Khetarma kaarkhanu in Gujarati Fiction Stories by Narayan Desai books and stories PDF | ખેતરમાં કારખાનું

Featured Books
Categories
Share

ખેતરમાં કારખાનું

ધરતી પરથી ઓળા દૂર કરી સૂરજ નારાયણ પોતાનો પ્રકાશ ધરતી પર ચારે તરફ પાથરી ને આભે તપી રહયો હતો.ગામના સૌ કોઈ લૉકો પોતાના કામે વળગી રહ્યા હતા.ઘરે ઘરે ઘંટી ના વલોણું નો નાદનો અવાજ એવી રીતે વાતાવરણ મળી રહ્યાં કે જાણે શબ્દ માં સુર મળીને સંગીત ગુજતું હોય આખા વાતાવરણ મળ્યું!. ને આખા ગામ થોડી વારમાં ધમધમતું થયું. જગતનો તાત હરખાઇ ઉઠી ને નાસ્તા પાણી કરીને બળદગાડામાં સાથે ધરતી ને સજાવા નિકળી પડયો.
ગામડું મોટુ હતું ને કસ્બાઓ ને ડેલીઓ પણ જૂનાં માળા બનાવી બેઠી હોય એમ ગામને પાદરે શોભા વધારી રહા હતી.માળા ગામમાં વાણિયા ને બ્રાહ્મણ પણ ખરા!, ગામમાં અઢારે વરણ રહે .ગામમાં ગામની હાટડીએ આખા ગામનો વેપાર હાલે. ગામમાં નાનીમોટી બજાર પણ ખરી! લોકો જમીન સાથે પોતાના ગામમાં રહેતા. ગામમાં પાદરે મોટો ચોક પાસે એક ચબુતરો હતો ને ચબૂતરા ના ઓટલા પર ગામના નવરા માણસો બેસતા હોય.ગામમાં સમાચાર પત્ર પણ આવે એ સમાચાર વાંચી ગામનાં પાદરમાં લોકો ચર્ચા કરે. ગામમાં પોસ્ટ ઓફિસ પણ ખરી. આવતા પત્રો ગામમાં ફરીને ટપાલી આપી આવતો.
ગામમાં મજૂર વર્ગ વધુ હતો.નાના મોટા ખેડૂત હતા ને બીજા મોટા જમીનદાર ના ત્યાં મંજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. આ લોકોનું મોટાં જમીનદાર દ્વારા શોષણ પણ થતું. પરિસ્થિતિ નબળી હતી ને ગરીબાઈ આંટો લીધો હતો પણ ખેડૂતનુ ખમીર હજુ પણ જીવંત હતું . આખા રાતદિન મહેનત કરી પાક લઈ એવી રીતે ખુશ થતાં કે જાણે '"બાળકને જોઇ માં હરખાય એમ પાકને જોઈ ખેડૂતો હરખાતાં !", ખેડૂતને ખેતર ને ફળીયુ બાપ જીવ થી વહાલા હો.,,,!પછી ભલેને ખેડૂત નાનો હોઈ કે મોટો નાતો તો જમીન સાથે સરખો અમુક લોકને મોટી જમીન ને ફળિયે મોટાં ઠાઠ હતા.તેમાં એક વશરામ નું મોટુ ફળિયું ખરું? વશરામ ઘરે હલચલ થઈ ને કોઈક બોલ્યું?
"સાંભળો છો કે, શારદા બોલી ત્યાં વશરામ ભેંસ દોહ્યતો બોલ્યા'હા શું થયું?
આજે આપણા રોનક નો ફોન આવ્યો તો
કહ્યું કે તે આજે કોલેજ પુરી કરી ને આજે ઘરે આવશે
વશરામ બોલ્યો
""આપણું સદ્દભાગ્ય કહેવાય"
"આવા ભાગ્ય બધાંને હોય.
"હા માતાજી"
"તો મારો દીકરો મોંટો ઈજનર બની ગયો! હર્ષ સાથે બોલી
"ગાંડી ઇજનર નહિ પણ ઇજનેર કહેવાય"કટાક્ષ સાથે બોલ્યો
''એ તમે જાણે ઘણું જાણો છો.'' ને હસીને કામને વળગી રહી
"આજે ખેતરમાં કામ હોય તો જલ્દીથી કામ પુરુ કરજો તો ઉતાવળ કરજો કે ઘરે જલ્દી પાછાં ફરીશું" .
વશરામ બોલ્યા કે"એ ભલે તો "દોહવા લાગ્યો,
ને શારદા કામે લાગી.
વશરામના કૂંટુબ આર્થિક સ્થિતિ સારી હતી ને જમીન મોટી હતી . ઢોરઢાંખર ને ખોરડું ખેતર બધે ઠાઠ હતો ને સમાજમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓમાં એની ગણતરી થાતી,સૌ કોઈ કહેતા કે "તો વશરામ કહે તે ઠીક "પાછો સમજમાં આગળ પડતો માણસ એટલે સૌ કોઈ લગ્ન-પ્રંસગ પૂછે ને કામ કરતા,,
વશરામના દાદા તો મોટા જમીનદાર હતાં ને સમાજનો મોટો મોભોં ધરવતા હતા.વશરામ ને ભણવા જાય પણ જાજુ કાઠું કાઢ્યું નહિ તો પણ પ્રાથમિક શિક્ષણ મળ્યુ હતું .જે વાંચવા લખવા માટે પૂરતું હતું.
પિતાને ખેતીકામમાં મદદ કરવા માટે આગળ ભણી શકયો નહિ. ગામડાંની કોઠાસૂઝ ને સમાજનો પ્રતિસાદ તેને સમજું બનાવ્યો હતો. ઉંમર વધતાં તેને હોશે હોશે બાજુના ગામમાં કાનાભાઈ ની દિકરી શારદા સાથે પરણાવી દેવામાં આવ્યો. શારદા જેવી પત્ની પામીને ખુશ હતો.શારદા એ શાંત સ્વભાવ ને પ્રેમાળ અને લાગણીશીલ હતી.વશરામ ગુસ્સે થાય તો તેને સામું બોલ્યા વગર હોશે ટગર ટગર જોયા કરતી જોયા પછી લાગે ત્યારે સમજાવતી જોઈએ.

