Hu raahi tu raah mari - 32 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 32

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 32

“બેટા મારે તને હવે એક ખાસ વાત કરવાની છે.” ચેતનભાઈ શિવમને રાતના ૨ વાગ્યે બાલ્કનીમાં ઊભા રહી કહી રહ્યા હતા.
ઠંડી હવા ચાલુ હતી.શિવમ લગભગ ચેતનભાઈની નજીક ઊભો હતો.ચેતનભાઈએ શિવમનો હાથ પોતાના હાથમાં લીધો.
“બેટા કાલ અમે રાહીનો હાથ તારા માટે માંગવા તેના ઘરે જશું.તું નોકરી કરે છે. એક સારો અને સંસ્કારી છોકરો છે.આપની નાત પણ સરખી છે.જો કે અત્યારે નાત-જાતના પ્રશ્નો તો લગ્ન જેવી બાબતોમાં ગૌણ થઈ ગયા છે. તો પણ કોઈ અજાણી નાતમાં એક એકલી છોકરી લગ્ન કરીને આવે ત્યારે તેને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે.સદભાગ્યે રાહીને આવી કોઈ પરેશાની નહીં થાય.પણ...”ચેતનભાઈ.
“પણ શું પપ્પા બોલો ને.તમે કઈક કહેવા માંગો છો?”શિવમને લાગ્યું કે તેને કઈક જાણવા મળશે.આજ તો પપ્પા પોતાના ભૂતકાળ વિષે તેને કઈક તો જણાવશે જ.
“પણ હું એક દીકરાનો બાપ છું.મારે બધી હકીકતથી બધાને વાકેફ કરવા જોશે.”ચેતનભાઈ.
“કઈ હકીકત પપ્પા?”શિવમ.
“બેટા મને વચન આપ કે તું મારી વાત પર ધ્યાન આપીશ અને મને સાથ પણ આપીશ અને મારી વાત પણ માનીશ.”ચેતનભાઈએ એકદમ ધીમા મક્કમ સ્વરે કહ્યું.
“પપ્પા કોઈપણ પરિસ્થિતિમાં હું હંમેશા તમારી સાથે રહીશ.”શિવમ.
“જો બેટા મારી વાત ધ્યાનથી સમજજે.અમે કાલ રાહીને ત્યાં જશું ત્યારે મારે તેમને જણાવવું જ પડશે કે લગ્ન પછી તું અને રાહી સુરત રહેવા આવી જશો.મારો મતલબ છે કે તું તારી નોકરી છોડી હવે આપણાં ઘરના બિસનેસમાં જોડાય તેવી મારી ઈચ્છા છે.”ચેતનભાઈ.
“પપ્પા હું...”શિવમ.
“મારી વાત હજુ પૂરી નથી થઈ.આ પહેલા પણ તું જ્યારે સુરત આવ્યો ત્યારે તે મારી વાતને ઉડાવી દીધી હતી.પણ આ વખતે તે મને વચન આપ્યું છે અને તે તારે પાળવું જ જોશે.હું તારી ‘હા’ ની રાહમાં છું.મને વિશ્વાશ છે કે તું મને નિરાશ નહીં કરે...અને આમ પણ રાહી અહી પોતાનો બિસનેસ કરે છે તો ત્યાં તેને એક મોટું શહેર મળી જશે તેનો બિસનેસ આગળ વધારવા માટે.રાહીને ખાતર પણ તારે આ નોકરી છોડવી જ પડશે.”ચેતનભાઈ.
શિવમને તેના પિતાને શું જવાબ આપવો તે સમજાતું જ ન હતું. કેમ કે પૂરી હકીકત અને તેના વચ્ચે હજુ થોડી કલાકોનું અંતર હતું.માટે તે હજુ કોઈ પ્રશ્ન પૂછી તેના પિતાને દુખી કરવા માંગતો નહતો.શિવમ માત્ર જાણતો હતો કે જે મિલકત છે તેનો વારસદાર તો માત્ર શિવાંશ જ છે.
“બેટા શું વિચારે છે?”ચેતનભાઈ.
“પપ્પા શિવાંશ પણ તો છે ને બિસનેસ સંભાળવા માટે.”શિવમ.
“મને તો તે નથી સમજાતું કે તને મારી સાથે રહી બિસનેસ સંભાળવામાં શું વાંધો છે?અને શિવાંશ હજુ ખૂબ નાનો છે.”ચેતનભાઈએ ગુસ્સાના સ્વરમાં કહ્યું.
