મનું બહાર દોડ્યો એ સાથે જ ધડાકો સાંભળીને ગભરાયેલા માણસોએ એને ગન સાથે જોયો એટલે હોહા કરીને સૌ ભાગ્યા. જે રૂમમાં ઘુસાય એ રૂમમાં ઘુસ્યા. કોઈ ખુણામાં તો કોઈ જ્યાં હતા ત્યાં સુઈ ગયા.
વરસાદ શરુ થતા દીપ એન્ડ ટીમ્સ અને સમીર એન્ડ ટીમ્સ પણ યાત્રાળુઓવાળી બિલ્ડીંગમાં ઘુસ્યા હતા. ધડાકો સાંભળીને એ બધા પણ સ્તબ્ધ થઈને હતા ત્યાને ત્યાં જ ખોડાઈ ગયા હતા.
માત્ર મનું અને પૃથ્વી જ સ્વસ્થ રહીને દોડ્યા હતા. પણ સીડીઓ ઉતરીને નીચે ગયો અને સામેની બિલ્ડીંગ તરફ ભાગવા જાય ત્યાં જ એના પગ આપમેળે જડાઈ ગયા. પાછળથી આવતો પૃથ્વી પણ એની પાસે આવીને અટકી ગયો.
પહેલા તો બંને તરત જ દીવાલે ચંપાઈ ગયા. પછી જોયું તો સામેની બિલ્ડીંગના દરવાજે ત્રણ માણસો હાથમાં મશીન ગન લઈને ઉભા હતા. ત્રણેય જીન્સ ઉપર કાળા શર્ટ પહેરેલા હતા. એક માણસ છેક પ્રવેશની ડાબી તરફ પછીત પાસે ઉભો હતો. બીજો એક પ્રવેશ દ્વારની બહાર અને ત્રીજો એની પાછળ પ્રવેશદ્વારના દરવાજાની વચ્ચોવચ્ચ. ત્રણેયના હાથમાં મશીન ગન્સ હતી. તેમ જ એ રીતે પોજીશન લીધેલી હતી જાણે એકથી બીજા અને બીજાથી ત્રીજા સુધી કમ્યુનિકેશન ઝડપથી થઇ શકે.
મનુંની છાતી એના વરસાદમાં પલળેલા આછા સફેદ શર્ટમાં જોરથી ધબકતી સ્પસ્ટ દેખાતી હતી. એક જ નજરમાં પેલા ત્રણેયની પોજીશન જોઇને મનુએ દીવાલે માથું ટેકવ્યું.
"ધત તેરીકી પૃથ્વી હી ઇઝ ટ્રેપડ."
"શુ થયું મનું?" સ્નાઈપરમાં એકધારું તાકીને બેઠેલા રુદેસિંહ અવાજ સાંભળતા પૂછ્યું. એ હજુ એમ જ તાકીને બેઠા હતા કારણ આદિત્ય ઉપર ગોળી ચલાવવા એક માણસે ગન કાઢી હતી અને પાછળ કશુંક ભયાનક ધડાકો થયો હતો. એમાંથી બે ને રુદ્રસિહે ઉડાવી દીધા હતા પણ બાકીના ત્રણ ક્રોવલ કરીને બારીની ભીત પાસે લપાઈ ગયા હતા. એટલે હવે એ ત્રણમાંથી એકેય જો બારી પાસેથી ખસે તો ઉડાવી જ દેવાના છે એમ ગણતરી કરીને રુદ્રસિંહ વીજળીના કડાકા અને મેઘ ગર્જના વચ્ચે વરસાદમાં એક હાથે ટ્રિગર અને એક હાથે નેવજુ કરીને છતના કઠેડામાં એક કાણું પાડીને સ્નાઈપરની નળી એમાં ભરાવીને બેઠા હતા. જોવામાં તકલીફ પડતી હોવા છતાં આદિત્ય ઉપર ગન તાકી એને આબાદ નિશાન બનાવ્યો હતો. અને બીજા એકને પણ છાતીમાં ગોળી ધરબી દીધી હતી. રુદ્રસિંહ નિશનમાં માહિર હતા.
"ચાચુ એજન્ટ એ ક્યાં છે?" મનુએ પૂછ્યું. કારણ એના હાથમાંથી દોડવામાં મોબાઈલ ક્યાય ઉછળ્યો હતો. જો મોબાઈલ હાથમાં હોત તો કદાચ આદિત્યની પોજીશન એ જોઈ શકોત.