વશરામને શારદા સાથે ગુહસ્થ જીવન બહુ સારી રીતે વિત્યું હતું.
થોડા વર્ષો પછી તેમના ઘરે દીકરો નો જન્મ થયો તે ! રોનક! ત્યારે આખા ગામમાં પતાસા ને ગોળ વહેંચ્યો હતો આખું ગામ ખુશ થયું હતું. મહેનત કરીને વર્ષમાં મબલખ પાક લેતા હતા. મોટી જમીન હોવાથી તેઓ આર્થિક સ્થિતિ મજબૂત હતી .
ત્યારે રાત્રે સુતા હોય ત્યારે દરેક માબાપ સપના જોવે એમ આ લોકો પણ જોતા ને વાતો કરતાં કે
"જીંદગી માં સુખથી જીવાય ત્યાં સુધી તો ઠીક છે, નહિતર મર્યા પછી પણ ઘણાં ને જીંદગી નો અફસોસ રહે છે "રોનકને દરેક પરસ્થતી માં પણ ભણાવીશ પછી ભલને કઠોર પરિશ્રમ કરવો પડે કે કાળી મંજુરી કરવી પડે. એમને ખબર હતી કે આજનો યુવાન આ પરિસ્થિતિ માં સારી રીતે જીવી નહીં શકે મજબૂત બાંધા સાથે વધારે ભણવાનો નિર્ણય લેવાયો હતો.

