નિમેષભાઈ કંઈક સમજી ગયાં એટલે બોલ્યાં, સારૂં હવે જોઈએ. લીપી બેટા તું આરામ કર...અને અંજનાબેનને ઈશારાથી લીપીને તેમનાં રૂમમાં લઈ જવા કહે છે... અંજનાબેન અને લીપી જેવાં રૂમમાંથી બહાર નીકળ્યાં કે તરત જ દીપાબેન બોલ્યાં ,અનુ... ચીઠ્ઠીમાં શું લખ્યું છે ?? મને તો ખબર નહીં અજુગતા વિચારો આવી રહ્યા છે...
અન્વય : આ વાત જે તેને મને બે ત્રણ વાત અપુર્વ એ કહેવાની કોશિષ કરી હતી પણ કોઈને કોઈ કારણસર અમારાં વચ્ચે વાત જ ન થઈ અને વળી પછી લીપી પણ નોર્મલ લાગતી હતી એટલે એ વાત એમ જ રહી ગઈ.
અન્વય બોલ્યો, અમે જ્યારે ત્યાં પેલાં જેક્વેલિન સિસ્ટરને એમની ઘરે મળવાં ગયાં હતાં... ત્યારે અપુર્વ એ ઘરમાં કોઈ અજ્ઞાત શક્તિથી એ ઘરમાં ધસડાઈ ગયો હતો...પણ અંદર શું થયું હતું એ મને હજું સુધી ખબર નહોતી પડી..એ જ વાત તેણે અંદર લખી છે.
નિમેષભાઈ : શું થયું હતું એને ??
અન્વયએ એ કાગળ હાથમાં લીધો અને કાગળ વાંચતાં બોલ્યો, "હું અંદર ગયો હતો એ દરમિયાન એણે એક પડછાયો દેખાયો હતો... ત્યાં જ તેણે ઉપર લગાડેલો એક ફોટો જોયો હતો...એક છોકરીનો બહુ જ સુંદર અપ્સરા જેવી લાગતી હતી... ફોટામાં પણ જાણે એ હમણાં જ બોલી ઉઠશે એવું સ્મિત વેરી રહી હતી....પણ એ ખતરનાક અંધારામાં પણ એનો ફોટો દેખાઈ રહ્યો હતો કોઈ પણ પ્રકારની એવી ખાસ લાઈટિંગ વિના....એક નાનકડાં ફાનસના અજવાળે....
બહારથી અંદર લઇ જવાં મને કોઈ લોહીથી ખદબદ હાથ બહાર આવ્યો હતો એ અંદર જતાં જ ગાયબ થઈ ગયો....ચોમેરથી વિકરાળ અવાજો શરૂં થઈ ગયાં અને પછી એ દિવાલ પરનાં એ છોકરીનાં ફોટામાંની આંખોમાંથી લોહીની ધાર એક આંસુ રૂપે વહેવા લાગી હતી....અને એ ટપકું મારાં હાથ પર પડતાં જાણે ઉકળતું પાણી પડ્યું હોય એવું મને દઝાયુ હતું...એ જ વખતે મને એક મોટો ફોડલો પણ પડી ગયો હાથ પર... અચાનક એક છોકરીનો અવાજ આવી રહ્યો, મને બચાવી લો...મને બચાવી લો...મને નથી જોઈતો આ સુંદર ચહેરો...નથી જોઈતું આ સુંદર શરીર.....!!
કોઈએ જાણે માર્યું હોય એવું મને આખાં શરીરમાં દર્દ થવા લાગ્યું...અને એ સાથે જ હું બેભાન થઈ ગયો....પછી મને કંઈ જ ખબર નથી.... પણ મને કેમ અંદર લઇ જવામાં આવ્યો કંઈ જ ખબર નથી....
ભાઈ સાથે વાત બહું સમયથી કરવી છે પણ જાણે કોઈ છે જે આ કરતાં રોકી રહ્યું છે એટલે મેં વિચાર્યું આ લખીને તમને આપી દઈશ...એ દિવસે લીપીભાભીએ મને જોઈ લીધો હતો...પણ કંઈ પુછ્યું નહીં એટલે મેં એને મારી બેડ નીચે સાચવીને મુકી દીધો છે....પણ કોણ જાણે મને એમ જ હજું લાગી રહ્યું છે કે લીપીભાભી હજું નોર્મલ નથી થયાં પહેલાંની જેમ......"
