આજ નો સમય એટલે છોકરા અને છોકરી જાતે જ લગ્ન કરવાનું નક્કી કરી લે છે. જયારે પરિવાર ને આ વાત ની ખબર પડે છે એટલે તેના લગ્ન બીજા છોકરા સાથે કરવી નાખે છે. અને આવા સમયે છોકરી આપધાત મોટું પગલું છે.
હું પશ્ર્ન પૂછવા માગું છું કે શું આપધાત કરવાથી આવું કરનારા બીજા વ્યક્તિ ને પ્રેમ મળી જાય છે મારો જવાબ ના છે. જો તમે એક બીજા સાચો પ્રેમ કરતા હોય તો પરિવાર સાથે વાતચીત કરી ને પણ સમસ્યા નીકાલ મળી શકે છે. તો આવી જ એક કહાની તમારી સામે રજૂ કરૂં છું.
આધાત કે આપધાત ?
સુપ્રીતિ આપધાત કયો તે સમાચાર જાણ્યા.અંદર થી હાલી જવાયું. સુપ્રીતિ મારી જ પાસે ભણી હતી. ભણી ગયા પછી પણ તેણે મારી સાથે વષો સુધી જાળવી રાખ્યો હતો. તેની કરૂણા ને મારા પણ જગ્યા ઉભી કરી હતી. તે વિધાથી માં પણ મોખરે હતી.
ધર માં જે સ્નેહ ન મળતો તે સ્નેહ તે મારી પાસે થી પામવાનો પ્રયત્ન કરતી. મે તેને સમજવાનો સમજાવવાનો અનેક વાર પ્રયત્ન કયો હતો. સુપ્રીતિ ના જીવન ની કરૂણા એ તેને એટલી થકવી કે તેના જીવનમાં હામ તે ખોઈ ભરોસો પણ તે ગુમાવી બેઠી. તેને આપેલી તાલીમ માં કયાંક ખોટ રહી ગઈ. આ મારો ખયાલ ખોટો ઠરીયો.
જયારે હું તેની વેદના કથા સાભળતી ત્યારે તેને મદદ કરવાનું મન થાય તે પહેલાં તેણે મને ધણી મદદ કરી હતી. જયારે મને હાથમાં ઈજા થઈ ત્યારે તે વધારે સમય મારી ખચૅતી હતી. અમારી વચ્ચે મા દીકરી જેવો સંબંધ હતો. કયારેક થતું જયારે તેના પિતા હયાતી ન હોય ત્યારે તેને મારી દીકરી બનાવી ધરે લઈ આવીશ.
પણ વિધિ ની વક્રતા કંઈક વધારે તીક્ષ્ણ નીવડે.
સુપ્રીતિ ની મૃત માતા ના ભાઈ કરેલ વસિયત મુજબ તેને લગ્ન પછી ધણી મિલકતો મળવાની હતી. તેની બીજા માતા તેના મન માં મિલકત લાલચ હતી આથી તે તેના સાથે લગ્ન કરવાની ઇચ્છા હતી. પણ સુપ્રીતિ તે રખડેલ લગ્ન સખત ના પાડી. તેને મને ફરિયાદ પણ કરી હતી. આ બાબત તેની નવી માં સાથે હું વાત કરવા ગઈ પણ મારું અપમાન કરી ધર બહાર જવાનું કહ્યું.
બસ સુપ્રીતિ ની સાથે મારી છેલ્લી મુલાકાત હતી. ત્રીજા ફ્લેટમાં થી પડતું મૂકી ને તેણે આપધાત કયો. તેવા સમાચાર સવારે મને મળયા. મારું લોહી માથા થી પગ સુધી મને સંવેદના દઝાડવા માડયુ હતું.
નવી માં હોવાનું નાટક કરી રહી હતી. મને થયું કે સુપ્રીતિ મારું અપમાન સાખી શકી નહીં.
તેનું શબ પોસ્ટમોર્ટમ પાછું આવે તેની રાહ જોઈને સવૅ બેઠા હતા. પણ આ પોસ્ટમોર્ટમ બદલી નાખવામાં આવ્યું કે તેનો બળાત્કાર થયો હતો.
તેના પિતા આ વાત સાંભળી બે ભાન થઈ ગયા. મને સમજાય ગયું કે આ બધું તેની નવી માં એ કરયુ છે.
પણ કયાંક કશું કહા વિના તે ત્રાસ જુલમ અત્યાચાર ની કહાની પર પડદો પાડી ને જતી રહી.
આમ જે આજે પણ જોવા મળે છે. માનવી નો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તે ખતરા રૂપ બની ગયો છે. આવા માનવી ને સરકાર દ્વારા સજા આપવી જોઈએ જેથી બીજા માણસો આવું ન કરે. તો આપણે પણ આપણી આસપાસ આવા થતાં અત્યાચાર ઉપર અવાજ ઉઠાવો જોઇએ અને દેશ ને આવા માણસ સજા અપાવી જોઈએ.છોકરી નાનપણથી હિમંત આપો તેવું હું કહેવા માગું છું. જેથી પોતાનું જીવન સારી રીતે જીવી શકે