"એ તો રૂમમાંથી નીકળી ગયા છે. બેને મેં ઢાળી દીધા છે બાકીના ત્રણ બારીએ લપાઈને બેઠા છે."
"શીટ... શીટ... શીટ.... ચાચુ તમે માથું ઊંચું ન કરતા." પહેલા જ રુદ્રસિંહને એ સૂચના આપીને મનુએ આગળ પરિસ્થિતિ કહી, "એજન્ટવાળી બિલ્ડીંગ આગળ ત્રણેક માણસો પોઝીશન લઈને મશીન ગન સાથે ઉભા છે. એજન્ટ એ બહાર નહિ આવી શકે. એમને ત્યાં જ ભરાઈ રહેવું પડશે."
"ઓહ ગોડ ત્રણ માણસો મનું? તો તો આદિ ફસાઈ ગયો છે. જો એ ત્રણમાંથી કોઈ અંદર ગયું સીડીઓ ચડીને તો આદિ ઉપર ભયાનક ખતરો છે મનું."
"ચાચુ એનું હું કઈક કરું છું તમે પેલા ત્રણને ખસવા ન દેતા. જો એ બહાર નીકળી ગયા તો એજન્ટ બંને તરફથી ફસાઈ જશે. બી કેર ફૂલ કિપ યોર આઇઝ સ્ટ્રોંગ ચાચુ." મનું એટલો ગભરાઈ ગયો જેની કોઈ હદ ન હતી.
"તું એ લોકોની ફિકર ન કર..." રુદ્રસિંહે કહ્યું.
"મનું તું સ્વસ્થ થા." પૃથ્વીએ એનો ખભો પકડીને હચમચાવી દીધો.
વરસાદમાં પલળતા ચહેરા ઉપરથી પાણીના રેલા સાથે મનુના ચહેરા ઉપરથી ભયાનક ભય રેલાતો પૃથ્વીને સ્પસ્ટ દેખાયો.
"પણ પૃથ્વી એજન્ટ અંદર છે."
"હું પહેલા તો એક કામ કરૂં છું. ટોમને કહું છું કે કોઈ બહાર ન નીકળતા. એને અહીં લઈ આવું."
"યસ જેની પાસે પણ હથિયાર છે એ બધાને ટોમ, સમીર, સરફરાઝ જેને પણ હથિયાર ચલાવતા આવડે અને જેની પાસે ગન હોય એ બધાને લઈ આવ." હવે મનુને બધું સમજાઈ ગયું હતું.
"મનું ચોક્કક આ લોકો ખૂંખાર ગુંડા છે. હરામીઓએ ગ્રેનેડ ઝીંક્યો છે જવાનો ઉપર." દાંત ભીંસીને કડેડાટી બોલી જાય એમ પૃથ્વીએ કહ્યું અને બિલ્ડીંગમાં દોડ્યો.
"મનું બક્ષી હીયર..." એ જ સમયે બક્ષીનો મેસેજ આવ્યો.
"યસ બક્ષી બોલો. ત્યાં શુ થયું હતું?"
"મેજર અને જવાનો ઉપર ગ્રેનેડથી હુમલો થયો છે. મેં લાશો ઉછળતી જોઈ છે." બક્ષીના અવાજમાં ભયાનક ઓથાર હતો.
"મી. બક્ષી ભયાનક પરિસ્થિતિ આવી છે આ લોકો કોઈ ગુંડા નથી આતંકવાદી છે."
"યસ પણ મનું. આદિ પણ ફસાઈ ગયા છે. આપણે જ પગલાં લેવા પડશે."
"તમે મેજરને અત્યારે ભૂલી જાઓ મી. બક્ષી આપણે કઈક કરવું પડશે. તમે પાછળથી તમારી રીતે પોઝીશન લઈને આવો હું અહી પોજીશન લઉં છું બધાને તૈયાર કરું છું."
"પણ એજન્ટ નય..." બીપ બીપ અવાજ સાથે બક્ષી આગળ બોલે એ પહેલા જ કનેક્શન કપાઈ ગયું.
