The Accident - 25 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 25

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 25

સવાર પડે છે..... રોજ ના જેમ પ્રિશા ધ્રુવ કરતા વહેલાં ઉઠે છે બસ ફરક એટલો જ છે કે આજે ઘડિયાળ માં આઠ વાગ્યા છે......
પ્રિશા:- ધ્રુવ..... ઉઠ. ચાલ હવે
ધ્રુવ:- અહીંયા તો જપ ખા યાર..... સુઈ જા ચાલ
પ્રિશા:-અરે નઈ યાર બહાર જવાનું છે ચાલ ને.....
ધ્રુવ:- (પ્રિશા નો હાથ ખેંચી ને ) સુઈ જા ને યાર.... રોજ ક્યાં મળે છે આટલું late સુવા
પ્રિશા:- તું સુઈ જા હું ફ્રેશ થઈ ને આવું.
ધ્રુવ:- આ વસ્તુ મને ઉઠાડ્યા વગર પણ થઈ શકતું તું ને ! તો ઉઠાડ્યો કેમ!?

પ્રિશા:- અરે બાપરે...😲 ગુસ્સો આવ્યો (હસતા હસતા😄😄)





(10 વાગ્યા છે, પ્રિશા અને ધ્રુવ હોટેલ ના ડાઇનિંગ રૂમ માં બ્રેકફાસ્ટ કરવા બેઠા છે. બંને મસ્તી ના મૂડ માં છે. વાતાવરણ એકદમ મસ્ત..... જાણે કે આજે કુદરતે આકાશ માં અલગ રંગ ભરી નાખ્યો છે.......)

અચાનક ધ્રુવ ના મોબાઈલ માં મેસેજ આવે છે.....

ધ્રુવ:-પ્રિશા મેસેજ આવ્યો
(મોઢા પર ઉદાસી દેખાઈ રહી છે)
પ્રિશા:- કોનો.... શું થયું? બધા ઠીક છે ને ઘરે??

ધ્રુવ:- ઘરે થી નથી મેસેજ. અમદાવાદ પોલીસ સ્ટેશન થી છે.

પ્રિશા:- શુ આવ્યો છે.. મેસેજ...

ધ્રુવ:-( મેસેજ વાંચે છે) You have to come back at ahmedabad any how within a day. it is a serious matter so please come back.
(તમારે એક દિવસ માં અમદાવાદ પાછું આવવું પડશે. ગમે તે કરી ને આવી જાઓ બૌજ ગંભીર બાબત છે. )

પ્રિશા:- ધ્રુવ...... શું કરશું!
ધ્રુવ:- ચાલો ભાગી જઈએ (હસતા હસતા)
પ્રિશા:- shut-up .... આમાં પણ તને મજાક સુજે છે યાર.....

ધ્રુવ:- ( પ્રિશા નો હાથ પકડે છે.) આપડે સાચા છીએ તો શુકામ ડરે છે યાર...
પ્રિશા:- હા... બધું થઈ જશે સરખી રીતે...
ધ્રુવ:- એ બધું તો ઠીક પણ આપણને બુકીંગ વગર ટ્રાવેલિંગ કરાવશે કોણ!?

(પ્રિશા પંચગીની પોલીસ ને કોલ કરે છે અને મેસેજ વિશે જણાવે છે.... અને અમદાવાદ જવા માટે મદદ માંગે છે...)
ધ્રુવ:-તારા જોડે નંબર ક્યાં થી આવ્યો!?
પ્રિશા:- ઇન્સપેક્ટર એ આપેલો કે ત્યાં કોઈ જરૂર પડે તો કોલ કરી શકીએ માટે.
ધ્રુવ:- લોકો ટ્રાવેલિંગ માટે ટ્રાવેલ એજન્ટ ને કોલ કરે તું સીધો પોલીસ ને wow.... મેરી બીવી સબસે અલગ.😂😎
પ્રિશા:- બેટા હજુ ઓળખો છો ક્યાં તમે...😂😂


ધ્રુવ:- એ જ ને હવે કરી પણ શું શકીએ! જે છે એ ચલાવું પડશે...

પ્રિશા:- હટટટ

ધ્રુવ:- ચાલો બેગ ભરો હવે પાછા જવાનું છે ટેનશન, પોલીસ સ્ટેશન અને દોડધામ ની જિંદગી માં....
પ્રિશા:- જવું તો પડશે ને યાર.....