રોનક ભણવામાં હોશિયાર હતો પ્રાથમિક શિક્ષણ ગામમાં મળ્યુ હતું .બાપદાદાનો વારસો મળ્યો ને સંસ્કાર માનાં ધાવણ માં મળ્યા હતાં. ચચળ ને જિજ્ઞાસુ સ્વભાવે બુદ્ધિથી શિક્ષણ માટે શહેરોમાં ભણવા માટે તેને મોક્લ્યો હતો. જ્યાં હોસ્ટલ માં રહીને અભ્યાસ કરતા હતો. મેટ્રિક ની પરીક્ષામાં સંકુલ પ્રથમ ક્રમે પાસ કરી હતી જેને પિતા સાથે ખૂબ સમ્માન થયું હતુ. આ વાતથી વશરામ ની શારદાની છાતી ગજ ગજ ફૂલતી તી ને આખું ગામમાં શારદા ને વશરામ ફરી ફરી વાતો વાગોળતા તા તે વાતથી આખું ગામ ખુશ થતું.
રોનક ભણવામાં મેટ્રિક પાસ થયા પછી વિજ્ઞાન પ્રવાહ આગળ વધ્યો તેને પોતાના સપનાં સાકાર કરવા જઈ રહ્યો હતો. ઉચ્ચતર માધ્યમિક બોર્ડ પરીક્ષા પાસ કરી ને શહેર ની મોટી કોલેજ માં ભણવા ગયો હતો. જયાં તેને કેમિકલ એન્જિનિયર તરીકે ભણીને પોતાના સપનાં સાકાર કરવા જઈ રહ્યો હતો.
એન્જિનિયર કોલેજ માં ઘણું બધું શીખ્યો હતો ને તેને એક નવો અનુભવ મળ્યો તો.તેને ખબર પડી કે ભારતની ગરીબાઈ નું મૂળ ખેતી પર નભતું ગામડું છે. આખા દેશમાં ઘણાં ગામડાંઓ ગરીબી માં છે.તે જાણતો હતો કે,,
" ભારતની દેશની ગરીબાઈ એ દેશની ભયંકર કરુણા છે.?
આ કરુણા માંથી બહાર નીકલવું હોય તો ખેતી પર નિર્ભરતા ઓછી થાય ને તો નવું કઇક પરિવર્તન થાય. આમ પરિવર્તન લાવવું એ વિચારો પાયો કોલેજ કાળ માં મળ્યા હતા.જે આગળ જતાં એના પર આખી ઇમારત ચણાશે તે ક્યાં જાણ હતી.,
રોનક કોલેજ પુરી કરી હતી ને ઘરે આવી રહ્યો હતો ને આખા ગામમાં મુદ્દો બની ગયો હતો, આખાય ગામમાં ભણ્યા ઘણાં હતાં પણ ઇજનેર ગામમાં પ્રથમ હતો.
ગામમાં ઓટલા ઉપર ઓલી નવરી બજાર બેઠી હોય એમ ગામના માણસો એક, બીજાને તે ખાલી વાતે ચડ્યાં ?
"વશરામ દિકરો નામ કરશે હો?"
"હા ,એ મહેનત ભાઈ એણે બહુ કરી સે હોં"
એક જણ આડો પડ્યો ને બોલ્યો..
"એલા એટલું હું કામ ભણ્યો હસે?"
"એનું ડહાપણ "
પણ કંઇક અલગ ભણ્યો સે"
"હા! હમણાંજ ઘરે આવ્યો છે"
રોનક આવી રહ્યો હતો. તે વાતથી વાકેફ આખું ગામ હતું. પણ આજે સૌથી વધારે ખુશી તો વશરામ ને શારદાને હતી.વશરામ ખેતરે થી ઘરે આવ્યાને ને રોનક ઘરે આવ્યો ને!પાછો તેને જોઈ શારદા હર્ષ ના આંસુ વહી રહ્યાં હતાં ને વ્યક્ત કરી શકી નહી." મારો દિકરો આવ્યો !બાપ! મારો જીવ આવ્યો !ને ઓરણા લીધાં.ને ક્યાં માબાપને દીકરા પ્રત્યે ગર્વ ન હોય? રોનક પગે લાગ્યો ને ખબરઅંતર પૂછ્યા. કેવી રહી મુસાફરી.. હેરાન થયો કે નહી . પણ રોનક ને સામન્ય લાગતું હતું.તેને ખબર નહોતી કે માંબાપની નિસ્વાર્થ દિકરા પ્રત્યે ભાવના વહેતી હતી.
રોનક ઘણાં વર્ષો સુધી બહાર અભ્યાસ કર્યો હતો ને ગામની પૂરી માહીતી નહોંતી માટે એક દિવસ ગામમાં ફર્યો ત્યારે ગામ અજુગતું લાગ્યું . ગામને પાદરે રખડતી ગાયો ને મોટી ડેલીએ દેખાતો કસુંબીનો રંગ અને બેકાર લોકોની મોટી મોટી વાતો ને પાદરે રમતાં છોકરા પણ આતો ગામ બહારનું હતું કરુણ દ્રશ્ય તો ગામની અંદર હતું? ઝુંપડી માં કામ કરતી બાઈઓ ને ખેતર માં કામ કરીને થાકીને નિરાશ થઇ બેઠો ખેડૂત આ બધું જોઈ આત્માને ઢંઢોળી દીધી. લોકો પ્રેમાળ સ્વભાવ હતા પણ ગરીબાઈ તેમને ઘેર્યા હતા.જો ગરીબાઈ દુર થાય તો એમનાં સોનામાં સુગંધ ભળે તો જીવનધોરણ ઊંચું આવે.