*
"ટોમ..." ટોમને જોતા જ પૃથ્વીએ બુમ મારી એ સાથે જ ટોમ, સમીર, સુલેમાન, સરફરાઝ, ટ્રીસ, શીલા, દીપ અને એજન્ટ કે દોડી આવ્યા. બધા લોકો રૂમમાં ઘૂસીને ઉભા હતા, અમુક થોડાક ઓછા ગભરાયા એ લોબીમાં અને સીડીઓ પાસે ઉભા હતા એ બધાની નજર આ લોકો પર પડી.
"શુ થયું પૃથ્વી?" ટોમ પણ ગભરાયેલો હતો.
પૃથ્વીએ ઝડપથી બધાને શું થયું એ સમજાવ્યું.
"આ મુજબ પરિસ્થિતિ આવી છે. અહીં મોરચો માંડવો પડશે. એજન્ટ ફસાઈ ગયા છે. હું અને મનું એજન્ટ એ’ને બહાર નીકાળવા કોશિશ કરીશું તમારે અહીં આ લોકોને સેઈફ રાખવા પડશે."
"પણ હથિયાર ક્યાં છે?" શીલા જોરથી બોલી ઉઠી.
"કોની કોની પાસે છે હથિયાર?" પૃથ્વીએ પૂછ્યું.
સમીર, ટોમ અને ટ્રીસ પાસે પિસ્તોલ હતી. બાકીના જોડે કોઈ હથિયાર ન હતા. એટલે એમણે પિસ્તોલ કાઢી.
"ઓકે સમીર, ટોમ અને ટ્રીસ બહારની તરફ મોરચો લેશે. શીલા અને દીપ અંદર લોકોને સંભાળશે. સુલેમાન ઉપરના બીજે માળે જશે અને ત્રીજા માળે લોકોને સમજાવવાનું કામ એજન્ટ કે કરશે."
પૃથ્વીએ ઝડપથી પ્લાન બનાવી બધાને સુચના આપી એ સાથે જ શીલા અને દીપ અંદર ધસ્યા. સુલેમાન અને એજન્ટ કે સીડીઓ તરફ ભાગ્યા. ટોમ સમીર ટ્રીસ અને સરફરાઝ પૃથ્વી સાથે જ બહાર આવ્યા.
"મનું બક્ષીએ શુ કહ્યું?" બહાર જતા જ પૃથ્વીએ પૂછ્યું.
"પૃથ્વી ગમખ્વાર નુકશાન થયું છે. કદાચ મેજર નહિ બચ્યા હોય."
"વોટ ધ હેલ ઇઝ ગોઇંગ ઓન?" રીતસર પૃથ્વીના મોઢે ગાળ નીકળી ગઈ, "આ ભડવાઓ છે કોણ?"
"આતંકવાદી..."
જાણે બીજો ગ્રેનેડ છાતી ઉપર ફૂટ્યો હોય એમ પૃથ્વી પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યો.
મેજર નથી રહ્યા પાંચ જવાન શહીદ થયા છે એ સાંભળીને સમીર, સરફરાઝ, ટોમ અને ટ્રીસ પણ હલબલી ગયા.
"તારી ગન ક્યાં છે?" એકાએક હથિયાર વગરના સરફરાઝને જોઈને મનુએ પૂછ્યું.
"મારી પાસે હથિયાર નથી."
"આ છે કોણ? એને ખબર નથી પડતી અહીં હથિયાર વગર એક સેકન્ડ પણ જીવતો નહિ રહે." આવી ભયાનક સ્થિતિમાં હથિયાર વગર માણસ આવ્યો એ મનુથી સહન ન થયું.
"સરફરાઝ તું અંદર જા લોકોને હિંમત આપ." સમીરે એને ઝડપથી સમજાવીને અંદર મુક્યો.
ટોમ અને ટ્રીસ બંનેએ આગળના ભાગે પોઝીશન લીધી. સમીર અને સુલેમાન થોડાક બિલ્ડીંગની અંદરની તરફ ગોઠવાયા.
*
નીચેના મજલે દીપ અને શીલાએ બધાને આઈડી બતાવી અને કઈ ડરવા જેવું નથી અહી પોલીસ, સી.બી.આઈ. અને આર્મી છે જ એમ કહીને બધાને હૈયાધારણ આપી. અને બધાને એક મોટા રૂમમાં લઇ ગયા.
