Baar Dancer in Gujarati Moral Stories by PARESH MAKWANA books and stories PDF | બાર ડાન્સર

Featured Books
Categories
Share

બાર ડાન્સર






મેં એને ફટાફટ વોટ્સએપ કર્યો
''મોહન ઘરે આવ..
નીલાઆંટીએ સ્યુસાઈડ કર્યું છે..''
વાંચતાની સાથે જ એણે તરત જ રીપ્લાય કર્યો
''વ્હોટ..?''
મેં એને ઘરે આવવા કહ્યું
''જલ્દી ઘરે આવ..''
એણે કહ્યું
''હું આવું છું..''
* * *
બે વર્ષ પહેલાં મીરા મારીયા ના નામે એક ડાન્સબારમાં કામ કરતી..
શહેરની છેવાડે આવેલા મોહિનીબાર માં અડધી અડધી રાત સુધી ટૂંકાને રંગીન ભભકાદર વસ્ત્રો પહેરી એ આશિક મિજાજી પુરુષો સામે નાચતી ફરતી.. આમ તો આ કામ એને પણ પસંદ નોહતું. પણ નાના ભાઈ કિશનને ભણાવવા માટે એ કંઈપણ કરી ચૂકવા તૈયાર હતી..
એનું એક જ સપનું હતું કે કિશન ભણે ભણીને કઈક બને.. એની જિંદગીને એક યોગ્ય દિશા આપે..
કિશનની કોલેજ પુરી થતા જ ડાન્સબારના માલિક પાસેથી વ્યાજ પર પૈસા લઈ મીરાએ એને આગળ ભણવા અમેરિકા મોકલ્યો..
બે વર્ષ પછી અમેરિકામાં એનું ભણવાનું પુરૂ થઈ ગયું.. એ સારું એવુ કમાવવા પણ લાગ્યો.. મીરાને એમ કે હવે એ પોતાની પાસે ભારત પાછો ફરશે અને એનું બધું વ્યાજ ચૂકવી દેશે પણ એ ના ફર્યો.. ને મીરા વ્યાજના ના દલદલમાં ફસાઈ..
છેલ્લે આ બધાથી કંટાળી એ સ્યુસાઈડ કરવા ડેમની પાળીએ ચડી.. મનની ભાંગી પડેલી એ નીચે વહેતા પાણીના પ્રવાહમાં પડતું મૂકે એ પહેલાં જ કોઈએ એનો હાથ પકડી એને પોતાની તરફ ખેંચી લીધી..
એ હું હતો. આ શહેરનો એક અજાણ્યો લેખક પરેશ મકવાણા..
''ભાઈ ભાઈ મને મરી જવા દે.. મારે નહીં જીવવું..''
એમ કહી એ ફરી કૂદવા જતી હતી..
એને સંભાળવા મેં એના ગાલ જોરથી પર એક થપ્પડ મારી..
ને એ રડી પડી..
''આઈ એમ સોરી.. પણ હું તને આવી રીતે આત્મહત્યા ના કરવા દવ બોલ શુ વાત છે.. કેમ આવી રીતે તારી જિંદગીથી ભાગી રહી છે..''
એ પછી એણે રડતા રડતા એની બધી જ આપવીતી કહી..
''તું ચિંતા ના કર બહેન આજથી હું તારો ભાઈ છું.. હું છું તારી સાથે..''
એટલું સાંભળતા જ એ મને વ્હાલથી વળગી પડી..
* * *
એ પછી મેં એને મારા બેસ્ટફ્રેન્ડ મોહનને ત્યાં એની ગિફ્ટશોપમાં નોકરી અપાવી..
સમયની સાથે શોપમાં સાથે કામ કરતા કરતા મીરા ક્યારે મોહનને મન વસી ગઈ એની પણ એને ખબર ના રહી.. બીજી તરફ મીરા પણ મનોમન મોહનને જ ચાહતી..
મારા કહેવાથી વેલેન્ટાઈન ડે ના દિવસે મોહને મીરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું ને મીરાએ એને હા પણ કહી..
એ પછી તો લગભગ બધું જ બરાબર ચાલતું હતું કે ત્યાં જ એક દિવસ શ્રીનિવાસ અંકલને કોઈએ કહી દીધું કે તમારો દીકરો હાથમાંથી નીકળી ગયો આજકાલ એક બારડાન્સર સાથે ફરે છે..
એ પછી મોહનની રૂઢિચુસ્ત ફેમેલીએ એમના લગ્ન વિશે સાફ ના કહી દીધી..
ને એ રાત્રે અંકલ આંટીથી નારાજ થઈ મોહન ઘર છોડીને જતો રહ્યો..
* * *
રાત્રે લગભગ બાર વાગ્યે મને મીરાએ જણાવ્યું કે મોહનનો મમ્મી પપ્પા સાથે ઝઘડો થઈ ગયો ને એ ઘર છોડી જતો રહ્યો..
