Shikar - 38 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 38

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

શિકાર : પ્રકરણ 38

સાવ દેહાતી લીલાધર પડ્યો પડ્યો કંટાળ્યો હતો. ટેબલ વગેરે ઉપર વળેલી છેપટ ખંખેરવા માટે જે લાકડીના એક દંડા ઉપર કાપડ બાંધીને ઝાપટીયુ બનાવાય છે તેનો દંડો ખૂણામાં પડ્યો હતો. એ જોઇને એને ખબર નહિ શું યાદ આવ્યું કે રૂમાલ કાઢીને એ દંડો લઈ તેના પર રૂમાલ બાંધીને બારી પાસે પડ્યા પડ્યા જ ઊંચો કર્યો એ સાથે જ વરસાદના ટીપાઓ ચીરતી એક બુલેટ આવી અને દંડા સહિત રૂમાલને સામેની દીવાલે લઈ ગઈ. સામેની દિવલમથી એક પોપડું ઉખડયું.

“આ શું કરે છે તું લીલાધર?” અજયે ત્રાડ પાડી.

“હું ચેક કરતો હતો કે એ માણસ હજુ ત્યાં જ છે કે કેમ.”

“સાલા મૂર્ખાઓની જમાત મળી છે મને તો...” દાંત કચકચાવીને અજય બબડ્યો. મનોહર તો ટુટીયું વાળીને એમ જ પડ્યો રહ્યો. રૂમાલ ઉંચો કરતા જ ચીલ ઝડપે ગોળી આવી એ જોઇને લીલાધરનું તો જાણે હ્રદય જ બંધ થઇ ગયું.

“આપણે અહીં જ ભરાઈ રજેવું પડશે જો જીવવું હશે તો.” અજયે પડ્યા પડ્યા જ કહ્યું, “કારણ આપણે પડ્યા પડ્યા દરવાજા સુધી જઈએ તો પણ દરવાજો બહારથી બંધ છે. એ તોડવો પડે અને એટલી વારમાં તો સ્નાઇપરમાંથી છ સાત બુલેટ આપણા શરીરમાં ઉતરી જાય...” અજયે કહ્યું અને પાછળનું વાક્ય સ્વગત જ બોલ્યો, “આ રાઈન્સ અને માર્શલ આ સ્નાઈપર વાળાને હવે ઉડાવે તો છૂટકો થાય.”

તૂટેલી બારીમાંથી હવે વાછટ આવવા લાગી હતી અને આ ત્રણેય પલળવા લાગ્યા હતા. મનોહર પલળવાથી કે પછી ભયથી પડ્યો પડ્યો ધ્રુજતો હતો.

*

સુલેમાન જેવા નીચે ઉતર્યા એટલે તરત જ ઉપરના માળે એક ભયાનક ચીસ સંભળાઈ. એ બધું દીપ અને શીલાએ પણ સાંભળ્યું. એ ચીસથી ગભરાઈને માંડ એક રૂમમાં ભેગા કરેલા લોકો હેલટર સ્કેલટર થઇ જશે એ વિચારે દીપે તરત કહ્યું.

“શીલા તું આ લોકોને સંભાળ હું આવું છું.”

દીપ એ તરફ દોડયો. અને શીલાએ પેલી મહિલાને દરવાજાની નીચેની તડમાંથી એક ડુપ્લીકેટ પોલીસ આઈડી આપ્યું.

*

સુલેમાન દેમાર ઝડપે ઉપરની તરફ ધસ્યા પણ બીજા માળે જઈને જોયું તો એક માણસ બીજા અને ત્રીજા માળની સીડીઓ ઉપર પડ્યો હતો. એના પેટમાં હેન્ડ નાઈફ લગભગ આખે આખી ઉતરેલી હતી. અને એની પાસે એક માણસ ગન લઈને ત્રીજા માળની સીડીઓ પૂરી થાય એ તરફ ગન તાકીને ઉભો હતો.

અરધી જ મીનીટમાં સુલેમાને આડશ લીધે. આ માણસ કોણ છે? ઘડીભર એમણે વિચાર્યું પણ કઈ સમજાયું નહી.

