સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?
જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ રાજેન્દ્ર નાં મોબાઈલનેં સુધાબહેનને પહોંચતો કરે છે.
રાજેન્દ્રને પોતાનો ખોવાયેલો ફોન પાછો મળતાં શાંતિ વળી હતી. કારણ તેની દિવ્યાંગતા નેં અનુરૂપ વોઈસ ઓપરેશન ફોન સેંટીગ્સ અને કોન્ટેક્ટસ જેવા હતાં તેમ સંચવાઈ ગયા.રાજેન્દ્રએ પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં તેણે પોતાની આંખો ગુમાવી હતી. તેને ફરવા માટે સંજયભાઈ એ વિક્કી નામનો ડ્રાઇવર રાખેલ એ જ તેને શહેર ફેરવતો રહેતો.વિક્કી થોડો ઉંધા આંટા નો વ્યક્તિ હતો તેની નૌકરી કરવાની રીત અલગ જ હતી, એટલે જ તો .વિક્કી જ રાજેન્દ્રનો મિત્ર, સલાહકાર, મદદગાર અને સાથી હતો.
જ્યારે રાજેન્દ્રને એક રાત ઘરની બહાર વિતાવી પડી ત્યારે વિક્કી રજા પર હતો તેની જગ્યાએ સંજયભાઈએ નૌકર રામુને મોકલ્યો હતો.અકળ સંજોગોવસાત રાજેન્દ્ર રામુથી અલગ પડી ગયો. આ ઘટના બાદ સંજયભાઈ એ રામુને બહુ ખખડાવી નાખ્યો. ત્યારબાદ રામુની પત્ની બહુ બીમાર રહેતી અને બન્ને હવે બહુ વૃદ્ધ થઈ ગયાં હતાં. આ બહાનું કાઢીને નોકર રામુ સુધાબેનનું કામ છોડીને ચાલ્યો ગયો.સુધાબેને રામુને બહુ સમજાવ્યો માટી રકમની બક્ષીસ આપીને એકાદ દિવસ વિચારી જોવાનું કહ્યું તો પણ રામુ પોતે રોકાયો નહિ પરંતુ એક મહિના પૂરતો તેનાં નાનાંભાઈ ધરમશીનાં પરિવારને સુધાબેનનાં ઘરે કામ કરવા મુકી ગયો.મહીનામાં અન્ય નોકરી મળતા ઘર બદલી કરી લેશે. ધરમસિંહની રાધી નામની દીકરીએ અઠવાડિયામાં જ ઘરનું કામકાજ વ્યવસ્થિત સંભાળી લીધું હતું.
રવિવારનો દિવસ હોવાથી વિક્કી ભરપૂર ટ્રાફિકમાં ગાડી ચલાવી રહ્યો છે.આ ગાડી માં સુધાબેન અને રાજેન્દ્ર બહાર ખરીદી કરવા નીકળ્યા છે. જેવી સિગ્નલ પર ગાડી ઉભી રહી રાજેન્દ્રની ગાડીમાં એક પેસેન્જર વધી ગયો કારણકે સુધાબેને બહાર રોડ પર સ્કુટીની બેક સીટ આશક્તિને બેસેલી જોઈ. સુધાબેને તેને આગ્રહ કરીને પોતાની સાથે બેસાડી લીધી. આશકિત પોતાની પાડોશમાં રહેતી ફ્રેડને લઈને બહાર ફરવા નીકળી હતી.રાજેન્દ્ર અને વાર્તાલાપ પરથી ખબર પડી ગઈ કે આ ફોન વાળી છોકરી જ છે. એટલે તેણે આશક્તિને ગભરાવવા સામેથી શેકહેન્ડ કરી વાત ચાલુ કરી.
રાજેન્દ્ર" હેલો આશકિત છેલ્લે આપણે ક્યારે મળ્યા હતા?"
આશકિતએ ચાલાકી થી વાત બદલી દીધી"નમસ્કાર સાહેબ, આંટી તમે નાહકના તકલીફ લો છો. હું મારી ફ્રેન્ડ સાથે જ બરોબર હતી. આમેય લોકોને નહીં ગમે કે મારા જેવી મિડલ ક્લાસ તમારી કારમાં બેસે."
સુધાબેન "નારે શું તું પણ તું તો મારી સહેલી જ છો,તારે ઘેર આવવા કે મને કંપની આપવા માટે કે સાથે ફરવા આવવામાં કોઈની પણ મરજી કે પરમિશન લેવાની નથી, બરોબર નેં રાજુ?"
રાજેન્દ્ર કાંઈ બોલી શક્યો નહીં. તે વિચારોમાં ખોવાઈ ગયો. કંઈક તેને અજુગતી ઘટનાની અનુભૂતિ થતી હતી.અત્યારે તઓ એ યાજ્ઞિક રોડની માકૅટ માં ખરીદી કરી અને ત્યાંથી ગુંદાવાડી બજાર એ જવાનું હતું.
