Kathputali - 31 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 31

Featured Books
Categories
Share

કઠપૂતલી - 31

એક વિસ્ફોટજનક ખબરનો ન્યૂઝચેનલોને જાણે મસાલો મળી ગયો. કટપુતલી મર્ડરમિસ્ટ્રીની માસ્ટર માઈંડ મળી ગઈ. જોકે ખૂની

વિશે વધુ જાણકારી આપવાનો ઉપરથી મનાઈહુકમ હતો. એટલે વધું માહિતી લીક નહોતી કરાઈ.

જોકે કટપૂતલી મર્ડરમિસ્ટ્રીને અંજામ આપવામાં કોઈ યુવતીની ભૂમિકાની વાત જાણી લોકમાનસ પર આશ્ચર્યનું મોજું ફરી વળેલું..

સાથે-સાથે લીલાધરનું મર્ડર કરી ખૂનીએ પોતાનું ધાર્યું કરી નાખ્યું હતું.

"કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીના માસ્ટર માઇન્ડને પકડવામાં ઇસ્પેક્ટર અભય દેસાઈને મળેલી જબરજસ્ત સફળતા..! આખરે બેલગામ

થયેલી સિંહણને બેડીયોમાં જકડી લેવાઈ..!"

પબ્લીક ખૂની યુવતીને જોવા બેકાબૂ થઈ હતી. ઈસ્પે. અભયને કોર્ટ સુધી એને લઈ જતાં ભારે જહેમત ઉઠાવવી પડી.

ન્યૂઝચેનલના રિપોર્ટર ખૂનીના પરાક્રમ માટે જાણે કે એના માનમાં કસીદા પઢી રહ્યાં હતાં. ઈસ્પે. અભયને એ વાતનો ખૂબ ગુસ્સો

હતો.

રંગેહાથ પકડાયેલી યુવતીને કોર્ટમાં પેશ કરી અભયે એના રિમાન્ડ મંજુર કરાવ્યા.

પોલિસ કસ્ટડીમાં ઈસ્પે. અભય દેસાઈ લેડી ઈસ્પેક્ટર સોનિયા રાવ સાથે પ્રવેશ્યો.

ભારે ભરખમ શરીર પર વર્દીનો રૂવાબ એના ચહેરા પર ચોખ્ખો વર્તાતો હતો. સોનિયા રાવનો ચહેરો પહેલી જ નજરે જોનારને

સખત અને રૂક્ષ લાગતો. જેવો દેખાવ હતો એવું જ એનું આક્રમક રૂપ હતું.

પોલીસ કસ્ટડીમાં લવલીનના માથાના વાળ પકડી સોનિયા રાવ જાણે કે જવાળામુખીના વિસ્ફોટની જેમ ફાટી.--

"તારું ડાચું આયનામાં જોયું છે..?" સોનિયાના ભારેખમ હાથની ઝપટમાં આવી ગયેલી લવલીન ખરેખર ધ્રુજવા લાગેલી. સોનિયાએ

હોઠ પર દાંત દબાવ્યા.

- "ના..! હું નથી માનતી.. કઠપૂતલીનાં પાંચેય મર્ડર માટે તુ એકલી જવાબદાર હોય..! જરૂર કોઈ બીજી વ્યક્તિનો દોરી સંચાર છે.. તુ

તો માત્ર તેના હાથનું રમકડું છે. બોલ કોના કહેવાથી તારે ખૂનની હોળી ખેલવી પડી..? કોઈના દબાવમાં આવીને કર્યું કે પછી કોઈએ

તને બ્લેકમેઈલિંગ કરી ?... જવાબ આપ આ નિર્દોષ લોકોએ તારું શું બગાડયું હતું..?

લવલીને નફરત ભરી નજર ઈસ્પે. સોનિયા રાવ સામે નાખી..