( બન્ને બેગ ભરે છે..... પોલીસ ની મદદ થી એમનું બુકિંગ થઈ જાય છે... બન્ને અમદાવાદ પહોંચી પહેલા પોલીસ સ્ટેશન જાય છે.)
ધ્રુવ:- hello sir....
ઇન્સપેક્ટર:- hello ધ્રુવ..... sorry તમારી ટ્રીપ બગાડવી પડી આખરે વાત એવી હતી...
ધ્રુવ:- નઈ સર આટલો સમય તમે અમને જવા દીધા એ જ બહુ છે.
પ્રિશા:- સર એવું તો શું થયું કે અમારે આજે જ આવવું પડ્યું....!?
ધ્રુવ:- હા સર એવું તો શું થયું.....

ઇન્સપેક્ટર:- તમારા માટે એક સારી અને એક ખરાબ ખબર છે. કઈ પહેલાં સાંભળશો?

ધ્રુવ:- મને ગળ્યું ખાધા પછી તીખું ખાવાની આદત છે તો પહેલા સારી વાત જ કહી દો....પછી ખરાબ.....

ઇન્સપેક્ટર:- પ્રિશા ના મોબાઈલ માં રહેલા hide camara ના વિડિઓ અમે જોયા.... અને એમાં એડીટીંગ નથી.... એ સાબિત થયું છે...અને ધ્રુવ ને મારવાનો પ્લાન કોનો હતો એ ખબર પડી ગઈ છે... અને હા માહિર ની તબિયત સારી છે અને ડોક્ટર એ કીધું છે કે થોડા દિવસ માં એને નોર્મલ વોર્ડ માં ટાન્સફર કરી દેવાશે.

ધ્રુવ:- OMG... હે ભગવાન thanks... હવે બસ આમ જ બધુ સારું સારું થાય મારા અને મારા પરિવાર સાથે બસ બીજું કાંઈ નથી જોઈતું. 🙏

પ્રિશા:-( ધ્રુવ ને ભેટી પડે છે ) સર માહિર ને મળી શકીએ??

ઇન્સપેક્ટર:- જરૂર..... પણ પહેલાં ખરાબ વાત સાંભળી લો.... ધ્રુવ ને મારવા નો કોન્ટ્રેક્ટ આપવા આવેલ માણસ નો વિડિઓ કૅમેરા માં સેવ થઈ ગયો છે..... અમે એ કૅમેરા ને ઝૂમ કરી ને જોયો એનો ફોટો પડી ગયો છે.
ધ્રુવ:- સર મારે જોવો છે

ઇન્સપેક્ટર:- એ બતાવા તો તમને અહીંયા બોલાવ્યા છે...
ધ્રુવ:- હા સર....

ઇન્સપેક્ટર:- આ જોવો(મોબાઈલ આપે છે)

ધ્રુવ ની આંખો મોટી થઈ જાય છે..... મોઢા માં થી શબ્દો નીકળતા જ નથી જાણે કોઈએ મોઢું સાંધી નાખ્યું હોય....
પ્રિશા:- લાવ મને બતાવ તો....( પ્રિશા ફોટો જોવે છે) ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ ઓ...... આ??

ઇન્સપેક્ટર:- હા એ જ.....
ધ્રુવ:- આ પાર્થ છે મારો પહેલા નો મેનેજર પણ કંપની માં ગોટાળો કરવા ના કારણે મેં એને નીકળી દીધેલો......
પ્રિશા:- સર એને જે કંપની એ સંભાળ્યો.... જેને અમે ફેમિલી ના જેમ રાખ્યો એને જ આવું કર્યું...!? એને ભૂલ કરી હતી એટલે ધ્રુવ એ એને નીકળ્યો હતો.....
ઇન્સપેક્ટર હાલ એ ________ કંપની માં જોબ કરે છે ને એ કંપની હાલ ધ્રુવ ની કંપની સાથે માર્કેટ માં ટોપ માં રેસ કરી રહી છે....

ધ્રુવ:- ..... બધું સરખું થઈ જશે.... ઇન્સ્પેક્ટર:-તમે થાકી ગયા હશો... ઘરે જઈને આરામ કરો...
ધ્રુવ:- હા સર thanks....
ઇન્સપેક્ટર:- હવાલદાર આમને ઘરે છોડી આવો.

(હવાલદાર પ્રિશા અને ધ્રુવ ને ઘરે મુકવા જાય છે)
બીજા દિવસે ધ્રુવ અને પ્રિશા માહિર ને મળવા હોસ્પિટલ જાય છે.

ધ્રુવ:- ડોક્ટર , માહિર...?

ડોક્ટર:- હા એ અહીંયા જ છે તમે મળી શકો છો....
ધ્રુવ:- કેવું છે હવે એને!?
ડોક્ટર:- પહેલાં કરતાં બૌજ સારું....
પ્રિશા:- ધ્રુવ ચાલ ને જલ્દી મળી લઈએ યાર હવે નૈ રૈ શકાય....


(( પ્રિશા રૂમ નો દરવાજો ખોલે છે ત્યાં સામે આયરા માહિર નો હાથ પકડી ને નીચે બેસી ને બેડ પર માથું રાખીને સુઈ ગયેલી છે...))
ધ્રુવ:- આયરા અહીંયા..... લાગે છે આખી રાત અહીંયા જ હશે....
પ્રિશા:- હા.

બંને અંદર જાય છે.

પ્રિશા (આયરા ના ખભા પર હાથ મૂકી ને):- આયરા...

આયરા:- એક દમ ચોકી ઉઠે છે પણ પ્રિશા ને જોઈને ખુશ થઈ ને ગળે લાગી જાય છે....

પ્રિશા:- હવે અમે આવી ગયા, ટેનશન ના લે.

આયરા:- પણ અચાનક કેમ???
પ્રિશા:- લાંબી સ્ટોરી છે, પછી કૈશ હાલ માહિર ને મળવા દે....

પ્રિશા:- માહિર...... માહિર ઉઠ......

( માહિર ની આંખો ખુલે છે.... સામે પ્રિશા ને જોઈને આંખો માં પાણી અને હોઠ પર મુસ્કાન આવી જાય છે જાણે નાના છોકરા ને ચોકલેટ આપી હોય.)

પ્રિશા:- કેમ છે માહિર.....!

((માહિર બોલવા જાય છે પણ બોલી નથી શકતો, મોઢા પર smile આપે છે))
પ્રિશા:- બસ જલ્દી ઠીક થઈ જા યાર વધારે wait ના કરાવીશ.

ધ્રુવ:- માહિર ઓફીસ માં જે પણ કાઈ થયું એના માટે sorry 😢 મારો એવો ઈરાદો નહતો.....

માહિર હાથ ઊંચો કરી ને ધ્રુવ ને માફ કર્યો એમ ઈશારો કરે છે.
આયરા:- ક્રિમિનલ નું કાઈ....?
પ્રિશા :- બસ હવે થોડા દિવસ માં જેલ માં હશે.

(( ત્યાં ઇન્સપેક્ટર અને ડોક્ટર આવી પહોંચે છે))

ડોક્ટર:- મળવાનો સમય પૂરો થયો....
ઇન્સપેક્ટર:- તમે લોકો બહાર જાઓ આરામ કરવા દો માહિર ને..

((પ્રિશા , ધ્રુવ અને આયરા ઘરે જાય છે.))





2 દિવસ વીતી જાય છે.....

((સવારે ધ્રુવ ના મોબાઈલ માં કોલ આવે છે))

ધ્રુવ:- હેલ્લો
ઇન્સપેક્ટર:- હેલ્લો મિસ્ટર ધ્રુવ
ધ્રુવ:- શું થયું સર...?
ઇન્સપેક્ટર:- અમે વિડિઓ માં દેખાતા માણસ ની ધરપકડ કરી છે..
ધ્રુવ:- હવે શું સર....!
ઇન્સપેક્ટર:- એણે અમને જણાવ્યું છે કે એને આ બધું બદલો લેવા કર્યું હતું પણ સાથે સાથે એને આ બધું કરવા માટે સારી એવી રકમ પણ મળી હતી...
ધ્રુવ:- મેં કોઈનું કાઈ બગાડ્યું જ નથી તો મારો જીવ લેવા માટે કોઈ મોટી રકમ કેમ આપી શકે....!?
ઇન્સપેક્ટર:- અમને ખબર છે આ કોણે કર્યું છે...
ધ્રુવ:- તો સર પકડી લો એને...
ઇન્સપેક્ટર:- સાબૂત નથી ધ્રુવ... એના માટે એક કાવતરું રચવું પડશે જેના માટે તારી જરૂર પડશે મને.
ધ્રુવ:- કેવું કાવતરું સર?

ઇન્સપેક્ટર:- જીવ નો જોખમ છે પણ trust કર અમે બચાવી લઈશું તને. બસ અમે કરવું પડશે તારે...
ધ્રુવ:- પણ....
ઇન્સપેક્ટર:- ધ્રુવ...... સત્યના માર્ગે ચાલવા માં પ્રોબ્લેમ તો આવશે જ.... અને આ વાત પ્રિશા કે આયરા કોઈને કરતો નહીં....
ધ્રુવ:- ઓકે સર જેમ તમે કહો...