Adhuro Prem - 14 in Gujarati Love Stories by Anjali Bidiwala books and stories PDF | અધૂરો પ્રેમ - ૧૪

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અધૂરો પ્રેમ - ૧૪

આગળ જોયું કે જય કાયરાને તેની ખરાબ હાલત હોવા છતાં મૂકી ને જતો હોય છે ત્યારે જ જીયાના તેણે રોકે છે અને જણાવે છે કે તે એની જ છોકરી છે અને ઇન્ડિયા થી નિશા નો જ ફોન આવ્યો હતો.

જય : "પણ નિશા કાયરાને ક્યાં મળી....?"

જીયાના : "યાદ છે તમને.... નિશાના કાકાનાં છોકરાની છોકરી ના મેરેજ ક્યાં થયા છે....?"

જય: "હા....એને તો લવ મેરેજ કર્યા હતા ...પણ એ તો
ન્યૂયોર્ક રહે છે...."

જીયાના: "હા....એનો હસબન્ડ જોબ માટે ન્યુ યોર્ક રહે છે....પણ એ મૂળ લંડન નો છે....અને એ છોકરો મારી મોમ ની ફ્રેન્ડ નો છોકરો છે.....એટલે જ્યારે તમે લોકો ન્યૂયોર્ક આવ્યા હતા.... મેરેજ માટે....ત્યારે મોમ એ તમને જોયા હતા...નિશા સાથે....
પણ મોમ તમને મળ્યા નહિ..કેમકે એ ન ઈચ્છતા હતા કે તમારી લાઈફ માં કોઈ પ્રોબ્લેમ આવે......પણ નિશા એ મોમ ને જોઈ લીધા....એટલે તે મોમ ને મળવા આવી...."

જય : "હા..... એણે કાયરાનો ફોટો જોયો હતો.....અને એને ક્યારેય મને કહ્યું નથી કે તમે કાયરાનો ફોટો ન રાખો...."

ખુશી : "પછી શું થયું આંટી....?"

જીયાના: "નિશા એ મોમ પાસે આવી એક મિત્ર હોય એવી રીતે જ વાત કરી.....એટલે મોમ એ પણ એની સાથે એવી રીતે જ વર્તન કર્યું. બંને એ એકબીજા ની પરિસ્થિતિ સમજી હતી.પણ એમની વચ્ચે મિત્રતા તો ત્યારે વધી જ્યારે નિશા ને ખબર પડી કે મોમ એ તમને કેમ છોડ્યા હતા...."

જય : "એ તો મેં નિશા ને પહેલે થી જ કહી દીધેલું....."

જીયાના: "તમે એ કહ્યું હતું જે તમને ખબર હતી....."

જય : "મતલબ...."

જીયાના : "મતલબ....એ...કે મોમ તમને ખૂબ જ પ્રેમ કરતા હતા.....પણ એમની સામે એવી પરિસ્થિતિ આવી હતી કે ના ઈચ્છતા હોવા છતાં એમણે તમને ઇન્ડિયા જવા દીધા હતા....."

જય આશ્ચર્ય ચકિત થઈ બોલ્યો : "કેમ.....એને જ તો કહ્યું હતું કે એ મારી સાથે આવવા નથી માંગતી....?"

જીયાના: "ના...મોમ એ દબાણ માં આવી કહ્યું હતું ....."

જય : " આ શું કહે છે તું.....કોનું દબાણ...અને એ કોઈના દબાણ માં આવી જાય એવી છે જ ક્યાં....?"

જીયાના:"હા....પણ જ્યારે વાત પોતાના છોકરાની આવે ત્યારે કોઈ પણ મા કઈ પણ છોડી દેવા તૈયાર થઇ જાય છે.એવું જ મોમ એ પણ કર્યું....જ્યારે મારી નાની ને ખબર પડી કે મોમ પ્રેગનેટ છે ત્યારે એ લોકોએ મોમ સાથે લડાઈ કરી.. પણ મોમ એ તમારી સાથે આવવાની જીદ કરી....છેલ્લે તેઓ મોમ ને ફોસલાવી ને ચર્ચ લઈ ગયા અને ત્યાં બધા ને ભેગા કરી મોમ ને ધમકી આપી કે જો તે તમારી સાથે જશે તો બેબી ને પણ મારી નાખશે અને તમને પણ.....હા...પણ જો તમે એમનો ધર્મ અપનાવી લો તો એમને કોઈ પ્રોબ્લેમ ન હતો.....પણ મોમ એ એમ ન કરવું હતું....અને એ પણ જાણતા હતા કે તમે આ ક્યારેય નહિ માનશો...એટલે તમારી સામે મારી અને તમારી સેફ્ટી માટે નાટક કર્યું હતું...અને બીજી બાજુ તમે એકલા ન પડી જાવ એટલે ડોક્ટર ને તમારી પાસે મોકલ્યા હતા..."

જય : "ઓહ....પણ એને મને એકવાર પણ કેમ ન કહ્યું...?"