લવલીનને મૂંગી જોઈ સોનિયા છળી ઉઠી.. મૂઠ્ઠીમાં વાળને વધું કસકસાવીને પકડ્યા.

"જવાબ આપ..! માસ્ટર માઇન્ડ કોણ છે..? તારો કોઈ ગુનાહિત રિપોર્ટ મળ્યો નથી.. ગવાહ બની જઈશ તો કદાચ સજા ઓછી

થાય..! બોલ કોના કહેવાથી કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીને અંજામ આપ્યો..? બાકી થર્ડ ડિગ્રીમાં મારી સામે મૂંગા પણ પોપટની જેમ પટપટ

બોલવા લાગે છે..!"

રિમાંડ રૂમ એક બંધિયાર કમરો હતો.. એ બંધિયાર રૂમમાં અત્યારે ફક્ત ત્રણ વ્યક્તિ હાજર હતી. ઇસ્પેક્ટર સોનિયા રાવ.. લવલીન

અને લેડી કોન્સ્ટેબલ.. સોનિયારાવની આંખોમાં લાલાશ ઉતરી આવી. લેડી કોંન્સટેબલની સામે ઇસ્પેક્ટર સોનિયાએ આંખથી ઈશારો

કર્યો. લેડી કોંન્સ્ટેબલ ચૂપચાપ બહાર નીકળી ગઈ..

છેલ્લી વાર પૂછું છું કોના કહેવાથી તે આટલા બધા ખૂન કર્યા બોલ...? નહીં તો નછૂટકે મારે પરચો બતાવવો પડશે..

લવલીનના ગાલ એને એવી રીતે આમળ્યા કે ગાલ પર લાલ-લાલ ચકામા પડી ગયા. છતાં પણ એ ભડની દીકરી ટસની મસ ન થઈ...

થોડી જ વારમાં પેલી લેડી કોન્સ્ટેબલ એક પાણીથી ભરેલી બાલદી લઈને આવી. પ્લાસ્ટિકની બાલદી એને સોનિયા રાવ સામે મૂકી

દીધી.. લવલીન સોનિયા રાવનો આગળનો પેતરો સારી રીતે સમજી ગયેલી. અને એટલે જ અત્યારે એ કિંકર્તવ્યમૂઢ દશામાં હતી.

સોનિયા રાવે ગુસ્સામાં એનો ચોટલો પકડ્યો. એનું માથું બાલદીમાં ધકેલી પાણીમાં બોળી દીધું. બે-ચાર ક્ષણ પછી તરત જ લવલીને

 

પાણીમાંથી માથું બહાર કાઢવા તરફડીયાં માર્યા. લવલીને એકવાર એનું માથું બહાર ઉંચકી તરત પાણીમાં પાછુ બોળી નાખ્યું.

લવલીનને ધોળે દિવસે તારા દેખાયા. પાણી માટે માથું બહાર કાઢવા લવલીને મરણિયો પ્રયાસ કર્યો. લવલીનનો તરફડાટ જોઈ

ઇસ્પેક્ટર સોનિયા સમજી ગઈ કે એની ક્ષમતા જવાબ દઇ ગઇ હતી. બાલદીમાંથી જેવું લવલીનું માથું પાણીની બહાર આવ્યું કે તરફ

એણે જોર જોરથી શ્વાસ લીધો. ઈસ્પે. સોનિયા સમક્ષ બે હાથકડીથી બંધાયેલા હાથ જોડી દીધા..

"બસ કરો...! બધુંજ કહું છું બસ કરો..!"

ઈસ્પે. સોનિયાએ લેડી કોંન્સ્ટેબલ સામે આંખ મીંચકારી. લેડી કોંન્સ્ટેબલે પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ ઓન કર્યુ.

"બોલવા માંડ ફટાફટ..! હું એ જાણવા ઉત્સુક છું.. કે આખરે કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીનો માસ્ટર માઈન્ડ કોણ છે..? કોણે આખું કાવતરુ

ઘડ્યું..?"

