7માં ધોરણમાં ભણતી એક છોકરી નેહા જેને 7મું ધોરણ પાસ કર્યું હતું. પણ 8માં ધોરણ માટે બીજી સ્કૂલમાં ભણવા જવાનું હતું માટે એમની સ્કૂલમાં એમના માટે એક વિદાય સમારંભ રાખેલ હતો. નેહાની લાગણી આ સ્કૂલ પ્રત્ય ખૂબ હતી. માટે વિદાય સમારંભમાં નેહા એની સ્કૂલ માટે કઈક કહવા માંગે છે.........
પ્રિય ગુરૂજાનો અને વાલા વિધાર્થીઓ
સમય શું છે, એની આજે ખબર પડી ગઈ. મે વિચાર્યું નોહતું કે આવો પણ સમય આવશે, સમય એવો છે કે એક બાજુ ખુ:શી છે અને બીજી બાજુ દુ:ખ છે. ખુશી એટલા માટે કે હવે અમે હાઈસ્કૂલમાં ઉચ્ચ અભિયાસ કરવાં જવાનાં છીએ જેનાથી અમારું ભવિષ્ય સુંદર બનશે. પણ આજે દુ:ખ છે તો એ વાતનું કે અમારી સૌથી પ્યારી આ પ્રાથમીક સ્કૂલ અમારે છોડવી પડશે. અમને તો એવું લાગી રહ્યું છે કે કાલે સવારે અમે આ સ્કૂલમાં આવ્યા હતા અને આટલી જલ્દી વિદાયનો સમય પણ આવી ગયો. કોઈએ સાચું કહ્યું છે કે “સુ:ખનો સમય જલ્દી પસાર થઈ જાય છે.” એજ રીતે અમારો આ સમય ક્યાં પસાર થઈ ગયો એની ખબર જ નાં પડી. મને એવું લાગી રહ્યું છે કે એક છોકરીને એના મમ્મી-પાપાએ ખૂબ લાડ-પ્યારથી મોટી કરીને સાસરે વળાવી રહ્યા હોય. એજ પ્રમાણે અમારા ગુરૂઓએ અમને અમારા મમ્મી-પાપાની જેમ સાચવીને લાડ-પ્યારથી ભણાવીને આજે વિદાય આપી રહ્યા છે. આ સ્કૂલ જ્યાંથી અમારી શરૂઆત થી છે. અમને જ્ઞાન આપ્યું છે, અમને ભણતરનો ભાવ સમજાવીયો છે. આ મારી સ્કૂલની વાત કરુંને તો દિવસોના-દિવસ અને રાતોની-રાત ટૂંકી પડે છે. આ સ્કૂલમાં અમારું બાળપણ વીત્યું છે.જો દુનિયામાં સ્વર્ગનો એહસાસ કરાવનારો સમય હોય તો એ બાળપણ છે. અને અમારું સ્વર્ણ બાળપણ આ મારી પ્રાથમીક સ્કૂલમાં વિતાવ્યું છે, જે મને મારા છેલ્લા શ્વાસ સુધી યાદ રેહશે. આ સ્કૂલમાં જેટલો સમય પસાર કર્યો એ પલો અમારા મનમાં સમાય ગયા છે. હવે અમે ભલે હાઇસ્કૂલમાં જવાના છીએ પણ મને એક વાતનો વિશ્વાસ છે, કે અમારી આ પ્રાથમિક સ્કૂલ જેવી સ્કૂલ આખી દુનિયામાં ગોતવી તોય નહિ મળે. આ સ્કૂલના ગુરુના મનમાં, અહિયાનાં મેદાનમાં, અહિયાનાં ક્લાસ રૂમમાં, અહિયાનાં મધ્ય ભોજનમાં, અહિયાની દિવાલોમાં, અહિયાનાં ખૂણે-ખુણામાં અમારી યાદ છુપાયેલી છે. અને અહિયાનાં અમારા ગુરુની વાતના કરાય બધાય ગુરુઓનો નાતો અમારી સાથે એવો જોડાયેલો છે, જે અમુલ્ય છે. મેડમ હોય તો અમારી સાથે માં જેવો વ્યવહાર કરે છે. અને સર હોય તો એ પિતા જેવો. પ્રેમથી સમજાવી દે છે, અને ક્યારેક મારી પણ લે છે. અમને મારે અને અમે નારાજ થઇ જવી તો પ્રેમથી મનાવી પણ લે છે. આવા ગુરુઓ નશીબદરોને જ મળે છે. અમે દુનિયાને કેહવા માંગવી છીએ કે આવો અમારી સ્કૂલમાં અને જોવો કે ગુરુ કોને કહેવાય છે. પણ દૂ:ખ છે કે આવા ગુરૂઓનો સાથ માત્ર અહિયાં સુધી જ હતો. હવે આગળ આવા ગુરૂઓ નહીં મળે ! આ સ્કૂલના ગુરૂઓની માત્ર યાદ જ અમારાં મનમાં રહેવાની છે. અમે જ્યારે પણ આ સ્કૂલમાં પાછા આવીશું તો અહિયાની હવામાં અમારી યાદોની ખુ:શ્બુ આવી જશે. અને આ સ્કૂલને પણ મહેકાવી દેશે. આ સ્કૂલમાં જ્યારે પણ કોઈ કાર્યક્રમ હોટ તો જાણે કોઈ નવો તહેવાર હોય એવું લાગે છે. અને તહેવાર કરતાં પણ બધારે મજા આવે છે. બધા ગુરૂઓ અને છોકરા એટ્લા ઉત્સાહ અને ઉમંગ સાથે કામ કરે કે અમારા જે મહેમાનો આવ્યા હોય, કાર્યક્રમ નિહાળ્વા માટે એ પણ ખુ:શ થઈ જાય છે. અને હવે આવા કાર્યક્રમ આવા તહેવાર ક્યારે પાછા આવશે ?, કોએ એ સાચું કહ્યું કે “સમય અને રેતીને ગમે તેટલી મૂઠીમાં જાળવી રાખવાનો પ્રયત્ન કરો તે સરકી જાય છે”, એ જ પ્રમાણે અમારો આ અમુલ્ય સમય સરકી ગયો છે. આવો સમય હવે ક્યારેય પાછો નહીં આવે. આવા ગુરૂઓ આવી સુંદર સ્કૂલ હવે ક્યારેય નહીં મળે. હવે તો અમારે બધાયને એમ જ કહેવાનું છે કે અમે સ્કૂલમાં આમ કરતાં –તેમ કરતાં, રમતાં, ફરતાં, હસતાં, લખતાં, ગાતાં, નાચતા, કુદતા, બસ આવા શબ્દોનો જ ઉપયોગ કરીને અમારી આ લાગણી વર્ણવાની છે. થોડો સમયમાં આ સ્કૂલ સાથે જીંદગી ભરનો નાતો જોડાય ગયો છે. કોઈ દિવસ જો ભગવાન મારા ઉપર પ્રશન થઈ જાય અને મને વરદાન આપે તો હું માંગીશ કે ભગવાન મારૂ બધુ તું લઈજા પણ મે જે મારી સ્કૂલમાં વિતાવેલા પલો છે એ મને પાછા આપી દે. આ સ્કૂલ સાથે લાગણી જ એવી જોડાઈ ગઈ છે કે “ જીંદગી ભલે ટૂંકી પડે, પણ આ સ્કૂલ સાથેની લાગણીના તૂટે” આભાર.....
બસ આટલું કહીને નેહા રડતાં-રડતાં સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગઈ...............