આશકિત"ગુંદાવાડી બજારે જવા ગોંડલ રોડ પર લોઢાવાડ ચૌકથી ડાબી બાજુએ કેનાલ રોડ પરથી જઈએ તે શોર્ટકર્ટ્ છે."
રાજેન્દ્રએ વિક્કી નેં કહ્યું કે "આપણે શોર્ટકર્ટ્ નથી લેવો અને વિક્કી એમ જ કર્યું"
બધી જ ખરીદી પતાવીને તેઓ પાસેનાં રેસ્ટોરન્ટમાં લંચ માટે જઈ રહ્યા હતાં. સુધાબેન અને આશક્તિ વાતો કરતાં કરતાં રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે છે બંનેને રાજેન્દ્રએ એક સાઈડમાં ખેંચી લીધા. એક સેકન્ડમાં અચાનક શું થઇ ગયું કોઈને ખબર પડી નહીં. પરંતુ બાદમાં ખબર પડી કે રોંગ સાઇડમાંથી પુરપાટ ઝડપે ટ્રક આવી રહી હતી. ટ્રક આગળની સાઈડ વિજળીના ટ્રાન્સફોર્મર સાથે અથડાઈનેં આગ પકડી લીધી. રાજેન્દ્ર એ સુધાબેન અને આશક્તિને આ સાક્ષાત યમદૂત સમાન ટ્રકની હડફેટે આવતાં બચાવી લીધા હતા.
સુધાબહેન અને આશકિત એકદમ ડરી ગયા. બંન્ને ગાડી માં જઈને બેસી ગયા.આમેય રાજેન્દ્ર આશક્તિ પર ખીજવાયેલો તો હતો જ. આ ઘટનાએ આગમાં ઘી નું કામ કર્યું અને રાજેન્દ્રએ આ બાબતમાં આશક્તિને બહુ ખખડાવી નાખી. સુધાબેને રાજેન્દ્ર નેં શાંત પાડ્યો અને જમવા માટે પાર્સલ બંધાવી લેવા મોકલી આપ્યો. આશક્તિને રાજેન્દ્ર ની વાતો એકદમ લાગી આવ્યું હતું. તે રીક્ષા પકડી અને ઘેર પહોંચી ગઈ. કંટાળા અને થાકને કારણે સુઈ ગઈ.
સાંજે જમવાનું બનાવતા સમયે એનો ભાઈ રાજુએ મોટેથી બૂમ મારી "દિ જો પેલો આંધળો ટીવી પર આવી રહ્યો છે."
ટીવી નાઈન ગુજરાતી ન્યૂઝ ચેનલ પર બપોરે ટ્રક સાથે અકસ્માતમાં રાજેન્દ્ર દ્વારા તેઓનાં બચાવ નાં સીસીટીવી ફૂટેજ સાથેનો ન્યૂઝ ટેલિકાસ્ટ થતો હતો. આ સાથે દિવ્યાંગ રાજેન્દ્ર નો નાનો ઈન્ટરવ્યૂ પણ આવતો હતો. તેમાં રાજેન્દ્ર કહેતો હતો કે
" મેં કઈ મોટું કામ નથી કર્યો મેં તો માત્ર મારા મમ્મીનો જીવ બચાવવા માટે આ કર્યું હતું પણ આ અકસ્માત પછી મેં સ્ટ્રેસ માં આવીને મારી મિત્ર નું દિલ દુભાવ્યું તે બદલ તેણે જાહેરમાં નામ લીધા વગર આશકિતની માંફી પણ માંગી"
બાદમાં whatsapp અને અન્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને રાજેન્દ્રને તેની વિનમ્રતા બદલ છવાઈ ગયો.
પછીના ન્યૂઝ તેનાં કરતાં પણ વધુ ચૌકાવનારા હતા. આજે બપોરે શહેરના ગોંડલ રોડ પર લોઢાવાડ ચૌકથી ડાબી બાજુએ આવેલાં કેનાલ રોડ પર બે કોમ વચ્ચે રમખાણ ફાટી નીકળ્યું હતું. પસાર થઈ રહેલા વાહનોની પર પથ્થર મારો કરી અને આગચંપી નાં બનાવો બન્યા હતા. જેમાં ત્રણ લોકો નાં મોત અને ૧૫-૨૦ લોકો નેં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.આ જોઈને આશકિત નાં હાથમાંથી વાસણ પડી ગયું, જાણે તેનાં પગ નીચેથી જમીન સરકી ગઈ.
ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ? રાજુની બહેન આગળ શું કરશે? આસ્થા અને રાજેન્દ્ર વચ્ચે શું વાત થઈ? ઇન્સ્પેક્ટર ચતુરની ભુમીકા શું રહેશે ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.