એક મહિલા રીતસરના ચક્કર આવીને ફસકાઈ પડ્યા. દીપે એમને ઉઠાવીને એ રૂમમાં લઇ જવા પડ્યા. મહિલાને ઉઠાવીને દીપ લઇ આવ્યો કે તરત શીલા એની પાસે ધસી આવી.
“પાછળના ભાગે એક રૂમમાં એક મહિલા એના બાળક સાથે પુરાઈ ગઈ છે. આ લોકોનું કહેવું છે કે એ દરવાજો નથી ખોલતી.”
“ઓહ શીટ શીલા આપણે એને બાળકો સાથે બહાર કાઢવી પડશે, અહી લોકો સાથે રાખવી પડશે. નહિતર કદાચ ગભરાઈને મરી જશે અથવા ઈમરજન્સીમાં આ લોકોને ક્યાંક લઈ જવા પડે તો એ મહિલા અને બાળકો અહી જ રહી જાય.”
“લેટ્સ મુવ...” શીલાએ કહ્યું અને બંને એ મહિલા જે રૂમમાં પુરાઈ એ તરફ ધસ્યા.
*
અજયે ફોન હાથમાં લીધો અને પડ્યા પડ્યા જ રાઈન્સને ફોન લગાવ્યો. દિવસે પાડાની જેમ ઘોરતા રાઈન્સ અને માર્શલે ફોન ઉઠાવ્યો નહી એટલે અજયે બે ત્રણ ગાળ બોલીને ફરી ફોન લગાવ્યો.
“હેલો...”
“સાલા તું ઊંઘ્યો છે?”
“નહિ પણ હું યાત્રાળુઓવાળી બિલ્ડીંગમાં છું અને અહી બે માણસો હથિયાર સાથે છે એટલે હું રૂમમાં ભરાઈ રહ્યો છું.” રાઈન્સે કહ્યું કારણ જયારે ધડાકો થયો ત્યારે બીજા માળે આરામ કરતા રાઈન્સ અને માર્શલ બંને રૂમમાંથી બહાર દોડી આવ્યા હતા અને એમણે પહેલા એક માણસને (મનુને) અને પછી બીજાને (પૃથ્વીને) દોડતા જોયા હતા.
“અરે તારી પાસે હથિયાર નથી શું?” અજય દાંત ભીંસીને બોલ્યો, “ઉડાવી દેવાય એ બંનેને એકેય આપણા માણસ નથી.”
“હથિયાર છે પણ મને કેમ ખબર કે કોણ છે? આપણા માણસ છે કે કેમ? તમારી તો ગમે તે ટોળકી ગમે ત્યારે આશ્રમમાં આરામ કરતી હોય છે. અને તમે બધાને એકબીજા સાથે પરિચય પણ ક્યાં કરાવો છો?”
“અરે બેવકૂફ અત્યારે ભાષણ આપવા ક્યાં મંડ્યો છે. સાલા ગોરા તને પરિસ્થિતિ નથી સમજાતી? મેં કહ્યુંને આપણા કોઈ માણસો અત્યારે આશ્રમમાં હાજર નથી.”
“હવે સાંભળ, હું ખંડમાં પુરાઈ ગયો છું. અમે ત્રણ જણ. કોઈ અમારી ઉપર સ્નાઈપર તાકીને બેઠું છે.”
“સ્નાઈપર? ક્યાંથી?”
“તું જે બિલ્ડીંગમાં છે ત્યાંથી. લગભગ છત ઉપર હશે કારણ એ બિલ્ડીંગમાં બીજા માળની બારીઓ આ તરફ નથી પડતી.”
“ઓકે હું શોધું છું એને...” રાઈન્સે ફોન મુકીને માર્શલને ઈશારો કર્યો અને બંને હથિયાર સાબદા કરીને રૂમ બહાર નીકળ્યા.
*
યાત્રાળુઓવાળી બિલ્ડીંગમાં ત્રીજા માળે બહુ ઓછા લોકો હતા. એજન્ટ કે’એ એ બધાને નીચે જવા કહ્યું. અલબત્ત આઈડી બતાવ્યા વગર એ કામ થયું નહી. લોકોને સીડીઓ તરફ ધકેલી અને પોતે કોઈ રૂમમાં માણસો ભરાઈ રહ્યા હોય તે તપાસવા ઉભો રહ્યો.