“અરે પપ્પા ગુસ્સો ન કરો.”શિવમ.
“તો શું કરું હું?કાલે તારા લગ્નની વાત કરવા જઈશ ત્યારે હું શું કહીશ રાહીના પપ્પાને? આટલા મોટા બિસનેસના માલિકનો દીકરો કેમ નોકરી કરે છે? માન્યુ કે કોઈ કામ નાનું નથી હોતું.પણ પોતાનું કામ હોવા છતાં તું...ચેતનભાઈ.
“પપ્પા થોડો સમય..”શિવમ.
“પણ કેટલો?અત્યાર સુધી તો મે આ જ વાત સાંભળી તારી.”ચેતનભાઈ ખૂબ દુખી લગતા હતા.
“ઠીક છે પપ્પા હું તૈયાર છું.હું લગ્ન પછી તરત જ સુરત આવી બિસનેસ સંભાળી લઇશ.કહેજો કાલ આ વિષે રાહીના પપ્પાને.” શિવમ.
“સાચ્ચે બેટા?”ચેતનભાઈના આંખમાં ખુશી હતી.
“હા પપ્પા હું હવે નોકરી છોડી હંમેશા માટે સુરત આવી જઈશ.”શિવમ.
*********************
“શિવમે મને ખોટું બોલ્યું?”રાહી રડી રહી હતી.
“કઈક તો કારણ હશે ને રાહી તેણે ખોટું બોલ્યું માટે.મહેરબાની કરી તું શાંત થઈ જા.તારી તબિયત ખરાબ થઈ જશે.”ખંજન.
“પણ ખોટું બોલવાની જરૂર જ શું હતી?માન્યું કે તે બીજી કોઈ છોકરીના પ્રેમમાં છે પણ હું પણ તો તેને ભૂલવાની કોશિશ કરું છું ને?ખોટું બોલવું કેટલે અંશે વાજબી છે?”રાહી એકદમ ગુસ્સામાં આવી રડી રહી હતી.
“ખોટું બોલવું તો ન જ જોઈએ.પણ કદાચ કોઈ કારણ હશે રાહી.પણ આજ મને પણ શિવમ પર ગુસ્સો આવે છે.માન્યું કે તેનું કોઈ અંગત કારણ હશે પણ તારી આ હાલત માટે આજ તે જ જવાબદાર છે.માણસ કોઈને એટલી હદે પોતાના લાગણીના બંધનમાં બાંધી દે છે અને પછી તેની પરવાહ કર્યા વગર કે તે માણસ તેની કોઈપણ હરકતથી કેટલું દુખી થશે..તેને તે જ હાલતમાં એકલું છોડી જાય છે પોતાની ખુશીઓ શોધવા માટે.”ખંજન.
“ના ખંજન શિવમને મે ક્યારેય નથી કહ્યું કે હું તેને ચાહું છું.હું તેની રાહમાં છું.પણ તેનું ખોટું બોલવું મને થોડું ગેરવાજબી લાગ્યું.જ્યારે પોતાનું કોઈ આપણને દુખી કરે જેને આપણે પોતાના માની લીધા હોય..ત્યારે ખૂબ જ તકલીફ થાય.”રાહી.
“બસ હવે આશુ લૂછી લે જો ઘર આવી ગયું.રૂમમાં જઈ સીધી સૂઈ જ જજે અને મારૂ માન તો કાલ શિવમ સાથે જવાનું રહેવા જ દેજે.”ખંજન.
“ખંજન કાલની મને યાદ ન અપાવ.”રાહી રૂમમાં જતી રહી.
***********************
સવારના ૬ વાગી રહ્યા હતા.જયેશભાઈના ફોનમાં કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યો હતો.તહેવાર ન હોય તો પણ જયેશભાઈને વહેલા જ ઉઠી જવાની આદત હતી.તેમણે ફોન ઉપડયો.
“હલ્લો..કોણ?”જયેશભાઇ.
“હલ્લો..જયેશભાઇ..જય શ્રી કૃષ્ણ..હું શિવમના પપ્પા ચેતનભાઈ વાત કરું છું.” ચેતનભાઈ.
“જય શ્રી કૃષ્ણ..શિવમ રાહીનો મિત્ર જ ને?”જયેશભાઇ.
“હા..તે જ શિવમ.મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે અને તે માટે હું અને મારા પત્ની અને પરિવાર સાથે ૯:૦૦ વાગ્યા આસપાસ તમારા ઘરે આવીએ છીએ.”ચેતનભાઈ.