થયું એમ હતું કે જેવા સુલેમાન નીચે ઉતર્યા એટલે રાઈન્સ અને માર્શલ ઉપર તરફ લપક્યા હતા. પણ એ જ સમયે ત્રીજા માળના બધા રૂમ ચેક કરીને કોઈ છે કે નહી તે તપાસીને એજન્ટ કે નીચે આવતો હતો. હાથમાં ગન સાથે બે અંગ્રેજ જેવા માણસોને (રાઈન્સ અને માર્શલ)ને જોયા એટલે તરત જ એનું એજન્ટ માઈન્ડ કામે લાગ્યું હતું. ઘડીના ત્રીજા ભાગમાં જ એણે હેન્ડ નાઈફનો ઘા કર્યો અને આડશ લીધી. માર્શલ રાઈન્સની પાછળ હતો પરિણામે એ બચી ગયો પણ રાઈન્સના પેટમાં 6 ઈંચની હેન્ડ નાઈફ આખેઆખી ઉતરી ગઈ હતી. એક કારમી ચીસ નાખીને એ ત્યાં જ સીડીઓ ઉપર ઢગલો થઇ ગયો. માર્શલે ધડાધડ ગોળીઓ છોડી પણ છરી ફેંકીને એજન્ટ કે’એ તરત જ આડશ લઇ લીધી હતી.

એ ચીસ સાંભળીને જ સુલેમાન ઉપર આવ્યા હતા. પણ આ બધું શું થયું આ માણસ કોણ છે એ કશુય એમને સમજાયું નહિ. એટલે એ પણ અવઢવમાં લપાઈને ઉભા રહ્યા.

એવી જ હાલત માર્શલની પણ હતી. રાઈન્સને મારનારો માણસ કોણ હશે? જો એ માણસ જ સ્નાઈપરવાળો હોય તો એની પાસે બીજા હથિયાર પણ હોય જ એમ એણે પહેલા ગણતરી કરી પણ પોતે ડઘાઈને ઉભો રહ્યો એ જ ઘડીએ એ નાઈફ ફેકનાર માણસ એને ઉડાવી દોત જો એની પાસે હથીયાર હોત તો.

એજન્ટ કે પણ એવી જ અવઢવમાં હતો. એકને તો એણે ઉડાવી દીધો પણ બીજા પાસે રાઈફલ હતી એ ઉપર આવે તો એક જ મીનીટમાં એનો ખેલ ખલાસ કરી નાખે.

*

બારીમાં રૂમાલ દેખાતા જ એને માણસનું અંગ સમજીને રુદ્રસિંહે ભયાનક ભૂલ કરી નાખી. સીધી જ ટ્રિગર દબાવી દીધી. પણ રુદ્રસિંહને એ ખ્યાલ ન હતો કે દરવાજો બહારથી અદિત્યએ બંધ કર્યો છે એટલે જો એ ત્રણ ભાગીને દરવાજા બહાર નીકળી જાય તો પછી સ્નાઈપર કઈ ઉખાડી ન શકે. એટલે રુમાલ દેખાતા જ એમણે ટ્રિગર દબાવી દીધું હતું. કારણ આવી જ રીતે એકવાર જુવાનીમાં પોતે સ્નાઈપર સંભાળી હતી ત્યારે આદિત્ય માર્યા ગયા હતા. જોકે એ ખરેખર મર્યા ન હતા પણ રુદ્રસિહ માટે એ વર્ષો સુધી શહીદ રહ્યા હતા.

એટલે જ એવા ધોધમાર વરસાદમાં પણ રુદ્રસિહ નિશાન ચુક્યા ન હતા. નહી આદિત્યને હું કાઈ થવા દેવાનો નથી. આઈ વિલ શૂટ ઈચ એન્ડ એવરી બાસ્ટર્ડ.. તે બબડ્યા હતા. રુદ્રસિહને એક જ દહેશત હતી કદાચ આ વખતે સાચોસાચ આદિત્ય... પણ નિયતિએ આ વખતે અલગ ચક્કર માર્યું હતું તે કોઈ જાણતું ન ન હતું.

*

આ બધું કઈ રીતે થયું...?

1... એકાએક ગ્રેનેડ ક્યાંથી ફાટ્યો...?

2... અને હથિયાર બંધ માણસો ક્યાંથી આવ્યા...?

પેલા બંને ગોવાળ જેવા દેખાતા માણસો અને એક ઓરત સીધા જ બિલ્ડીંગમાં ગયા હતા. પાછળના રૂમમાં જઈને છુપા ભોંયરામાં ગયા અને એના સાથીઓને સાબદા કર્યા.

"સલિમ, આફતાબ, દુર્ગા, કાલી..." ભોંયરામાં ઘૂસતા જ એમાંથી એકે રાડ પાડી હતી.

"શુ થયું કાના?" આફતાબ એનો ચહેરો જોઈને જ ભડક્યો હતો. એનું અસલ નામ તો ઈશ્વર જાણે શું હતું પણ ગોવાળ તરીકે એનું નામ કાનો, એના સાથીનું નામ પશો અને પશાની ઓરત બનીને રહેતી ઓરતનું નામ જીવલી હતું.

"ઘેર ઇઝ ઇન્ડિયન આર્મી ઇન ધીસ આશ્રમ ગાયઝ." હાંફતા હાંફતા કાને જ વાક્ય દોહરાવ્યું એ સાથે જ સલીમ, આફતાબ, દુર્ગા અને કાલી ઉભા થઇ ગયા. ભોયરામાં અંધારું હતું પણ ફાનસના આછા અજવાળામાંય ઇન્ડીયન આર્મી શબ્દ સાંભળતા દરેકે દરેકના ચહેરા ઉપર ભય ઉપસી આવ્યો એ એક બીજાને સ્પસ્ટ દેખાયું.

દુર્ગાએ ઊંઘેલા જબ્બર, ગુજાર, નંદુ અને નાગોરાને જગાડ્યા.

"શુ છે *** ? ઊંઘવા દે." નાગોરા આળસુ અને ભારે શરીરવાળો હતો. એ અને ગુજાર બંને સુઈ રહેતા. તેણે બંધ આંખે જ ગાળ દીધી.

"અરે બેવકૂફ આપણી હાજરી પકડાઈ ગઈ છે. ઇન્ડિયન આર્મી આવી છે. સલીમે કહ્યું. અને એને પકડીને ઉભો કર્યો.

"શુ? આર્મી?" આંખો ચોળતા નાગોરા અને ગુજાર એક સાથે બોલી ઉઠ્યા.

"પણ એ કઈ રીતે શક્ય છે?" નંદુએ રાઇફલ સાબતી કરતા કહ્યું.

"યસ નંદુ ઇઝ રાઈટ સલીમ આપણે અહીં છીએ એવી ખબર કોઈને પડી શકે તેમ નથી જો કોઈ ફૂટ્યું ન હોય તો." દુર્ગાએ કહ્યું અને એણે બે હેન્ડગ્રેનેડ અને રાઇફલ ઉઠાવી.

"એ તો ખબર નથી. પણ આશ્રમની પાછળથી આર્મી આવી છે અને સેકંડોમાં હલ્લો કરશે. બે ટીમમાં આવી છે. બંને ટિમ બંને ખૂણેથી ઉતરી છે." કાનાએ બધાને સમજાવ્યું.

"જોઉં છું હું." કહીને દુર્ગા છત ઉપર પહોંચી જવા ભાગ્યો.

“એક મિનીટ દુર્ગા...” કાનાએ તેને રોક્યો.

“શું છે હવે?” અડીખમ દુર્ગા દાંત ભીંસીને ઉભો રહ્યો.

“પાછળ ગ્રેનેડ દુર સુધી ફંગોળવા કાઈ મશીન નથી તારા હાથ... આ લે..” કહી કાનાએ થેલામાંથી એક ગોફણ કાઢીને દુર્ગા તરફ ઉછાળી.

દુર્ગાને આ ઘડીએ એ યાદ ના આવ્યું એટલે પોતાની જાતને જ મા બેનની ગાળો દીધી અને ગોફણ કેડે બાંધી એ ભાગ્યો.

સલીમ, આફતાબ અને કાલી બિલ્ડીંગ બહાર ગોઠવાયા. નંદુ અને જબ્બર બહાર થઈને પછીતે ભાગ્યા.

ગુજાર, નાગોરા, કાનો, પશો અને જીવલી બધા જ હથિયાર લીધા અને ભોંયરામાં બનાવેલા છુપા રસ્તે નીકળ્યા. એ બધા ટ્રેઈનડ હતા. ખૂંખાર આતંકવાદી હતા. બધાને શું કરવું એ જાતે જ નિર્ણય લઈને એ લોકો ગોઠવાઈ ગયા.

*

છત ઉપર પહોંચીને દુર્ગાએ પહેલાં જ પાંચ જવાનોની એક ટીમને એક તરફ આવતી જોઈ. અને બીજી ટીમને બીજી તરફ. ત્રણ માળની બિલ્ડીંગ પરથી બધું સ્પષ્ટ દેખાતું હતું. તાત્કાલિક જ એણે એક હેન્ડગ્રેનેડ પહેલી ટિમ ઉપર ફેંક્યો એ સાથે જ ભયાનક ધડાકા સાથે આખુંય વાતાવરણ ગાજી ઉઠ્યું હતું.

મેજર અને પાંચ જવાનોની લાશો હવામાં ઉછળતી જોઈ, ભીની માટીના ફુરચા ત્યાનું ઘાસ અને એક બે ઝાડ ઉખડીને હવામાં ગોટો ઉપડ્યો એ બધું જોવામાં દુર્ગા પરોવાયો.

થોડી જ વારમાં બીજી ટિમ ઉપર ગ્રેનેડ જીંકવા એણે ગ્રેનેડ લીધો પણ ટિમ દેખાઈ નહિ. ધડાકા અને લાશો ઉછળતી જોઈને બક્ષી અને જવાન ઝાડીમાં લપાઈ ગયા હતા અને ક્રોવલીંગ કરીને ત્યાંથી ખસી ગયા એટલે દેખાતા બંધ થઇ ગયા હતા.

હવે ગ્રેનેડ ફેકવો ઠીક નથી. એ લોકો ફેલાઈ ગયા હશે. ગ્રેનેડથી કદાચ એક બે મરે એ માટે ગ્રેનેડ ન બગાડાય કારણ બે જ ગ્રેનેડ એની પાસે હતા. એટલે એણે બક્ષી અને બીજા જવાનો હતા એ તરફ રાઇફલ તાકી પણ વરસાદને લીધે ઊંચું ખડ આખાય મેદાનમાં આમ તેમ હલતું હતું એટલે કઈ તરફ માનવ સંચાર થાય છે તે તેને સમજાયું નહી. વાતાવરણ પણ ખાસ્સું ધૂંધળું બની ગયું હતું.

*

સલીમ, આફતાબ અને કાલી ત્રણેય બીડલિંગ બહાર ગોઠવાયા. કારણ એ લોકોને ખબર ન હતી કે આર્મી સિવાય પણ અહીં કોઈ હશે. એ લોકોને તો એમ જ હતું કે પાછળ આવેલી આર્મીની એક ટીમને દુર્ગાએ ઉડાવી છે અને બીજી ટીમને વીણી વીણીને ઉપરથી દુર્ગા તેમજ પછીતેથી નંદુ અને જબ્બર ઉડાવી દેશે. ત્યાં સુધી અમે અહીં ગોઠવાઈએ. પછી અહીં એકાદ ગ્રેનેડ ઠોકીને બધાની સામે ભાગી છૂટશું એટલે જ્યારે પોલીસ અને આર્મીની બીજી ટુકડીઓ આવશે ત્યારે લોકો એમ જ કહેશે કે એ લોકો ગાડીઓ લઈને ભાગ્યા છે. એટલે જ તો એ લોકોએ યાત્રાળુવાળી બિલ્ડીંગમાં જઈને ખુનામરકી કરવાનું વિચાર્યું નહિ.

લોકો એમ બયાન આપશે કે અમે અહીંથી ભાગ્યા છીએ. એટલે ભોંયરમાંથી હથિયાર લઈને ભાંગેલા ગુજાર અને નાગોરાની ટોળી પાછળ આર્મી જશે જ નહીં. આર્મી અને પોલીસ અમારી પાછળ આવશે એટલી વારમાં હથિયારો લઈને એ લોકો ભોંયરમાંથી બહાર નીકળીને ગુજરાત બહાર નીકળી જશે. બીજી ટીમને સાબદી કરી લેશે. કદાચ આપણે પણ ભાગી છૂટીશું.