*
સુલેમાન પાસે કોઈ આઈડી ન હતું વધુમાં દાઢી કાઢ્યા પછી પણ તે સમીર જેવા દેખાવડા ન હોતા. મુસ્લિમ ચહેરો જોઇને લોકો વધુ ગભરાયા. પણ છતાય ત્રીજા માળના લોકો નીચે જઈ રહ્યા છે એ જોઇને બીજા માળથી લોકો નીચે જવા તૈયાર થયા.
ત્રીજા માળના અને બીજા માળના લોકો સીડીઓ ઉતરી રહ્યા એટલે સુલેમાન પણ નીચે ઉતરવા લાગ્યા. બરાબર એ જ સમયે રાઈન્સ અને માર્શલ બહાર નીકળીને ત્રીજા માળ તરફ ધસ્યા હતા...
*
કોઈ કાળે પેલી મહિલા દરવાજો ખોલવા તૈયાર થતી ન હતી. ધડાકા અને દોડભાગ જોઇને એ બ્હાવરી બની ગઈ હતી.
“હું દરવાજો નથી ખોલવાની. મારા જીવતે જીવત મારા બચ્ચાઓને કોઈ કશું કરી શકવાના નથી.” તે અંદરથી એક જ વાત બરાડી બરાડીને બોલવા લાગી. તેનું ગળું બેસી જાય તેવું આક્રંદ તેણીએ કર્યું. તેના બાળકો પણ રડવા લાગ્યા હતા.
“અરે પણ અમે તો પોલીસ છીએ.”
“આઈડી બતાવો. તમે દરવાજા અંદર આઈડી સરકાવો પછી જ હું દરવાજો ખોલીશ.” મહિલા જીદે ચડી પણ દીપ કે શીલા કોઈ એના ઉપર ખીજાયું નહિ કારણ કોઈ પોતાના બાળકોનું જોખમ ન જ લે એ સ્વભાવિક માનવ સહજ વાત હતી.
*
મનું અને પૃથ્વીએ ઘડીભર પેલા લોકો સામે જોયું. પેલા એમને એમ ઉભા હતા. પણ પાછળના ભાગે રાઈફલો ધણધણી ઉઠી. એ સાથે જ પેલા ત્રણ ઉભા હતા એમાંથી દરવાજે ઉભેલા એકને મનુએ પડતો જોયો. એ મોકો ચુકે તેમનો મનુ નહોતો.
"પૃથ્વી કવિક..." કહીને હાર બંધ ઉભી કરેલી રૂમ તરફ ભાગતા મનુએ એકનું નિશાન લીધું. એ સમજી ગયો હતો કે ચોક્કસ અંદરથી એજન્ટે એકને ઉડાવ્યો છે. મનુ જે ઝડપે ભાગ્યો હતો તે બીટ્સ એન્ડ બાઇટ્સ સાથે સરખાવી શકાય તેવી હતી. એ જોઇને પૃથ્વી પણ ડઘાઈ ગયો હતો કારણ એવી દેમાર ઝડપે ભાગતા ભાગતા મનુએ જે આબાદ નિશાન લીધું હતું એ કોઈ સામાન્ય વાત ન હતી. યાત્રાળુઓની બિલ્ડીંગ અને ઓરડીઓ વચ્ચે ખાસ્સી જગ્યા હતી. મનુના પગ કીચડ અને પાણી ઉછાળતા ઘોડાની માફક એ તરફ ભાગ્યા પૃથ્વીને એક જ ડર હતો જો મનુ લપસ્યો તો એ ચોક્કસ માર્યો જશે. એણે નિશાન લીધું.
