Raghav pandit - 14 in Gujarati Fiction Stories by Pratik Patel books and stories PDF | રાઘવ પંડિત - 14

Featured Books
Categories
Share

રાઘવ પંડિત - 14



હેલો મારા ફેવરિટ વાચકમિત્રો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય આપજો.





રોની પુરી રાત ફ્લાઈટમાં કોઈ થિયરી પર કામ કરતો હોય છે બીજા બધા સુઈ ગયા હોય છે રોની મિશન પર પુરી સતર્કતા અને ફૂલ હોમવર્ક સાથે જવા માંગતો હોય છે તેથી તેણે બધા મેપ્સ અને ફૂલ હોમવર્ક કર્યું હોય છે. રોની પુરા ફિનલેન્ડના નકશાને પોતાના મગજમાં ફિટ કરી લે છે તેમને ફ્લાઇટ લેન્ડ કરવાની તૈયારીમાં હોય છે બધા પોતપોતાના સીટબેલ્ટ ટાઈટ કરી લે છે અને ફ્લાઇટ લેન્ડ કરે છે.
નીચે પહોંચી ને બધા થોડા હળવા મૂડમાં હોય છે કાર્તિક કહે છે વાવ કેટલું મસ્ત કન્ટ્રી છે તો મીરા કહે છે હવે એ તો જો વાળાને ખબર પડે બાકી જુઓ ને આગળ કેવા આંખો બંધ કરીને ચાલ્યા જાય છે.રોની પાછળ જોઈને હળવી સ્માઈલ કરે છે ત્યાં તેમને ભારતીય એમ્બેસીના મિસ્ટર રોહિત મળે છે જે તેમની ઇરીગેશન માં હેલ્પ કરે છે અને હાથ મિલાવે છે બધા તેમની સાથે ઇન્ટ્રો કરે છે પછી રોની કહે છે હાય આય એમ રાઘવ પંડીત રોની.
રોહિત રોની જોડે હાથ મિલાવે છે અને કહે છે તો તમે છો રાઘવ પંડિત અભય સર તમારી બહુ વાતો કરી ચુક્યા છે.
રોની તેમને વચ્ચે જ અટકાવી ને કહે છે ચાલો આપણે અમારે રહેવાનું છે તે પ્લેસ પર જઈએ.
રોહિત સમજી જાય છે અને બ્લેક scorpio તરફ ઇશારો કરે છે ચાલો એટલે તરત બધા એ તરફ જાય છે બધા પોતપોતાની સીટો પર બેસે છે અને સીટ બેલ્ટ બાંધે છે પછી રોહિત બધાને safe house તરફ લઈ જાય છે.
રોની એરોહિત ને એટલે અટકાવ્યો હોય છે કારણ કે તેને ત્યાં પણ કંઈક અનુચિત લાગતું હોય છે અને આમ પણ તેને સાવધાની રાખવી જરૂરી છે કારણ કે આ મિશન ખૂબ જ ખતરનાક હોય છે તેમની પાછળ કોણ કોણ લાગેલું છે એ કોઈને ખબર હોતી નથી તેથી રોની ને એ સમયે કંઈ બોલવું ઉચિત ન લાગ્યું.
ગાડી હજુ તો એક્ ટર્ન લે છે ત્યાં જ ગાડીના આગળના ટાયરમાં એક છન કરતી બુલેટ વાગે છે અચાનક જ ગાડી સંતુલન ગુમાવે છે અને સામેના દીવાલ સાથે ટકરાય છે રોહિત કશું જ સમજ્યો ના હોય છે તે ચારે તરફ જુએ છે રોની રોહિતને જલ્દીથી પાછળની સીટ પર આવવા કહે છે હજુ રોહિત ત્યાં જ સ્થિર હોય છે ત્યાં ગાડીના બોનેટ પર એક ગોળી વાગે છે જે કાચમાં આવવાથી કાચ ત્યાં જ ભૂકો થઇ જાય છે રોહિત ડરી જાય છે ત્યાં જ રોની ખૂબ જોરથી રોહિત ને પકડીને તેની સીટ પાસે નું બટન પ્રેસ કરે છે સીટ પાછળ આવી જાય છે રોની રોહિતને ધકેલીને સ્ટેરીંગ સંભાળે છે અને ગાડીને રિવર્સ ગિયરમાં નાખી ને રિવર્સ લે છે ત્યાં એક છ ન કરતી ગોળી સામેની દીવાલમાં ઘૂસી જાય છે ગોળી ક્યાંથી આવે છે તે કોઈને સમજાતું નથી કારણકે ત્યાં આસપાસ કોઈ જ દેખાતું નથી હોતું રોની એક્સિલેટર પર વજન વધારે છે અને ગાડીને ફૂલ સ્પીડમાં રોડ પર ભગાવે છે કોઈ કંઈ સમજતું નથી રોની કહે છે બધા નીચે ઝુકી જાઓ કોઈ સ્નાય પરથી આપણા પર હુમલો કરે છે નીચે ઝૂકેલા જ રહેજો ત્યાં સામેથી એક ટ્રક ગાડી ની ખુબજ નજીક આવી જાય છે અને રોની સ્ટેરીંગ ને જમણી બાજુ ઘુમાવી દે છે ગાડીનું એક સાઈડ નું ટાયર ફાટી ગયું હોય છે ગાડી પુરા રોડ માં એક સાઇટથી બીજી સાઇટ થતી હોય છે રોની ખૂબ જ મુશ્કેલીથી ગાડીને સંભાળવાની કોશિષ કરતો હોય છે ત્યાં જ ફિનલેન્ડ પોલીસ ગાડી ની પાછળ પડે છે. રોની કોઈપણ સંજોગોમાં પોલીસના હાથમાં પડવા નથી માગતો કારણ કે તે ભારતીય એજન્ટ હોય છે જો એ વાત પોલીસને ખબર પડે તો તે લોકો તેમની વધારે ઇન્કવાયરી કરે અને આવા સંજોગોમાં તેમના મિશન ની જાણ જાહેર થઈ શકે તેથી રોની ગાડી ને સામેના રસ્તા પર રોંગ સાઇડમાં લઈ લે છે તે ગાડી ને સામેથી આવતી ગાડીઓથી બચાવે છે અને લેફ્ટ સાઈડ ટન કરે છે પોલીસની ચાર ગાડીમાંથી એતો રોંગ સાઈડમાં ફસાઈ જાય છે પરંતુ બે ગાડીઓ હજુ પાછળ હોય છે અને એક પોલીસ મેન રોની ની ગાડી ના પાછળના ટાયર પર ફાયર કરે છે ગાડી પોતાનો કંટ્રોલ ગુમાવે છે અને એક સાઈડ પલટી ખાઈ જાય છે.

