ભાગ -19
(આગળ જોયું કે રોહન અને રશ્મિ તેજલ ને એના ઘરે મુકવા જાય છે પાછા ફરી રોહન ખુશ જણાતા રશ્મિ એને પૂછવાની કોશિશ કરે છે પણ રોહન વાત ટાળી દે છે પણ રોહન વિચારે છે કે કાલ એના મમ્મી એને પૂછશે તો એ શું જવાબ આપશે હવે આગળ)
સવાર ના 6 વાગ્યા નો એલાર્મ વાગતા જ રોહન ની આંખ ખુલે છે આજ મંડપ વિધિ હોવા થી બધા વહેલા ઉઠી ગયા છે રોહન જુવે તો અજય હજી આરામ થી સૂતો છે એ અજય ને ઉઠાડે છે પણ એતો હજી જાગવાના મૂડ માં ના હોવા થી રોહન બહાર જાય છે વરસાદી વાતાવરણ હોવાથી સવાર ખૂબ જ ખુશનુમા લાગી રહી હતી બધા પોતપોતાના કામ માં મશગુલ હતા એના મમ્મી ને બધા વિધિ ની તૈયારી કરી રહ્યા હતા અને પૂજા ને રશ્મિ બન્ને પણ ઉઠી ગયા હતા રોહન બ્રશ કરી નીચે આવે છે અને બધા કામ માં હોવા થી પોતે જ રસોડા માં જાય છે પોતાના માટે ચા બનાવવા ત્યાં રશ્મિ આવે છે
રશ્મિ- ગુડ મોર્નિંગ રોહન શુ કરે છે
રોહન- ગુડ મોર્નિંગ કાઈ નહિ બસ ચા બનાવું છું
રશ્મિ - તું શા માટે બનાવે છે જા ડાઇનિંગ ટેબલ પર બેસ હું બનાવું છું અને તું શું નાસ્તો કરીશ એ પણ કે એટલે ચા નાસ્તો સાથે જ બનાવી દઉ
રોહન - ના તું શા માટે હેરાન થા છો હું બનાવી લઈશ
રશ્મિ - ના મારે પણ બાકી છે તો હું બનાવી લઈશ તું ક્યાંક દાઝી કે જઈશ
રોહન- અરે કાઈ નહિ થાય એક કામ કર તું ટોસ્ટ બટર બનાવ હું ચા બનાવું આપણે સાથે નાસ્તો કરશુ ચાલ જલ્દી કર..
રશ્મિ - હા ઠીક છે પણ ધ્યાન રાખજે
રોહન- હા જી મેડમ
રોહન ચા બનાવે છે અને રશ્મિ ટોસ્ટ બટર બનાવે છે ચા બની જાય એટલે રોહન એને કપ માં કાઢે છે ત્યારે થોડી ગરમ ચા એના હાથ પર પડે છે ગરમ ચા પડતા રોહન ની ચીસ નીકળી જાય છે રશ્મિ એ જોયું રોહન દાઝી ગયો એ હાફડી ફાફડી થઈ ગઈ રોહન નો હાથ પોતાના હાથ માં લઈ ફૂંક મારે છે રશ્મિ (ગુસ્સા માં ) તને મેં કહ્યું હતું ને કે દાઝી જઈશ પણ કોણ માને મારી વાત.
રોહન- અરે કાઈ જ નથી થયું એટલું બધું..
રોહન નો હાથ પકડી ફૂંક મારતાં બન્ને દલીલ કરી રહ્યા હોય છે ત્યાં પૂજા આવી પહોંચે છે
પૂજા - ઓહ સોરી મેં કાઈ નથી જોયું હું તો ખોટા સમયે આવી ગઈ સોરી (પૂજા પાછળ ફરી પોતાની આંખો બંધ કરી લે છે)
પૂજા અચાનક આવી જતા રશ્મિ છોભીલી પડી ગઈ એને રોહન નો હાથ છોડી દીધો અને થોડી દૂર ખસી ગઈ
રોહન- ઓય બિલાડી શુ ખોટા સમયે આવી ગઈ એટલે શું મતલબ છે તારો કહેવાનો
પૂજા - એજ જે તું સમજ્યો છે બન્ને સવાર ના પહોર માં રોમાન્સ કરી રહ્યા હતા અને હું કબાબ માં હડ્ડી બની ને આવી ગઈ એટલું કહી પૂજા હસવા લાગે છે
રોહન- હેહેહે ચૂપ... એવું કંઈ જ નહતું જેવું તારા નવરા દિમાગ એ વિચાર્યું ઓકે હું ચા બનાવી રહ્યો હતો અને થોડી ચા મારા હાથ પર પડી ગઈ તો રશ્મિ એ જોતી હતી બસ.