યાત્રાળુઓવાળી બિલ્ડીંગ અને ઓરડીઓ વચ્ચે મનુએ જાણે પવન સાથે રેસ લગાવી હોય તે ઝડપે તે દોડ્યો. તેના જૂતાથી પાણી અને કીચડ ઉડતા હતા પણ તેને દોડની ગજબ પ્રેક્ટીસ હતી તે લપસ્યો નહી. ટીલું સાથે રેસ લગાવતો ત્યારે જે ઝડપે મનુ દોડતો તેનાથી ઘણી વધારે ઝડપે તે દોડ્યો. તેના પેટના અને ફેફડાના એક એક અવયવો સાયન્સના નિયમ વિરુદ્ધ ટક્યા હશે. તે જાણતો હતો કે એક જીવતો છે, જો ઝડપ ઓછી પડી તો એક જ સેકંડમાં મારા ફુરચા ઉડી જશે. તેનો એ ફેસલો જ પાગલ જેવો હતો પણ આદિત્યનો ઘેરાવો તોડવા એ ફેસલો લેવા સિવાય કોઈ રસ્તો નહોતો. કારણ દીવાલની આડશેથી જો તે ત્રણેય ઉપર ગોળી છોડે અને વિફરેલા આતંકવાદીઓ યાત્રાળુઓવાળી બિલ્ડીંગ ઉપર બીજો ગ્રેનેડ ઠોકે તો બસો ત્રણસો માણસોની ખુવારી થાય અને અંદરના બધા એજન્ટ્સ પણ શહીદ થઇ જાય.
પેલો એક બચ્યો એ દોડતા મનું તરફ ભયાનક ગોળીઓ છોડવા લાગ્યો પણ પૃથ્વીની ગોળીઓ બંને બાજુથી એની છાતી આરપાર નીકળી ગઈ.
મનું લોન્ગ લિપ લગાવીને ઓરડી પાછળ પડ્યો પણ મશીન ગનમાંથી એકસાથે છુટેલી ગોળીઓમાંથી એક એના પગમાં અને એક ખભામાં ઉતરી ગઈ હતી. ઓરડી પાછળ પડતા જ એ લપસ્યો. વરસાદે પણ હાહાકાર મચાવ્યો હતો. જાણે ધરતી ફાડી નાખવાની હોય એમ ઝીંકાતો હતો. મનું ઉભો થયો પણ એ ભીની માટીમાં કાદવમાં લથપથ થઈ ગયો. પગમાં અને ખભામાં પારાવર પીડા થતી હતી કારણ ગોળી અંદર જ હતી. તેના ખભા અને પગમાં માટી અને પાણીમાં ખરડાયેલા કપડામાં લાલ પાણી રેલાવા લાગ્યું. તેના મોઢામાંથી લાળ પડવા લાગી. આવી આફત તો મનુએ પણ ક્યારેય જોઈ નહોતી – સામનો કર્યો નહોતો.
*
એન્જટ સીડીઓ ઉતર્યા એ સાથે જ એમણે ત્રણ માણસોને જોયા હતા. સામે બિલ્ડીંગમાં મનું અને પૃથ્વી હતા એ એજન્ટ જાણતા હતા. મનુને અંદાજ આવી ગયો હશે કે હું અહી ફસાઈ ગયો છું એટલે સો ટકા એનું ધ્યાન અહીં હશે એમ ગણતરી કરીને એજન્ટે ત્રણમાંથી એકને ઉડાવ્યો. એ સાથે જ મનું દોડ્યો અને બીજાને ઉડાવ્યો. ત્રીજો ધડાધડ ગોળીઓ વરસાવવા લાગ્યો પણ એને પૃથ્વીની ગોળીએ ભોય ભેગો કર્યો.
પણ હજુય એજન્ટ બહાર નીકળી શકે તેમ ન હતા. એમણે ત્યાં જ વિચારવા માંડ્યું. મનું અને પૃથ્વી તેમજ યાત્રીઓ પેલી બિલ્ડીંગમાં હતા તો આ લોકો ચોક્કસ આ બિલ્ડીંગમાં જ ક્યાંક છુપાયેલા હશે. જેણે ગ્રેનેડ ફેંક્યો એ લોકો કા’તો આ બાજુની દિવાલેથી પાછળ ગયા હશે અથવા છત ઉપર હશે. જો એ છત ઉપર હોય તો પણ મારે છત ઉપર જવું જોઈએ અને જો એ લોકો આ તરફની પછીતે હોય તો પણ છત પરથી હું એમને ઉડાવી દઈશ.
એજન્ટે બરાબર ગણતરી કરી લીધી અને સીડીઓ ચડવા લાગ્યા. જો એકાદ મિનીટ પહેલા સીડીઓ ચડ્યા હોત તો ભયાનક ખુવારી વેઠવી ન પડોત. પણ જંગ ક્યારેય લોહી રેડાયા વગર નથી લડાતી.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky