ફોન ફેંકી દેવાની ઈચ્છા થઈ પણ જવાબ આપ્યો. હવે મારે મારા શિડ્યુલ પ્રમાણે કામ કરવું હતું.પછીના બે એક કલાકમાં બીજા ઘણા ફોન આવી ગયા. ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ વગેરે મચેડ્યા બાદ ફ્રેશ થયો. દર્શન સિવાય બધા સુતા હતા. રાત્રે પેટ ભરીને જમ્યા છતાં ભૂખ લાગી હતી. દૂધના પાઉચ તોડીને પીધા ત્યાં બીજા ત્રણ પણ જાગી ગયા. ભાર્ગવભાઇ, ઇન્સ્ટ્રક્ટરએ તેમના સિનિયરને ફોન જોડ્યો . તે અમને મળવા આવી રહ્યા હતા . થોડી વારે એ ચા લઈને આવ્યા. ગપ્પા મારવામાં લગભગ બે કલાક નો સમય નીકળી ગયો. ફોન આવવાના ચાલુ જ હતા. બધાને મળીને દસેક વાગે હું જવા રવાના થયો. અલબત્ત ફરી મળવાના વાયદા સાથે.
દર્શન બસ સુધી મુકવા આવ્યો. રાજસ્થાન પરિવહનમાં ઘણા સમય બાદ બેઠો પહેલી દસ મિનિટ મજા આવી. કંડકટરને ગંતવ્ય સ્થાન અંગે પૂછપરછ કરી. એણે નીચે બસ સ્ટેન્ડ જવાની સલાહ આપી. બસમાં જમણી તરફ બેઠો હતો. ઉંચી દિવાલ સામે મોં કરી બેસવાની સજા આપી હોય એમ લાગ્યું. કારણ કેમાઉન્ટ ઉતરતા ડાબી તરફ હતું. નીચે ઉતરીને બસ સ્ટેશનમાં એક ગામ વિશે પૂછ્યું. અહીં અમુક કારણોસર ગામનું નામ નથી લખતો. એણે આંગળી બસ તરફ ચીંધી અને તેમાં બેસી જવાની સલાહ આપી. એનો આભાર માન્યો. ખુશ થઈને હમણાં પહોંચી જવાશે તેવા વિચાર કર્યા. રસ્તામાં ફરી પેલા ભાઈના ફોન ચાલુ હતા. કામ ઉપરાંત વારંવાર ફોન કરવા જેવા કારણોથી ત્રસ્ત થઈને મેં જેમ તેમ જવાબ આપ્યા. એમણે સરનામું સમજાવવા પ્રયત્ન કર્યો . હું પહોંચી જઈશ તેમ જવાબ આપી ફોન કટ કર્યો.
કદાચ મારા માટે કોઈએ “હે ભગવાન આ શું કરી રહ્યો છે એની એને જાણ નથી” એવી પ્રાર્થના કરી હોય એટલે પ્રભુ એ સાંભળ્યું પણ નહીં અને મને રોક્યો પણ નહિ. જલદી બસ અને સારી સીટ મળી ગઈ ઉપરાંત હવે પહોંચી જઈશ એવા વિચારોમાં ખુશ હતો. સિરોહી આવી ગયું. બધા છકડા નીકળી ચૂક્યા હતા. ૧૪ કિ.મી.નો રસ્તો .એક ને પૂછ્યું . દોઢસો રૂપિયા. ખરેખર થતું હતું વીસ રૂપિયા. થોડી રાહ જોઈ. જવાનું મોડું થતું હતું . છકડા વાળા સાથે રકઝક કરી પણ પણ એ ના માન્યો. છેવટે અમે બેઉ ચાલી નીકળ્યા. તે નજીકના ગામનો હતો. એની સાથે ભૌગોલિક રાજનૈતિક અને અન્ય કેટલીક વાતો કરી. છેલ્લે પાંચ છ કિમિ છકડો મેં ચલાવ્યો. એના માર્ગદર્શન હેઠળ. ગામમાં પહોંચ્યા ત્યારે બધા મારી સામે જોતા હતા. છકડાવાળો એની ભાષામાં નવો ડ્રાઇવર આવ્યો છે કહી સાથે મજાક કરી.
https://youtu.be/UcztKpxgE7A
જેમને મળવાનું હતું એમને ફોન પર જાણ કરી. ગામના બસ સ્ટોપ પર રાહ જોઈ. પાંચ મિનિટ દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ થઈ ગઈ .
