pappa ke pachhi.....? in Gujarati Short Stories by Divyesh Labkamana books and stories PDF | પપ્પા કે પછી.....?

Featured Books
Categories
Share

પપ્પા કે પછી.....?

પપ્પા કે પછી....?


આજે પણ તે વાત ને યાદ કરતા આંખ માંથી આંસુ આવી જાય છે કે હું કેમ સમજ્યો નહી હું કેમ મારા જુવાની ના જોસ માં મારું હોસ ખોઈ બેઠો મે એક પળ માટે પણ તેમનો વિચાર નો કર્યો મને આજે પણ એ દિવસ યાદ આવે છે જ્યારે મારા પપ્પા મારા માટે મારી પહેલી ભેટ લઈને આવ્યા હતા અને મને બરાબર યાદ છે કે તેમાં એક ભગવતગીતા હતી એ જોઈ ને હું ખૂબ ગુસ્સે થયેલો અને કહેલું કે તમે કાઈ સમજતા જ નથી આવી ભેટ કોઈ આપે પણ જો આજે મે એ ભગવતગીતા વાચી હોત તો આજે હું એક દીકરો કહેવાવા ને લાયક હોત!

મને બરાબર યાદ છે કે જ્યારે હું કોલેજ માં આવ્યો ત્યારે મારા માટે એક સાદું બાઇક ગિફ્ટ આપેલું અને ત્યારે પણ મે તેનો અસ્વીકાર કરેલો પપ્પા પાસે કાઈ ખાસ આવક નથી એ ખબર હોવા છતાં પણ હું તેમની દરેક ગિફ્ટ ને કોસતો રહ્યો તે મારી ભૂલ હતી કે મારી મોટી અપેક્ષા એ તો મને નથી ખબર પણ મારા પપ્પા એ મને કોઈ દિવસ એવો અનુભવ નથી થવા દીધો કે મારે મમ્મી ની ખોટ છે એ દિવસ પણ મને યાદ છે જ્યારે પપ્પા ની તબિયત ખૂબ ખરાબ રહેતી અને હું સ્વાર્થી મારે વાંચવાનું બાકી છે એમ કહી ને ભાઈબંધ ભેગો મૂવી જોવા જતો રહેતો અને જ્યારે હું બીમાર રહેતો ત્યારે મારા પપ્પા જમવાનું પણ છોડી ને મારું ધ્યાન રાખતા

એક દિવસ તેમણે મને કહેલું કે બેટા મારો પગાર જરૂર ઓછો છે પણ તું એટલો મોટો બન કે આથી વધારે પગાર તારા નોકરો ને આપી શકે અને આજે એમના એજ આશીર્વાદ ને લીધે હું તેમના પગાર થી ચાર ગણો પગાર મારા નોકરો ને આપુ છું પણ એ જોઈને રાજી થનારા મારા દોસ્ત મારી સાથે નથી અને જ્યારે તે હતા ત્યારે મને હમેશા કહેતા કે બેટા આજે ભલે તું મારી ગિફ્ટ ને પસંદ નથી કરતો પણ મોટો થઈને આ ગિફ્ટો ને જોઇને જ તારી જિંદગી ના સૌથી અણમોલ દિવસો ને યાદ કરીશ અને જ્યારે તને આ ભૂલ સમજાઈ જશે ત્યારે જિંદગી તને માફી માગવાનો મોકો નહિ આપે ત્યારે હું આ બધું એક કથા ની જેમ લેતો હતો

આજે પણ મને ઉનાળા એ દિવસો યાદ આવે છે જ્યારે મારા પપ્પા મારા માટે ઘણાં સમય થી બચત કરેલા રૂપિયા થી મારા માટે કેરી લઈ આવતા અને હું કહેતો કે તમે સાવ લો કોલેટી ની કેરી લઈને આવ્યા છો ત્યારે મારા પપ્પા તેમાંથી સારી સારી કેરી મને આપી ને બીજી બગડેલી કેરી પોતે ખાઈ જતાં પણ પોતાના આ એકના એક દીકરા ને જરા પણ ઓછપ ન આવવા દેતા

હું તો સ્વાર્થી જ રહ્યો અને મારી આ ભૂલ ની માફી માગવાનો સમય પણ કુદરતે મને ન આપ્યો મને બરાબર યાદ છે કે મારા પપ્પા એ મને કહેલું કે તારા લગ્ન ખૂબ ધૂમધામ થી કરવા છે અને મે તો મારા પપ્પા નું એ સપનું પણ પૂરું ન થવા દીધું મારી ઉંમર જ્યારે એકવીસ વરસ ની થઈ ત્યારે મે મારા પપ્પા ને કહ્યું કે મને એક છોકરી સાથે પ્રેમ છે અને અમે લગ્ન કરવા માગીએ છીએ તે છોકરી કોઈ બીજી જ્ઞાતિ ની હોવાથી મારા પપ્પા એ મને આટલું કહેલું કે એ મારી સામે શક્ય નથી એટલે હું ખૂબ ગુસ્સે થયેલો અને કહેલું કે તમે મારા એક પણ નિર્ણય માં સાથે નથી હોતા

અંતે એ દિવસો આવી ગયા કે પપ્પા ની તબિયત ખૂબ ખરાબ રહેવા લાગી અને હું તેમનું ધ્યાન રાખવાની જગ્યાએ એક દિવસ તે છોકરી ને લઈને મારા પપ્પા પાસે આવ્યો અને કહ્યું કે પપ્પા અમે બંને એ ભાગી ને લગ્ન કરી લીધા છે ત્યારે મારા પપ્પા એ મને કહેલું કે"બેટા હજી સમય છે પાછો આવી જા" ત્યારે હું બે કદમ તે છોકરી તરફ ગયો એટલે મારા પપ્પા ના મોઢા માંથી ખાલી એટલા શબ્દો નીકળ્યા કે"ભગવાન તને માફ કરે" પણ કદાચ ભગવાન ને તે સ્વીકાર્ય નહોતું આથીજ મે મારા પપ્પા ને એક નોકર બનાવી ને રાખ્યા હતા મને તો એ નહોતું સમજાતું કે હું તેમને પપ્પા સમજતો હતો કે પછી......નોકર


આ લગ્નની વાત ના એક અઠવાડિયા પછી મારા કાકા નો મને ફોન આવ્યો અને તેમણે રડતા અવાજે કહ્યું કે તારા પપ્પા એ કહ્યું હતું ને કે આ લગ્ન તેમની હાજરી માં શક્ય નથી તો તારા પપ્પા......... ફોન માંથી ખાલી રડવાનો અવાજ આવે છે!!
____________________________


દિવ્યેશ લબકામણા


© divyesh labkamana