એન્જિનિયરિંગ ગર્લ
~ હિરેન કવાડ ~
પ્રકરણ – 4
પહેલો સ્પર્શ
Waves of unusual feelings,
Telling to sky of expectations,
Dark clouds doesn’t mean,
Cry of moon and farness of sun,
Shapeless love with useless chaos,
Thrilling feeling healing and stealing,
Stealing beats at moment,
Evil mind pushes,
Flow of fear towards haunted face,
Unpredictable tick tick shows where we are.
Roar of peacock No one listen,
but anger make imagination ugly,
infinite thoughts resist divine sight,
but that smile always fly.
હું આંખો ચોળતી ચોળતી વિવાનનો મોર્નિંગ મૅસેજ વાંચી રહી હતી.
ફોરવર્ડ હોવા છતાં પ્રત્યેક વર્ડ મારાં માટે અર્થપૂર્ણ હતો. મેં વિવાનને રિપ્લાય આપ્યો, ‘ગુડ મોર્નિંગ એન્ડ નાઇસ પોએમ’. મારી સવાર શરૂ થઈ.
‘એક્ચ્યુઅલી મને એ બધું બોરિંગ લાગે છે.’, હું અને વિવાન ક્લાસની બહાર નીકળીને વાતો કરી રહ્યાં હતાં. એ એના આર્ટ્સ વિશેનાં ટેસ્ટ વિશે કહી રહ્યો હતો.
‘આઈ લાઈક આર્ટ અ લોટ.’, મેં કહ્યું.
‘મને તો એ શબ્દોની ગોઠવણીમાં કંઈ ટપ્પો જ નથી પડતો. ખબર નહીં ફેન્સી ક્યાંથી આવા ફેન્સી શબ્દો શોધી આવે છે જે સમજાય જ નહીં.’
‘ધેટ વોઝ વન્ડરફૂલ પોએમ..! ઓકે ?’
‘યા ઇટ શુડ બી..! એણે મારાં માટે લખી હતી. એમ કહી રહી હતી.’
‘ફોર યુ ?’, આઈ ફેલ્ટ સ્ટ્રેન્જ.
‘યપ..! મેં એને ઘણી વાર કહ્યું કે મારું માઇન્ડ તારી ટ્વિસ્ટેડ પોએમ્સ અને મ્યૂઝિકને નહીં સમજી શકે, આઈ વોન્ટ સ્પીડ.’, મારાં મનમાં ફેન્સી વિશેની ઇમેજ બદલાઇ રહી હતી, જ્યારથી ખબર પડી હતી કે સવાર વાળી પોએમ ફેન્સીએ લખી હતી.
‘મને એમ લાગે છે, શી ઇઝ મેડ ફોર યુ.’
‘બટ આઈ ડૉન્ટ.’
‘ડૉન્ટ બી રૂડ.’
‘રૂડ? મારાં પોતાના ટેસ્ટ્સ છે, મને ઘણું ગમે છે, ઘણું નથી ગમતુ. ધેટ્સ અપ ટુ મી.’
‘ઓકે. એઝ યુ લાઈક.’
‘શી લાઈક મ્યૂઝિક આઈ એક્સેપ્ટ. શી ડઝન્ટ લાઈક રેસિંગ, આઈ ડૉન્ટ.’
‘સાચું, બટ પ્રેમ તો બધાંને જેવા હોય એવા જ સ્વીકારે.’, મેં મસાલો ભભરાવ્યો. એ હસ્યો.
‘તને લવ વિશે બહુ ખબર છે ને?’, એણે મારી આંખોમાં આંખો પરોવતા કહ્યું.
‘થોડાક દિવસથી ખબર પડવા લાગી છે.’ મેં પણ મારી આંખો એની આંખોના ઊંડે સુધી પરોવી. એણે સ્માઈલ આપી.
‘હ્મ્મ્મ. આજે રાતે મારાં ફ્ર્રેન્ડ્સ ગરબા રમવા કર્ણાવતીમાં જવાના છે. જીગીયો કહેતો હતો એક્સ્ટ્રા પાસ છે, જવું હોય તો કહેજે.’
‘હું એકલી તો ના આવી શકું યાર. જો ચાર પાસનો મેળ પડે એમ હોય તો કહેજે.’
‘ઓકે, સ્યોર, અને આજે ફેન્સી પણ આવવાની છે.’,
‘તો તો આવવું જ પડશે. ફેન્સીની ફેન્સી સ્ટાઇલ તો જોવી જ પડે ને.’, અમે બંને એક સાથે હસ્યા.