પૂજા - ઓહ એવું હતું સોરી મને એમ કે...એ ફરી હસવા લાગે છે
રશ્મિ - શુ પૂજા તું પણ એવું કંઈ જ નથી ચાલ નાસ્તો તૈયાર છે તું પણ નાસ્તો કરી લે પછી પાર્લર માં જવાનો ટાઈમ થઈ જશે
પૂજા રોહન અને રશ્મિ નાસ્તો કરે છે પછી ફટાફટ રશ્મિ અને પૂજા પાર્લર માં જાય છે અને રોહન એના રૂમ માં જાય છે
બધા તૈયાર થઈ અને મંડપરોપણ માટે જાય છે રોહન ની આંખો તેજલ ને શોધે છે પણ તેજલ ક્યાંય નજરે નથી પડતી રોહન ને લાગ્યું કે હજી એ આવી જ નથી રોહન મન માં કહે છે આ મેડમ પણ ગજબ છે કોઈ એની આટલી આતુરતા થી રાહ જોઈ રહ્યું છે અને એના હજી દૂર દૂર થી પણ દર્શન નથી
પછી પોતેજ પોતાને ટપલી મારે છે કે શું તું પણ એને થોડી ખબર છે કે તું એની પાછળ આટલો પાગલ છે એ હસવા લાગે છે ત્યાં પૂજા ને રશ્મિ આવતી દેખાય છે રશ્મિ તૈયાર થઈ ને રોહન પાસે આવે છે પણ રોહન એ કઈ નોંધ ના લેતા એ કોશિશ કરે છે કે રોહન ની નજર એના પર પડે કારણ કે એ એના માટે તો આટલા શણગાર કરી ને આવી છે પણ રોહન ની નજર તો તેજલ ને જ શોધી રહી છે પૂજા ક્યાર ની કોઈ ને ફોન લગાવી રહી છે
રોહન - શુ થયું કોને ફોન કરે છે
પૂજા - વાવાજોડા ને.. ક્યાર ની ફોન કરું છું પણ લાગતો જ નથી ખબર નહિ હજી કેમ નહિ આવી હોઈ..
રોહન (મન માં) હું પણ ક્યાર નો તારા વાવાજોડા ની જ રાહ જોવ છું
ત્યાં જ ગાડી નું હોર્ન વાગે છે અને રોહન પાછળ જુવે છે ત્યાં તેજલ એની ગાડી માં આવી પહોંચી છે તેજલ ગાડી માંથી ઉતરે છે ત્યાં જ રોહન તો જોઈ જ રહે છે તેજલ ને.
લાઈટ પિંક સાઇનિંગ વાળી પ્લેન સાડી અને ક્રીમ મોતી વર્ક ની લેસપટી અને હેવી મોતી વર્ક નું ક્રીમ ડિઝાઈનર બ્લાઉસ મોતી વર્ક ની મોજડી મોતી વર્ક વાળી જ મેચિંગ બેંગલ અને કાન માં એવા જ મેચિંગ ઝુમર ઇયરિંગ લાઈટ પિંક સેડ આપતો નેચરલ મેકઅપ તેજલ ના રુપ માં જાણે ચાર ચાંદ લગાવી રહ્યો હતો
તેજલ ગાડી માંથી ઉતરે છે એને આવતા જોઈ રોહન મન માં કહે છે કે ઉફ્ફ...આ છોકરી મને કેટલી વાર ઘાયલ કરશે યાર.. રોહન તો ફરી ફરી તેજલ ના પ્રેમ માં પડી રહયો હતો રશ્મિ બધું જોઈ રહી હતી એને નોંધ લીધી કે પોતાના સામે એક નજર સુદ્ધાં ના નાખી અને તેજલ ને જોતા જ રોહન હોશ ઉડી ગયા એના ચહેરા ના હાવભાવ જાણે રશ્મિ ના દિલ માં ઘાવ કરી ગયા હવે તો કોઈ શંકા ને સ્થાન જ ન હતું રશ્મિ હવે સમજી ચુકી હતી કે હવે તો પોતે આંખ આડા કાન જ કરી રહી છે રોહન તેજલ ને પસંદ કરે જ છે ભલે પોતાનું દિલ આ સ્વીકારવા રાજી ના થાય પણ સચ્ચાઇ એજ છે એને