જીયાના :"એમના થી તમારા વગર ન રહેવાયું એટલે એ સી - પોર્ટ પર પણ આવતા જ હતા કે જેથી ત્યાંથી તમે એમની સાથે ઇન્ડિયા ભાગી જાવ..પણ નાનુ એ મોમને માથામાં લાકડી મારી બેહોશ કરી દીધા...."

જય :"પણ......આટલા વર્ષ કેમ....એ પછી પણ આવી શકતી હતી ને.....?"

જીયાના :" એ એકલી હોતે તો જરૂર આવતે પણ સાથે હું પણ તો હતી....પછી એમને મારી પરવરિશ માં જ જીંદગી કાઢી નાખી.....નાની નાનુ એ તો એમના જબરદસ્તી મેરેજ પણ કરાવવાની કોશિશ કરેલી પણ મોમ એ કઈ પણ બહાને તે થવા ન દીધું..."

જય : "મારી કાયરા એ કેટલું સહન કર્યું ......અને મેં..."

જય એ જીયાના નો હાથ પકડ્યો અને કહ્યું,"મને માફ કરી દે...મારી ભૂલ થઈ ગઈ....નિશા એ તો મને એવું કંઈ કહ્યું જ નહીં...."

જીયાના : "ડેડી, નિશા એ તમને કહેવા કહ્યું હતું પણ મોમ એ જ એમને ના કહી હતી...કેમકે એ તમારું પરિવાર તોડવા ન માંગતા હતા. પણ જ્યારે નિશાને ખબર પડી કે મોમ આમ કોમા માં જતા રહ્યા છે ત્યારે એ તમને કહેવા જ આવતા હતા કે આવું થયું છે ત્યારે જ એમને હાર્ટ એટેક આવી ગયો એટલે તમને કઈ જ ખબર ન પડી.."

આટલું સાંભળી જય કાયરા પાસે ગયો. અને એની સામે ખૂબ રડ્યો.....

"મને માફ કરી દે....મને જરાય અંદાજો ન હતો કે તારી સાથે એવું પણ થઈ શકે છે....મને માફ કરી દે... કાયરા"જ્યએ કહ્યું.

કાયરા અશ્રું ભીની આંખો એ જય નાં ગાલ પર હાથ અડાડે છે અને અચાનક તે ઊંડા શ્વાસ લેવા લાગે છે... જીયાના તેણે ઓકસીજન માસ્ક પહેરાવે છે....અને અચાનક જ તેનો હાથ જય નાં ગાલ પરથી હતી ને નીચે પડી જાય છે... જીયાના તેની હાર્ટ બીટ ચેક કરે છે... કાયરા નું હાર્ટ બંધ હોય છે.

"ડેડી.....ડેડી .,મોમ......"જીયાના રડતા રડતા બોલે છે.

જય નાં પગ નીચે થી તો જાણે જમીન જ ખસી ગઈ. કાયરા મળી તે પણ આમ.....

રડતા રડતા જય જમીન પર ઘૂંટણ ટેકવી દે છે...
કાયરા....આમ છોડી ને ન જા...મને..એક વાર વાત તો કરવી હતી મારી સાથે.....પ્લીઝ કાયરા....મારી સાથે વાત કર... ઊભી થા....."

જિયાના થોડા સમય પછી કાયરાની અંતિમ વિધિ ની તૈયારી કરતી હોય છે.

જય: "જિયાના....આ શું કરે છે...?"

જીયાના : "મોમ ની એવી ઈચ્છા હતી કે એમની અંતિમ વિધિ હિન્દુ રીત થી થાય કે જેથી તમે એમની સાથે ન પણ હોવ તો પણ એમને તમારો અહેસાસ રહે..."

પછી જય અને તેનું પરિવાર તેમજ જીયાના કાયરાનાં અંતિમ સંસ્કાર કરવા જતાં જ હતા કે જય ને અચાનક ચક્કર આવવા લાગ્યા. તે જમીન પર પડી ગયો. તેણે હોસ્પિટલ દાખલ કર્યો.આ બાજુ કાયરાની લાશ ઘર માં જ હતી. જય નું પ્રેશર એકદમ લો થઈ ગયું હતું. થોડી વાર પછી ડોક્ટર એ જય ને મૃત જાહેર કર્યો. તેની લાશ ને કાયરા નાં ઘરે લાવી બંને ની અંતિમ ક્રિયા સાથે કરવામાં આવી.

ખુશી : " હું એમને અહી આવવા જીદ ન કરતે તો દાદુ આજે જીવતા હોતે ને ડેડી..."

ખુશી નાં ડેડી : "ના....દીકરા, તે તો બંને ને મળાવ્યા છે. એ અહીં નહીં આવતે તો કાયરાદાદી વિશે દાદુ ને ક્યારેય ખબર ન પડતે....ભલે એ બંને સાથે જીવ્યા નહીં પણ મૃત્યુ એમને અલગ ન કરી શકી..એમનો અધૂરો પ્રેમ આજે પુરો બની ગયો.."