‘શી ઇઝ અ ગુડ ગર્લ.’, એણે નરમાઇથી કહ્યું.
‘ખરેખર? મને તો ચીપકું લાગે છે.’
‘આઈ નો. યુ આર જેલસ.’
‘આઈ એમ જેલસ એન્ડ યુ લાઈક ઇટ..?’, મેં એક દરવાજો ખોલવાની શરૂઆત કરી. એ મારી સામે મિસ્ટિરિયસ આંખો કરીને જોઈ રહ્યો. આય જસ્ટ લવ્ડ હીઝ બ્લૅક મિસ્ટિરિયસ આય્ઝ. ત્યાંજ નિશાનો કૉલ આવ્યો.
‘નિશા’, મેં મારો ફોન બતાવતા કહ્યું.
‘વોટ વી કેન ડુ, ગો.’, એણે મિસ્ટિરિયસ સ્માઈલ આપી.
‘ઓકે બાય્ય.’
‘બાય્ય્ય.’, હું એની સાથે વધારે ટાઈમ રહેવા ઇચ્છતી હતી. કદાચ એ પણ.
***
વિવાન..! માત્ર બે દિવસ થયા હતાં. હું વિવાન વિશે વધારે જાણતી પણ નહોતી. બેરલી હું એને ત્રણ વાર મળી હતી. બટ એનામાં એવું તે શું હતું જે મને એના તરફ ખેંચી રહ્યું હતું. મારો ટેસ્ટ અને એનો ટેસ્ટ એકદમ ડિફરન્ટ હતો, છતાં અમે એકબીજાના ટેસ્ટને રિસ્પેક્ટ કરતા હતાં. હું જ્યારે પણ એની સાથે હોઉં ત્યારે હું ખૂબ એક્સાઇટેડ, નર્વસ, રોમેન્ટિક, સેફ અને બ્યુટીફૂલ ફીલ કરતી. એનો હાથ પકડીને ચાલતી હોવ, મારું માથુ એના ખભા પર ટેકવેલું હોય, એનો હાથ મારાં ખભા પર હોય, કોઈ નિર્જન સડક હોય ધીમો ઝરમર ઝરમર વરસાદ હોય અને બંને જસ્ટ એકલા ચાલ્યા જતા હોય એવી મારી ફેન્ટસી હતી.
બટ આ ફેન્ટસી સામે એક ક્વેશ્ચન હતો શું વિવાન એટલો બધો રોમેન્ટિક હશે ખરો? નો ડાઉટ એનો સેન્સ ઑફ હ્યુમર વોઝ ગુડ. હી વોઝ અ ગુડ ગાય. બટ એની હોબી કદાચ. એના કારણે મને એ કૂલ અને ટફ ગાય લાગી રહ્યો હતો.
બટ યુ નો…. ધેટ ઇઝ લવ.. વિચ મેક્સ યુ બ્યુટીફૂલ. વીચ મેક્સ ધીઝ વર્લ્ડ બ્યુટીફૂલ. જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે તમને બધું જ સુંદર દેખાતું હોય. જ્યારથી વિવાન મારી લાઈફમાં આવ્યો ત્યારથી મને બધું જ સુંદર લાગી રહ્યું હતું. હું ઘણી પૉઝિટિવ બની ગઈ હતી, હું મારી પ્રોબ્લેમ્સથી ભાગવાને બદલે એને ફેસ કરી રહી હતી. યા હી વોઝ વિવાન…! ઑફ હુમ આઈ વોઝ વેઇટિંગ. હા એ વિવાન જ હતો જેની સાથે હું હોઉં ત્યારે પરફેક્ટ ફીલ કરતી હતી. હા એ વિવાન જ હતો જે મારાં માટે એક આશાનું કિરણ અને ખુશીનું કારણ હતો. પણ એક જ સવાલ હતો ‘શું એ પણ મને પ્રેમ કરતો હશે?’