લવલીન શૂન્યમનસ્ક બે ક્ષણ રિમાંડ રૂમની છતને જોતી રહી.. એના ચહેરા પર બેબસીએ ભરડો લીધો.

હું એનું નામ ક્યારેય લેવા માગતી નહોતી..! બધી સજા મને મંજુર હતી.. પણ ઓહ...! તમે મને તોડી નાખી મેડમજી.. પહેલીવાર મેં

મોતને આટલું નજીકથી જોયું. હું મરવા માગતી નથી ઈસ્પેક્ટર..! મારે મરવું નથી...!"

"મોતના સોદાગરને મોતનો ડર..?"

ઈસ્પે. સોનિયાએ વ્યંગબાણ છોડ્યું...

બોલ હવે.. મારી બેસબરી જવાબ દઈ જાય હું આઉટ ઓફ કન્ટ્રોલ થાઉ એ પહેલાં ભસી નાખ..!"

"તમે મારી વાત પર ભરોસો કરશો..?"

"એ મારા પર છોડી દે..! તું નામ બોલ.., ફટાફટ..!"

"એનું નામ...!,"

"હા.. બોલ..!" ઈસ્પે. સોનિયા જરા નીચે ઝૂકી..!

"એનું નામ છે ઈસ્પે. ખટપટિયા..!"

જાણે કે એક ધમાકો કરી લવલીને ઈસ્પેક્ટર સોનિયા અને લેડી કોંન્સ્ટેબલના ચહેરા પર ચિથરાયેલા એક્સપ્રેશન જોયા...!"

ઈસ્પે. સોનિયા ધડીકભર જાણે પૂતળું બની ગઈ.. ઓફીસર પોપટ ખટપટિયાને એ બહું નજીકથી ઓળખતી હતી એટલે આઘાત

લાગ્યો..

"ફરી બોલ તો.. તને ભાન છે તું શું બોલી રહી છે..?" ઈસ્પે સોનિયાને લાગ્યું, સાંભળવામાં તો ક્યાંક મારી મિસ્ટેક નથી થતી ને..?"

"હું બિલકુલ ભાનમાં છું મેડમજી.., પોપટ ખટપટીયા સરના કહેવાથી મેં આ તમામ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારી દીધા.. મારા હાથે

એક તરુણ બચી ગયો હતો પરંતુ ખટપટિયાએ પોતાનું ભેજુ વાપરી એનું ખૂન એની જ પ્રેમિકા મીરાંના હાથે કરાવી દીધું..!"

"મારે એ જાણવું છે લવલીન કે ખટપટિયા સર તને કેવી રીતે મળ્યા..? અને આ પાંચેય જણના ખૂન કરાવવા પાછળ તેમનો મકસદ શો

હતો..?"

"બહુ લાંબી વાત છે મેમ.. પણ હું શોર્ટમાં કહીશ.. મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી. ભાઈના એક્સિડન્ટ પછી ઘરનો

બધો જ ભાર મારા ઉપર આવી ગયો. ન છૂટકે મારે નોકરી કરવી પડી. નાના પગારમાં ઘરમાં ખેંચ પડતી હતી. જ્યાં પણ ગઈ પુરુષો

મારા ભરાવદાર શરીરને અડકવાની વેતરણમાં રહેતા. જેટલી વખતે જોબ બદલી એટલી વખતે કડવા અનુભવ થયા. છેવટે હું થાકી,

મને સમજાઈ ગયું. શરાફતની પૂતળી બનીને કે પ્રેમના પ્રપંચ પછી આ જુવાનીને લૂંટાવાની હતી તો પછી રૂપિયો ભેગો કરવા આ

 

ભરી જવાનીનો ઉપયોગ હું કેમ ન કરૂ.. બસ ત્યાર પછી મેં મારી જિંદગીને છેતરવાની ચાલુ કરી. Facebook પર કોલગર્લની ફેક

આઇડી બનાવી કોઈ મોટો મુરઘો ફસાવવાની હું ફિરાકમાં હતી. જોગાનુજોગ ઇસ્પેક્ટર ખટપટીયા પણ કોઈ એવી કોલગર્લની શોધમાં

હતો જે એના ઈશારે કઠપૂતલીના મોતનો ઇતિહાસ લખે.

