લગન કરવાં નો નિર્ણય એને લેવાનો હોય છે. ત્યારે શું થાય છે, અે માણસ કંઈ શકતાઓ થી ગુજરે છે. કોઈ વિદુર હોય તો કોઈ છૂટાછેડા વાળું હોય. લગન તૂટવાનું કારણ કોઈપણ કેમ નો હોય પરંતુ માણસ ને બીજીવાર નિર્ણય કરવો ખૂબ અગરો થઈ જાય છે.

જ્યારે એક માણસ નિર્ણય કરે છે, ચાલો હવે સેટલ થઈ જાઉં. સારું કમાવું છું, અને જવાબદારી નિભાવી શકીશ.એટલે હવે બીજી વાર પરણવાનો નિર્ણય થઈ ગયો. પછી છોકરા છોકરી મળે છે.વાતો કરે છે.આવી સ્થિતિ માં નાની નાની વાતો જીવન ને બહુજ સોંચવા પર મજબૂર કરે છે.જેમ કે છોકરી નો ફોન છોકરો અે સમયે ક્યારે ઉઠાંવેજ નઈ.પછી અે નવરાશ ની સમયે ફોન કરે. આવી સ્થતિ પુરુષ ની પણ હોય કે સ્ત્રી ફોન અે કરે અે સમયે નાં ઉઠાવે. આવી પરિસથિતિમાં બંને નાં મગજમાં શું વિચાર આવશે કે " અત્યારથી આ માણસ ને મારી કદર નથી , તો આવા માણસ જોડે હું પૂરું જીવન વિચારવાનો નિર્ણય કરી રહી છું, તો હવે મારે શું કરવું જોઈએ, આગળ પણ જીવનમાં આવું જ થતું રહેવાનું."
પછી.... આવાં વિચારો આવવા નોર્મલ છે, કારણકે જેનું ભૂતકાળ ડરાવનું વીત્યું હોય, એવા લોકો નાં મન માં એક ડર સતત ફર્યા કરે છે, જો પાછું ભૂતકાળ જેવું આ પાત્ર નીકળશે તો મારું જીવન તો આબાદ ને બદલે બરબાદ થઈ જશે.એના કરતાં કુવારા સારા.

આવા લોકો જ્યારે સબંધ માં પ્રવેશતાં પહેલાં વાતચીત કરતાં હોય છે, ત્યારે અે એક બીજાની પરિક્ષા લેવામાં વ્યસ્ત બની જાય છે. એમને અે સમજાતું નથી કે અે કરી શું રહ્યાં છે, જાણતા અજાણતા અે સામેવાળા માં એક ભૂલ શોધતાં હોય છે, સામેવાળા માં સારું શું છે એ વિચારવાનું ભૂલી જાય છે.બંને પોતાને એક સ્પર્ધા માં મૂકી દેતાં હોય છે,સર્વગુણસંપન્ન નું લેબલ ઘરવાળા કોને આપવાનાં છે.વિશ્વાસ કરતાં અચકાય છે, સામેવાળા જોડે ફ્રી થતાં પણ એમ થાય છે, શું આ પાત્ર મને સમજી શકશે.ઘણીવાર તો એવું પણ બને કે છે, સામેવાળો મને નાં પાડે તો? એક રેજેશકશન નો ડર માં બંને એકબીજાને નાં પાડે છે. ઘણીવાર ગમતું હોય તે છતાં નાં પડાઈ ગઈ હોય છે, અે મને નાં કરે અે પહેલાં હું એણે નાં કહી દઉં.પછી બધું પતી ગયા પછી અનુભવ થાય છે, મારા માટે એ પાત્ર ખરેખર યોગ્ય હતું.પછી અહંકાર અને ઈગો મોટો થઈ જાય છે.આવી પરિસ્થતિમાં બંને માંથી એકપણ જીવનમાં આગળ વધી શકતાં નથી.ખુશ રહે છે, પણ સાંસારિક જીવન માટે વિચારી નથી શકતાં.આગળ વધવું તો વાધી જાય છે પોતાનાં કામ માં!! પણ જ્યારે વાત આવે વૈવાહિક જીવન ની ત્યારે અે લાગણીશીલ રીતે નઈ પ્રેક્તિકલ રીતે વિચારવા માંડે છે.

આવી પરિસથિતિમાં બંને ને સમજવું અનિવાર્ય હોય છે, કે આપણે જે કંઈ વર્તન વિપરીત દિશા માં કરી ચૂક્યાં એ શા માટે થઈ ગયું.પછી વિચાર કરીને સમજીને જીવનમાં બધા પાસા ને સમજી ને વર્તન કરીને આગળ વધવું જોઈએ.ઘણીવાર એવું બને છે આપણે ચાહવા છતાં આગળ વધી નથી શકતાં.બધું બહુજ સારી રીતે સમજવા છતાં અે બધી વસ્તુ પોતાનાં જીવનમાં એણે અનુસરી નથી શકતાં. બોલવું સમજવું બીજા માટે જેટલું સરળ બની જાય છે,ખબર નઈ કેમ અે બધી વસ્તુ પોતાના જીવનમાં અનુસરવી અગરિ બની જાય છે.

આવી સ્થિતિ માં સમય અે સૌથી મોટું સમાધાન સાબિત થાય છે.