***
સાંજે સાડા પાંચ વાગ્યા આસપાસ વિવાનનો કૉલ આવ્યો હતો એણે મને પાસનું પૂછવા માટે જ કૉલ કર્યો હતો. મેં એને કહ્યું કે ચાર પાસ જોઈશે. એણે કહ્યું કે ચાર પાસનું સૅટલમેન્ટ થઈ ગયું છે. અમે થોડી વાતો કરી. જસ્ટ ઓર્ડીનરી વાતો જ. પેપર…રીડિંગ..શું કરે છે..?…તારે પણ ગરબા રમવા પડશે..! ઑલ સોર્ટ ઑફ ઓર્ડીનરી થિંગ્સ…! બટ આઈ વોઝ એક્સાઇટેડ ટુ મીટ હિમ..!
નવરાત્રિ મારો પહેલેથી જ ફેવરીટ ફેસ્ટિવલ રહ્યો છે. નવરાત્રિની લાઇટ્સ, ગુજરાતી ગરબા, ટ્રેડિશનલ ડ્રેસિઝ સ્પેશિયલી ચણીયાચોલી, લેટ નાઈટ ગરબા, હેન્ગિંગ આઉટ વિથ ફ્રૅન્ડ્સ, નવરાત્રિ યુઝ્ડ ટુ બી માય બેસ્ટ ટાઈમ એવરીયર. અમે ચારેય ફ્રેન્ડ્સે ક્લાસની ગર્લ્સ પાસેથી ટ્રેડિશન ડ્રેસિસ એરેન્જ કરી લીધા હતાં. એમ તો હું દર વખતે નવરાત્રિ માટે ખૂબ જ તૈયાર થાઉં છું, બટ આ વખતે હું મારી જાતને કંઈક વધારે જ સજાવવા ઇચ્છતી હતી. મારાં મનમાં માત્ર વિવાનનો સ્માઈલ વાળો ચહેરો જ ફરી રહ્યો હતો.
વિવાન વોઝ ઓન માય માઇન્ડ. આઈ વોઝ પ્લાનિંગ ટુ ટીચ હિમ સમ ગરબા સ્ટેપ્સ..! જેથી વધારે ને વધારે હું એની સાથે રહી શકું. એટલે મેં મનમાં મારો પ્લાન તો બનાવી જ નાખ્યો હતો. હું સિમ્પલ સ્ટેપ્સથી શરૂ કરીશ. એને પહેલાં ઠેસ લેતા શીખવાડીશ. પછી છઠીયુ, ચકરડી અને પછી જો એને ફાવી જશે તો દોઢીયા પણ શીખવાડીશ. હું બસ એની સાથે વધારે ને વધારે ટાઈમ સ્પેન્ડ કરવા માંગતી હતી.
આઠ વાગી ગયા હતાં. બધાં ઑલમોસ્ટ તૈયાર થઈ ચુક્યા હતાં. મેં રેડ કલરની ચોલી પહેરી હતી. હાથમાં રેડ કંગણ, ગળામાં ઓક્ઝોડાઇઝ્ડના ઓર્નામેન્ટ સેટ. ચોલીનો એક છેડો કમર પર ખોંસ્યો હતો જેથી કમરનો ભાગ ખુલ્લો રહી શકે. મેં અરીસામાં જોયું..! હું એકલી એકલી હસી, વોઝ આઈ મેડ..? યા આઈ વોઝ, હું વિવાન માટે જ તૈયાર થઈ હતી અને એના માટે જ પાગલ. ઑફકોર્સ હું બ્યુટીફૂલ લાગી રહી હતી. હું એકલી એકલી અરીસામાં જોઈને હસી રહી હતી. નિશા, કુપા અને સોનુ પણ ચોલી પહેરીને તૈયાર થઈ ગયા હતાં..! નિશા ઓહ્હ ગોડ..! એ પણ બ્લૅક ચોલીમાં અને એના ગોરા શરીરમાં ગોર્જીઅસ લાગી રહી હતી. એ કપાળમાં ટીકો લગાવી રહી હતી અને મારી સામે જોઈ રહી હતી, મેં એને ફ્લાઇંગ કિસ આપી. એ બ્લશ કરવા લાગી.