હું બાઇક લઈ તરત જ મોહનના ઘરે પહોંચ્યો. ત્યાં નીલાઆંટી બહાર ચિંતિત બેઠા હતા..
''આંટી શુ થયું.., તમે અહીંયા બહાર કેમ બેઠા છો..?''
મને જોતા જ મોહનના મમ્મી નીલાઆંટી ઉભા થઇ મારી પાસે દોડ્યા..
''બેટા મોહન.. મોહન ઘર મૂકીને ક્યાંય ચાલ્યો ગયો..''
''શુ.. આટલી રાત્રે..?''
એને મીરા જોડે લગ્ન કરવા છે અને એના પપ્પાએ એ માટે...
મેં એને સંભાળવાની કોશિશ કરતા કહ્યું
''આંટી... આંટી, તમે ફોન કર્યો એને..?''
ક્યારના ફોન જ કરીએ છીએ એને નથી ઉઠાવતો એ.. શ્રુતિ અને એના પપ્પા ક્યારના શોધવા ગયા છે.. હજુ નથી આવ્યા.. એ ફરી કઈક કરી લેશે તો..
આંટીનો ડર પણ ઝાયજ હતો આ પહેલા પણ મોહન બે વાર આત્મહત્યા કરવાની કોશિશો કરી ચુક્યો છે.. આ વખતે પણ એ કઈક કરી લે એ પહેલાં જ મારે એને શોધી ઘરે લાવવો પડશે..
''આંટી તમે ચિંતા ના કરો.. ઘરને તાળું મારો અને ચાલો મારી સાથે.. એ જ્યાં હશે ત્યાંથી આપણે એને લઈને જ આવીશું..''
એ પછી હું અને આંટી લગભગ આખા શહેરમાં બધેજ ફર્યા એક એક ગલી એક મહોલ્લો એ જ્યાં જ્યાં જઈ શકે એમ હતો ત્યાં લગભગ બધે જ તપાસ કરી પણ..
રાતના લગભગ બે વાગવા આવ્યા હતા છેલ્લે નિરાશ થઈ અમે ઘરે પાછા ફર્યા શ્રુતિ અને અંકલ પણ બહાર ડેલીએ જ બેઠા હતા..
''પરેશભાઈ મોહનભાઈ મળ્યા..?''
ના શ્રુતિ અમે લગભગ બધે જ જોઈ લીધું...
આંટી રડી પડ્યા.. શ્રુતિ અને અંકલે એમને સાંભળ્યા..
''મમ્મી ચિંતા ના કર ભાઈ આવી જશે..''
''હા નીલા તું જઈને જમી લે.. સવાર સુધીમાં મોહન આવી જશે..''
''ના જ્યાં સુધી મારો મોહન નહીં આવે ત્યાં સુધી હું ગળે પાણી પણ નહીં ઉતારું..''
બે યાર મોહન ક્યાં છે તું..? આવી રીતે નારાજ થઈ ઘર છોડીને જવાતું હશે કઈ.. મનોમન બબડી મેં ફરી એને કોલ કર્યો..
રિંગ વાગતી રહી પણ એ કોલ જ નોહતો ઉઠાવતો.. આખરે મારાથી રહેવાયું નહીં..
મેં વ્હોટ્સએપ મેસેજ ટાઈપ કર્યો..
''મોહન ઘરે આવ..''
નીલાઆંટીએ સ્યુસાઈડ કર્યું..
તરત જ એનો રીપ્લાય આવ્યો..
''વ્હોટ..?''
જલ્દી ઘરે આવ..
''હું આવું છું..''
* * *
અંકલ પાસે બહાર ઓટલે બેસી મેં એને સમજાવ્યા..
''અંકલ એ તમારો દીકરો છે.. તમે એકવાર એને સમજવાની કોશિશ તો કરો.. એ અને મીરા પ્રેમ કરે છે એકબીજાને.. મારા ખ્યાલથી તમારે એમના પ્રેમને સ્વીકારી લેવો જોઈએ..''
''પણ કેવી રીતે.. મીરા જેવી છોકરી..!''
નીલાઆંટી વચ્ચે બોલી પડ્યા..
''આઈ નો આંટી કે મીરા એક બાર ડાન્સર હતી.. ડાન્સબારમાં કામ કરવું એક સમયે એની મજબૂરી હતી એણે એના ભાઈને ભણાવવો હતો એટલે એ આ બધા કામો કરતી પણ હવે.. હવે એણે એ કામ છોડી દીધું છે..''
અંકલે કહ્યું
''તું કહે છે એમ અમે એને અપનાવી પણ લઈએ.. પણ લોકો.. લોકો તો એમ જ કહેવાના ને કે શ્રીનિવાસ દીકરો એક નાચવવાળીને પરણ્યો..''