આ ગણતરીએ જ પાછળના જવાનોને દુર્ગા, નંદુ અને જબ્બર ખતમ કરીને ન આવે ત્યાં સુધી બિલ્ડીંગનો આગળનો ભાગ સેઈફ રાખવા એ લોકો ઉભા રહ્યા. પણ એમને ખબર ન હતી કે ઉપર અજય સાથે મિટિંગ છે કોઈ કાળું પ્યારેની અને મિટિંગ કરવા આવેલો માણસ એજન્ટ એ છે. સામેની બિલ્ડીંગમાં મનું, રુદ્રસિંહ, પૃથ્વી અને બીજા એજન્ટ છે એ પણ એમને ખ્યાલ ન હતો.

*

નંદુ અને જબ્બર પછીતે ગયા પણ આખાય આશ્રમની પાછળની ભાગે કેડ સુધી ઊંચું ઘાસ હતું એમાં કોઈ દેખાતું ન હતું. એટલે એ લોકો અવઢવમાં રહ્યા. આ ઘાસમાં ઘૂસવું કે કેમ? એ લોકો પાંચ છે. તો આગળથી સલીમ અને બાકીના માણસોને બોલાવવા કે કેમ? એ વિચારમાં ઘડીક એ ત્યાં જ ઉભા રહ્યા.

બક્ષી અને ટિમ બરાબર છાતી જમીને ટેકવીને સુઈ રહ્યા. મરવાની બીક કરતા એ લોકો બધાને સાફ કરીને જીવતા ભાગી જાય એ ભય વધારે હતો એટલે બક્ષી પણ વિચારમાં એમ જ પડ્યા રહ્યા. પડ્યા પડ્યા જ જવાનોને હિંમત આપીને પોતે ચાર્જ લીધો હતો.

બરાબર એ જ સમયે લખુંભા અને જોરાવર ફસાયા હતા. જવાનો અને મેજરની લાશો ઉછળતી જોઈને બંને આશ્રમની પાછળની દીવાલે લપાઈ ગયા હતા. લખુંભાની બીડી મોઢામાં જ રહી ગઈ હતી. એક તરફ ધડાકો થયો એટલે કા’તો બિલ્ડીંગ ઉપરથી બૉમ્બ આવ્યો છે કા પેલી પછીતેથી આવ્યો હશે એવું સમજતા એ ગામડીયા ગણતરીબાજને વાર ન લાગી પણ હવે આ તરફ ચસકવું કે પેલી તરફ એ નક્કી થઈ શકે તેમ ન હતું.

એ બંને વિચારતા રહ્યા. જો સામેના ઘાસમાં દોડી જઈએ તો આર્મી ત્યાં છે. પણ ત્યાં જતા સુધી ઉપરથી કે પેલી પછીતેથી કોઈ ઉડાવી દે. એ વિકલ્પ ઠીક ન લાગતા લખુંભાએ વિચાર્યું કે આ તરફથી બિલ્ડીંગમાં ઘુસી જાઉં તો કદાચ બચી જવાય પણ એમાંય રિસ્ક હતું. કારણ બિલ્ડીંગમાં અને બીડલિંગની આગળ કોણ હશે એ કોને ખબર? તમંચો લાવ્યો હોત તો ઠીક હતું એમ મનમાં જ બબડીને એ ત્યાં જ લપાઈ રહ્યો.

*

રિદ્રસિંહે રૂમાલ જોઈને છોડેલી ગોળીનો અવાજ સાંભળીને તેમજ બીલ્ડીંગની આગળ થયેલા ગોળીબારથી દુર્ગા છતની આ તરફ આવ્યો. કઠેડે લપાઈને એણે મનુને ઓરડીઓ પાછળ લપાતો જોયો હતો અને સામેની બિલ્ડીંગમાં કઠેડામાં કાણું પાડીને બહાર કાઢેલી નળી પણ એણે જોઈ.

‘સાલો સ્નાઈપરપરવાળો છે.’ એ મનોમન બબડયો, ‘એને ઉડાવવો પડશે’ પણ ત્યાં સુધી ગ્રેનેડ જાય એમ ન હતો.