‘તને ખબર છે? બહાર વાદળ ઘેરાણા છે?’, સોનુ ગૅલેરીમાંથી આવીને બોલી. આજે સવારથી જ આકાશમાં વાદળો ઘેરાઇ રહ્યા હતાં. હું મનમાં જ પ્રાર્થના કરી રહી હતી કે પ્લીઝ વરસાદ ન આવે..! પ્લીઝ આજે નહીં. સવારથી ઘેરાયેલા વાદળો અત્યાર સુધી તો નહોતા વરસ્યા. બસ ચાર પાંચ કલાક હજુ રોકાઈ જાય. વિવાને મને સાડા આઠ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. બસ સાડા આઠ વાગવાની તૈયારી જ હતી. એ અમને પીકઅપ કરવા આવવાનો હતો. અમે અમારી સજાવટને લાસ્ટ ટચ આપી રહ્યા હતાં. ચહેરા પર ફાઉન્ડેશન, લીપસ્ટિક. લીટલ બીટ મેકઅપ. હું વારંવાર મારાં ઓર્નામેન્ટ્સને મીરરની સામે બરાબર કરી રહી હતી અને મનમાંને મનમાં હરખાઇ રહી હતી. સાડા આંઠને પાંચ મિનિટે મારાં મોબાઈલની રીંગ વાગી. વિવાનનું નામ સ્ક્રીન પર ફ્લૅશ થઈ રહ્યું હતું. મેં કૉલ રીસિવ કર્યો….
મેં કૉલ રીસિવ કર્યો એટલે એણે તરત જ કહ્યું ‘કેટલું તૈયાર થશો હજુ…? હવે બસ કરો. બધાં ઘાયલ થઈ જશે.’ વોટ આઈ લાઇક્ડ અબાઉટ હિમ ઇટ વોઝ હીઝ સેન્સ ઑફ હ્યુમર. ‘અરે તૈયાર જ છીએ. તમે ક્યાં છો?’, મેં સ્માઈલ કરતા કહ્યું.
‘અમે તમારી સોસાયટીના ગેટની એક્ઝેક્ટ સામે.’, ‘ઓકે તો અમે પાંચ મિનિટમાં આવીએ..!’ ‘ઓકે બાય.’ ‘બાય’.
શોર્ટ કન્વર્સેશન કર્યા પછી મેં કૉલ કટ કર્યો અને અમે બધાંએ અમારાં સેન્ડલ પહેરવાની તૈયારી કરી. મારાં મગજમાં સતત વિચારો વહી રહ્યા હતાં. હું કોની બાઈક પાછળ બેસીશ? એવું પણ ઇચ્છી રહી હતી કે કાશ હું અને વિવાન એક બાઈક પર એકલા હોઈએ. બટ મારે મારું એકલાનું તો નહોતું જ વિચારવાનું. મારી સાથે મારી ત્રણ ફ્રૅન્ડ પણ હતી. એટલે જો બાઈકમાં જગ્યા ના હોય તો અમે ચારેય ઓટો કરીને જ કર્ણાવતી ક્લબ જઈશું એવું નક્કી કર્યુ..! અમે નીચે ઉતર્યા.
હીપ્પો આન્ટી નીચે જ ઊભા હતાં જાણે એ અમારાં માટે જ ઊભા હોય. ટીના પણ એમની સાથે હતી. એ અમારાં તરફ સ્માઈલ કરી રહી હતી અને હિપ્પો આન્ટી અમારાં સામે મોં ચડાવીને ઘૂરી રહ્યા હતાં. અમે લોકોએ ટીનાને સ્માઈલ આપી, હસતો ચહેરો અમે હિપ્પો આન્ટી તરફ પણ ફેરવ્યો બટ એનાથી એના ચહેરા પર તલભાર પણ ફરક ના પડ્યો. અમે દરવાજો ખોલ્યો અને બહાર નીકળ્યા. એ મરેલા ચહેરે અમારી સામે જોતા રહ્યા. ટીનાના ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે એ અમારી સાથે આવવા માંગતી હતી બટ ન તો એણે કહેવાની હિંમત કરી ન અમે પ્રયત્ત્ન. મારી ચોલી નીચે સુધી ઢસડાઇ રહી હતી એટલે મેં એને મારાં બે હાથથી ઊંચી કરી અને હું ચાલવા લાગી, નિશા, કૃપા અને સોનુએ પણ નૉટિસ કર્યુ એટલે એ લોકો પણ ચોલી બંને હાથો વડે થોડી ઊંચી કરીને ચાલવા લાગ્યા. આજે આખો દિવસ એ લોકોએ મારી બરબરની મેથી મારી હતી. એ વારંવાર વિવાનનું નામ લઈને મને ટીઝ કરી રહ્યા હતાં, ખાસ કરીને બોલકી કૃપા. સોનુ પણ ‘આજ તો જીજુ સાથે દાંડીયા.’ એમ કહીને મને ચીડવી રહી હતી, હું એમને જરૂર ઓફેન્ડ કરી રહી હતી બટ અંદર ને અંદર હું હરખાઇ પણ રહી હતી. મને મારાં નામ સાથે વિવુનું નામ જોડાય એ સારું લાગી રહ્યું હતું બટ સાથે એકવાર એ પણ ડિસ્કસ થયું હતું કે ફેન્સીનું શું કરવાનું છે? મેં એ લોકોને કહ્યું કે હજુ કંઈ વિચાર્યુ તો નથી બટ હું કહીશ તમને. સો હજુ કોઈ પ્લાન નહોતો.