હલ્લો-હાયથી શરૂ થયેલી વાતચીત મૂળ મુદ્દા પર આવી અટકી..

ભાવતાલ નક્કી કરી અમે મળવાનું ગોઠવ્યું. મારી સ્વેચ્છાએ હું વર્જિનિટીને ખંડિત કરવા અધિર બની હતી, એ વખતે મને સ્વપ્ને

પણ ખ્યાલ ન હતો કે જેને મળવાની છું એ કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હશે અને એ મને પોતે ગોઠવી રાખેલી ખૂની પરંપરાનું હથિયાર

બનાવી લેશે..!"

"ઓહ.. શું હું જાણી શકું છું કે પોપટ સરે તને ફોન કરવા કેવી રીતે રેડી કરી..?"

મને યાદ છે ઇસ્પેક્ટર ખટપટિયા સાથે એક રંગીન રાતને માણ્યા પછી હું એની સાથે ભરપૂર ખેંચાણ અનુભવી રહી હતી. મારા વિશે

એને તમામ જાણકારી હતી. અને એટલે જ એને મારી દુખતી રગ પર હાથ મૂક્યો. એક એવા વિડિયોની ક્લિપ મને બતાવી જેમાં

પાંચ નરાધમો એક યુવતીને પીંખી રહ્યા હતા. મારું ખુન એ દ્રશ્ય જોઈ ઉકળી ઉઠ્યું. કારણ કે આવી રીતે જ મારી બહેનને કોઈએ

રસ્તામાંથી ઉઠાવી રેપ કરી મારીને ફેંકી દીધી હતી. નફરતની આગ મારા મનમાં ભારેલા અગ્નિની જેમ પડી રહી હતી.. આ વિડીયો

બતાવી ખટપટિયા એ મારી સાથે એક સોદો કર્યો. આ પાંચેય નરાધમોના મર્ડરના બદલે મારા પરિવારને આર્થિક મુશ્કેલીઓમાંથી

ઉગારી લેવાની તમામ જવાબદારી એને પોતાના માથે લીધી. પાંચ વ્યક્તિનું લિસ્ટ એને મને પકડાયું.

પાંચેય ને વારાફરતી ફરથી એને તૈયાર કરેલા પ્લાન મુજબ મારવાના.. એ હંમેશા મારી સાથે જ હતો એટલે હું નચિંત હતી. .. આમ

તો એને મને સંકેત તરીકે ઓળખાણ આપેલી.. પણ જ્યારે એને ચહેરા પરથી નકાબ ઉતાર્યો ત્યારે હું એને ઓળખી ગઈ હતી..

પાંચેય મિત્રોને ફોન કોલ કરી એને દહેશતમાં નાંખી દીધેલા એ પાંચેય ને મારવાનો કારસો ગડી નાખેલો. એના ફિક્સ કરેલા પ્લાન

મુજબ મારે કરસનદાસને યુવાનીનો ઉંબરો ઓળંગવા લલચાવી વધેરી નાખવાનો હતો. અને એના જ લોહીથી દીવાર પર કટપૂતલી

લખી સનસનાટી ફેલાવી બાકીના મિત્રોને જીવતી લાશ બનાવી દેવાનો એનો ઇરાદો હતો. જેમાં એ સંપૂર્ણ રીતે સફળ હતો. એ

પાંચેય જણા કોઈ એવા ગુનાના ભાગીદાર હતા જેને લીધે એ લોકો પોતાની મનઃસ્થિતિના કોઈને કહી શકવા સમર્થ હતા, ના સહી