ગામનાં લોકો બહુ સારી રીતે માન આપ્યું. ભોળા માનવીઓ ને ભણેલાં ઓ પ્રત્યે બહુ આદર હતો. રોનકને ગામવાળા જોઈ નવાઈ લાગી. રોનક ને ઘણાં પ્રશ્નો પણ કર્યા કે શું ભણે છે ને ક્યાં રહે છે. શેહરમાં કેવું ફાવે ને લોકો કેવી રીતે કામ કરે છે ને રહે છે. રોનક ઘણાં પ્રશ્નો વિશે માહિતી આપી . શહેરમાં ભણ્યો હોવાથી આ અભિગમ થી અજાણ હતો. તેને ગામની સંસ્કૃતિથી પ્રભાવિત હતો ને તેને એમ લાગતું કે જો ગામના લોકો કેવા શાંતિ થી જીવતા હસે? પણ

ગામની સાચી પરિસ્થતિ તો કામ વધારે ને દામ ઓછા એવી હતી .ગામના નાના ખેડૂતોની હાલત બહું ખરાબ હતી. તેમનો વર્ષનો ખેતરનો મુખ્ય પાક શેરડી હતી. ઊપજ તો થાતી પણ અમુક જમીનદાર ને વેપારી સાથે મળીને ઉભો પાક ખરીદતાં જે બજારનો ભાવ કરતાં પણ અડધું મૂલ્ય નક્કી કરવામાં. જે શેરડી કાપીને શહેરોમાં કારખાને પિલાણ માટે મોકલવામાં આવતી.જ્યાં ખાંડ ઉત્પાદન કરવામાં આવતું. ખાંડમાં ભાવ વધારો થાય પણ શેરડી ના ભાવ અમુક ચોક્કસ જ રહેતા . વેપારીઓ જમીનદાર સાથે મળીને 'અંગ્રેજ નીતિ ' વાપરીને ખરીદતાં જેથી ખેડૂત વર્ગ સાથે અન્યાય થતો.જે લોકો અજ્ઞાન , શિક્ષણ અભાવ કાજ ગરીબ રહા હતાં.
આ બધુ જોઈ રોનક વિચારે ચડ્યો.અને કંઇક કરવાની ભાવના એ એને પેર્યો . મનોમન નક્કી કર્યું કે ગમે તેવી પરિસ્થિતિમાં ખેડૂતો માટે લડવા તૈયાર થવું જોઈએ?એમ વિચારતા ઘરે આવ્યો ને જોઈ વશરામ પૂછ્યું કે
"ગામમાં ફરી આવ્યો બેટા"
"હા"!
'કેવું લાગ્યું'?
' ગંભીર હાલતમાં'
'કેમ ગંભીર'?
"ગામના ભોળા માનવીઓ હાલત જોઈ"?
"આતો વર્ષોથી છે. આમજ ચાલશે."
નહી પિતાજી; આટલી મહેનત કરે છતાં પણ?
"જો બેટા;જમીનદાર ને વેપારીઓ દ્વારા એમને જયાં સુધી ભરમાવી શકાય ત્યાં સુધી આમજ ચાલશે"
"પણ હવે આવું નહિ થાય"
બેટા આપણે તે કઈ ગજું કે શું કરીએ!
ત્યાં શારદા એ બૂમ પાડીને કહ્યું કે. :"જમવાનું તૈયાર છે, જમ્યાં પછી વાતો ની રમઝટ.બોલાવજો"
આમ બંને હાથ પગ થોઈ જમવા બેઠા.ને બીજી વાતોમાં ખોવાય ગયા.
રોનકને પાસે હવે વિકલ્પ તરીકે પહેલેથી એન્જિનિયર નોકરી કરવા માટે કાળજી રાખવી જોઈએ જેથી જીવનમાં કારકિર્દી બનાવી ઉત્તમ પ્રકારનું જીવન સારી રીતે જીવી શકાય. વશરામ ને શારદા બંને રોનક પાસે મોટી આશા હતી.
પણ, રોનકની જીંદગી અલગ વળાંક લીધો ને રોનકનું લક્ષ્ય નિર્ધાર હતુ કે નોકરી તો પછી કરી લેશું. પહેલા તો ગામનાં ખેડૂતો માટે કંઇ ન કરું ત્યાં સુધી જીવનમાં હરામ જેવું છે.