***
અમે લોકો સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા. સૌથી પહેલાં મેં જે નૉટિસ કર્યુ તે વિવાન અને તેની બાઈક. તેની બાઈક પાછળ બે બોય્ઝ બેસેલ હતાં. ફેન્સી એક્ટિવા સાથે હતી, અને કોઈ બીજી એક છોકરી પણ એક્ટિવા લઈને ઊભી હતી. એ લોકો વાતો કરવામાં મશગુલ હતાં.
જ્યારે એણે અમને નૉટિસ કર્યા ત્યારે વિવાનની સૌથી પહેલાં નજર મારાં પર ગઈ. એની નજર એક એક સેકન્ડે મને વીંધી રહી હતી. મારી અને વિવાનની આંખો મળી, એણે મારાં માથાથી લઈને પગ સુધીનું નિરિક્ષણ કરવાનું શરૂ કર્યુ. જ્યારે એની નજર મારી ગોરી કમર પાસે આવીને અટકી ત્યારે હું થોડી શરમાણી પણ હતી. ફરી અમારી બંનેની આંખો મળી, હું એની આંખોની ભૂલભૂલામણીમાં ભટકી ગઈ હતી, મને જ્યારે યાદ આવ્યું કે અમારાં બંને સિવાય પણ બીજા લોકો અમારી સાથે છે ત્યારે મેં વિવાન સામે જોઈને મીઠી સ્માઈલ કરી.
મેં બધાંને ‘હાઇ’ કહ્યું. ફેન્સી સહિત બધાંએ ‘હાઇ’ કહ્યું.
‘ચલો હવે બેસી જાવ…’, વિવાને એક્ટિવા તરફ ઇશારો કરતા કહ્યું. નિશાએ મારાં કાનમાં કહ્યું, ‘તું ફેન્સી પાછળ બેસી જા. આઈ કાન્ટ સીટ બીહાઇન્ડ ધેટ બીચ.’, ગુસ્સો એના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. ધેટ વોઝ ઓબ્વિયસ..! ગુસ્સો તો હોય જ ને. કારણ કે એનું બ્રૅકઅપ જેમ એ વિચારતી હતી એ પ્રમાણે ફેન્સીના કારણે જ થયું હતું. હું અને સોનુ બંને ફેન્સીની એક્ટિવા પાછળ બેઠાં. નિશા અને કૃપા બીજી એક્ટિવા પાછળ. ત્રણેયે પોતપોતાની બાઈક અને સ્કૂટર ચલાવી મૂકી.
***
‘યુ લુક નાઇસ. વિવાને કહ્યું હતું તારા વિશે, મ્યૂઝિક ક્લાસ જોઈન કરવા વિશે.’, ફેન્સી અને હું એકબીજા સાથે ઓળખાણ બનાવી રહ્યા હતાં.