નક્કી કર્યું કે જે હોઈ એ આજ મોકો મળતા એ રોહન ને પૂછી ને જ રહેશે હવે એ પોતાના સવાલો થઈ પોતે જ થાકી ગઈ હતી આજ તો એ સવાલ ના જવાબ મેળવી ને જ રહેશે જવાબ તો એ જાણતી જ હતી છતાં રોહન ના મોઢે સાંભળવા માંગતી હતી એને લાગ્યું એ હવે અહીંયા ઉભશે તો એના આસું રોકી નહિ શકે એટલે એને પૂજા ને કહ્યું હું જાવ છું તમે લોકો આવો પૂજા એ કહ્યું હા ભલે પૂજા પણ જોઈ રહી હતી કે રશ્મિ કૈક પરેશાન છે પણ એને વિચાર્યું કે નિરાંતે વાત કરીશ એની સાથે.. રશ્મિ અંદર જાયછે
તેજલ આવી અને પૂજા ને ભેટી પડે છે પૂજા કહે આટલી વાર હોઇ દર વખતે તારે મોડું જ આવવાનું છે???
તેજલ- અરે સોરી યાર કાલ તો મહેંદી હતી હાથ માં એટલે સવારે બધું પેકીંગ કર્યું અને તૈયાર પણ થઈ તો વાર લાગે ને હવે તો અહીંયા જ છું ને હવે મોડું નહિ થાય મેડમ છેલ્લી વાર માફ કરી દે
પૂજા - (હસી ને) હા સારું ચાલ માંડવા ની વિધિ માટે જ જાવ છું તારી જ વાટ જોતી હતી ચાલ હવે...
તેજલ નો ડ્રાઈવર પૂછે છે મેડમ તમારો સામાન ક્યાં રાખું????
પૂજા - રોહન વિધિ નો સમય થઇ ગયો છે તો હું વિધિ માટે જાવ છું તું જરા તેજલ સાથે જા ને એને મદદ કરી પછી બન્ને આવો
તેજલ એ રોહન તરફ સ્મિત કર્યું રોહન ને તો આટલું જ જોતું હતું ભાવતું તું ને વૈદ એ કહ્યું એને કહ્યું હા ઠીક છે ડ્રાઇવર સામાન ઉતારે છે અને રોહન એને રૂમ બતાવે છે એ રૂમ માં મૂકી આવે છે
ડ્રાઇવર - મેડમ હવે તમને લગ્ન પછી આવું ને લેવા માટે ??
તેજલ - હા હું તમને ફોન કરીશ.
ડ્રાઈવર ઓકે કહી અને જાય છે
તેજલ રૂમ લોક કરવા આવે છે એને લાગ્યું કે બેગ રસ્તા માં નડશે એ બેગ ઉચકી અને સાઈડ માં મુકવાની કોશિશ કરે છે પણ બેગ ભારે હોવાથી એની કોશિશ નાકામયાબ રહે છે એની માસૂમિયત સાથે ની જહેમત જોઈ રોહન ને હસવું આવે છે એ તેજલ ને મદદ કરવા જાય છે અને બન્ને બેગ ઉચકી અને સાઈડ માં મૂકે છે તેજલ રોહન સામે હસી ને થેન્ક્સ કહી બહાર જવા જાય છે ત્યાં જ ટાઇલ્સ લીસી હોવા થી તેનો પગ લપસે છે અને..........
TO BE CONTINUE.....
(તેજલ નો પગ લપસવા થી એ કોઈ ગંભીર ઇજા નો ભોગ બનશે??????રોહન એના મમ્મી ને એના અને રશ્મિ ના લગ્ન વિશે પૂછતાં શુ જવાબ આપશે????? તેજલ અને રોહન ની ધીમે ધીમે વધતી નજદીકી ની શુ અસર થશે રશ્મિ પર????રશ્મિ ના સવાલો નો રોહન કેવી રીતે સામનો કરશે????
રોહન રશ્મિ અને તેજલ નું શુ હશે ભવિષ્ય?? શુ થશે આગળ ???????? એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....