“હા..ચોક્કસ્સ પધારો.પણ આવવાનું કોઈ ખાસ કારણ?”જયેશભાઇ.
“જયેશભાઇ તમે સમજી જ ગયા હશો.મને શા માટે પ્રશ્ન કરો છો?એક દીકરાનો પિતા એક દીકરીના પિતાને શા માટે મળવા માંગે તે તો તમને જાણતા જ હોવ ને?”ચેતનભાઈએ હસીને કહ્યું.
“ચોક્કસ.અમે તમારા આવવાની રાહ જોઈએ છીએ.”જયેશભાઇ.
જયેશભાઇએ બધી વાત તેના પત્નીને કરી.
“શિવમના પિતા રાહી માટે શિવમની વાત કરવા તેના પરિવાર સાથે હમણાં આવે છે.તું જલ્દી બધી તૈયારી કર અને હા રાહીને ન જણાવતી આ વાત તેને બધા મળીને સરપ્રાઈસ આપીશું.”જયેશભાઇ.
“ઠીક છે હું જલ્દીથી મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા કરું છું.મને વિશ્વાશ નથી થતો કે રાહીની ઈચ્છા પૂરી થવા જઈ રહી છે.”વીણાબહેન.
“મે તને કહ્યું હતું ને કે સમય આવ્યે બધુ ઠીક થઈ જશે?”જયેશભાઇ.
********************
“શિવમના આવવા પહેલા જ હું જતી રહું છું બાકી મને સાથે લઈ જવાની જીદ કરશે.”રાહી.
“ઠીક છે.ચાલ હું પણ તારી સાથે આવું છું.”ખંજન.
“ના.તું અહી રહે.શિવમ આવી જાય પછી મને ફોન કરી દેજે હું ઘરે આવી જઈશ.”રાહી.
“હા તે પણ બરાબર છે.”ખંજન.
“મમ્મી-પપ્પાને કહેજે હું મંદીરે જાઉં છું.”રાહી.
“ઠીક છે.”ખંજન.
રાહી મંદિરે જવા નીકળે છે.તેને શિવજી ઉપર અપાર શ્રધ્ધા હોવાથી તે જ્યારે પણ ખુશ હોય કે કોઈપણ વાતને લઈને પરેશાન હોય હંમેશા શિવ મંદિરે જઈને જપ કરતી.આજ પણ તે ખંજનનો ફોન ન આવે ત્યાં સુધી મંદિરે રહેવાનુ વિચારી ઘરેથી નીકળી.શિવમ તે જ સમયે ઘરેથી કહ્યા વગર મોરબી જવા માટે નીકળ્યો.સાથે તેને રાહીને પણ લઈ જવાની હતી અને પોતાના પ્રેમની વાત રાહીને કહેવાની હતી માટે તે રાહીના ઘરે જવા માટે ગયો.
રાહીના ઘરે પહોચી તે ઘરની અંદર જવા ગયો ત્યાં ખંજન તેને જોવા મળ્યો.ખંજને શિવમને જોયો ત્યાં તેને અંદાજ આવી ગયો કે આ જ શિવમ છે અને તે રાહીને લેવા માટે જ આવ્યો છે.
“તમે?”ખંજને શિવમને રોકતા કહ્યું.
“હું શિવમ. રાહીનો મિત્ર.થોડું જરૂરી કામ છે તો તેને મળવા માટે આવ્યો છું.”શિવમ.
“તમે રાહીને તો નહીં મળી શકો.મને કહો શું વાત છે?હું પણ રાહીનો મિત્ર જ છું.મારૂ નામ ખંજન.”ખંજન.
“ ઓહ ..હા રાહી પાસેથી ઘણું સાંભળ્યુ છે તમારા વિષે.પણ હું રાહીને કેમ નહીં મળી શકું?કોઈ પરેશાની?રાહી ઠીક તો છે ને?”શિવમ.
“રાહી જરા પણ ઠીક નથી.રાહી તો તમને આ વાત નહીં જણાવી શકે અને મને પણ ના જ કહ્યું છે તમને કહેવાનું પણ મારાથી તેની ખરાબ હાલત નહીં જોવાય માટે કહી દઉં છું કે તમે તેનાથી દૂર જ રહો.”ખંજન.
“પણ શા માટે?”શિવમ.