‘થેંક્સ. એન્ડ યુ ઑલ્સો લુક બ્યુટીફૂલ.’, ફેન્સી ખરેખર ખૂબ સુંદર અને ફીટ છોકરી હતી. એના કપડા પરથી જ લાગી રહ્યું હતું કે એ આર્ટ લવર હશે, એની ચોલી ભરત અને કોડીઓથી ભરચક હતી. મેં એને પૂછ્યું પણ ખરું કે તને ગરબા રમતી વખતે વજન નથી લાગતો, એનો જવાબ પણ એટલો જ સુંદર..! ‘ગરબા રમવા માટે હું થોડી પ્રયત્ત્ન કરું છું, હું તો એવું જ માનું છું કે શરીર મારું હોય છે, રમવા વાળી તો મા શક્તિ મા અંબે હોય છે.’ હું એના આ જવાબથી ઇમ્પ્રેસ્ડ થઈ ગઈ હતી. મેં એને એના મ્યૂઝિક અને એક્ટિંગ ક્લાસ વિશે પણ પૂછ્યું, એ અમદાવાદની કોઈ ફેમસ આર્ટ એકેડમીમાં મ્યૂઝિક શીખવા માટે જતી હતી. એણે ઘણા પ્લે પણ કર્યા હતાં. એનો ઇન્ટરેસ્ટ પણ સોસાયટીને સર્વ કરવાનો હતો, મોસ્ટ ઑફ વુમન એમ્પાવરમેન્ટ, એ કહી રહી હતી કે એણે ઘણા નુક્કડ નાટકો અને શેરી નાટકો પણ કર્યા હતાં. એણે મને પણ ઓછા સવાલો નહોતા પૂછ્યાં. પણ અત્યાર સુધી મારાં માટે એને જણાવવા જેવું કંઈ નહોતું. મેં મારાં મ્યૂઝિક પ્રત્યેના લગાવ વિશે કહ્યું, મારો પેઇન્ટીંગનો ઇન્ટરેસ્ટ, મારો ડિઝાઈનિંગ નો ઇન્ટરેસ્ટ. સાથે સાથે મેં એને હું ઍન્જિનિયરિંગમાં કઈ રીતે આવી એનો સ્મોલ ઓવરવ્યું પણ આપ્યો. હું મારાં આ સુંદર ટાઈમને ઘમરોળવા નહોતી માંગતી એટલે હું એ ટોપિક પર વધારે ગઈ જ નહીં. અને છેલ્લે એણે એ પૂછ્યું કે વિવાન સાથે મારી મુલાકાત કઈ રીતે થઈ.
આ સવાલનો જવાબ આપવો મને થોડો ઓકવર્ડ લાગ્યો. આખી વાર્તા કંઈ ઉખાળીને તો બેસાય એમ નહોતું. એટલે મેં એને જસ્ટ એમ કહ્યું કે વિવાન મારો ક્લાસમૅટ છે. વિવાને ફેન્સીનો જ્યારે મેક-ડી વાળો ફોટો મોકલ્યો હતો ત્યારે તે ગુસ્સામાં હતી એવું કહી રહી હતી, કદાચ એટલે જ મને એ ઇગોસ્ટિક લાગી હશે. બટ ફેન્સી વોઝ સો સોફ્ટ હાર્ટન્ડ. અને હું એ નરમ હૃદયની લાગણીઓની હત્યારી બનવાની હતી એ હું કઈ રીતે ભૂલી શકું એમ હતી. અમે બંનેએ એકબીજાના ઇન્ટરેસ્ટ કહ્યા, એકબીજાની હોબીઝ કહી, ફ્યુચર પ્લાનિંગ, કૂકિંગ વગેરે વગેરે. મારાં અને ફેન્સીના ઇન્ટરેસ્ટ બહુ જ કોમન હતાં. મને ફેન્સી સાથેની પંદર મિનિટની સવારી ખૂબ સારી લાગી હતી. બટ અત્યાર સુધી વિવાન પ્રત્યેના ફેન્સીના અટ્રેક્શનની કોઈ વાત એણે નહોતી કરી, ન તો હું એ વિશે કોઈ વાત કરવા માંગતી હતી, હું એવું કશું જ કરવા નહોતી માંગતી કે હું વિવાનને મેળવવા માટે મુશ્કેલી ઊભી કરું, ન તો ફેન્સી તરફ હું કોઈ ખોટી સહાનુભૂતિ દર્શાવવા માંગતી હતી. જે વાત મને ત્યારે ખૂંચી રહી હતી તે એ હતી કે નિશા લવ ટ્રાયએંગલનો ભોગ બની હતી અને એ જ કારણે નિશાને કરેલું પ્રોમિસ. બીજું એક દ્રશ્ય જે મારી આંખોને ખૂંચી રહ્યું હતું તે એ હતું કે જેમાં ફેન્સી રડી રહી હતી અને એ પણ મારાં કારણે. એક્ટિવા ઊભી રહી એટલે હું મારાં ઘનઘોર વિચારોમાંથી બહાર આવી. ત્યારે જ મને એ પણ ખબર પડી કે શાંત સોનુ મારી પાછળ બેસી હતી. હું મનમાં જ હસી. સાલી અમે બંને વાતો કરતા હતાં ત્યારે એક શબ્દ પણ નહોતી બોલી.
***
શું નવરાત્રી અંકિતા માટે કંઈ લાવશે, વાંચવાનું ચુકતા નહીં.
***
જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.