**********************************************

અમિતને અને સૌરવ ને એક રૂમ માં બંધ કરીને રાખવામાં આવ્યા હોય છે અમિતના અને સૌરવના ચહેરાઓ ઢાંકેલા હોય છે અને તેમના બંનેના હાથ ખુરશીઓ પર પાછળની સાઈડ બાંધેલા હોય છે તેમના પગ પણ બાંધેલા હોય છે બંને કેટલા સમયથી અહીં છે તેમનું તેમને કંઈ જ ભાન હોતું નથી તેઓ હજી હમણાં જ બેહોશી માંથી બહાર આવ્યા હોય છે ત્યાં જ દરવાજા પર કોઈના આવવાનો અવાજ આવે છે દરવાજા પર બે ગન મેન હોય છે તેઓ દરવાજો ખોલીને અંદર આવે છે તેઓ અમિત અને સૌરવના ફેસ પર થી કપડું હટાવી દે છે. તરત જ સૌરવ કહે છે તમે કોણ છો અમે તમારું શું બગાડ્યું છે પ્લીઝ અમને જવા દો.
બંને ગન મેન તેમને શાંત રહેવા કહે છે.
તે રૂમમાં બે ખુરશીઓ એક કેમેરો અને એક સ્પીકર લગાવવામાં આવી હોય છે તેમાંથી બહાર નીકળવાનો એક જ દરવાજો રાખેલો હોય છે અચાનક જ સ્પીકર માંથી એક અવાજ આવે છે.
હેલો તમે બંને મને નથી ઓળખતા પરંતુ હું તમને બંનેને ખૂબ સારી રીતે ઓળખું છું તમને બંનેને થ્રી આઈ માંથી નીકાળી દેવામાં આવ્યા છે અને હવે તમને બંનેને એ લોકો ખતમ કરી દેશે તમને મારા પર વિશ્વાસ નહીં આવે પરંતુ એ લોકો પોતાના સિક્રેટ ને બહાર તો નહીં નીકળવા દે એટલે તમને બંનેને મારી નાખવામાં આવશે અને જો તમે બંને બચવા માંગતા હો તો તમારે હું જે કામ આપીશ તે કરવું પડશે અને જો નહીં કરો તો આ બંને ગન મેન ખુબજ ખતરનાક હત્યારાઓ છે તમે સમજી શકો છો એ તમારી શું હાલત કરશે એટલે તમારી પાસે મારા કામ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
સૌરવ ખુબજ ડરી ગયો હોય છે તે રડવા લાગે છે અને પોતાને બચાવવા વિનંતી કરવા લાગે છે પરંતુ અમિત તેને શાંત રહેવા કહે છે પરંતુ સૌરવ અંદરથી ખુબજ ડરી ગયો હોય છે તે ફરી બેહોશ થઇ જાય છે.
અમિત કોઈ પણ કામ કરવાની ના પાડી દે છે અને જે થાય તે કરી લેવા ધમકી આપે છે પરંતુ અમિત ને નથી ખબર કે તે ખૂબ મોટી મુશ્કેલી માં ફસાયેલો હોય છે આ મુસીબત તેની જિંદગીમાં ભયંકર તોફાન લાવવાની હોય છે બંને ગન મેન ને વોકીટોકી પર કઈક સુચના મળે છે તેઓ તેમને ફરી બાંધીને બહાર નીકળી જાય છે. અમિત ગુસ્સામાં જોરજોરથી બૂમો પાડે છે પરંતુ તેનો અવાજ સાંભળવા ત્યાં કોઈ હોતું નથી.