“ભાઈ ક્યાં છો તમે?”
“બસ સ્ટેન્ડે”
“હું પણ ત્યાં જ છું. તમે નથી દેખાતા.”
મગજનો પારો જાય એ પહેલાં મેં એક લોકલને ફોન પકડાવી દીધો
“થે સાયલા વાત કરો એ ભાઈ’સા શીરોઈ માં હૈ” (તમે સાયલા ની વાત કરો છો આ શીરોઈમાં છે) સાંભળીને મારી આંખો પહોળી થઈ ગઈ. બંને વચ્ચે ખાસ્સું અંતર છે . અનએક્સપેક્ટેડ જર્ની ચાલુ થઈ ગઈ હતી. તેનો વિચાર વચ્ચે ક્યાંક આવ્યો હતો . પએ વિચાર જ હતો. ગુસ્સો આવ્યો. ફોનમાં એ ભાઈને ખરીખોટી સંભળાવી દીધી. અચાનક થયેલા પ્લાન માટે હું રેડી જ ન’તો. લોકલ ભાઈ એ કહ્યું, હમે બસ આવી વન્ને માય બેજો છે એ જ સાચો બોટાદ થી સાયલા ને હોઠે જાય ને કંઈક કરજો હમણાં બસ આવશે એમ જણાવા જઈ સાયલા આવશે ને પૂછી જો હું જોઇ કરી પહોંચતા શાંત થઈ જશે
સરસ એટલું જ નીકળ્યું હતું. મોંમાંથી ફટાફટ મેં પણ જોઈ બસની રાહ જોઈ ધીરજ પહેલેથી છે અને સફેદ ધોતી અને લાલ પાઘડી દાદા ટ્રેક્ટર લઇને નીકળ્યા.
https://youtu.be/psLyJfX7Gu4
થોડીવાર બાદ રાજસ્થાની અજાણી લાંબી સડકો ઉપર સીધી જ દેખાય એટલા વિશાળ ખેતરો ની વચ્ચેથી હુ દાદા અને ટ્રેક્ટર અમે ત્રણે પસાર થઈ રહ્યા હતા અચાનક સાક્ષાત્કાર થયો હોય એમ કહું છું એવા વિચારો આવ્યા કારણ કે ફોર્માલિટી માટે મળવા જતો હતો ઉપરાંત આવતીકાલનો દિવસ પણ મારી પાસે હતો. બેગ કોરાણે મૂકી કેમેરો કાઢી અમારા ફોટા લીધા. વિડીયો બનાવ્યા. હવે તડકો ભલે ખારો હોય પણ ઠંડો હતો એ ધ્યાનમાં આવ્યું ટ્રેક્ટરની સવારીનો આનંદ લૂંટતા જાવળ પહોંચ્યો. કાકાને રૂપિયાનો પૂછ્યું. એમણે હસીને લેવાની ના પાડી. અમારા બે વચ્ચે ખાસ કોઈ વાત જ ન થઇ. જતા જતા એમણે બસ સ્ટેન્ડ તરફે આંગળી ચીધી.
સાયલામાં જે જગ્યાએ જવાનું હતું ત્યાંની ડાયરેક્ટ બસ મળી ગઈ. કંડકટર પાસેથી જાણકારી લઇ આરામથી સુઈ ગયો. કહેવત પ્રમાણે સફર નો આનંદ લૂંટતો હતો જે આવતીકાલ સાંજ સુધી ચાલુ રહેવાનો હતો.
વધુ સાહિત્ય https://blankpaperss.wordpress.com/ પર