“કેમ કે તમને એક સમયમા સાંભળનારી તે છોકરી આજે પોતે તે જ હાલતમા છે અને તે પણ તમારા કારણે.ખોટું બોલ્યા હતા ને તમે કે કાલ તમે નાઇટ શિફ્ટમાં છો.જ્યારે તમે તમારી ફ્લેટની ગેલેરીમા જ ઊભા રહી વાત કરી રહ્યા હતા. આ સાંભળી બિચારી કેટલું રડી હતી.તેણે તમારા આંશું લૂછયા અને બદલામાં તમે જ તેને આંશું આપ્યા? વાહ ...શિવમ...વાહ...ભૂલ શું છે તેની? માત્ર તે જ ને કે તે તમને...તમને સાચા હદયથી ચાહે છે.”ખંજને ગુસ્સાથી કહ્યું.
“તમે કાલ મને જોયેલો મારા ઘરે? રાહી મને સાચે જ ચાહે છે?”શિવમ એકદમ ખુશ થઈ બોલ્યો.
શિવમને ખુશ થતો જોઈ ખંજનને એકદમ ગુસ્સો આવી ગયો.શિવમને ખંજનની પરેશાની સમજાય ગઈ.તેણે બધી હકીકત ખંજનને કહી.શા માટે તેણે રાહીથી ખોટું બોલ્યું..બધુ જ..
ખંજનને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો.ખંજન પણ તે જાણી ખુશ થયો કે તેની વહાલી મિત્રને પોતાનો પ્રેમ મળી ગયો.તે રાહીને ફોન કરી ઘરે બોલાવવા જતો હતો ત્યાં જ શિવમે ખંજનને રોકી ના કહી.
“મને ખબર છે રાહી શિવ મંદિરે જ ગઈ હશે.હું પણ તેની સાથે ઘણી વખત ગયો છું.હું જ જઉં છું તેની પાસે.”શિવમ.
“ઠીક છે.ઓલ ધ બેસ્ટ.”ખંજન.
“આભાર મિત્ર.”શિવમ.
*************************
દિવ્યાબહેન શિવમને રાહીના ઘરે જવા માટે બોલાવવા તેના રૂમમાં ગયા પણ શિવમ ત્યાં નહોતો.તેણે શિવમને ફોન લગાવ્યો ત્યારે શિવમે તેના મમ્મીને આખી વાત જણાવી.
શિવમ જલ્દીથી મંદિરે રાહી પાસે પહોચી ગયો.રાહી ત્યાં બેઠી જાપ કરી રહી હતી.તેણે આજ શિવમની પસંદગીના ગુલાબી કુરતો અને કેસરી ચૂડીદાર પહેર્યા હતા.શિવમ રાહી પાસે જવા આગળ વધ્યો.જેમ જેમ તે રાહીની વધારે નજીક પહોચ્યો તેમ તેમ તેની ગભરામણ વધતી જતી હતી.
*******************
ચેતનભાઈ પોતાના પરિવાર સાથે રાહીના ઘરે પહોચી ગયા.જયેશભાઇએ અને વીણાબહેને તેમને આવકાર્યા.જયેશભાઈએ વિરાજ અને ખંજનની ઓળખાણ આપી.
૧૫-૨૦ મિનિટમાં જ રાહીના ઘરની સામે એક બીજી ગાડી આવીને ઊભી રહી.ખંજને બહાર જઈને જોયું તો તેમાથી શિવમ અને રાહી નહોતા ઉતાર્યા.બહારનું દ્રશ્ય જોઈ ખંજનને થોડું આશ્ચર્ય થયું.
*********************
શિવમે રાહીને ખભા પર હાથ મૂકી બોલાવી.રાહીએ જોયું તો શિવમ ખૂબ ગભરાયેલો હતો છતાં તેના ચહેરા પર એક ખુશી હતી.
“રાહી મારે તને એક વાત કહેવી છે.”શિવમ.
“શું?”રાહી ખૂબ આશ્ચર્યમા હતી.
“ આ વાત કહેવા માટે આ જગ્યા ખૂબ જ યોગ્ય છે.સારું થયું આપણે આ જગ્યા પર મળ્યા.”શિવમ.
“પણ વાત શું છે?”રાહી.
શિવમે રાહીનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, “જેમ પાર્વતિજીએ શિવજીના જીવનમાં જઈ અજવાળું પાથર્યું તેમ તું પણ મારા જીવનમાં આવીને અજવાળું પાથરવાનું પસંદ કરીશ?”શિવમ.
રાહીના આંખમાંથી આંશુંના બિંદુ ખરી ગયા.