શકવા.. પ્લાન એનો એટલો સજ્જડ હતો કે ક્યાંય કોઈ સબૂત કે કોઈ ચૂક થાય એમ જ નહોતી.. એક પછી એક મર્ડરને એના

માર્ગદર્શન પ્રમાણે અંજામ આપતી રહી. પોલીસ ફિંગરપ્રિન્ટમાંથી પોસ્ટમોટમથી કે ઘટનાસ્થળ પરથી પણ એક પણ કળી મેળવી શકી

નહીં..!" તમે ભલે મને પકડી લીધી પણ એને ગુનેગાર સાબિત કરવો તમારા માટે તમે સમજો છો એટલું આસાન નથી..!" એટલું કહી

લવલીન ચૂપ થઈ ગઈ

લવલીનના શબ્દોમાં સચ્ચાઈનો રણકો જોયો એટલે ઇસ્પેક્ટર સોનિયા માટે અવિશ્વાસનો સવાલ જ નહોતો...

લવલીનને પાણીનો ગ્લાસ લેડી કોંન્સેબલે ધર્યો. એકી શ્વાસે પાણી ઘટઘટાવી લવલીને ઈસ્પે સોનિયા સામે જોયું. એના ચહેરા પર

રહસ્યમય મુસ્કુરાહટ હતી.. પોતાનું કામ પાર પાડી ઇસ્પે. સોનિયા અભય દેસાઈની સામે બેઠી. સોનિયાના ચહેરાની આભા કહી

દેતી હતી કે પોતે મુલજિમના મોઢે ગુનો કબૂલાવી આવી હતી.. અથવાતો કોઈ નવું જ રહસ્ય ઉકલી ગયું હતું..

એક પેનડ્રાઈવ અભયના હાથમાં પકડાવતાં ઈસ્પે. સોનિયાએ કહ્યું..

"અભય સર..!, ફટાફટ કઠપૂતલી મર્ડરમિસ્ટ્રીના માસ્ટર માઈન્ડને તમે ઝડપી લો.... આ પેનડ્રાઈવમાં મુલજિમનુ એ બયાન રેકોર્ડ છે

કે આટલાં બધાં મર્ડરોને અંજામ આપવામાં કોની સક્રીય ભૂમિકા હતી..!"

"વેરી ગુડ મેમ..! ગુડ જોબ..!"

ઈસ્પે. સોનિયાએ સ્માઈલ આપી.. અભય દેસાઈ સાથે હસ્તધૂનન કર્યું. સોનિયાને ફરી કસ્ટડીમાં લઇ લેવાઈ.. જ્યારે બે લેડીઝ

કોસ્ટેબલ લવલીનને દોરીને લઈ જતી હતી ત્યારે લવલીના મુખમાંથી ધીમી ચીસ નીકળી ગઈ...

અભય દેસાઈ પેલા ફાર્મ હાઉસ પર લેવાયેલા ફિંગર પ્રિન્ટના નિશાન અને લીલાધરના પોસ્ટમોટમના રિપોર્ટ વિશે વિચારતો હતો. ..

છેલ્લે-છેલ્લે કેસ ઉકલી જવાની એની ધારણા હતી.. કે ત્યાં જ...એક કોન્સ્ટેબલ દોડતો આવ્યો..

"અભય સર... અભય સર...! તમે જે ખૂનીને પકડી લાવ્યા એ ફર્શ પર ઢળી પડી છે..!

ઇસ્પેક્ટર અભય દેસાઈનો શ્વાસ અધ્ધર થઈ ગયો. એને પોલીસ કસ્ટડી તરફ દોટ લગાવી..

સારું હતું કે ઇસ્પેક્ટર સોનિયા રાવ પહેલાં નીકળી ગઈ બાકી જોયા જેવી થાત..

***