એણે તરત જ કેડથી ગોફણ કાઢી. એ એમનો દેશી તુક્કો હતો. ગોફણથી ગ્રેનેડ દૂર સુધી ફેંકીને ગમે ત્યારે જપા જપી દરમીયાન આર્મીને ઉલજાવી શકાય. આટલા દૂરથી ગ્રેનેડ આવે નહિ એટલે ચોક્કસ નજીકમાં જ ક્યાંક આતંકવાદી હશે એમ સમજીને આર્મી ઘડીભર ઉભી રહે એટલીવારમાં ભાગી છૂટવાનો એમને મોકો મળી જાય. એ દેશી તરકીબ માટે એ લોકો ગોફણ રાખતા.

દુર્ગાએ ગોફણમાં ગ્રેનેડ મૂકીને ગોફણ ઘુમાવી. નિશનમાં એ પાવરધો હતો. ગોફણનો એક છેડો છોડતા જ ગ્રેનેડ સન્નાટ કરતો વરસાદના ફોરાને ચીરતો રુદ્રસિંહ હતા એ છત તરફ જવા લાગ્યો.

*

બરાબર એ જ સમયે આદિત્ય ઉપર ધસી ગયા. નીચે સલીમ એન્ડ ટીમે મોરચો લીધો હતો એટલે જોખમ ન હતું તેમજ ઉતાવળમાં જ દુર્ગા સીડીઓનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો.

આદિત્ય જેવા સીડીઓ ચડ્યા કે ગોફણમાંથી છુટેલો ગ્રેનેડ એમણે જોયો. અને એ સાથે જ ઊંધા ફરેલા દુર્ગાની પીઠમાં પગમાં માથામાં ત્રણ ચાર ગોળીઓ ધરબી દીધી.

પણ એ ગોળીઓનો અવાજ પણ સંભળાયો નહી કારણ બરાબર એ જ સમયે ગોફણથી ફેંકેલો ગ્રેનેડ રુદ્રસિંહ જ્યાં હતા એ છત ઉપર જઈને પડ્યો અને રગડ્યો. ત્યાં એક ભયાનક ધડાકો થયો. ત્યાંથી હવામાં ધુમાડા સાથે પથ્થરના ટુકડા, ઇંટો અને સિમેન્ટની કચ્ચરો ઉછળી.

આદિત્ય દોડીને કઠેડા પાસે ગયા પણ બહુ મોડું થઈ ગયું હતું. પોતે એકાદ મિનિટ વહેલા છત ઉપર આવ્યા હોત તો એક ભયાનક ખુવારી વ્હોરવી ન પડોત પણ એજન્ટ એ મોડા પડ્યા હતા.

કઠેડા ઉપર બંને હાથ ટેકવીને સામેનું ભયાનક દ્રશ્ય એ જોતાં રહી ગયા.

ધુમાડાના ગોટા ઉઠી રહ્યા હતા. રુદ્રસિંહ હતા એ બિલ્ડીંગનો પાછળનો ભાગ ધરાસઇ થઈ રહ્યો હતો. કારમી ચીસો સંભળાતી હતી. બિલ્ડીંગમાં પેલી તરફ જે લોકો હતા એ પથ્થરો કાટમાળ નીચે દબાઈને મરી રહ્યા હતા એમની ભયાનક ચીસો આકાશમાં ઊંચા સુધી ઉઠતી હતી અને જાણે એ ચીસો દબાવી લેવા વરસાદ વધુ જોરથી વરસતો રહ્યો.

"રુ..દ્ર..અ..અ...અ...." ભયાનક ડુસકા સાથે પહેલીવાર આ મર્દના બચ્ચાંની આંખમાંથી પાણીનો રેલો નિતર્યો. બંને હાથે માથું દબાવી દીધું. કઠેડા ઉપર આંગળીનો છૂંદો થઇ જાય તેમ મુક્કા માર્યા. જણમાં હાથની બંધ મુઠ્ઠીમાં એકએક આંગળીની ચામડી ઉતરીને લોહીની ટીસીઓ ફૂટી. પણ આંખ લાલ થઈ ગઈ, ઝડબા ભીંસાઈ ગયા, ભસ્મનું તિલક રેલાઈને ચહેરા ઉપર પથરાયું, ભીના ચહેરા ઉપરથી જાણે વરાળ ઉઠતી હોય એમ આંખમાંથી આગ વરસવા લાગી, આંસુ અદ્રશ્ય થઈ ગયા...

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky