[ આગળ ના પાર્ટ માં નિલ અને હર્ષ ને ખબર પડી જાય કે તેની સાથે કોઈક મસ્તી કરી રહ્યું છે. ] આ ભાગ ,ભાગ 4 સાથે જોડાયેલ છે.
" બ્રિસા કેમ છે હવે તને ?" બ્રિસા મોબાઈલમાં ગીત સાંભળતી હતી ત્યારે અવાજ આવ્યો. " કોણ ?" બ્રિસા કાનમાંથી ઇઅરફોન કાઢતા બોલી. " તું મને યાદ કરી ને ડરી ગઈ હતી ને એ. " " ફરીથી નઇ. ફરીથી નઇ. ફરીથી નઇ. " બ્રિસા જોરથી આંખો બંધ કરીને બોલવા લાગી. " ચિંતા ના કર હું તને કઈ નઇ કરું. " " ચાલી જા. મારે નથી વાત કરવી. " બ્રિસા સ્થિર જ રહી. " તું જ એક મારી મદદ કરી શકે એમ છે. " થોડા રડમસ આવજે કહ્યું. " તું જા . " બ્રિસા રાડો પાડવા લાગી. " મારી મદદ કર. " " હું જ શા માટે ? " બ્રિસા બોલી. " તું જ મને સારી રીતે ઓળખે છે. તું આંખો તો ખોલ." " ના મારે નથી ખોલવી. " બ્રિસા રડવા લાગી. " શું થયું ? " દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. " તું જા અહીંયાથી. " " પણ શું થયું એ તો કે ? " " તું જા બસ. " બ્રિસાના મમ્મી તેને પકડતા હતા. પણ તે જવા કહેતી હતી. " પણ હું તારી મમ્મી છું. " બ્રિસા તરત શાંત પડી ગઈ. તે તેને ભેટીને રડવા લાગી. " શ.શ.. ચિંતા ના કર. શુ થયું એ કે ? " બ્રિસાએ રડતા રડતા કીધું. " તું મારી સાથે જ સુઈ જા આજે બરાબર. "
*
" મારે મુવી જોવા જવાની જરૂર હતી. એકલું રે'વુ સેફ નથી. હા હું કોલ કરીને કઈ દવ કે હું આવું છું. " કવિતા એ વિચારી મોબાઈલ લીધો. " અરે યાર સ્વીચ ઓફ. " કવિતા બેડ પર ફોન પછાડતા બોલી. તે માથા પર હાથ રાખી ને બેસી ગઈ. થોડીવાર એમ જ રહ્યા બાદ મોબાઈલ ને ચાર્જીગ મુક્યો. " કઈ નહિ ચાલશે. સુઈ જાવ. " કવિતા એવી વિચારી ત્યાં જ સુવા લાંબી થઈ ગઈ. પંખા તરફ એકી નજરે જોયા કરતી હતી. કદાચ સમય ના ચક્રને ફરતા જોતી હોય એમ ભૂતકાળ ની વાતો યાદ આવી ગઈ. ઋતુ ભેગા જોયેલા મુવી અને આસપાસ ના લોકોને હેરાન કરવાની મજા યાદ આવી. ચહેરા પર થોડી મુસ્કાન આવી ગઈ.
" તારે મુવી જોવું છે ? " કવિતાની આંખો અચાનક પૂર્ણ ખુલી ગઈ. તે ઝટકા સાથે ઉભી થઇ ગઇ. " કોણ ? " " હું છું. ચાલ આપણે મુવી જોવા જઈએ. " સામે ઉભેલી કાળા કપડાવાળી સ્ત્રીએ કહ્યું. કવિતા અચાનક પોતાના રૂમમાં કોઈકને જોઈને ગભરાઈ ગઈ. " કોણ છે ? " " હું તારી ફ્રેન્ડ છું. ચાલ મુવી જોવા જઈએ. " " કઈ ફ્રેન્ડ ? " કવિતા ધીમે ધીમે બોલી. " કીધું ને ફ્રેન્ડ છું તને સમજાતું નથી. " અચાનક તે મોટેથી બોલી અને કવિતાના મોઢા પાસે આવી ગઈ. કવિતા આ જોઈને ડરી ગઈ અને ચીસ નીકળી ગઈ. આંખો બંધ કરી તે ત્યાં જ ઉભી ઉભી કાંપવા લાગી. " ચાલને જઈએ. " ધીમે અને પ્રેમાળ અવાજ આવ્યો. " હ...હા. " કવિતા ધીમેથી બોલી. અચાનક રૂમ નો દરવાજો ખુલ્યો. " મમ્મી... " કવિતા દોડીને ભેટી પડી અને રડવા લાગી. " શઅઅ..શઅ... " માથા પર હાથ ફેરવતા બોલ્યો. " ચાલ પાણી પી લે. " " હા. " રડતા રડતા બોલી. " શું થયું ? " કવિતાએ બધું કીધું. " તને કોઈ ખોટો ભાસ થયો છે. હવે થાય એટલે ઝડપથી બોલાવી લે જે. એવું હોય તો મારા રૂમમાં સુઈ જા.
*
" નીરવ, ચાલ જઈએ." નીરવ ને કોઈકે પાછળથી બોલ્યો. " હાલો." નીરવ ઉભો થતા બોલ્યો. સામે એક કાળા કપડામાં અને કાળા ચહેરા સાથે એક સ્ત્રી ઉભી હતી. નીરવ તેને જોઈને ડરી ગયો. " ફરીવાર આવું કઈ રીતે થઈ શકે. " નીરવ પાછળ હટવા લાગ્યો. સ્ત્રી તેના તરફ આવવા લાગી. અચાનક તે ઝડપથી નીરવ તરફ આગળ વધી. નીરવ ઝડપથી પાછળ હટવા લાગ્યો. તે નીરવની નજીક આવી ગઈ. નિરવે તેનો હાથ પકડી લીધો. અને તેના ચહેરા પર હાથ ફેરવવા લાગ્યો. કોલસાનો ભૂકો ઉખડી આવ્યો. " રાજ તું ? "થોડુ સરખાઈ જોતા ખબર પડી. " હા. હું. " રાજ માથા પરથી લાંબા વાળ કાઢતા બોલ્યો. " દીપ, કિશન આવી જાવ . " રાજ બોલ્યો. " પકડાય ગયો ને." નીરવ બોલ્યો. " હા પણ તને ખબર કેમ પડી ? " કિશન બોલ્યો. " અરે એના ચપ્પલ પરથી. " નીરવ બોલ્યો. " પણ આની પેલા ની વખતે નો મજાક કઈ ઉંચા લેવલ પર હતો. કઈ ખબર જ ન પડી કે માસ્ક છે કે સાચે " નીરવ બોલ્યો. " આગળની વખતે એટલે અમે તો પેલી વખત કર્યું અને એ પણ તે અમારા પર કર્યું છે એમ સમજીને અમે કર્યું. " દીપ આશ્ચર્ય સાથે બોલ્યો. " આગળની વખતે કોફી પીવાનું એ બધું તમે નથી કર્યું. " નીરવ બોલ્યો. " ના. મારી સાથે થયું એ મેં તને એક ને જ કીધું 'તું એટલે મને એમ કે તે કર્યું હશે. " રાજ બોલ્યો. " પણ મેં કઈ નથી કર્યું. આપણે બે માંથી એકેય નથી કર્યું તો કોણે કર્યું. " નીરવ બોલ્યો. " યાર મને બીક લાગે છે. આ આત્મા નું કામ લાગે છે. " દીપ બોલ્યો. " યાર જ્યારે હોય ત્યારે આત્મા આત્મા. હાલી નીકળ્યો છે. " રાજ બોલ્યો. " કોઈકે મજાક કર્યો હશે શુ ફેર પડે . બીજીવાર કરશે તો જોશું બાકી કઈ નઇ. " નીરવ બોલ્યો. " બરાબર છે. પણ આપણી બધી વાતો ખબર કઈ રીતે પડે. " રાજ બોલ્યો. " એ છે પણ આપણે બીજા બધાને પણ પૂછવું જોઈએ કે આવી કોઈ સાથે થયું છે કે નઇ. " દીપ બોલ્યો. " આવું પૂછે તો ગાંડા ક'યે. " કિશન બોલ્યો. " સાચી વાત છે. સારું અત્યારે જઈએ બીજીવાર થાય તો એકબીજાને ઈંફોર્મ કરી દેશું. " નીરવ બોલ્યો. બધા પોતાના ઘરે ચાલ્યા ગયા.
*
" નીલમ.." અચાનક ટેબલ નીચેથી અવાજ આવ્યો. નીલમ ગભરાઈ ગઈ. તને હિંમત ભેગી કરી ટેબલ નીચે જોવા નમવા લાગી. નીચે નમતા એક રિંગ પડી હતી. નીલમેં તે રિંગ જોઈ. હાથમાં રહેલ કોફીને નીચે મૂકીને તેને રિંગ હાથમાં લીધી. દેખાવમાં તે સાદી હતી. કોઈ પણ પ્રકારની કામગીરી તેના પર કરેલી ન હતી. નિલમે તે રિંગ ટેબલ પર મૂકી ત્યાં કામ કરતા માણસ ને બોલાવી તે રિંગ આપી . " આ રિંગ નીચેથી મળી. " નીલમ બોલી. " ક્યાં છે મેમ ? " " આ સામે તો છે. " " સોરી મેમ મને નથી દેખાતી. " " અહીં હાથ મુકો. " તેને હાથ મૂકી ટેબલ ની એક કીનારી તરફ ધક્કો માર્યો પણ તેના હાથમાં રિંગ આવી નહિ. " થેંક્યું. તમેં જાવ. " નીલમ એટલું બોલી. પોતાની કોફીનો ગ્લાસ ઉપાડી ભાગવા લાગી. પોતાની એક્ટિવા પર બેસી ગઈ. " નીલમ. " ફરી એક્ટિવા નીચે થી અવાજ આવ્યો. નિલમે નીચે નમીને જોયું ત્યાં પણ તેવી જ રિંગ પડી હતી. નીલમ વધારે ગભરાઈ ગઈ. ગ્લાસ કચરા પેટીમાં નાખી, એક્ટિવા લઈને જવા લાગી. બુક લેવા માટે તે સ્ટોર પર ઉભી રહી. " એક ફૂલ સ્કેપ બુક આપો. " નીલમ બોલી. " આ લો. " " નીલમ .. " ફરી એ જ અવાજ બુક નીચેથી આવ્યો. નીલમ ધ્યાન લીધા વગર બુક લઈને ઘરે આવી ગઈ. રૂમ માં જઈને બેડ પર સુઈ ગઈ. " નીલમ .." ફરી બેડ નીચેથી અવાજ આવ્યો. નીલમ નીચે ઉતરીને જોયું તો એ જ રિંગ પડી હતી. અચાનક તે રિંગ હલવા લાગી. નીલમ આ જોઈને ડરી ગઈ અને પાછળ હટવા લાગી. અચાનક તે રિંગ મોટી થઈને તેના ગાળામા ચોંટી ગઈ. નીલમ નું ગળું ભીસાવા લાગ્યું. તે કોઈને મદદ માટે બોલાવી શકે એટલો પણ અવાજ નીકળતો ન હતો. આંખો માંથી પાણી નીકળવા લાગ્યું હતું. નિલમે પૂરું બળ લગાડી રિંગ ખેંચવાની ટ્રાય કરી પણ નિષ્ફળ ગઈ. નિલમ ધીમેં ધીમે હોશ ખોવા લાગી. દીવાલો તેને ઘૂમતી લાગી.
પ્રતિભાવ આપશો.