ધરા ને સવારે જ દાખલ કરી હતી હજી તો અને બપોર સુધીમાં હંસાબેન ધરા પાસે પહોંચી પણ ગયા, આ વખતે ઘર માં બધા ને ખબર પડી ગઈ કે ધરા ની આ માંદગી નું કારણ શું છે, અને ધરા ના આ વખત ના સારા દિવસો ની પણ બધા ને ખબર પડી , એક નિશા સિવાય બધા આ સમાચાર જાણી ને ખુશ થયાં, અને આ અગાઉ નિશા એ કરેલી ભૂલ બદલ બધાએ ઠપકો પણ ખુબ આપ્યો નિશા ને, હંસાબેન પણ ખુબ ગુસ્સે થયાં નિશા પર અને કેવલ પર.....
એમાં ય હંસાબેને જયારે ડોક્ટર પાસે થી ધરા ની તબિયત વિશે પુરી માહિતી લીધી ત્યારે ડોક્ટરે ચોખ્ખા શબ્દો મા કહ્યું કે એક વાર જે ઈન્જેકશન લઇ ને ધરા નો ગર્ભપાત કર્યો છે એ માટે હવે આ ગર્ભાવસ્થા દરમિયાન પુરા 9 મહિના સાચવવું પડશે, એ ઈન્જેકશન ની ગરમી આ પ્રેગ્નનસી મા જરૂર નડશે
ધીરજલાલ ને આ વાત જણાવતા જ એ પણ ગુસ્સે થઇ ગયા અને ખુબ જ સખત શબ્દો મા નિશા અને કેવલ ને ખાસ તાકીદ કરી કે ધરા ની તબિયત ને લગતા કે અન્ય કોઈ પણ આવા નિર્ણય એમની જાણ બહાર ક્યારેય ન લેવા,
ધરા ના નણંદ ને પણ ધરા ના પહેલીવાર ના ગર્ભપાત વિશે કાંઈ જ ખબર ન હતી, દવાખાને થી રજા આપ્યા બાદ ધરા ને એના નણંદ પોતાના ઘરે જ લઇ ગયા, હંસાબેન પણ રોકાયા હતા, થોડું અઘરું જરૂર હતું એમના માટે, કારણ એ જુનવાણી વિચાર ના હતા એટલે દીકરી ના ઘરનું પાણી પણ નોહતા પીતા, પાડોશી ના ઘરેથી ચા - પાણી આવતા હતા અને બહાર હોટેલ મા જમતા હતા, જો કે ધરા ના નણંદે ખાસ આગ્રહ કર્યો અને એમ પણ સમજાવ્યું કે આ ધરા નું ઘર ન કહેવાય મારું સાસરું અલગ એટલે ઘર પણ અલગ ગણાય, તમે મારાં ઘરે જમી શકો છો, ખુબ સમજાવ્યા બાદ હંસાબેન ત્યાં જમવા રાજી થયાં.
ધરા ની તબિયત હવે સુધરી રહી હતી, ધરા ની તબિયત નું ધ્યાન રાખવાની કેવલ ને સૂચના આપી, અને ધરા ના નણંદ ને પણ વિનંતી કરી કે ધરા નું ખાસ ધ્યાન રાખે અને કાંઈ પણ તકલીફ હોય તો તરત જાણ કરે, અને ધરા ને કોઈ વાતે ગભરાવવાનું નહીં, મુંજાવાનું નહિ એમ કહેને હંસાબેન વડોદરા પરત આવ્યા અને આ તરફ ધરા પોતાના ઘરે પાછી આવી,
પણ અહીં આવતા વેંત જ નિશા નો આક્રોશ ધરા પર ઉતાર્યો, જાણે દરેક વ્યક્તિ એ નિશા ને જે જે ઠપકો આપ્યો એમાં ધરા નો જ વાંક હોય, "શું જરૂર હતી પહેલા ઈન્જેકશન લીધું હતું એમ કહેવાની? અને તારે નોહ્તું લેવું અને કેવલભાઈ પર ભાર આપવો જ હતો તો ત્યારે જ તારે ના પડાય ને, નાહક મને શું કામ આંખે કરી? તારા લીધે મારે બધા નું સાંભળવું પડ્યું"..... વગેરે જેવા અનેક વ્યંગબાણ નો મારો ચલાવ્યો, અને નવાઈ ની વાત એ હતી કે કેવલ સાવ મૂંગો હતો, ધરા ને થોડો અણસાર આવી ગયો હતો કે કેવલ એના ભાભી ના હાથ નીચે દબાયેલો છે, એ ક્યારેય એમની સામું બોલી નહિ શકે, પણ છતાં એક આશા પણ હતી કે ક્યારેક તો એવુ બનશે કે કેવલ એનો સાથ આપશે, હજી તો લગ્ન ની શરૂઆત છે, સમય જતા કેવલ પોતાના તરફ ઢળી જશે......
પણ ધરા નું નસીબ એટલું સરળ ક્યાં રહ્યું જ હતું અત્યાર સુધી કે આગળ પણ રહે, આગળ ઘણા વળાંકો બાકી હતા.....