ખાલી હાથે આવ્યા હતાં ખાલી હાથે જવાનું છે ખરું ને? એમાં થોડું હું ઉમેરીશ કે ખાલી મગજ એ આવ્યા હતાં મગજ ખાલી કરી જ જવાનું છે, છતાં આપણે કંઈ છોડતાં નથી સંગ્રહખોરી ખાલી વ્યાપારી જ કરે છે એવું નથી આપણે પણ કરીએ છીએ. આપણી સંગ્રહ ખોરી તો જાત જાત અને ભાત ભાત ની હોય છે. આપણે જે વર્ષો વરસ કામ ન આવવાની હોય એવી વસ્તુઓ નો સંગ્રહ કરીએ છીએ સાથે એ યાદો ના જતન ના બહાના રૂપી આપણે વસ્તુ ને સંગ્રહી રાખીયે છીએ, આ મારા પપ્પા એ આપેલ કે આ મારી પહેલી કમાણી માં થી ખરીદેલ, અથવા આ સાથે મારી આ યાદ જોડાયેલ છે. પણ શું કોઈ નો પ્રેમ કે યાદ ને યાદ કરવાં આવી તુચ્છ વસ્તુઓ ની જરૂર છે? જો છે તો તમારો એ પ્રેમ અને યાદ માટે નો વિશ્વાસ માં પણ કમી છે. આપણા માતા પિતા કે સ્વજન કે આપણે કરેલ મેહનત નું ફળ હોઇ શકે એ વસ્તુ પણ સર્વસ્વ ન બની શકે. ઘણાં ઘરો માં હજી બહુ જૂની અને ન જ વપરાય એવો રસોડો નો સામાન કે ઘર સજાવટ ની વસ્તુ પડી હોય જે દર વર્ષે દિવાળી એ જ નીકળે અને પાછી પોતાના સ્થાને પહોંચી જાય જ્યાં કોઈ એને પૂછનાર પણ ન હોય. હા વસ્તુ નિર્જીવ છે તમારી લાગણી સજીવ છે પણ ક્યારેય વિચાર્યું કે આ જ વસ્તુ જે તમે તમારા ઘર માં રાખી છે જે તમને ક્યારેય કામ નહિ આવે કારણ તમે લેટેસ્ટ વસ્તુ ઓ વાપરો છો પણ બીજી વ્યક્તિ ના ઘરમાટે એ જરૂરિયાત હોવા છતાં પૂરી કરવાની પરિસ્થતિ નથી હોતી. આ વાત થઈ ન વપરાતી વસ્તુઓ ની પણ આ સાથે બીજી વાત પણ કરવી છે જો કે બે પેઢી માં જનરેશન ચેન્જ વર્ષો થી આવ્યા રાખે છે પણ કદાચ અમારી જનરેશન એ અટકી જાય.. નક્કી નહિ. પણ જૂની વસ્તુઓ વાપરવી અને એમ વિચારવું કે આ એલ્યુમનિયમના વાસણ તો છે પછી શા માટે નોનસ્ટિક લેવા કે સ્ટીલ ની બાબા આદમ ના જમાનાની થાળીઓ તો છે અને નિરાંતે જમિયે છીએ તો શા માટે નવા ડિનર સેટ લેવા. ઘર સજાવવામાં જુના તોરણ કે ચાકડા છે તો એન્ટિક વસ્તુ કેમ તો મારું એટલું જ કહેવું છે કે જૂના ને આવજો નહિ કહો તો નવા ને આવકારવા સ્થાન ક્યાં હશે તમારી પાસે? તમે દીવા માં દિવસો કાઢ્યા કે પંખા પણ નોતાં પણ હવે એસી માં રહો છો કે નહિ. થોડુક વિચારી જાજો અમલ કરો એવી ઈચ્છા. આ બધી વસ્તુ જે તમારે કામ નથી આવવાની કે તમારા પછી ની જનરેશન બદલવા ઈચ્છે છે એમને રાજી થતાં થતાં છૂટ આપો કારણ ઘર બે વ્યક્તિ વચ્ચે ના પ્રેમ થી થાય છે ન કે નિર્જીવ વસ્તુ થી. જે હયાત નથી એમની યાદો સામે હયાત નો પ્રેમ તોલી જોવો. કોઈ વસ્તુ હું ફેકી દેવા કે નાશ કરવા પણ નથી કહેતી પણ એનો ઉપયોગ જે કરી શકે જેમનાં માટે એ વસ્તુ લક્ઝરી હોય એમને આપો જોવો તમારા વડીલ કે જેમની યાદો જોડાઈ છે એ પણ રાજી થશે. અઘરું છે સમજી શકું પણ એટલું પણ નથી માત્ર એક અઠવાડિયા માં એક વસ્તુ આપો. આ વાત કોઈ એક ઉંમર ના વ્યક્તિઓ ની નથી શરૂઆત બાળપણ થી જ થાય છે જ્યારે તૂટેલ રમકડું કે વર્ષો સુધી ન વપરાયેલ રમકડું પણ બાળક જીદ કરી ને ઘરમાં રાખવા ઈચ્છે અને માતાપિતા પરાણે એનો ત્યાગ ન કરાવે એવું જ જુવાન બાળકો ના કપડાં જે ક્યારેય ન થવાના હોય કે પહેરાય એમ જ ન હોય પણ સાચવી રાખવા દેવા. (#MMO)
આ વાત થઈ વસ્તુઓ ની પણ આ ફોર જી ના જમાના માં આપણે દરેક વસ્તુ નો સંગ્રહ કરીએ છીએ મોબાઈલ માં ફોટો ને નકામા મેસેજનો સંગ્રહ , કોઈ એ કોઈ વાત કરી હોય તો એ મનમાં લગાડી નફરત નો સંગ્રહ કોઈ માટે થતી ઈર્ષા નો સંગ્રહ કોઈ એ દગો કર્યો હોય તો એ સંગ્રહ ક્યાં ક્યાં નથી કરતા અને આ સંગ્રેલો સાંપ કરડે ત્યારે લોહી નહિ આંસુ નીકળે છે અને ઝેર ધીમું હોય છે જે ચડે છે. મારું માનો તો ડિલીટ ઓપ્શન નો ઉપયોગ કરતાં રહો ન ગમતી વાતો યાદો કે વ્યક્તિ ને પણ તમારા મગજમાં થી ડિલીટ કરી દ્યો. આ પણ અઘરું છે પણ ઘણાં લોકો સહેલાઇ થી કરી શકે છે તો આપણે કેમ નહિ? અઠવાડિયે મોબાઈલ ના મેસેજ ફોટો કે એપ્લિકેશન ડિલીટ કરવા સાથે જોડાયેલ કડવી યાદો પણ ડિલીટ મારી દ્યો હું દાવા સાથે કહું છું આ ટેવ પાડવા થી કોઈ મેડિસન કે મેડીટેશન ની જરૂર નહિ પડે.{#માતંગી}