બીજે દિવસે સવારે જ નિકળી પડ્યા ખેડૂતો ને ઘરે ઘરે સમજાવા માંડ્યું કે આપણે આપણી મહેતન ને લગન થી જીવવું જોઈએ ને કઠોર પરિશ્રમ થી પકવેલી ફસલ આ વચેટીયાં મોટાં જમીનદારો અડધી મૂલ્યમાં લય જાય યોગ્ય નથી. માટે કંઇ જાગૃતિ લાવવી જરૂરી છે. રોનક આજે થોડો નિષ્ફળ રહ્યો જે આટલી મહેનત છતાં ખેડૂતોને સમજાવી શક્યો નહીં . પણ ધીરજ રાખી ને એક દિવસ સતત આગ્રહ ને કઠોર તપ કરો તો ભગવાન પણ માને તો આતો રહ્યાં ભોળા અભણ માનવી કયા સુધી પકડી રાખવાના હતાં. આખરે એક દિવસ ગામમાં ભેગાં મળીને નવો નિર્ણય લેવાનો વિચાર કર્યો.
સહકારી ધોરણે ખાંડનું કારખાનું સ્થાપવાનું સ્વપ્નું સેવ્યું એ રોનક નું જબ્બર સાહસ હતું . તે જાણતો હતો વાત કઠિન કે મુશ્કેલ હતી પણ અશક્ય નહોતી. જે બહાદુર પૂર્વક નિર્ણય લેવાનો હતો.ને ફલજી જેવા મોટા જમીનદાર વિરોધ પણ કરશે.પણ પોતાની વાત પર અડગ કેમ રહેવું તે જાણતો હતો.દરેક પરિસ્થિત માં લડવા મનને મજબૂત કર્યું હતું

આ વાત જમીનદારને વેપારી વર્ગ કાને પડતાં ચમક્યા ને એમને લાગ્યું કે જો આવું થાય તો આપણને ધંધામાં જ નહિ પણ, પ્રતિષ્ઠાને ફટકો પડશે તેમને ઘણા પ્રયત્ન કર્યા. ગામનાં ખેડૂતો ને ' મોટાં છોરું ઘરે ભલા.' માળા શહેરમાં ભણ્યો યે કઈ થોડું ખેતી વિશે કઈ વાતનું મુળયૂ એ જાણે?આતો છોરા આપણે ને ભરમાવી ને પોતાનું મોટું નામ કરવા એના કર્મો છે.એની નક્કરી વાતોમાં આવવું નહી .આમ વાતને મૂળ સમિત ઉખડવાની પ્રયાસ કર્યા પણ રોનકના મોટા પ્રવાહમાં એ વાત તાંતણા ની જેમ તણાઈ ગઈ.

બીજે દિવસે સવારે ગામનાં ખેડૂતો એકઠાં થયાં ને રોનક ને આગવું કરવાનો વિચાર સ્ફૂર્યો જેના ફળ સ્વરૂપે સહકારી ધોરણે ખાંડનું કારખાનું સ્થાપવાનું સ્વપ્નું સેવ્યું છે. આજે આપણે સૌ એક થઈ પ્રયત્ન કરીશું તો આનું ચોક્કસ પરિણામ આવનારી પેઢીને મળશે. આપણું ભવિષ્ય આપણા હાથમાં હોવું જોઈએ.રોનકની વાત સૌને સ્વીકારી પણ અમુક ખેડૂત દખલ કરી રહ્યા હતા કે એના માટે મોટું શેર ભંડોળ,વિદેશી મશીનરી , અનુભવી શ્રમ, સરકારી લોન મંજૂરી , વગેરે પ્રશ્નો ઊભા કર્યા.પણ બધા ખેડૂત મિત્રો સાથ આપે તો આ કામ મુશ્કેલ નથી.રોનક સરકારી સહાય મેળવવા અંગેનું માર્ગદર્શન હેઠળ આવતા મોટો મુશ્કેલ હલ થઇ ગઇ. કારણ કે યોગાનુયોગ સરકાર તરફથી પણ સહકારી ક્ષેત્રે સ્થાપનારા ખાંડના કારખાનાને પ્રોત્સાહન આપવાની નીતિની જાહેરાત થઇ.જે રોનકને મોટો મોકો મળ્યો હતો .. રોનક જિલ્લા માં મેજિસ્ટ્રેટ કચેરીએ મળવા ગયા.જ્યાં તેને સાહેબ તરફથી સારો પ્રતિસાદ સાંપડયો હતો. સરકારી સહાય મેળવવા અંગેનું માર્ગદર્શન આપી ને સહાય જલ્દીથી મળે એવી તેને બાયધરી આપી હતી.
ગામનાં ખેડૂતો ની સહકારી મંડળીઓ કાર્યરત થઇ.જેમાં મોટે ભાગે ખેડૂતો હતાં તેથી પોતાની જાતે નિર્ણય લઇ શકે.તેથી ખેડૂતોએ બળ પ્રમાણે બને તેટલું ફંડ એકઠુ કરતા બહુ મોટી રકમ થઈ. ખેડૂતોઓ આત્મવિશ્વાસથી સભર થઈ ને ૪૦ લાખ ભંડોળ એકત્ર થતાં માટે મંડળી મજબૂત થઈ.