- અપુર્વ
આરાધ્યા : અપુર્વનાં હાથ પર અત્યારે તો કંઈ જ નિશાન નથી...તો શું હશે ?? કોઈનો ફોન પણ કેમ આવ્યો નહીં ભાઈ?? લીપીભાભીની સાથે અપુર્વ પણ ફસાયો છે કે શું આ સકંજામાં ??
અન્વય : લીપીને કેમ ખબર પડી કે એણે આ કાગળ અહીં મુક્યો છે?? એણે ડાયરેક્ટ એ જ જગ્યાએથી કાગળ લીધો...લીપીને કોઈ દિવસ કોઈની વાત છુપાઈને સાંભળવાની કે પછી કોઈનાં રૂમમાં એમ કોઈની પરમિશન વિના જવાની કે ફંફોસવાની આદત નથી. કદાચ એનામાં રહેલી આત્મા એને આ જાણકારી માટે પ્રેરિત કરતી હશે??
આરાધ્યા : મને એમ થાય છે કે આપણે રાત્રે પોલીસને ઈન્ફોર્મ કરશું તો પણ એ લોકો અત્યારે કંઈ કરશે એવું બહું લાગતું નથી...આપણે આ રૂમમાં હજું બધું જોઈએ કંઈ સુરાગ મળે તો અપુર્વ સુધી પહોંચવાનો તો?? મને ચિંતા થાય છે એને કંઈ કરશે તો નહીં ને....એમ કહેતાં જ અત્યાર સુધી હિંમત રાખીને ઉભી હતી એ બંધ જાણે તુટી ગયો.....અને એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી....
દીપાબેન આરાધ્યાની પાસે આવીને બોલ્યાં, કંઈ નહીં થાય બેટા...આપણે સાથે મળીને કંઈ ને કંઈ રસ્તો કાઢીશું....
આરાધ્યા થોડી શાંત થઈ પછી અચાનક બોલી, હું હમણાં આવું છું...એમ કહીને એ હોલમાં સાઈડમાં જતી રહી અને કોઈને ફોન કર્યો......
એ બોલી, પપ્પા મારે તમને એક વાત પુછવી છે ?? પણ પહેલાં તમે મારાં સમ ખાઓ કે તમે જે હોય એ સાચું કહેશો...
વિશાલભાઈ : હા આરૂ...બોલને ?? હું તને શું કામ ખોટું કહું...બોલ જે હોય તે...પણ અત્યારે તું છે ક્યાં ??
આરાધ્યા : પપ્પા એ બધું અત્યારે જવાં દો પણ એ કહો કે તમે અપુર્વને કિડનેપ કરાવ્યો છે ??
વિશાલભાઈ : શું પાગલ જેવી વાતો કરે છે મેં એને જોયો પણ નથી...મારે એની સાથે કોઈ સંબંધ બાંધવો નથી તો હું શું કામ એ બધામાં પડું...તારે મને કેમ પુછવું પડ્યું??
આરાધ્યા : કંઈ નહીં મને એમ કે તમે નથી ઇચ્છતાં કે મારાં અને અપુર્વના લગ્ન થાય તો કદાચ તમે એનું કિડનેપ કરાવ્યું હોય...
વિશાલભાઈ : બેટા..તને ખબર છે ને કે હું આખાબોલો છું જે હોય એ સામે જ કહું છું...મને એ અમીર હોવાનાં કારણે એ પસંદ નથી....એની સાથે તારાં લગ્ન હું ઈચ્છતો નથી...પણ બેટા આજે એ દિવસ આવી ગયો કે તને મારાં પર શંકા ગઈ ?? તમે બે બહેનો માટે આખી જિંદગી લડ્યો છું. તમારાં લોકો માટે મે દિવસ રાત એક કર્યા છે... આજે મારાં લોહીને જ મારાં પર વિશ્વાસ નથી.... હું પણ એક બાપ છું. દરેક ને પોતાનું સંતાન વ્હાલું હોય....તને આવો વિચાર પણ કેમ આવ્યો બેટા?? એમ કહેતાં ખબર નહીં એમને શું થયું કે ફોન ચાલું જ છે પણ અવાજ બંધ થઈ ગયો....ને ધબ્બ એવો અવાજ આવ્યો ને આરાધ્યા એકદમ ગભરાઈ ગઈ.........
આરાધ્યા મોબાઈલ હાથમાં રાખીને ફક્ત પપ્પા પપ્પા..બોલી રહી છે પણ સામેથી કોઈ જ જવાબ નથી આવી રહ્યો.
પાછળથી તેનાં ખભા પર કોઈએ હાથ મુક્યો, આરાધ્યા ગભરાઈને પાછળ ફરી તો દીપાબેન છે...
દીપાબેન એને સાંત્વના આપતાં બોલ્યાં, શું થયું બેટા?? સોરી પણ મેં તારી વાત સાંભળી લીધી છે...બેટા તારા પપ્પા તમારાં સંબંધ માટે ગમે તેટલી ના પાડતાં હોય પણ તે આવું તો નાં જ કરે...
આરાધ્યા : મમ્મી એચ્યુલીમાં કાલે અપુર્વ પપ્પા સાથે શાંતિથી એકવાર વાત કરવાનો હતો...એવુ એણે મને કહ્યું હતું. આ વાત ઘરે જઈને હું મમ્મીને કહેતી હતી ત્યારે જ પપ્પા આવી ગયાં હતાં ઓફિસથી ઘરે. એ કંઈ બોલ્યાં નહોતાં ડાયરેક્ટ રૂમમાં જતાં રહ્યાં...મને લાગ્યું કે કદાચ એમણે અમારી વાત સાંભળી લીધી છે અને એમણે કદાચ એને ન મળવા કે આ ચેપ્ટર ક્લોઝ કરવાં માટે આવું કંઈ કર્યું હોય...
એકદમ રડી પડતાં બોલી, મમ્મી પપ્પા કંઈ બોલતાં નથી ફોનમાં એમને કંઈ થયું નહીં હોય ને?? મને એવું લાગે છે કે મેં એમને આવું પુછતાં એમને બહુ આઘાત લાગ્યો છે. હું પહેલાં મારી મમ્મીને ફોન કરૂં....એ પપ્પા પાસે જાય....
આરાધ્યા એની મમ્મીને ફોન કરે છે આખી રીંગ જાય છે પણ કોઈ ઉપાડતુ નથી....એ વધારે ચિંતામાં આવી જાય છે કે આમ તો મમ્મી આ સમયે બહાર જાય નહિ પણ કદાચ બહાર ગઈ હોય કોઈ કામથી અને પપ્પા એકલાં હશે તો?? વિચારમાત્રથી એ ફફડી ગઈ....
આરાધ્યા : મમ્મી મારે ઘરે જવું પડશે અત્યારે જ.... પપ્પાની ચિંતા થાય છે... મારાથી બહું ખોટું કામ થઈ ગયું છે...
દીપાબેન : હા બેટા જા. પણ આટલાં વાગે તું એકલી કેવી રીતે જઈશ નવ વાગવા આવ્યાં છે. તારી સાથે કોઈને મોકલું... હું આવું કે તારાં પપ્પાને કહું...અન્વયને તો લીપી પાસે અત્યારે રાખવો જ પડશે એ ક્યારે કન્ટ્રોલ બહાર જાય ખબર નહીં પડે.
આરાધ્યા બોલી, ના મમ્મી હું જતી રહીશ વાંધો નહીં.
છતાં દીપાબેને પરાણે નિમેષભાઈને આરાધ્યા સાથે મોક્લ્યા....અને આ બાજું અન્વય અપુર્વનો આખો રૂમ ફંફોસી રહ્યો છે......
શું થયું હશે આરાધ્યાનાં પપ્પાને ?? એ સલામત હશે ?? એમને કંઈ થઈ ગયું તો નહીં હોય ને ?? અન્વયને અપુર્વનાં રૂમમાંથી કંઈ મદદરૂપ સુરાગ મળશે ખરો ?? અપુર્વ માટે કોઈનો સામેથી ફોન આવશે ખરો ?? કઈ રીતે એ લોકો અપુર્વ સુધી પહોંચશે ???
અવનવાં રોમાંચ...રહસ્યો...ને રોમાન્સને માણતાં રહો, પ્રિત એક પડછાયાની - ૨૨
બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.........