Losted - 1 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટેડ

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

લોસ્ટેડ

"સાંભળે છે? અરે યાર સાંભળ તો, તું પણ જબરો છે હો. ક્યારેય મારી કોઈ વાત નહીં સાંભળવાની અને પછી ફરીયાદ કર્યા કરવાની કે તું કંઈ કેમ બોલતી નથી. અરે તું કંઈ બોલવા દઈશ તો હું બોલીશને..." એ બોલી રહી હતી.
"આધી હું હમેશાં તારી વાત સાંભળું છું." એ વચ્ચેજ બોલી ઉઠ્યો.
"રયાન પ્લીઝ." એ અકળાઇને બોલી
"શું પ્લીઝ, હું એવું કંઈ જ નથી કરતો જેવું તું બોલી રહી છે.ઑકે હૂં હમેશાં શાંતીથી તારી બધી જ વાત સાંભળું છું અને બાય ધ વે હું પોતે બહુંજ ઓછું બોલું છું. આઇ ડોન્ટ નો વ્હાય બટ મને એવું લાગે છે કે આજકાલ તું બીમાર છે.એટલે તને આવા વહેમ થઈ રહ્યા છે. જો આધી આવું કંઈ હોય તો મને કઈ દે આપણે હોસ્પિટલ જઈ આવીશું, એમ ડરવાનું ના હોય એમાં...." એ બોલ્યે જતો હતો.
"શટ અપ રયાન..." એનાથી ચિસ નખાઈ ગઈ અને એ સાથે જ એને વાસ્તવિકતા નું ભાન થયું. એ પોતાના હોટેલ રૂમમાં હતી. રયાન ત્યાં નો'તો, એણે પોતાની ડાયરી કાઢી એમાં લખવાનું ચાલું કર્યું,

" તારા વારંવાર કહેવાતા એ શબ્દો, હવે સમજાયા મને શું હતો એમનો સાર.

એક આઝાદ પંખી હતો ઊડી ગયો તું, પણ કેમ આપી ગયો મને તારી યાદોનો ભાર.

અધુરો રહેવા જ સર્જાયો છે પ્રેમ એટલે જ, છે અધુરા ઇશ્ક, મહોબ્બત અને પ્યાર.

દુનિયા જીતીને પણ હારેલી જ રહીશ કેમ કે, તારા પ્રેમમાં મળી છે આ હાર."

એક આંસું એની આંખમાંથી નીકળી ડાયરીનાં પાના ને ભિંજવી ગયું, "અફસોસ આ આંસું તને ના ભીંજવી શક્યા. ના મારો પ્રેમ તને રોકી શક્યો." ડાયરી બંધ કરતાં એ આટલું જ બોલી શકી. એનો અવાજ રુંધાઈ ગયો. પાણી પી એ સ્વસ્થ થઈ તૈયાર થવા ગઈ.

વાર્ષિક 300 કરોડનું ટર્નઓવર ધરાવતી રાઠોડ એમ્પાયર્સ ની એકમાત્ર માલકણ આધ્વીકા રાઠોડ બ્યૂટી વિથ બ્રૅનનું ઉત્તમ ઉદાહરણ હતી. મેઘલી રાતમાં કાળાં ડિબાંગ વાદળોમાં ચંદ્રની જેમ કાળા સુંદર વાળમાં એનો ચહેરો શોભતો, કોઈ શિલ્પીએ આરસમાંથી કોતરીને બનાવ્યા હોય તેવા એના અંગ-ઉપાંગના વળાંક હતા, તેના ઉરોજના ઉભાર જોઈને કોઈ ઋષિમુનિ પણ વિચલિત થઇ જાય એમાં બેમત ન હોતો, જોનારની આંખથી સીધી દિલમાં વસી જાય એટલી સુંદરતા સાથે આધ્વીકા ગૌર વ્યક્તિત્વની પણ માલકણ હતી.

એક બિઝનેસ મીટીંગ માટે એ મુંબઈ આવી હતી જે પૂરી થઈ ચૂકી હતી. સાંજે ૬ વાગે આધ્વીકા ની ફ્લાઇટ હતી. એણે ઘડિયાળ પર નજર કરી;
"૪:૩૦ હજુ તો ફ્લાઈટને ઘણીવાર છે." એ મનમાં બોલી અને ગાડીની ચાવી લઈ પાર્કિંગમાં જવા નીકળી ત્યારે એ નો'તી જાણતી કે એ એક ભયાનક સફર તરફ આગળ વધી રહી છે. ભવિષ્યથી અજાણ આધ્વિકા ફેશન સ્ટ્રીટ જવા નીકળી ત્યાંથી એણે ખરીદી કરી અને ગાડી મરીન ડ્રાઇવ તરફ લીધી. મુંબઈના રસ્તા પર પૂરપાટ જઇ રહેલી આધ્વિકા ની ગાડીને અચાનક જોરદાર બ્રેક લાગી, ગાડીમાંથી ઉતરી આધ્વિકા એ રિતસરની દોટ મૂકી, ગાડી રસ્તા પર જ રહી ગઈ એનું પણ એને ધ્યાન ના રહ્યું.
"રયાન...... રયાયાયાયાયાન" આધ્વિકા ગાંડાની જેમ બૂમો પાડી રહી હતી, એ દોડતી એની ગાડી જોડે આવી અને યૂ ટર્ન લઈ પાછી હોટેલ પર આવી. રૂમમાં આવી એણે ફોન નીકાળી રયાનનો નંબર ડાયલ કર્યો; પણ ફોન સ્વિચ ઑફ આવતો હતો," એ રયાન જ હતો, પણ આટલાં વર્ષ પછી અચાનક એ મુંબઈમાં કેમ? મારે એને શોધવો જ પડશે, મારે એના જોડેથી ઘણા બધા જવાબ લેવાના છે. હૂં અહીંજ રઇશ અને એને શોધીશ, એ દિવસે શું બન્યું હતું એ માત્ર રયાન જાણે છે અને હકીકત જાણવા મારે રયાન ને મળવું જ પડશે."
આધ્વિકા ગાડીની ચાવી લઈ પાર્કિંગમાં જવા નીકળી ત્યારે એને લગીરેય અંદાજ નો'તો કે જાણે-અજાણે એ એક ભયાનક દોજખભર્યાં સફર પર ચાલી નીકળી છે, જેની આગ ઘણાં લોકોના જીવતર બાળશે. એક ભયાનક કહાનીની શરૂઆત તો આધ્વિકા મરિન ડ્રાઇવ જવા નીકળી ત્યારે જ થઈ ગઈ હતી. ગાડી ચાલૂ કરી એ પાછી મરિન ડ્રાઈવ જવા નીકળી.