જેમાં સરકારે ખેડૂતોની સહકારી મંડળીને ટુંક સમયમાં રજીસ્ટર કરી. ખેડૂતોની ભલામણ મુજબ રોનકને મેનેજીનીગ ડાયરેક્ટર પદે નિમણૂક કરવામાં આવી! જે રોનકને માતૃભૂમિમાં નોકર કરવાની તક મળી તે ભગવાને આપેલી બક્ષિસ સમજતો હતો. મશીનરી ખરીદવામાં સરકારી મંજુરી મળતા મોટો પ્રશ્ન હલ થઇ ગયો હતો . આ સફળતામાં ખાલી એક વ્યક્તિ નહોંતી. એમાં રોનકની મહેનત ને લગન, ખેડૂતોનો વિશ્વાસ. સરકારનો સહયોગ બધું મળીને કામ સફળતાની ટોચ પહોંચ્યું હતું.ગામના પડતર જમીનની માપણી કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ હાથે શિલાન્યાસ કરીને સુગર ફેકટરીનો પાયો નંખાયો .સરકારી સહાય મળતાં જોત- જોતાંમાં કારખાનું ઉભુ કરી નાખ્યું બસ હવે મંજૂરી મળે તેની રાહ જોવી રહી.

રોનકના સતત પ્રયત્ન થકી આખરે એક દિવસ કારખાનું શરૂ થવાની મંજૂરી મળી ગઈ. આખા ગામમાં ખુશીની લહેર પ્રસરી ગઇ. એક ગામમાં નહી આજુબાજુ ના બધાં ગામડાંના ખેડુતો ખુશ હતા. આજે સૌથી વધારે ખુશી તો વશરામ ના ઘરે હતી કે જાણે મોટું યુદ્ધ જીત્યા હોય! વશરામને દીકરા ઉપર ગર્વથી છાતી ગજ ગજ ફુલી. ફરી અધૂરા સપનાઓ ફરી સાકાર થશે. કોઈની ઘરની ખુશી પાછી આવશે કોઈને ઘર પાછુ વસશે. હવે કોઈ કોઇનું માલિક કે નોકર નહોતું એતો એક "શ્રદ્ધા થી ચાલતું એકમ હતું."
આ એકમ ચાલું થતાં દૈનિક પિલાણ ૭૦૦ ટનથી વધુ થશે જેના ફળસ્વરૂપે દરરોજ ૨૦૦૦થી વધુ લોકોને રોજગારી મળશે.જે મજુરવર્ગ ને ગરીબી માંથી બહાર નીકળવા મહોર. સાબિત થશે અને પછાત ગામડાંની સકલ ફેરવી નાખશે.
. ખાંડ ઉદ્યોગની ટુંક સમયમાં શરૂઆત થઈ જેના અસરકારક વિકાસથી ખેડૂતોને ખેતી અંગે જરૂરી માહિતી, સ્થાનિક ભાષામાં યોગ્ય માર્ગદર્શન, નવીનવી શેરડીની જાતોના અખતરા સાથે શેરડીના પોષણક્ષમ ભાવો મળતા તેનો આર્થિક વિકાસ નવી ક્ષિતિજો સર કરવા લાગ્યો અને આ વિસ્તારમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો, વ્યાપારનો વિકાસ થતા વિસ્તારના સર્વે નાગરીકોને તેનો સીધો કે આડકતરી રીતે લાભ થયો છે અને તેમની આર્થિક પ્રગતિ થવા પામી છે. ફરીથી એકવાર ગામડું બેઠું થયું ને જેને ગામડાંની રોનક ફેરવી નાખી?. વશરામ પોતાની ડેલીએ થી આંખમાં પાણી સાથે ઉભો ઉભો કારખાના જોઈ રહ્યો.ને બોલ્યો"જો દેશના ખેડૂતોને શિક્ષણ ને ટેકનોલોજી સાથે મળે તો આ દેશના ખેડૂતોમાં જમીન માંથી સોનું પકવાની તાકાત રહેલી છે."

******""""""******