''અંકલ કઈ દુનિયામાં જીવો છો ત્યારે નાચવું એક આર્ટ છે.. અને રહી વાત લોકોની તો બોલવા દો લોકોને બે દિવસ બોલીને બધા બંધ થઈ જશે.. તમારા દીકરાનું તો વિચારો.. અંકલ મીરા એક સારી છોકરી છે.. ભાઈ માન્યો છે એણે મને અને એટલે જ એક ભાઈ તરીકે હું તમને અરજ કરું છું કે મારી બહેન મીરા ને પ્લીઝ અપનાવી લો..''
નીલાઆંટીએ પણ મારી વાતના સમર્થનમાં અંકલને કહ્યું..
''હેજી હા કહી દો ને.. એકનો એક દીકરો છે ક્યાંક ફરી કઈક કરી બેઠો તો..''
નિરાશ ચહરે એ શ્રીનિવાસ અંકલની બાજુમાં બેઠા ને આગળ બોલ્યા..
''ખબર નહી ક્યાં હશે મારો મોહન..!''
હું હસ્યો..
''આંટી મેસેજ કર્યો એને એ ઘરે જ આવે છે..''
આટલું સાંભળતા જ અંકલ આંટીના ચહેરા પરની ઉદાસીનતા જાણે ગાયબ થઈ એના પર ગઝબનું સ્મિત ફરી વળ્યું..
અંકલ હર્ષથી મને ભેટી પડ્યા..
શ્રુતિ અંદરથી બહાર દોડી આવી..
''પરેશભાઈ સાચે જ મોહનભાઇ ઘરે આવે છે..?''
''હા.. અંકલ મીરા પણ આવે જ છે.. હું તો કહું છું આજે એમના પ્રેમ પર લગ્નની મોહર મારી જ દો..''
અંકલ હસ્યાં..
''આવવા તો દે એ બન્નેને..''
* * *
થોડીવાર બધા એકધારા સામેના રસ્તા પર તાંકી રહ્યા.. ને અચાનક જ દૂરના અંધારાને ચીરતો મોહન દોડતો આવ્યો..
આવતાની સાથે જ એણે નીલાઆંટીને એકદમ સહીસલામત જોયા..
ને એ એમને વળગી પડ્યો..
''આઈ એમ સોરી મમ્મી.. મને માફ કરી દો..''
''આજ પછી અમને છોડીને ક્યાંય ગયો છે તો..''
એમ કહી અંકલે પણ એને હર્ષથી છાતી સરખો ચાંપી લીધો..
એટલીવારમાં પોતાનું એક્ટિવા લઈ મીરા પણ ત્યાં આવી પહોંચી..
ને એને જોતા જ શ્રુતિ ખુશીમાં મોટેથી બોલી ઉઠી
''મીરાભાભી..!''
મોહન કઈ સમજ્યો નહીં..
શ્રીનિવાસ અંકલે હસીને જાતે જ દિક્ષાનો હાથ પકડી મોહનના હાથમાં મુક્યો અને કહ્યું..
''બેટા મને માફ કરી દે.. હું તારા પ્રેમને સમજી જ ના શક્યો.. પણ હવે મીરા જ આપણાં ઘરની વહુ બનશે..''
એ પછી છેલ્લે મોહન મને મળ્યો..
હળવી ફરિયાદમાં એ બોલ્યો..
''હરામી મારી આગળ ખોટું શું કામ બોલ્યો..?''
''ખોટું ના બોલત તો તું આવેત..!''
''યાર મારો તો સાચે જ જીવ અધ્ધર થઈ ગયેલો લાગ્યું ક્યાંક સાચે જ મમ્મીએ.. આજ પછી છે ને આવી મજાક..''
''આઈ એમ સોરી પણ ઘણીવાર કઈક સારું કરવા આવી થોડીઘણી સિરિયસ મજાક પણ કરવી પડે..''
મોહન મને હર્ષથી ભેટી પડ્યો..
એ પછી એક અઠવાડિયામાં જ મોહન અને મીરાના ધામધૂમથી લગ્ન થયા.. ઘણા સંબંધીઓ બોલ્યા પણ ખરે..
''એક નાચવાવાળીને વહુ બનાવી આખા કુળને લાજી માર્યું..''
''આના કરતાં તો મોહનને કુંવારો જ રાખ્યો હોત તો સારું..''
''આવી છોકરીઓ કોઠામાં સારી લાગે ઘરમાં નહીં..''
પણ અંકલ આંટીએ હસીને બધું જ ઇગ્નોર કર્યું..
આજે મીરા શહેરમાં પોતાની એક ડાન્સ એકેડમી ચલાવે છે.. જે લોકો એક સમયે એને બારડાન્સર કહેતા એમના જ બાળકો આજે ત્યાં એની પાસે હર્ષભર ડાન્સ શીખે છે..

સમાપ્ત
© Paresh Makwana