**********************************************

ગાડીમાં પલટી ખાઇ જતાં પોલીસ ત્યાં પહોંચી જાય છે અને બધાને બહાર કાઢે છે રોહિત બેહોશ થઈ ગયો હોય છે પોલીસ બધાને પોતાના હાથ પાછળ રાખવા કહે છે 4 પોલીસમેનને ગન પોઇન્ટ તેમના પર રાખીને ઉભા હોય છે બે પોલીસમેન હથકડી અને ગન લઈને આગળ વધે છે રોની વિચારે છે અત્યારે ચુપ રહેવામાં જ ભલાઈ છે કારણકે પોલીસમેન પાસે ગન હોય છે અને તેમના નિશાના પર રોની ની પુરી ટીમ હોય છે તેથી રોની બધાને ચૂપચાપ સરેન્ડર કરવા કહે છે બધાને એક ગાડીમાં બેસાડીને ત્રણ પોલીસ મેન તેમની સાથે બેસે છે અને એક પોલીસ મેન રોહિત ને પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ જવા બેસે છે અને બંને ગાડી નીકળે છે રોની વાળી ગાડી આગળ જાય છે ત્યાં જ રોહિત પોલીસમેન પર એક કરાટે નો વાર કરે છે તે ત્યાં જ બેહોશ થઇ જાય છે રોહિત ગાડીમાંથી નીચે જઈને કોઈને ફોન કરે છે હેલો સર કામ થઈ ગયું ભારતથી આવેલા એજન્ટો ડરી ગયા છે તેમને ફિનલેન્ડ પોલીસ ગિરફ્તાર કર્યા છે અને નકશો મારા હાથ આવી ગયો છે પરંતુ તેમાં કોઈ રોની કરીને છે તે ખૂબ જ ખતરનાક છે હું આટલો ટ્રેન્ડ હોવા છતાં તેણે મને એક હાથથી જ પાછળ ધકેલી દીધો અને તેના પર ફાયરિંગની કોઈ અસર ન હતી તેણે જ ગાડી ડ્રાઈવ કરી એ તો સારું થયું સ્નાઈપર પહેલાજ ગાડીના એક ટાયરને પંચર કરી દીધું હતું અને પછી પોલીસે બીજું ટાયર પંચર કર્યું એટલે ગાડી પલટી ખાઈ ગઈ નહીં તો તે સુરક્ષિત નીકળી ગયો હોત. સામે વાળો વ્યક્તિ કંઈક ઇન્સ્ટ્રક્શન આપે છે અને પછી રોહિત પોલીસની કાર લઈને જ રોની વાળી ગાડીનો પીછો કરે છે.
રોની ને એટલે જ કંઇક શંકાસ્પદ લાગતું હતું તેને કંઈક વિચારો સંભળાતા હતા પરંતુ તેને આશા નહોતી કે આટલી જલ્દી કંઈ થશે તેને પૂરો મામલો સમજમાં આવી ગયો હતો બસતે સાચા સમયની રાહ માં હતો અને પોતાની ટીમને ખતરામાં મુકવા માંગતો ન હતો તેણે કઈક ડિસાઈડ કર્યું.
પોલીસમેન ખતરાથી બિલકુલ બેફિકર હોય છે તેમને લાગે છે તેમણે આ લોકોને પકડી લીધા પરંતુ તેમનો સામનો કઈ મુસીબતથી થયો હોય છે તે તો સમય જ બતાવશે કારણકે રોની પોતાની હાર આટલી જલ્દી સ્વીકારે તે તો ઇમ્પોસિબલ છે.



To be continue...............




આગળ શું થશે તેના માટે વાંચતા રહો રાઘવ પંડિત અને તમને આ બુક કેવી લાગે છે તેના રીવ્યુ અને સૂચનો જરૂર જણાવજો તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ review આપી શકો છો.........

Instagram id:- pratik patel
Yaaa:- pratik 7149